કવિ: Halima shaikh

દેશ માં એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની અપાયેલી છૂટ અને સીસીએમઆઈ એક્ટમાં સુધારા સામે ઇન્ડિયન મેડિકલ એસો. (આઈએમએ) દ્વારા વિરોધ કરી આંદોલન ના મંડાણ કર્યા છે અને અમદાવાદ સહિત દેશભરમાં મંગળવારે બપોરે 12થી 2 વાગ્યા સુધી ધરણાં-દેખાવો કરશે. ઉપરાંત મેડિકલમાં વન નેશન વન સિસ્ટમના વિરોધમાં 11મીએ સવારે 6થી સાંજે 6 દરમિયાન કોવિડ અને ઇમર્જન્સી સિવાયની તમામ ઓપીડી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. એસોસિયેશને જણાવ્યું છે કે, જરૂર જણાશે તો કોવિડ સિવાયની સેવાઓ બંધ કરવાની પણ ચીમકી આપવાની સાથે કાનૂની વિકલ્પો અંગે પણ વિચારણા કરાઈ રહી છે. આ લડતમાં અન્ય…

Read More

કોરોના ની મહામારી અને એમાંય 8 મી એ અપાયેલા ગુજરાત બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અગાઉ અમદાવાદ,વડોદરા સુરત અને રાજકોટમાં 21 નવેમ્બરથી ચારેય મહાનગરોમાં લગાવાયેલ રાત્રિ કર્ફ્યુની મુદત આજે પૂર્ણ થઈ ગયા બાદ કર્ફ્યુની મુદત લંબાવવા અંગે રાજ્ય સરકાર કોઇ નિર્ણય લીધો નથી પરંતુ રાજ્યના DGP આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારો ને જણાવ્યું કે નવી સૂચના ન આવે ત્યાં ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના DGP આશિષ ભાટીએ જણાવ્યું હતું કે, ભારત બંધને લઇ આવતીકાલે તા.8 મી એ રાજ્યભરમાં કલમ 144 અમલ માં રહેશે. ભારત…

Read More

ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી પાંચમા તબક્કા ની મંત્રણા નિષ્ફળ રહી છે ત્યારે દિલ્હીની ઘણી બોર્ડર પર ખેડૂતોએ ધામા નાખી આંદોલન યથાવત રાખ્યું છે અને કાલે તા. 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી ચૂક્યા છે. તેમનો હવે પછીનો ટાર્ગેટ બદરપુર બોર્ડરને બંધ કરવાનો છે. આ અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છેત્રણ નવા ખેડૂત કાયદાને પાછા લેવાની માગ સાથે દિલ્હીની સરહદ પર ખડેપગે ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે તેવે સમયે ખેડૂતોના સમર્થનમાં અવૉર્ડ પરત કરવા માટે રાષ્ટ્રપતિભવન તરફ જઈ રહેલા ખેલાડીઓને પોલીસે અટકાવી દીધા. પહેલવાન કરતાર સિંહે જણાવ્યું હતું કે પંજાબના 30 સ્પોર્ટ્સપર્સન અવૉર્ડ પરત…

Read More

સુરત ના ચકચારી પીએસઆઈ અમિતા જોશીના આપઘાત પ્રકરણમાં હવે નવા ખુલાસા થઈ થઈ રહ્યા છે. અમિતાના પિતા બાબુભાઈ જોશી નિવૃત્ત પોલીસ કર્મચારી છે તેઓએ સાસરી પક્ષ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને અમીતા ના ભાઈ નૈનેશે પણ સાસરિયાં પર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા જ સમયથી અમિતાને તેનો પતિ વૈભવ, સાસુ, સસરા અને નણંદ ત્રાસ આપતાં હતાં. તેઓ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરતાં હતાં. અઠવાડિયા પહેલાં અમિતાને એકલી મૂકી અને દીકરાને પણ સાથે લઈ જઈ વતન ભાવનગર લગ્નપ્રસંગમાં જતાં રહ્યાં હતાં, જેથી અમિતાને લાગી આવ્યું હતું. અમિતાના પિતા બાબુભાઈએ જણાવ્યું હતું કે પતાને ત્રણ દીકરી…

Read More

સુરત માં આત્મહત્યા કરનાર PSI અમીતા જોશી ના નશ્વર દેહ ને સાસરીયા ને નહિ સોંપી   પિતા વતન જવા રવાના થયા હતા.સુરતમાં સર્વિસ રિવોલ્વરથી મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લીધા બાદ સાસરીયા ના મતભેદો સપાટી ઉપર આવ્યા છે અને અમીતા જોષી એ કરેલી આત્મહત્યા બાદ સાસરિયાં અને પિયરવાળા વચ્ચે મનદુઃખ થયાનું સામે આવ્યું છે. ગત રોજ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને અમિતાનો મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ અમિતાના પિતા પોતાની પુત્રી અમિતાના મૃતદેહને લઈને વતન અમરેલી જિલ્લાના ધારી લઈને જતા રહ્યા હતા. અંતિમસંસ્કાર સુરતમાં ન કરાયા હતા. આજે ધારીમાં…

Read More

કોરોના માં પરેન્ટ્સ ગુમાવનાર બાળકો ની ધો.12 સુધી ની તમામ આજીવન ફી માફી ની સંચાલક મહામંડળ દ્વારા જાહેરાત કરાઈ છે.હાલ કોરોના ની મહામારી ફાટી નીકળી છે ત્યારે બાળકો ને ભણાવવા નો સવાલ પણ ઉભો થઇ રહ્યો છે તેવે સમયે સંચાલક મહામંડળ દ્વારા મહત્વ નો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખાનગી શાળામાં ભણતા કોઈ વિદ્યાર્થીના વાલીનું કોરોનામાં મૃત્યુ થયુ હોય તો તે બાળક ભણે ત્યાં સુધી ફી માફ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં આવેલી 8 હજારથી વધુ ખાનગી સ્કૂલોના સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મહામંડળના પ્રવક્તા ડૉ.દિપક રાજ્યગુરૂએ આ જાહેરાત કરી છે તેઓ એ ઉમેર્યુ કે રાજ્યમાં આવેલી અમારી તમામ સભ્ય સ્કૂલમાંથી કોઈ…

Read More

દેશ ની રાજધાની દિલ્હી માં કોઈ મોટા આતંકી હુમલા ને અંજામ આપે તે પહેલાં પોલીસે પાંચ આતંકવાદીઓ ને હથિયારો સાથે ઝડપી લીધા છે. જેમાં બે પંજાબ અને ત્રણ કાશ્મીર ના ઈસમો ની ઓળખ થઈ છે. દિલ્હી પોલીસ ના મતે નારકો ટેરરિઝ્મ સાથે જોડાયેલ પાંચેય શંકાસ્પદોની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સંપર્ક માં હતી.જોકે હજુસુધી કોઈ આતંકી સંગઠનનો ખુલાસો થયો નથી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલા શંકાસ્પદ દિલ્હીમાં કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર (શકરપુર) વિસ્તારમાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ અને શંકાસ્પદો વચ્ચે ફાયરિંગ થયું હતું ત્યારબાદ 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.…

Read More

કોરોના જેવા ખતરનાક વાયરસ થી સંક્રમિત બન્યા બાદ ફિલ્મી કલાકારો, નેતાઓ મોત ને ભેટી રહ્યા છે તેમાં વધુ એક ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું આજે મુંબઈમાં નિધન થયું છે. છેલ્લા 11 દિવસથી તેઓ ન્યૂમોનિયા, કોરોના વાઈરસ અને હાઈપરટેન્શનને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.દિવ્યાને 26 નવેમ્બરે મુંબઈની SRV હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોકે તબિયત વધારે બગડતાં તેઓ ને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સેવન હિલ્સમાં લઈ જવાયા હતા પણ તેઓ નું સારવાર દરમ્યાન કરૂણ મોત થયું હતું.

Read More

ભારત એ પ્રાચિન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આપણા પ્રાચીન તહેવારો અને પુરાણો નું આગવું મહત્વ રહેલું છે. આજે કાળ ભૈરવ આઠમ છે. કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાળ ભૈરવ આઠમ તરીકે ઊજવવામાં આવે છે. આજે સોમવારે 7 મી ડિસેમ્બર ના રોજ આ તિથિ છે. આ તિથિએ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવ સાથે જ શિવજી અને માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઇએ. દેવી માતાના બધા શક્તિપીઠ મંદિરોમાં કાળ ભૈરવનું પણ વિશેષ પૂજન કરવામાં આવે છે. કાળ ભૈરવના દર્શન કર્યા વિના દેવી મંદિરોમાં દર્શનનું પુણ્ય મળી શકતું નથી. આજે પૂજા માટે આટલું કરો ,ભૈરવ આઠમના દિવસે કાળ ભૈરવનો શ્રૃંગાર…

Read More

ગુજરાત માં છેલ્લા ઘણાજ સમય થી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપ ના આંચકા આવવાનો ક્રમ યથાવત રહ્યો હોય તેમ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના તાલાળામાં એક જ રાતમાં 15 આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તાલાળા વિસ્તાર માં રાત્રે પોણા બે વાગ્યાથી શરૂ થયેલા આંચકા સવારે સાડા સાત સુધીમાં 15 જેટલા આંચકા અનુભવાયા છે. જેમાં એક આંચકો 3.2ની તીવ્રતા નો હતો. એકજ રાત મા આવેલ 15 આંચકાઓની તીવ્રતા સામાન્ય હોવાના કારણે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી પરંતુ લોકો આખી રાત સુતા ન હતા અને ભારે ગભરાટ ફેલાયો હતો તેમજ ઉપરા ઉપરી આટલા આંચકા આવતા લોકો ભય…

Read More