કેન્દ્ર સરકાર સામે કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતો ને અન્ના હજારેએ પણ સમર્થન કરી તેઓ આજે એક દિવસના ઉપવાસ ઉપર બેસી ગયા હતા. પ્રદર્શન કરતાં ખેડૂત સંગઠનોએ મંગળવારે ભારત બંધની અપીલ કરી હતી. આ વિશે અન્ના હજારેએ કહ્યું હતું કે, દેશમાં આંદોલન થવું જોઈએ જેથી સરકાર ઉપર દબાણ ઉભું થાય અને તેઓ ખેડૂતોના હિતમાં પગલાં લઇ શકે. અન્ના હજારેએ કહ્યું છે કે, હું દેશના લોકોને અપીલ કરુ છું કે, દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે સમગ્ર દેશમાં ચાલવું જોઈએ. સરકાર પર પ્રેશર લાવવા માટે આવી સ્થિતિ ઉભી કરવી જરૂરી છે અને તે માટે ખેડૂતોએ રસ્તા પર ઉતરી…
કવિ: Halima shaikh
ગુજરાત માં ભારત બંધ દરમ્યાન કોંગી આગેવાનો અને કાર્યકરો ની અટકાયત નો દૌર ચાલુ રહયો હતો જનજીવન પ્રભાવિત જોવા મળ્યું હતું અને હાઇવે ઉપર વાહન વ્યવહાર ખોરવવાનો થયો પ્રયાસ થયો હતો.ભારત બંધની અસર ગુજરાત માં બપોર બાદ વધુ જોવા મળી હતી અને 144 મી કલમ ને લઈ પોલીસ બંદોબસ્ત ના કારણે મોટાભાગ ના લોકો એ કામ વગર બહાર નિકળવાનું ટાળ્યું હતું ગુજરાત માં કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો અપાયા હતા અને ઠેરઠેર અટકાયત ના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાસકાંઠાથી ભરૂચ, સૌરાષ્ટ્રથી સાણંદમાં અનેક ઠેકાણે ટાયરો સળગાવવા જેવી ઘટનાઓ બનતા તેમજ ચક્કાજામ ના કાર્યક્રમ ને લઈ 50 ટકા બજારો બંધ જોવા મળ્યા હતા…
ભારત બંધ નું એલાન અને રસ્તા ઉપર ઉતરેલા ખેડૂતો ને લઈ બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર ખુબજ દુઃખી થઈ ગયા છે અને આજે તેમનો જન્મ દિવસ ઉજવવાનો ઇન્કાર કરી દીધો હતો. નોંધનીય છે કે આજે ધર્મેન્દ્ર નો આજે જન્મદિવસ છે અને તેઓ 85 વર્ષના થઈ ચૂક્યા છે. પરંતુ આ વર્ષે તેઓ પોતાનો જન્મદિવસ મનાવવા ઈચ્છતા નથી અને તેનું કારણ છે ખેડૂત આંદોલન. ધર્મેન્દ્ર એ કહ્યું કે દેશમાં કોરોના અને ખેડૂતોના વિરોધના કારણે હાલમાં અશાંતિ છે અને તેનાથી તેઓ દુઃખી છે.દેશની અત્યારની સ્થિતિને વિશે વાત કરતાં ધર્મેન્દ્ર કહે છે કે લોકો કોરોના વાયરસને પણ ભૂલી ચૂક્યા છે. દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં હું…
સરકાર ના કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતો રસ્તા ઉપર ઉતરી ગયા ગયા છે અને ભારત બંધ નું એલાન અપાયું છે ત્યારે બીજી તરફ ખેડૂતો ને સમર્થન કરનાર આમ આદમી પાર્ટી એ સરકાર ઉપર મોટો આરોપ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના જ ઘરમાં જ નજરકેદ કરી દેવાયા છે. કેજરીવાલ સિંધુ બોર્ડર ઉપર ખેડૂતો ને સમર્થન કરવા ગયા બાદ જ્યારે પાછા આવ્યા છે ત્યારથી ઘરની બહાર નજરબંધની સ્થિતિમાં છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ઘરની સુરક્ષા વધારી દીધી છે અને બહાર નીકળવા દેવામાં આવી રહ્યા નથી. તેના લીધે દિલ્હી સીએમની તમામ બેઠકો રદ્દ કરી દેવાની ફરજ…
આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ ભારત બંધના વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર ટાયર સળગાવાયા છે અને ચક્કાજામ કરાયો હતો, અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ છે. રાજ્યભરમાં કોંગી કાર્યકરો નેતાઓ અને ખેડૂતોની અટકાયત કરાઈ રહી છે ત્યારે બીજી તરફ હરિયાણા થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હરિયાણાના ખેડૂતો બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે 1.20 લાખ ખેડૂતોએ સરકારને પત્ર લખીને કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે નવા કાયદાને…
ભારત બંધના એલાનને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશ માં દેખાવો શરૂ થઈ ગયા છે ત્યારે ગુજરાત માં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છેઅને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા વલસાડ જિલ્લા માં પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ભારત બંધ ને વલસાડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને વલસાડ જિલ્લા કોંગ્રેસે પણ લેખિતમાં સમર્થન જાહેર કરતા જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને રાજ્ય ના પોલીસ વડા દ્વારા લાગુ કરાયેલ 144 ની કલમ નો કડક અમલ કરાવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વલસાડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ખેડૂતોના આંદોલનને સાથ આપવા ટેકો જાહેર કર્યો છે તેઓ પણ પંજાબના જ ખેડૂતો હોવાથી કિસાન આંદોલનને પોતાનું…
ગુજરાત માં ભારત બંધ ને લઈ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી અગ્રણીઓ ની ઠેરઠેર અટકાયત કરાઈ રહી છે ત્યારેઅમરેલી ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા મામલો ગરમાયો હતો અને ભારે રકઝક ના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત માં અનેક જગ્યા એ ખેડૂતો નું સમર્થન કરી રહેલા દેખાવકારો ની અટક કરાઈ રહી છે અત્રે નોંધનીય છે કે કૃષિ સુધારા તરીકે ઓળખાયેલા ત્રણ કાયદા સામે કિસાનોનું દેશવ્યાપી આંદોલન ઠરવાનું નામ નથી લેતું. સરકાર દ્વારા થયેલી સમજાવટના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. મંગળવારે ભારત બંધનું એલાન આપનારા ખેડૂતોના મનમાં સૌથી મોટી શંકા MSP યાને…
ભારત બંધ ની ગુજરાત માં અસરો જોવા મળી રહી છે અને હાઇવે ઉપર ટાયરો સળગાવવા ની ઘટનાઓ બનતા પોલીસ ખાતું દોડતું થઈ ગયું છે અને આંદોલન ની આગ ગુજરાત માં ફરી વળે તે પહેલાં પોલીસે ધરપકડ નો દૌર શરૂ કરી દીધો છે. પોલીસે અત્યાર સુધી માં જે કોંગી અગ્રણીઓ ની અટકાયત કરી છે તેમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ની પણ અટકાયત કરાઈ છે ઉપરાંત ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યાસિંહ ડાભીની રાતેજ અટકાયત કરાઈ હતી જેઓ ને LCBએ લઈ જવાયા હતા ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત 4ની અટકાયત થઈ ચૂકી છે. અમદાવાદ નજીક સાણંદમાં સવારે 7 વાગ્યે…
સરકાર ના કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા દેખાવો વચ્ચે રોડ ઉપર ઉતરી આવેલા ખેડૂતો દ્વારા આજે ભારત બંધના એલાન ને પગલે હાઇવે અને ટ્રેનો ઉપર રસ્તાજામ ના કાર્યક્રમો અપાઈ રહ્યા છે, ખેડૂતો ના આંદોલન ને 20 રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન્સ સમર્થન કરી રહ્યાં છે. એની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. મળતી વિગતો મુજબ ગુજરાત ના વડોદરા , ભરૂચ , દહેજ હાઇવે ઉપર દેખાવો થયા ના અહેવાલો વચ્ચે દેશ માં અન્ય સ્થળો ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર દેખાવકારોએ ટ્રેન રોકી દીધી છે. મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લાના મલકાપુરમાં સ્વાભિમાની શેતતારી સંગઠનના લોકોએ એક ટ્રેન રોકી હતી,પોલીસે દેખાવકારો ની…
આજે ભારત બંધ ના એલાન ને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને 144 મી કલમ પણ લાગુ કરાઈ છે ત્યારે જ ગુજરાત માં આંદોલન ની અસર જોવા મળી રહી છે અને હાઇવે ઉપર ટાયરો સળગાવવા જેવી ઘટના સાથે જ વાહન વ્યવહાર રોકી દેવાતાં તંત્ર દોડતું થઈ ગયું છે. આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો એ પણ પોતાનુ સમર્થન જાહેર કર્યું છે. ત્યારે આજે ગુજરાતમાં પણ ભારત બંધના સમર્થનમાં વડોદરામાં ટાયરો સળગાવી દેખાવો કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ પ્રકાશ માં આવી છે. મળતા અહેવાલો મુજબ ભરૂચ અને દહેજ…