કવિ: Halima shaikh

પાકિસ્તાનમાં બળાત્કાર ના દોષિતોને નપુંસક બનાવવાની સજા કરવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને કેસો ની તપાસ માત્ર ચાર જ માસ માં પુરી કરવા સહિત બળાત્કાર ના કેસ ની તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અને સરકારી અધિકારીઓને પણ ત્રણ વર્ષની કેદની સજા ની જોગવાઈ કરવામાં આવી છે અને આ નવા કાયદા ઉપર મહોર મારી દીધી છે. જેનો હેતુ કેસની વહેલી સુનાવણી અને કડક સજા આપવાનો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વટહુકમ હેઠળ જાતીય અપરાધના કેસોમાં ઝડપી કાર્યવાહી માટે દેશભરમાં વિશેષ અદાલતો બનાવવામાં આવશે. કોર્ટે ચાર મહિનામાં કેસનો નિકાલ કરવો પડશે. પીડિતોની ઓળખ જાહેર…

Read More

સુરત માં ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલે તગડી ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓ નું ઓન લાઈન શિક્ષણ બંધ થતા વાલીઓ માં રોષ ફેલાયો છે સરકારે નક્કી કરેલી ફી ભરવા તૈયાર છતાં શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યા ની વિગતો સાંપડી છે.હાલ કોરોના ની મહમદ માં સ્કૂલો બંધ છે પણ સ્કૂલ સંચાલકો ને ઓન લાઈન શિક્ષણ માં પણ પુરેપુરી ફી જોઈએ છે,ત્યારે સુરત સ્થિત ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલ દ્વારા તગડી ફી માંગવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ લાવી ફી ન ભરનાર વિદ્યાર્થીઓના સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને શાળા બહાર એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો…

Read More

વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ આજે સર્જાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સાંજે 7 વાગ્યે શરૂ થવાનું છે, પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોય ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં જેથી તમામ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ ખુલ્લા જ રહેશે, કોઈ સુતક લાગશે નહીં. દુનિયાના કેટલાક દેશોમાં આજે સાંજે 7થી રાત્રીના 12.30 કલાક સુધી સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળશે. આજે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે. સોમવતી અમાસ સાધના, મોક્ષ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજ દિવસે કારતક વદ અમાસને સોમવારે સૂર્યગ્રહણ પણ ધન રાશિમાં થવાનું હોય સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે. કારતક માસની…

Read More

ચોમાસા માં રાજ્ય ના ભંગાર થઈ ગયેલા રોડ મામલે ફરિયાદો ઉઠતા સરકાર ને ચિંતા થવા માંડી છે અને લોકો ના વાહનો માં મેન્ટેનન્સ આવતા સરકાર હવે રોડ બનાવવા ગંભીર બની છે અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને રસ્તાના કામ સૂચવવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ પત્ર પાઠવ્યો રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરી દીધો છે. આગામી ચૂંટણી અગાઉ શહેરો અને ગામડાના રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રસ્તા માટે સરકારે 9100 કરોડ નું બજેટ નક્કી પણ કરી લીધું છે. માર્ગ મકાન વિભાગે મંત્રીઓને રસ્તાના કામોની દરખાસ્ત…

Read More

પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ પરાકાષ્ટા વટાવી રહ્યું છે અને અહીં ભાજપ અધ્યક્ષ નડ્ડાના કાફલા પર હુમલા પછી હવે બર્દવાનમાં એક ભાજપ સમર્થક સુખદેવ પ્રમાણિક નો મૃતદેહ શંકાસ્પદ હાલત માં તળાવ માંથી મળી આવતા હોબાળો મચી ગયો છે. તૃણમૂલ સમર્થકો દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાતા ભાજપ સમર્થકોએ દેખાવો શરૂ કરી દીધા હતા. આજે સોમવારે ભાજપ ના કાર્યકરો આ મામલે માર્ગો પર દેખાવ પણ કરશે. સુખદેવનો પરિવાર ભાજપ સમર્થક છે. બે દિવસ પહેલા તે ભાજપની રેલીમાં પણ ગયો હતો. અહીં ભાજપ અને તૃણમૂલના નેતાઓ વચ્ચે છેલ્લા દિવસો માં તણાવ વધી ગયો છે.

Read More

આજથી રાજ્યના ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારાની માંગ સાથે તમામ પ્રકારની તબીબી સેવાઓથી અળગા રહી હડતાળ પર ઉતરી જતા કોરોના માં સારવાર માટે નો પ્રશ્ન વિકટ બનશે કારણ કે કોરોના માં આજ ઈંટર્ન ડોકટરો ની સેવા લેવામાં આવતી હતી. અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કોરોનાના સમયગાળામાં પણ અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને મળી રહ્યુ છે તેવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે.ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે ઈન્ટર્ન ડૉક્ટરોનું રૂ. 12800 સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. 20000 કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને તેનું…

Read More

આખરે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશી આપઘાત પ્રકરણમાં પોલીસ જીપ ના ડ્રાઇવર પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. સુરત માં મહિલા પીએસઆઈ અમીતા જોશી એ ગત તા.5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પતિના આડાસંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટીશર્ટ ફાટેલું હોવાની આંશકા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ અમીતા જોશી ના પિતા બાબુભાઈ શાંતિલાલ જોશી રહે. ધારી, જિલ્લો અમરેલી એ…

Read More

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત રવિવારે રાત્રે જ પુરી થઈ જતા 20 વર્ષ બાદ અમદાવાદ કોર્પોરેશનમાં વહીવટદાર નિમાયા હોવાની વાત સામે આવી છે. આજથી અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમાર વહીવટદારનો ચાર્જ સંભાળી લેશે. મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખની મુદત ડિસેમ્બર મહિનામાં પૂરી થતી હોય ચૂંટણી નક્કી હતી પરંતુ કોરોનાને કારણે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ રાજ્ય સરકારે મુલતવી રાખતા હવે અહીં વહીવટદારની નિમણૂક કરવી પડી છે. હવે આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય ત્યારે જ નવી બોડી ના હાથ માં વહીવટ આવી શકે છે ત્યાં સુધી મ્યુ.કમિશનર ના હાથ માં તમામ વહીવટ રહશે.

Read More

સરકાર ના નવા કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતો નું આંદોલન આગળ વધતું જઈ રહ્યું છે અને રોજ નવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે આજરોજ સોમવારે તમામ ખેડૂત સંગઠનના નેતાઓ ૯ કલાકની ભૂખ હડતાળમાં જોડાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સોમવારે ખેડૂતોની સાથે ઉપવાસમાં જોડાવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં રવિવારે ૧૮મા દિવસે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના દેખાવો ચાલુ રહ્યા છે. આંદોલનને ઉગ્ર બનાવતાં ખેડૂતોએ ૧૪મી ડિસેમ્બરના સોમવારે દેશવ્યાપી ધરણાં કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતો સોમવારે દરેક જિલ્લા મથક ખાતે કલેક્ટર કચેરીઓ સામે આંદોલન કરશે અને ભાજપના નેતાઓનો ઘેરાવ કરશે. સિંધુ બોર્ડર…

Read More

મુંબઈ પોલીસે આજે રવિવારે ન્યુઝ ચેનલ રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખનચંદાનીની નકલી TRPના મામલામાં ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ બે મહિલા આ સ્કેમનો ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં અગાઉ રિપબ્લિકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ(ડિસ્ટ્રીબ્યુશન) ધનશ્યામ સિંહને 5 ડિસેમ્બરના રોજ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ચેનલે આરોપ લગાવ્યો હતો કે પુછપરછ દરમિયાન તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા. આ પહેલા રિપબ્લિક મીડિયા નેટવર્કે બોમ્બે હાઈકોર્ટેને એક ઈન્ટરીમ અરજી કરીને કહ્યું હતું કે ધનશ્યામ સિંહને કસ્ટડીમાં બેલ્ટ વડે માર મરાયો હોવાનું જણાવ્યું હતું. રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીએ કહ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે રિપબ્લિક ટીવીની વિરુદ્ધ…

Read More