કવિ: Halima shaikh

કોરોના નો ત્રીજો રાઉન્ડ વિશ્વ માં ઝડપથી સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને અમેરિકામાં કોરોના સંક્રમણથી મરનારની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે અહીં માત્ર છેલ્લા 24 કલાક માજ કુલ 2 હજાર 15 દર્દીનાં મોત થઇ ચુક્યા છે. મે મહિના બાદ એક જ દિવસમાં થયેલાં મોતનો આ સૌથી મોટો આંકડો છે.અહીં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે ક્રિસમસ દરમ્યાન કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ શકે છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે અમેરિકાના જ અમુક જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે જો હાલ પણ સ્વતંત્રતાના નામે કડક પગલાં લેવાનું…

Read More

કોરોના ની સ્થિતિ વધુ કથળતા અને ગતરોજ શનિવારે 24 કલાકમાં 1,515 કેસ નોંધાતા ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ હોવાનો રેકોર્ડ સર્જાતા હવે લગ્ન ની સિઝન માં કોરોના વધુ વકરે નહિ તે માટે અમદાવાદ સહિત ચાર મહા નગરો માં આંશિક લોકડાઉન અમલ માં આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. માત્ર અમદાવાદ માંજ એક જ દિવસમાં સૌથી વધુ 354 કેસ નોંધાયાનો નવો રેકોર્ડ બન્યો છે. સૂરત અને વડોદરામાં પણ નવા કેસ રોજ ત્રણ આંકડામાં જ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં તો હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ છે. હાલ શનિ-રવિના દિવસે સરકારે અહીં સદંતર કર્ફ્યૂ લાદ્યો છે, તો અમદાવાદ ઉપરાંત…

Read More

ભારત સાથે શાંતિ ની વાતો કરી મિટિંગો કરતા કરતા ચીન રમત રમી રહ્યું છે અને યુદ્ધ માટે જરૂરી ઇનફાષ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે હાલ ચીન 3,488 કિલોમીટર લાંબા લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર રડાર લગાડી રહ્યું છે જેથી ભારત ઉપર નજર રાખી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં મે મહિનાથી તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશ આ વિવાદને ઉકેલવા માટે મિલિટ્રી અને ડિપ્લોમેટ લેવલ પર મીટિંગ કરી રહ્યું છે અને બંને દેશની સેના વચ્ચે કોર કમાન્ડર લેવલ પર અત્યાર સુધી માં કુલ આઠ વખત વાતચીત થઈ ચુકી છે અને હવે નવમા તબક્કાની વાતચીત પણ…

Read More

ગુજરાત માં કોરોના ની સ્થિતિ વચ્ચે હવે CBSE બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે અને દરેક શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાશે. બોર્ડ ના આધારભૂત સૂત્રો ના જણાવ્યા પ્રમાણે, પ્રેક્ટિકલ પરીક્ષા માટે શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવશે. બોર્ડ તરફથી એક ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરવામાં આવશે, જે પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ મૂલ્યાંકનની દેખરેખ કરશે. આ સિવાય ગત વર્ષોની જેમ જ પ્રેક્ટિકલ પરીક્ષામાં ઇન્ટર્નલ અને એક્સટર્નલ બન્ને એક્ઝામિનર હશે. શાળાઓની આ જવાબદારી હશે કે CBSE બોર્ડ દ્વારા નિયુક્ત એક્સટર્નલ એક્ઝામિનર દ્વારા જ પ્રેક્ટિકલ…

Read More

અમદાવાદ માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને દિવાળી ના તહેવારો બાદ તેની ગંભીર અસરો સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયા છે ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તો પાંચ એ‌વા પરિવાર છે,જેમાં 20 થી વધુ તમામ સભ્યો કોરોના સંક્રમિત છે. કેટલાક સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે કેટલાકને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. પાલડીમાં પણ કેટલીક સોસાયટીમાં મોટી સંખ્યા પરિવારોના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક આવેલી કેટલીક સોસાયટીમાં તેમજ થલતેજની કેટલીક સોસાયટીઓમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં અનેક એવા પરિવાર પણ છે, જેમણે એક પરિવારમાંથી 3…

Read More

રાજ્ય માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને હજુતો માંડ ધંધાપાણી ચાલુ થાય ત્યાંજ ફરી કોરોના એ માથું ઉંચકતા હવે કરફ્યૂ ની સ્થિતિ વચ્ચે ફરી એકવાર બજારો સુમસાન બની રહી છે ત્યારે પ્રજા ને લોકડાઉન પાળવાનું જણાવી નેતાઓ રેલીઓ માં મસ્ત બન્યા છે. આજે કોરોના ના કેસ 1500 સુધી પહોંચી ગયા બાદ પણ નેતાઓ તેઓ નું ધાર્યું જ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા. ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. જેમા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને…

Read More

રાજ્ય માં શિયાળા ના પ્રારંભે જ ફરી એકવાર કોરોના નું કાળચક્ર ફરી વળ્યુ છે અને રોજિંદા ચિંતાજનક કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના ને કાબુ માં લેવા હાલ અમદાવાદ, વડોદરા, સુરત માં પ્રારંભિક તબક્કા માં રાત ના 9 થી સવાર ના 6 સુધી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ શહેર ની વાત કરવામાં આવે તો અમદાવાદ જાણે કર્ફ્યૂમાં થંભી ગયું હતું. મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામમાત્ર જણાતી હતી.જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે ચડી હતી. કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી…

Read More

મધ્યપ્રદેશ ના ભૂત જેવા પોલીસવાળાઓ એ કોઈપણ તપાસ કર્યા વગર જ ગુજરાત ના સપૂત CRPFના જવાન અજિતસિંહ પરમારના મૃત્યુદેહ ને દફનાવી દઇ કરેલા બુદ્ધિ ના પ્રદર્શન ને લઈ લોકો માં રોષ ફેલાયો છે અને ગુજરાત ના સપૂત અજિતસિંહના રહસ્યમય મૃત્યુની તપાસની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ગીરસોમનાથના કોડીનારમાં નાગરિકો એ રેલી યોજી હતી અને જવાન ના રહસ્યમય મૃત્યુ તેમજ દફનવિધિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા આ અંગે કલેક્ટરને આવેદન પાઠવી CBI તપાસની માંગ કરવામાં આવી છે. જો આ અંગે જો તપાસ નહીં લેવામાં આવે તો કોડીનાર ના નગરજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. કોડીનાર શહેરના ગૌરવ…

Read More

કોરોના એ વિશ્વ ની આર્થીક કમ્મર તોડી નાખી છે સાથેજ કહેવાતા વિશ્વ ના વિજ્ઞાન ની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે અને કોરોના ને એક વર્ષ વીતવા છતાં રસી તૈયાર કરી શકાય નથી આવા સંજોગોમાં કોઈ જૈવિક હથિયાર હથિયાર નો ઉપયોગ કરે તો વિશ્વ ને બેઠું થતા સદીઓ નીકળી જાય તે હકીકત સામે આવી ચૂકી છે ત્યારે આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિદેશકે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના કારણે 2021માં ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. વિકાસશીલ દેશથી લઈને વિકસિત દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થવાના કારણે આ સ્થિતિનો અંદાજ લગાવાઈ રહ્યો છે. કોરોનાના કારણે 2021માં લોકોની પાસે…

Read More

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ મથક માં પીઆઇ એ જનતા ના પ્રશ્નો સાંભળવા અને નાગરિકો ની સેવા માટે સતત 15 કલાક હાજર રહેવા ફરમાન કર્યું છે પરિણામે હવે અમદાવાદ ના ટોટલ 67 પોલીસ સ્ટેશનના પીઆઈએ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહી અરજદારોને સાંભળવા પડશે અને અત્યાર સુધી પેટ્રોલિંગ, તપાસ, મીટિંગના અલગ અલગ કારણો બતાવી પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર મળતા નહીં હોવાથી અરજદારો ની ફરિયાદો નો નિકાલ નહિ થતા અરજદારોને પોલીસ કમિશનરને મળવા જવું પડતું હતું. જોકે અરજદારો તેમ જ શહેરીજનોની સમસ્યાઓને પોલીસ સ્ટેશનેથી જ નિકાલ થઇ જાય તે માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે…

Read More