તૃણમૂલ કોંગ્રેસ ના નેતા સુવેંદુ અધિકારી એ મમતા સાથે છેડો ફાડી ભાજપ માં જોડાઈ ગયા હતા અને અમિત શાહ સાથે ફોટા પડાવ્યા હતા એટલું જ નહીં પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની પશ્ચિમ બંગાળ ખાતેની રેલીમાં જોડાયા હતાં. સુવેંદુ અધિકારીને સ્ટેજ પર અમિત શાહની બાજુમાં જ બેસાડવામાં આવ્યા હતા.મમતા બેનરજીના નજીક જ નહી પણ મમતા પછી પક્ષ માં જેઓ નો દબદબો હતો તેવા પ્રદેશના પરિવહન મંત્રી સુવેંદુ અધિકારીએ થોડા દિવસ પહેલા જ ટીએમસી સાથે છેડો ફાડ્યો હતો. અધિકારીના ભાઈ તેમજ અને પિતાજી પણ ટીએમસી માં સાંસદ છે. તે બંને ભાજપમાં શામેલ થઈ જશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે,…
કવિ: Halima shaikh
કોરોના હજુપણ યથાવત છે અને ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ આવી રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હવે સક્રિય થઈ ગયા છે અને ચુંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી છે. આજથી CR પાટીલ બે દિવસ માટે વડોદરામાં રહી ચૂંટણીને લઇને સંગઠનના હોદ્દેદારો, સાંસદો સાથે બેઠક કરશે સી. આર. પાટીલની વડોદરા ની મુલાકાતને લઇને શહેર ભાજપમાં ચહલપહલ જોવા મળી રહી છે. ચૂંટણીને લઇને ઉમેદવારો પસંદગી મુદ્દે નિર્ણય લેવાશે, આજે સાંજે યુવા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની રક્તતુલા કરવાનો કાર્યક્રમ પણ યોજાનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં 2015 દરમિયાન કુલ 76 કોર્પોરેટરમાંથી 58…
વડોદરા માં નવા રોગ મ્યુકોરમાઇકોસિસ ના 7 કેસ નોંધાયા છે અને 10થી 15 દિવસ ની સારવાર નો ખર્ચ જ રૂ.4થી 5 લાખ થઈ જાય છે.રાજ્યભરમાં કોરોના બાદ દેખા દીધેલાનવા રોગ મ્યુકોરમાઇકોસિસ ફૂગને લીધે લોકો માં ભારે ગભરાટ નો માહોલ છે ત્યારે આ નવા રોગે વડોદરા માં દેખા દિધી છે અને અહીં ની એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 7 નવા કેસ સપ્ટેમ્બરથી નોંધાયા છે. આ રોગ કોરોના ન થયો હોય અને ઇમ્યૂનિટી ઓછી હોય તો પણ થઇ શકે તેવું તબીબો નું કહેવું છે. જોકે આ દર્દીઓની સારવાર દરમિયાન કોઇનું મોત નિપજ્યું ન હતું. પણ બે દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં…
મોરબી પંથક માં એક હવસખોર ઇસમે પોતે નવી ગાડી લીધી હોય કુંવારીકા ના હાથે ગાડી ને તિલક કરવાનું જણાવી 10 વર્ષીય બાળા ને ગાડી માં લઇ જઇ તેની ઉપર પાશવી બળાત્કાર ગુજારતા ગંભીર હાલત માં ગુપ્તભાગે ઇજાઓ થતા બાળકી ને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિગતો મુજબ મોરબીના કાગદડી ગામના વતની ભુપત ચાવડા નામના ઈસમ ની સાસરી ગોંડલના દેવચડી ગામે આવેલું છે. જેમાં તેની પત્ની રીસામણે હોય ભુપત ગઈકાલે ગુરૂવારે વીરપુર ગામે રહેતા પોતાના મામાજી સસરાને ત્યાં આવ્યો હતો. ભુપતે મામાજીને જણાવ્યું હતું કે, પોતે નવી કાર લીધી હોય તે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવું છે. અને નવી કારને કુંવારી…
કોરોના માં સરકારી ગાઈડ લાઈન નો ભંગ કરનાર પબ્લીક ને પકડી ને દંડ કરવાનું અભિયાન ચાલુ છે ત્યારે રાજકારણ સાથે સંકળાયેલા લોકો ને દંડ કરવામાં પોલીસ સો વાર વિચાર કરે છે ભૂતકાળમાં પણ નેતાઓ રેલીઓ અને સભાઓ ગજાવી ચુક્યા છે પણ હાજર પોલીસ હંમેશા આ વાત ને નજર અંદાજ કરતી આવી છે ત્યારે અમદાવાદ ના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ધારાસભ્ય બન્યા હોવાની ત્રીજી એનિવર્સરીની ઊજવણી કરી હતી, જેમાં તેમના સમર્થકો એ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને એકબીજાને કેક ખવડાવી હતી. કેટલાકે તો માસ્ક પણ નહોતા પહેર્યા અને ગળામાં જ માળા જેમ લટકી રહયા હોવાનું જણાયું હતું. નોંધપાત્ર વાત તો એ હતી…
વડોદરા માં લવ જેહાદ ના કિસ્સા એ ભારે ચકચાર મચાવી છે અને હિન્દૂ સંગઠનો એ ભારે વિરોધ કરતા મામલો ગરમાયો છે. અહીં ના નાગરવાડા વિસ્તારમાં બ્રાહ્મણ યુવતીને ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોત પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સ્થાનિક નેતાઓએ મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા. જ્યારે યુવકના પિતા અને વકિલે પણ વાત કરવાનું ટાળ્યું હતુ. હજી બંનેનું 3-4 દિવસ સુધી કાઉન્સેલિંગ કરાશે. ધર્મ પરિવર્તન કરનાર બ્રાહ્મણ યુવતી ના જણાવ્યા મુજબ પોતે અયાઝ ને છ વર્ષથી ઓળખે છે મિત્રો થકી અમે સતત એકબીજાના સંપર્કમાં હતા. અમારો આ પરિચય પ્રેમમાં…
રાજ્ય માં મેડિકલ લાઈન માં જે વિદ્યાર્થીઓ એ પ્રવેશ માટે રિપોર્ટિંગ ન કરાવ્યું હોય તેવી 293 અને ડેન્ટલની 710 બેઠક મળી 1003 બેઠક પર 18 ડિસેમ્બરથી મોપ અપ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ કાર્યવાહી 23 ડિસેમ્બર સુધી ચાલનાર છે જેમાં રાજ્ય ના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જામનગર,જૂનાગઢ, સહિતની કુલ 11 મેડિકલ કોલેજોના હેલ્પ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને મેરિટ ક્રમ મુજબ ફાળવેલ તારીખ મુજબ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ પ્રવર્તમાન કોરોના ની સ્થિતિ ના કારણે વિદ્યાર્થીઓને ગાંધીનગર, જીએમઈઆરએસ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે એકત્ર ન થવું પડે તે માટે જુદાજુદા 11 જગ્યા એ પ્રવેશ કાર્યવાહી માટેની એપોઈનમેન્ટ આપવાનો…
કૃષિ કાયદો રદ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો ને હવે ગુજરાત ના ખેડૂતો નું પણ સમર્થન મળતા ગુજરાતમાંથી ૧૦ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે. જેમાં દરેક તાલુકામાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે સવારે ગુજરાતના ખેડૂતોએ ગરબાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. બુધવારે પણ કૃષિ કાયદા રદ્ કરવાની માગણી સાથે ખેડૂત આગેવાનોએ સંબોધન, સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાંથી દિલ્હી પહોંચેલા ખેડૂત અગ્રણી ડાહ્યાભાઈ ગજેરા એ જણાવ્યું કે, આજે વડોદરા, ભરૂચ, મોરબીના ૫૦૦ જેટલા ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે, વડોદરાથી એક જૂથ ખાસ લંગર સેવા માટે આવી પહોંચ્યું છે અને બાકીના ખેડૂતો પણ તબક્કા વાર અહીં આવશે તેવું આયોજન કરાયું છે.
ગુજરાત માં દારૂબંધી ને સરકારે મજાક બનાવી દીધી છે,ગાંધીનગર માં સરકારી અધિકારી ની સરકારી ગાડી માં જ દારૂ ઝડપાતા ચકચાર મચી છે.ગુજરાતમાં સરકાર દારૂબંધી ના કડક કાયદો બનાવી ટીવી અને અખબારો માં જાહેરાત તો કરી દીધી પણ આ કાયદા નું ખુદ અધિકારીઓ જ પાલન કરતા નથી અને સરકારી ગાડીઓ માં જ દારૂ પકડાઈ રહ્યો હોવાના શરમજનક કિસ્સા સામે આવી રહ્યા છે, રાજ્યમાં દારૂબંધી ફારસ સાબિત થઇ રહી છે. જ્યાં નેતાઓ બેસે છે તે રાજ્ય ના પાટનગર ગાંધીનગર ના જ અધિકારીની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ પકડાતા ભારે ચર્ચા ઉઠવા પામી છે. ખુદ સરકારી અધિકારીઓ ને જ દારૂ વગર ચાલતું નહિ હોવાનું…
આપણા લોકશાહી દેશ ભારત માં જુદાજુદા પક્ષ ના નેતાઓ હંમેશા એકબીજાને ભાંડતા રહે છે પણ એક વાત સમજાતી નથી કે જ્યારે નેતાજીઓ ના પગાર કે ભથ્થા વધારા ની વાત આવે ત્યારે બધા એક થઇ જાય છે આ એક ગજબ ની એકતા જોવા મળે છે. નવાઈ ની વાત તો એ છે કે ધારાસભ્યો અને મંત્રીઓના પગાર-ભથ્થામાં માત્ર દોઢ કલાકમાં વધારો થઈ જાય છે. અગાઉ ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધ્યાના બે દિવસમાં જ રાજ્યની 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરોનાં પણ પગાર-ભથ્થાંમાં વધારો કરી લીધો હતો, આજના રાજકારણી ને મોંઘવારી ક્યારેય નડતી નથી કારણ કે તે પ્રજા નો પ્રતિનિધિ છે અને બધીજ સવલતો મલે છે,સારામાં…