રાજ્ય માં કોરોના ની મહામારી ફેલાયેલી છે ત્યારે કોરોના જેવાજ લક્ષણો ધરાવતા બ્યુસેલા નામના રોગે રાજકોટ ના ગોંડલ માં દેખા દીધી છે શરદી-ખાંસી જેવા લક્ષણો ધરાવતા આ રોગ ના લક્ષણો એક બાળક માં જોવા મળ્યા હતા જે કાચૂ દૂધ પીતા બાળકોમાં આ રોગ જોવા મળતો હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું છે. ગોંડલમાં રહેતા ૭ વર્ષના બાળકને તાવ, શરદીના લક્ષણો જોવા મળ્યા હતા બાળકનું નિદાન કરવા છતા પણ તાવ-શરદી મટતા ન હતા આથી આ બાળકના લોહીનું સેમ્પલ લઇ લોહીના સેમ્પલને રાજકોટ મેડિકલ કોલેજમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવતા ૧૫ દિવસના રિસર્ચ બાદ બાળકને બ્યુસેલા નામના રોગના લક્ષણો હોવાનું માલૂમ પડતા જિલ્લા પંચાયતના આરોગ્ય…
કવિ: Halima shaikh
ભારત માં તબીબી આલમ માં આ વાત ભારે ચર્ચા જગાવી રહી છે કે હવે આયુર્વેદિક ડોક્ટરો પણ સર્જરી કરી શકશે અને આ વાત મુદ્દે IMA ભડકયું હતું અને આ બાબતે નિંદા કરવામાં આવી રહી છે અને આ નિર્ણય ને તબીબી પ્રણાલીઓના મિશ્રણને પાછળ ધકેલનાર પગલું ગણાવ્યું હતું નોંધનીય છે કે આયુષ મંત્રાલયને આધીન ભારતીય ચિકિત્સા પ્રણાલીઓના નિયમન સાથે સંકળાયેલ સીસીઆઈએમએ 20 નવેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં 39 જનરલ સર્જરી પ્રક્રિયાઓની યાદી રજૂ કરી હતી જેમાંથી 19 પ્રક્રિયાઓ આંખ, કાન, નાક અને ગળા સાથે સંબંધિત છે. આ માટે ઈન્ડિયન મેડિસીન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદા એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, 2016માં સંશોધન કરવામાં આવ્યું હતું…
છેલ્લા ઘણાજ સમય થી ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેકટ હવે ઝડપથી આગળ વધશે કારણ કે નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન અસરગ્રસ્ત 28 ગામોના 700 ખેડૂતોને 1 ચો.મી.ના રૂપિયા 900 બજાર ભાવ લેખે વીંઘુ દિઠ (2378 ચોરસ મીટર) મુજબ રૂપિયા 91 લાખ વળતર પેટે સરકારના મહેસુલ વિભાગ દ્વારા નક્કી થતા નવસારી જિલ્લાના બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી મહદઅંશે પુર્ણ થતા આનંદની લાગણી વ્યાપી ગઇ છે. નવસારી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નિમાયેલી જિલ્લા મુલ્યાંકન સમિતિએ મિટિંગમાં ઠરાવેલ બજાર કિંમત મંજુર કરાઇ હોવાની વિગત મળી છે. નોંધનીય છે કે નવસારી જિલ્લામાંથી પસાર થનારા સરકારના આ ડ્રિમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નવસારી જિલ્લામાં અટકી પડ્યો હતો…
કોરોના ની મહામારી ને કારણે વર્ષભર સ્કૂલોમાં પ્રત્યક્ષ રીતે શિક્ષણકાર્ય બંધ રહેતા હવે ભવિષ્યમાં પણ કેટલા મહિના સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે વગરે બાબતો તપાસી ને શિક્ષણ વિભાગ દ્વારા માસ પ્રમોશન અથવા ઝીરો વર્ષનો નિર્ણય કરવો જોઇએ તેવો આ ક્ષેત્ર ના જાણકારો નું કહેવું છે, ઉપરાંત સરકારે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં પણ સ્કૂલો શરૂ ન થાય તો શું પ્લાન કરી શકાય તે અંગે પણ વિચારવુ પડશે. તજજ્ઞોના મતે ગુજરાત આ પહેલા જ્યારે પણ માસ પ્રમોશન અપાયું હતું ત્યારે અચાનક બદલાયેલી પરીસ્થિતિને ધ્યાને લઇને નિર્ણય કરાયો હતો, ઉપરાંત સરકારના નિર્ણયને કોર્ટમાં પણ પડકારાયો હતો. પરંતુ આ વર્ષે શરૂઆતથી જ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ…
કોરોના એ દેશ સહિત ગુજરાત માં ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે કોરોના ની સારવાર શકય બને તેવી આશા ઉભી થઇ છે અને સારા સમાચાર એ છે કે ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોરોના ની વેક્સિન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ તૈયાર કરવામાં આવેલા વિશેષ રૂમમાં વેક્સિન રાખવામાં આવી છે. વેક્સિનનું ટ્રાયલ આવતી કાલ થી શરૂ કરવામાં આવશે. આઈસીએમઆરની ગાઈડ લાઈનને આધિન નિયત તાપમાન હેઠળ વેક્સિનને રાખવામાં આવી છે. 1 સપ્તાહ સુધી વેક્સિનને પ્રિઝર્વ રખાશે. નિયત પ્રક્રિયા પૂરી થયા બાદ વેક્સિનને ટ્રાયલ માટે અપનાવાશે. અહીં 1000 જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવાનું નક્કી…
કોરોના ની સારવાર હેઠળ રહેલા કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ નું સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયુ છે. વિગતો મુજબ કોરોનાગ્રસ્ત બનેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ એવા અહેમદ પટેલનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમના પુત્ર ફૈઝલ દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે અહેમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓની તબિયત સતત લથડી રહી હતી અને દિલ્હી માં સારવાર ઉપર હતા. ફૈઝલ પટેલના ટ્વીટ પ્રમાણે વહેલી સવારે ત્રણ વાગ્યે તેમનું નિધન થયું છે. ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું છે કે ‘મારા પિતા મી. અહેમદ પટેલનું આજ રોજ તા.25…
ગુજરાતમાં કોરોના ની સ્થિતિ વધુ બગડતા જે વાસ્તવિકતા બહાર આવી તે જોઈ સુપ્રીમ કોર્ટે તેની ગંભીર નોંધ લઈ સરકારોને ઝાટકી નાંખતા સુપ્રીમ કોર્ટનો ઠપકો મળ્યાના કલાકોમાં જ રાજ્ય સરકારે લગ્ન માં 100 લોકો અને મરણ પ્રસંગ માં 50 કરી દીધા બાદ હવે પછીના એક્શન માં ચા-પાનના ગલ્લાને પણ ‘બંધ’ કરવામાં આવે અને અગાઉ ની માફક ફરીથી રાજ્યની બોર્ડરોને સીલ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. આ કડક નિર્ણયો લેવા માટે સરકારમાં બેઠકો નો દૌર શરૂ થઈ ગયો છે અને ગમે ત્યારે આદેશ આવે તેવી શક્યતા છે. પાન ના ગલ્લા ની આસપાસ પિચકારી મારવી કે થુંકવા મામલે પણ કડક…
વડોદરા માં ચોકવનારા અહેવાલ સામે આવી રહ્યા છે અહીં રેલવે વિભાગ માં કરાયેલા 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ અને 400 જેટલા રેપિડ ટેસ્ટ દરમ્યાન 190 રેલવેકર્મચારીઓ અને તેમનાં પરિવારજનો કોરોના પોઝીટિવ જણાતાં ભારે દોડધામ મચી હતી. આટલા બધા કોરોના સંક્રમિત દર્દીઓ ને ક્યાં દાખલ કરવા તે પ્રશ્ન ઉભો થયો હતો બાદમાં કેટલાક દર્દીને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં ભરતી કરી સારવાર શરૂ કરવામાં આવી છે, તો કેટલાકને હોમ ક્વોરન્ટીન કરી દેવાયા હતા. જોકે નોંધનીય વાત તો એ છે કે ધનવંતરી રથની કામગીરીમાં એકપણ કેસ પોઝિટિવ આવ્યો નહોતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા રેલવે વિભાગને કોરોના ટેસ્ટ કરવા માટે ઓગસ્ટ માસમાં આર્ટિફિશિયલ અને રેપિડ કિટ…
આણંદ જિલ્લા માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અહીં ના ઉમરેઠ ની મામલતદાર કચેરીના છ કર્મીને કોરાના પોઝિટીવ આવતા આખી કચેરી જ બંધ કરવી પડી હોવાની નોબત આવી હતી. ઉમરેઠ શહેરની મામલદાર કચેરીમાં કામ કરતાં છ વ્યકિતઓનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આખી ઓફીસને આજે સેનેટાઇજ કરી બપોર બાદ બંધ કરી દેવામાં આવી હતી.આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ઉમરેઠ મામલતદાર કચેરીમાં કામ કરતા ત્રણ નાયબ મામલતદાર,એક કલાર્ક ,એક તલાટી અને એક કોમ્પ્યુટર ઓપરેટરનો રેપીડ ટેસ્ટ આજે કોરોના પોઝીટીવ આવ્યો હતો. તરત જ તેમની હોમ ઓઇસોલેટ કરાયા હતા. આજે ઉમરેઠની મામલતદાર કચેરીમા તમામ કર્મચારીઓને રેપીડ ટેસ્ટ કરાયો હતો. જેમાં છ પોઝીટીવ આવતા…
ગુજરાત માં ફરી એકવાર લોકડાઉન આવવાની ફેલાયેલી અફવા ને કારણે વલસાડ જિલ્લા માંથી ફરી એકવાર શ્રમિકો મોટી સંખ્યા માં પગપાળા સ્થળાંતર ચાલુ કરી દીધું હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજયમાં કોરોનાના કેસો વધી જતાં સરકારે મહાનગરો માં લગાવેલા રાત્રી કરફ્યૂ અને બસ સેવા સર્વિસ બંધ કરાતા હવે પછીના તબક્કામાં ફરી લોકડાઉન આવશે તેવો ડર આ શ્રમિકો માં જોવા મળી રહ્યો છે અને વાપી સહિત દમણ અને ઔદ્યોગિક વસાહતો માં કામ કરતા શ્રમિકો પોતાના બિસ્તરા પોટલા લઈ ભાગી રહ્યા છે.અગાઉ અચાનક આવેલા લોકડાઉન ને લઈ શ્રમિકોએ અગાઉ લોકડાઉનમાં વેઠેલી હાલાકી ફરી વેઠવી ન પડે તે માટે વતન તરફ પલાયન શરૂ કર્યું…