સરકાર ના કૃષિકાયદાના વિરુદ્ધ ખેડૂતો કકડતી ઠંડી માં પણ આંદોલન ચલાવી રહ્યા છે અને આંદોલનનો આજે 26મો દિવસ છે. અગાઉ ની જાહેરાત મુજબ ખેડૂતો ની આજે ભૂખ હડતાળ છે. હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરાશે. ખેડૂતોએ રવિવારે આ એલાન કર્યું છે, જેના 5 કલાક પછી જ સરકારે વાતચીતના આમંત્રણની ચિઠ્ઠી મોકલી છે, જેના માટે ખેડૂતો આજે નિર્ણય કરશે. કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બંગાળમાં કહ્યું હતું કે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ખેડૂતો વચ્ચે એક-બે દિવસમાં બેઠક યોજાઈ શકે છે. બીજી બાજુ, ખેડૂત નેતાઓએ રવિવારે કુંડલી બોર્ડર પર બેઠક પછી એલાન કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27…
કવિ: Halima shaikh
ગુજરાતપોલીસ ખાતા માં કામ કરતા પોલીસકર્મીઓ અનિયમિતતા ને લઈ બીમારીઓ નો ભોગ બની રહ્યા હોવાનું રીપોર્ટ માં બહાર આવ્યું છે. રાજ્ય માં અમદાવાદ એકલા ની વાત કરવામાં આવે તો અહીં 30 ટકા પોલીસ કર્મચારીઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા, મસા, ભગંદર જેવી ગંભીર બીમારીઓ થી પીડાતા હોવાની વિગતો બહાર આવી છે. રિપોર્ટ માં એ પણ ખુલાસો થયો છે કે 10 ટકા પોલીસ કર્મચારીઓ પાન, મસાલા, બીડી, સિગારેટ સહિતના વ્યસનના બંધાણી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના પોલીસ કર્મચારીઓનું દર વર્ષે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં આ વાત બહાર આવી છે. નોંધનીય છે કે અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું…
ભારત માં હવે ટોલ પ્લાઝા ભૂતકાળ બની જશે આગામી સમય માં તમામ ટોલપ્લાઝા દૂર કરવામાં આવશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વાત ને સમર્થન આપતા જણાવ્યું કે આગામી બે વર્ષમાં દેશમાં ટોલ પ્લાઝા સંપૂર્ણપણે દૂર થઇ જશે, ટોલની ચૂકવણી જીપીએસ સિસ્ટમથી આપોઆપ થઇ જશે. આ વ્યવસ્થાથી વાહનચાલકોએ ક્યાંય ટોલ પ્લાઝા પર થંભીને ટોલ ચૂકવવાની જરૂર નહીં રહે અને માર્ગ પરિવહન વધુ સરળ બનશે. સરકારને આશા છે કે જો બધું સમુંસૂતરું પાર પડશે તો આગામી 5 વર્ષમાં ટોલ કલેક્શનની આવક અંદાજે 1.34 લાખ કરોડ રૂ. સુધી પહોંચી શકે છે. ગડકરીએ જણાવ્યું કે તાજેતરમાં એનએચએઆઇના અધ્યક્ષની હાજરીમાં ટોલ કલેક્શન માટે જીપીએસ ટેક્નિકનો…
કોરોના એ દેશ ને સકંજામાં લીધો છે ત્યારે હવે કોરોના માં સાજા થયેલા દર્દીમાં નાક અને આંખ વચ્ચેનાં હાડકાથી લઇને મગજ સુધી પહોંચતી ફંગસની બીમારી એ હાહાકાર મચાવ્યો છે પણ હવે ત્રીજો રોગ પણ ચાલુ થયો છે જે કોરોના થયા બાદ જ થાય છે, હવે અમદાવાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં પેટથી આંતરડા અને સ્વાદુપિંડ જેવા અંગોને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડવાના તેમજ સ્વાદુપિંડ સડી જવાના કિસ્સા વધતા તબીબો માં ચિંતા પ્રસરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ચથી ડિસેમ્બર સુધી 15 તેમજ બે ખાનગી હોસ્પિટલમાં 10 જેટલાં કેસમાં દર્દીના કાળા પડી ગયેલું આંતરડું અને સડી ગયેલુું સ્વાદુપિંડ કાઢવાની તેમજ…
આજકાલ મોબાઈલ ઉપર સોસિયલ મીડિયા થકી કહેવાતા પ્રેમ માં પડતી નાની બાળાઓ પોતાના માતાપિતા ના વિશ્વાસ નો ભંગ કરી કોઈ અજાણ્યા ઈસમો સાથે ભાગી જઇ જીવન બરબાદ કરતી હોવાના બનાવો રેડ સિગ્નલ બન્યા છે ત્યારે અમદાવાદ ના ગુજરાત યુનિ.વિસ્તારમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી 16 વર્ષની કિશોરી સોશિયલ મીડિયા ઉપર યશ બારોટ નામના યુવકના સંપર્કમાં આવ્યા બાદ પોતાના માતાપિતા કરતા આ યુવક પ્રત્યે વધુ લગાવ થતા તેની સાથે આઝાદી ભર્યું જીવન માણવા ઘરે થી ભાગી જતા પરિવાર પરેશાન થઈ ગયો હતો. સોસિયલ મીડિયા ઉપર મિત્રતા થયા બાદ કિશોરી યશ અને તેના ત્રણ મિત્રો સાથે આબુ જતી રહી હતી. કિશોરી 17…
દેશ ના ઉત્તર વિસ્તાર માંથી આવતા બર્ફિલા ઠંડા પવનો ની અસર હેઠળ ગુજરાત માં તીવ્ર ઠંડી નું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી વધુ નલિયા ૮.૪ ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું અને ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીએ રહ્યું હતું. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સુધી કોલ્ડવેવ ની આગાહી કરતા તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડવેવની અસર રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે. ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર…
પાટણ જિલ્લાના કમલીવાડા ગામના 50 વર્ષીય વ્યક્તિ ને મ્યુકોરમાઇસીસ રોગ ને લઈ મોત થઈ જતા રાજ્ય નું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે. મૃતક વ્યક્તિ કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમનામાં મ્યુકોરમાઇસીસના લક્ષણો દેખાયા હતા. વિગતો મુજબ GRDમાં ફરજ બજાવતા 50 વર્ષના દિનેશભાઈને કોરોના થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બાદ માં સાજા થયા હતાં. પરંતુ થોડા જ સમયમાં તેમને આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવઅને ફંગસની ફરિયાદ શરૂ થઈ હતી. સારવાર દરમિયાન તેમને મ્યુકરમાઈકોસીસ ઈન્ફેક્શન થયું હોવાનું જણાયું હતુ અને બાદ માં મોત થઈ ગયું હતું. પાટણમાં મ્યુકોરમાઇસીસ ને કારણે પ્રથમ મોતથી ગુજરાતનો સ્વાસ્થ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે. આ…
અમદાવાદ શહેર માં આજે ખાસ કરીને પોલીસ બેડા માં ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સા માં અહીંના એસજી હાઇવે ઉપર પકડાયેલા કોલસેન્ટરના ડેટા સાથે બે ઈસમો અને કોલસેન્ટર ના માલિક પાસેથી કરાયેલા રૂ. 65 લાખનાતોડ પ્રકરણમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજા અને પીએસઆઇ સહિત પાંચ કોન્સ્ટેબલને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કરતા ભારે સન્નાટો મચી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ આવેલા રિપોર્ટ બાદ પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે. વિગતો મુજબ લગભગ બે મહિના અગાઉ અહીંના એસજી હાઇવે પર કૉલસેન્ટર ડેટા સાથે બે ઈસમો ઝડપાતા પોલીસે પ્રથમ રૂ. 30 લાખ અને બાદમાં રૂ. 35 લાખ…
જ્યાર થી કોરોના આવ્યો છે ત્યાર થી જનતા ના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, સરકારી સિક્યોર જોબ કરતા ખુબજ ઓછા લોકો ને બાદ કરતાં પ્રાઇવેટ જોબ માં કેટલાય લોકો નોકરીઓ ગુમાવી ચુક્યા છે અને જેની જોબ ચાલુ છે તેવા કેપેબલ લોકો ની સેલેરી માં પણ કાપ મુકાઈ ગયા છે આવા કપરા સમયે દેશ ના નાગરિકો ની સહાય અને મદદ કરવાને બદલે જાણે દરેક વસ્તુઓ માં ભાવ વધારો , ટ્રાફિક ના નામે મોટા દંડ , પેટ્રોલ, ડીઝલ માં અસહ્ય ભાવ વધારો વગરે કરી જનતા ની જાણે કમર તૂટી ગઈ છે આવા કપરા સમયે બાકી રહેતું હોય તેમ ગેસ ના ભાવો વધતા…
તૃણમૂલ કોંગ્રેસ ના નેતા સુવેંદુ અધિકારી એ મમતા સાથે છેડો ફાડી ભાજપ માં જોડાઈ ગયા હતા અને અમિત શાહ સાથે ફોટા પડાવ્યા હતા એટલું જ નહીં પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની પશ્ચિમ બંગાળ ખાતેની રેલીમાં જોડાયા હતાં. સુવેંદુ અધિકારીને સ્ટેજ પર અમિત શાહની બાજુમાં જ બેસાડવામાં આવ્યા હતા.મમતા બેનરજીના નજીક જ નહી પણ મમતા પછી પક્ષ માં જેઓ નો દબદબો હતો તેવા પ્રદેશના પરિવહન મંત્રી સુવેંદુ અધિકારીએ થોડા દિવસ પહેલા જ ટીએમસી સાથે છેડો ફાડ્યો હતો. અધિકારીના ભાઈ તેમજ અને પિતાજી પણ ટીએમસી માં સાંસદ છે. તે બંને ભાજપમાં શામેલ થઈ જશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે,…