કવિ: Halima shaikh

ગુજરાત માં માવઠા થી થયેલ નુકસાન નું સરકાર વળતર ચૂકવશે એમ CM રૂપાણી એ જણાવ્યું છે.રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ ને પગલે ખેતી માં થયેલ નુકશાની ની વિગતો ના સર્વે બાદ સરકાર દ્વારા વળતર અપાશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો છે અને આ માવઠાને લઈને જે વિસ્તાર પ્રભાવિત થયા છે તેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સરવે કરવામાં આવશે અને સર્વેમાં જે કોઈ નુકસાન થયુ હોવાનું જણાશે તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે એવી જાહેરાત કરી છે. માવઠાંથી રવીપાકને જેવાકે ચણા,તુવેર,ડાંગર જીરું, ડુંગળી, કપાસ, શાકભાજી, સૂકો ઘાસચારો અને કેટલીક આંબાની મંજરી…

Read More

કેન્દ્ર સરકાર સામે ખેડૂત કાયદો રદ કરવાની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો એ એલાન મુજબ જ ટોલ પ્લાઝા ફ્રી કરવાનું શરૂ કરી દીધુ છે અને તેની શરૂઆત અંબાલાના શંભૂ ટોલ પ્લાઝા પરથી કરતા હવે અહીં વાહન ટોલ ચૂકવ્યા વગર જ પસાર થઈ રહ્યાં છે તેજ રીતે કરનાલનો બસ્તારા ટોલ પ્લાઝા પણ ફ્રી કરી દેવાયો છે.ખેડૂતોના ટોલ ફ્રી કરવાની જહેરાત બાદ ફરીદાબાદ પોલીસ દિલ્હી-હરિયાણાના રસ્તામાં આવતા 5 ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મીઓ ગોઠવી દીધા છે અને અહીંના બદરપુર, ગુરુગ્રામ-ફરીદાબાદ, કુંડલી-ગાઝિયાબાદ-પલવલ, પાલી ક્રશન ઝોન અને ધૌન ટોલ પ્લાઝા પર પ્રદર્શનકારીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. દરમ્યાન આંદોલનમાં જોડાવા માટે પંજાબ…

Read More

દેશ માં કોરોના કાળ માં પ્રિન્ટ મીડિયા ને 8 મહિનામાં જ ઇન્ડસ્ટ્રીને લગભગ રૂ.12,500 કરોડનું નુકસાન,સરકાર ને રાહત પેકેજ આપવા રજુઆત થઈ છે. દેશ માં લોકો ના અવાજ ને રજૂ કરનાર અખબાર ઉદ્યોગ ઉપર સંકટ ના વાદળો છવાયા છે અને પ્રિન્ટ મીડિયા અનેક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યું છે તેવે સમયે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ના પ્રમુખ એલ. આદિમૂલમ દ્વારા કેન્દ્ર સરકાર ને ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવા માગ કરી છે. તેઓ એ જણાવ્યું કે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતાં સમસ્યાઓ ઉભી થઇ છે હાલ માં કોરોના ને કારણે જાહેરાત અને સર્ક્યુલેશન ઉપર પણ ખુબજ ખરાબ અસર થતા અનેક પ્રકાશનો…

Read More

વલસાડ માં જર્જરિત બિલ્ડીંગો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જશે કેમ કે કમોસમી વરસાદ માં જ બે બિલ્ડીંગ ના સ્લેબ તૂટી પડવાના બનાવ બન્યા છે.વલસાડ શહેર અને જિલ્લા માં હાલ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે વલસાડ ના જર્જરિત મકાનો ભયજનક બન્યા છે અને સ્લેબ તૂટી પડવાના બે બનાવો નોંધાયા હતા. વરસાદને પગલે શહેર ના શ્રોફચાલ નજીક આવલા ગંગોત્રી એપાર્ટમેટનો ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા ભારે અફડા તફડી મચી ગઇ હતી. જોકે સદનસીબે આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી અને 2 બાળકોનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો સામે આવી છે. ઉપરાંત શાકભાજી માર્કેટમાં આવેલા 120 આવસ નો બીજા માળનો…

Read More

રાજ્ય માં વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં આજે સવાર ના સમયે ગાઢ ધૂમમ્સ છવાયું હોવાના અહેવાલ છે અને હાઇવે ઉપર વાહનો ની હેડ લાઇટ ચાલુ રાખવી પડી રહી છે.ગુજરાત માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા રાજ્ય માં હાલ અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે અને સર્વત્ર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે જે આજે શનિવાર સુધી રહેશે તેમ હવામાન વિભાગ નું કહેવું છે. રીમઝીમના વરસાદ ને કારણે સમગ્ર રાજ્ય માં વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે. વિગતો અનુસાર રાજ્ય ના 136 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં કેટલીક જગ્યા એ એક ઈંચ થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્ય ના કેટલાક ભાગો અને…

Read More

હાલ દેશમાં એક તરફ ખેડૂત આંદોલન ચરમસીમા ઉપર છે બીજી તરફ કમોસમી વરસાદ માં પાક ને નુકસાન થઈ રહ્યું છે અગાઉ ચોમાસા માં પણ નુકસાન થઈ ચૂક્યું છે ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો મળતા નથી આ બધી કઠણાઈ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સોશિયલ મીડિયામાં ખેડૂતોને નામે એક પત્ર લખી પોતાનો અભિપ્રાય આપ્યો કે 2002માં ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક અંદાજે રૂપિયા 9000 કરોડ હતી જે આજે વધીને દોઢ લાખ કરોડથી વધુ થઇ છે. તેઓ ખેડૂતો ની જાણે મજાક કરતા હોય તેમ પાટીલના આ દાવા મુજબ 18 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક 16 ગણી વધી છે. એકતરફ ગુજરાતના ખેડૂતો પાયમાલીના પંથે છે તો…

Read More

સુરતમાં બેભાન હાલત માં મળેલી કોલેજ ની વિદ્યાર્થીની સાથે રેપ થયાની ચકચારી ઘટના માં નાટ્યાત્મક વળાંક આવ્યો છે અને સિવિલ માં સારવાર હેઠળ રહેલી યુવતી એ ભાન માં આવતા જ પોતાના ઉપર બળાત્કાર નહીં થયો હોવાનું નિવેદન આપ્યું છે અને આત્મહત્યા કરવા બિલ્ડીંગ ઉપર થી કૂદકો માર્યો હોવાની વાત કરતા પોલીસ ચોંકી ઉઠી છે. લિંબાયત ગોડાદરાની 21 વર્ષીય કોલેજિયન યુવતી પારલે પોઈન્ટ મસ્કતી પ્લોટ-2માં ગોકુલધામ એપા.ના પાછળના ભાગે બુધવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળતાં ઉમરા પોલીસે રેપ, હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે ગત રાત્રે સાડા 11 કલાક બાદ જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે તેણે પોલીસને કહ્યું,…

Read More

રાજ્ય માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર હેઠળ ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને સૌરાષ્ટ્ર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી જ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે પરીણામે મહત્તમ તાપમાન આઠ ડીગ્રી જેટલું ઘટીને 22 ડીગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી ઘટીને 16 ડીગ્રી સેલ્સિયસ થઈ ગયું છે ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગ ની આગાહી મુજબ 12 ડિસેમ્બર ને શનિવારે પણ ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જારી રહેશે, સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર, મધ્ય ગુજરાતના વડોદરા-ભરૂચ અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. રવિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ…

Read More

ગુજરાતમાં જાન્યુઆરી માં આવી રહેલી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં ચૂંટણીઓ માટે નું કાઉન્ટ ડાઉન અત્યાર થીજ ચાલુ થઈ ગયું છે અને મિટિંગો ના દૌર શરૂ થઈ ગયા છે. સાથે જ કોરોના ની રસી માટે પણ સરકાર કટિબદ્ધ છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલાં તમામ કર્મચારીઓને પણ રસી આપી દેવા માટે નો તખ્તો ગોઠવાઈ ચૂકયો છે અને જાન્યુઆરી માજ તે અભિયાન પણ હાથ ધરી દેવાશે તેમ સરકારના સૂત્રોએ જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આ અંગે એક દરખાસ્ત મોકલી હતી જેમા ચૂંટણી માટે નિયુક્ત થનારાં અંદાજે 20,000થી વધુ કર્મચારીઓને રસી આપવા માટે જણાવાયું હતું. આ…

Read More

રાજ્ય માં વરસાદ થી નુકસાન ની વિગતો સામે આવી રહી છે અને રાજકોટ માર્કેટ યાર્ડ માં વરસાદ થી 1 લાખ મગફળી ની ગુણીઓ પાણીમાં પલળી, મધ્ય ગુજરાતમાં વડોદરા માં અવિરત વરસાદ થી નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે.વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ અમરેલી, રાજકોટ,ઉના તેમજ રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોઆખી રાત અવિરત વરસાદ ચાલુ સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ, લાઠી શહેર તેમજ તાલુકામાં વાતાવરણમાં પલટો થતાં વહેલી સવારમાં જોરદાર વરસાદ પડ્યો હતો, સૌરાષ્ટ્રમાં માવઠાંથી ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગૂણી મગફળી પાણીમાં પલળી જતાં…

Read More