કવિ: Halima shaikh

ખેડૂત આંદોલન ને સમર્થન જાહેર કરી સંતે જાહેર માં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે લાખ્ખો અનુયાયી ધરાવતા સંતે સુસાઇડ કરતા સરકાર ભીંસ માં મુકાઈ છે.કૃષિ કાયદા ના વિરોધ માં ખેડૂત આંદોલન હવે વેગવંતું બની રહ્યુ છે ત્યારે એક ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી લીધી છે અને સુસાઇડ નોટ માં ખેડૂતો ને થઈ રહેલા અન્યાય ને જવાબદાર ઠેરવતા ભારે ચકચાર મચી ગઇ છે, સિંઘરા ગામના બાબા રામ સિંહ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. તેમના અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં છે ત્યારે તેઓમાં સરકાર વિરુદ્ધ રોષ ફેલાય…

Read More

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ ની હાર થયા બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ-પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં ધરી દીધાં બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડે તેવી વાત વચ્ચે કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરૂ કરી દીધી છે, જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ સૌથી આગળ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર પાટીદાર કાર્ડ ની વ્યૂહરચના ગોઠવી શકે છે. જોકે,વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ પણ ચર્ચામાં છે, જયારે પ્રદેશ-પ્રમુખની જવાબદારી નિભાવી શકે એ માટે અર્જુન મોઢવાડિયા અને જગદીશ…

Read More

કેટલાક માથાભારે તત્વો દ્વારા ગરીબો ની જમીન ઉપર કબ્જા કરવા અને ધમકીઓ આપી જમીનો મફત માં પડાવી લેવાની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહેલા લુખ્ખાઓ ને લગામ નાથવા સરકારે તખ્તો તૈયાર કરી દીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જમીન ઉચાપત કાયદા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. જેમા હવેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે. આ મામલે 6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે. નાના માણસોને સલામતી મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ માટે 7 અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે. સીએમએ વધુમાં જણાવ્યું કે, ગમે તે માથાભારે વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી થશે અને ફરિયાદ મળ્યાના 20 દિવસમાં જ…

Read More

પાકિસ્તાન સામે ના 1971ના યુદ્ધમાં ભારત ના વિજય ને 50 વર્ષ થતા વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય બાદ બાંગ્લાદેશ ને પણ આઝાદ કરાવ્યું હતું.ત્યારથી ભારત દ્વારા દર વર્ષે તા.16 ડિસેમ્બરને વિજય દિન તરીકે ઉજવણી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડા ની ઉપસ્થિત વચ્ચે આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મારક ખાતે ઉપસ્થિત રહી અહીં PM મોદી 4 સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી હતી જે અમર જ્યોતથી ચાર વિજય મશાલ પ્રજ્વલિત કરી આ મશાલને દેશના અન્ય ભાગો માં લઇ જવાશે અને 1971ના યુદ્ધમાં પરમવીર…

Read More

પાકિસ્તાનમાં બળાત્કાર ના દોષિતોને નપુંસક બનાવવાની સજા કરવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને કેસો ની તપાસ માત્ર ચાર જ માસ માં પુરી કરવા સહિત બળાત્કાર ના કેસ ની તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અને સરકારી અધિકારીઓને પણ ત્રણ વર્ષની કેદની સજા ની જોગવાઈ કરવામાં આવી છે અને આ નવા કાયદા ઉપર મહોર મારી દીધી છે. જેનો હેતુ કેસની વહેલી સુનાવણી અને કડક સજા આપવાનો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વટહુકમ હેઠળ જાતીય અપરાધના કેસોમાં ઝડપી કાર્યવાહી માટે દેશભરમાં વિશેષ અદાલતો બનાવવામાં આવશે. કોર્ટે ચાર મહિનામાં કેસનો નિકાલ કરવો પડશે. પીડિતોની ઓળખ જાહેર…

Read More

સુરત માં ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલે તગડી ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓ નું ઓન લાઈન શિક્ષણ બંધ થતા વાલીઓ માં રોષ ફેલાયો છે સરકારે નક્કી કરેલી ફી ભરવા તૈયાર છતાં શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યા ની વિગતો સાંપડી છે.હાલ કોરોના ની મહમદ માં સ્કૂલો બંધ છે પણ સ્કૂલ સંચાલકો ને ઓન લાઈન શિક્ષણ માં પણ પુરેપુરી ફી જોઈએ છે,ત્યારે સુરત સ્થિત ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલ દ્વારા તગડી ફી માંગવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ લાવી ફી ન ભરનાર વિદ્યાર્થીઓના સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને શાળા બહાર એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો…

Read More

વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ આજે સર્જાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સાંજે 7 વાગ્યે શરૂ થવાનું છે, પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોય ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં જેથી તમામ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ ખુલ્લા જ રહેશે, કોઈ સુતક લાગશે નહીં. દુનિયાના કેટલાક દેશોમાં આજે સાંજે 7થી રાત્રીના 12.30 કલાક સુધી સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળશે. આજે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે. સોમવતી અમાસ સાધના, મોક્ષ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજ દિવસે કારતક વદ અમાસને સોમવારે સૂર્યગ્રહણ પણ ધન રાશિમાં થવાનું હોય સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે. કારતક માસની…

Read More

ચોમાસા માં રાજ્ય ના ભંગાર થઈ ગયેલા રોડ મામલે ફરિયાદો ઉઠતા સરકાર ને ચિંતા થવા માંડી છે અને લોકો ના વાહનો માં મેન્ટેનન્સ આવતા સરકાર હવે રોડ બનાવવા ગંભીર બની છે અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને રસ્તાના કામ સૂચવવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ પત્ર પાઠવ્યો રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરી દીધો છે. આગામી ચૂંટણી અગાઉ શહેરો અને ગામડાના રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રસ્તા માટે સરકારે 9100 કરોડ નું બજેટ નક્કી પણ કરી લીધું છે. માર્ગ મકાન વિભાગે મંત્રીઓને રસ્તાના કામોની દરખાસ્ત…

Read More

પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ પરાકાષ્ટા વટાવી રહ્યું છે અને અહીં ભાજપ અધ્યક્ષ નડ્ડાના કાફલા પર હુમલા પછી હવે બર્દવાનમાં એક ભાજપ સમર્થક સુખદેવ પ્રમાણિક નો મૃતદેહ શંકાસ્પદ હાલત માં તળાવ માંથી મળી આવતા હોબાળો મચી ગયો છે. તૃણમૂલ સમર્થકો દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાતા ભાજપ સમર્થકોએ દેખાવો શરૂ કરી દીધા હતા. આજે સોમવારે ભાજપ ના કાર્યકરો આ મામલે માર્ગો પર દેખાવ પણ કરશે. સુખદેવનો પરિવાર ભાજપ સમર્થક છે. બે દિવસ પહેલા તે ભાજપની રેલીમાં પણ ગયો હતો. અહીં ભાજપ અને તૃણમૂલના નેતાઓ વચ્ચે છેલ્લા દિવસો માં તણાવ વધી ગયો છે.

Read More

આજથી રાજ્યના ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારાની માંગ સાથે તમામ પ્રકારની તબીબી સેવાઓથી અળગા રહી હડતાળ પર ઉતરી જતા કોરોના માં સારવાર માટે નો પ્રશ્ન વિકટ બનશે કારણ કે કોરોના માં આજ ઈંટર્ન ડોકટરો ની સેવા લેવામાં આવતી હતી. અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કોરોનાના સમયગાળામાં પણ અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને મળી રહ્યુ છે તેવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે.ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે ઈન્ટર્ન ડૉક્ટરોનું રૂ. 12800 સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. 20000 કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને તેનું…

Read More