કવિ: Halima shaikh

કાશ્મીર માં આતંકીઓ મોકલી ને અહીં અંધાધૂંધી ફેલાવી રહેલા પાકિસ્તાન ને આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યું કે, લાઇન ઓફ કંટ્રોલ પાર કરવાનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ જીવતા છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અને તેના આતંકવાદીઓને આ સ્પષ્ટ મેસેજ છે કે જે કોઈ ભારતમાં ઘૂસણખોરી માટે નિયંત્રણ રેખાને પાર કરશે તેઓ ને સીધાજ ફૂંકી મારવામાં આવશે અને તેઓ પાછા જઇ શકશે નહીં. આર્મી ચીફ જનરલ નરવણેએ ચોખાની બોરીઓથી ભરેલી ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓ ની ટ્રક ફૂંકી મારી હાથ ધરેલા ઓપરેશન બદલ સલામતી દળોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આર્મી, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળો ના…

Read More

રાજ્ય માં અમદાવાદમાં સૌથી વધુ કોરોના ના કેસ નોંધાઇ રહ્યા હોય સરકારે ગઈકાલે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરતા હાલ તેનો અમલ કરાઈ રહ્યો છે બીજી તરફ અગામી 23 મી નવે.થી સ્કૂલ ચાલુ થવાની હતી તે પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કોરોના ને કારણે હાલ માં લેવાનારી CAના પરીક્ષાર્થીઓ માં પણ ચિંતા વધી છે. કારણ કે 400 સેન્ટર પર 4 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ CAની પરીક્ષા આપવાના હતાં. પરંતુ હવે કર્ફ્યૂની સ્થિતિને જોતા પરીક્ષા મોકૂક રાખવા અંગે નિર્ણય લેવાઇ શકે છે. આમ કોરોના ને લઈ વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય ને લઈ નિર્ણયો…

Read More

દુનિયા માં કોરોના નું સંક્રમણ વધ્યુ છે અને અમેરિકામાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે પરિણામે અહીંની હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. અહીં મૃતકો નો આંકડો 2.56 લાખ ને પાર થઈ ચૂક્યો છે. કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે ન્યુયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના ને લઈ દુનિયા માં વારંવાર સ્કુલ બંધ કરવાના નિર્ણયના પગલે વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક કારકિર્દી જોખમ માં મુકાઇ છે. આ અંગે ચાન્સેલર રિચાર્ડ કારેનાઝે જણાવ્યું કે ન્યુયોર્ક શહેરમાં સંક્રમણ વધવાના કારણે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહી નેવાદા અને મિશિગન જેવા રાજ્યોમાં તો કોરોના ની સ્થિતિ અત્યંત ખરાબ છે. નેવાદાના રેનો શહેરની હોસ્પિટલમાં…

Read More

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અત્યંત ઘાતક બનતા લોકો ના જીવ સામે જોખમ ઉભું થયું છે તેવા સમયે જ સરકારે રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય કરતા લોકો માં રોષ ફેલાઈ જતા અને મીડિયા માં ટીકા ચાલુ થતા આખરે સરકારે 23 મી નવેમ્બરે સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઠરાવ ગુજરાતના શિક્ષણ વિભાગે બુધવારે બહાર પાડ્યો હતો. ગુરુવારે શિક્ષણ મંત્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. હાલના ઠરાવ પ્રમાણે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થશે તે મુજબની જાહેરાત કરી દીધી હતી. જો કે ગુરુવારે સાંજે કોરોનાની સ્થિતિની…

Read More

પાકિસ્તાન ના કબ્જા હેઠળ રહેલા કાશ્મીર ના વિસ્તાર એવા PoKમાં ભારતે એરસ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ છે,ભારતીય સેનાએ PoKમાં આંતકવાદીઓના લોન્ચ પેડ નષ્ટ કર્યા હોવા અંગે સમાચાર એજન્સી PTI એ અહેવાલ આપ્યા છે.જોકે ભારતીય સેનાએ ખુલાસો કરતા કહ્યું છે કે LoC પર આજે ફાયરિંગ થઈ નથી. PTI દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ 13 નવેમ્બરનો હોવાનું સેનાએ કહ્યું છે. પાકિસ્તાન અને ચીન સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ હતા. ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું હોવાની ખબર જૂની છે.અને આજે પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી નથી તેવીભારતીય સેનાએ આ વિશે સત્તાવાર રીતે…

Read More

દેશ માં બળાત્કાર ની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે અને કડક કાયદા ના અભાવે બળાત્કારીઓ બિન્દાસ બન્યા છે હવે તો નાની બાળાઓ થી લઈ વૃદ્ધ મહિલાઓ ને પણ હવસખોરો છોડતા નથી અને દાદીમા ની ઉંમર ની વૃદ્ધાઓ ઉપર રેપ ના કિસ્સા નોંધાઈ રહ્યા છે,મધ્યપ્રદેશના વિદિશામાં એક 70 વર્ષની એક વૃદ્ધા ઉપર રેપ કરી બાદમાં વૃધ્ધા ની હત્યા કરી દેવામાં આવી હતી. મહિલા ખેતરે એકલી હતી ત્યારે હવસખોરો એ આ ઘટના ને અંજામ આપ્યો હતો. વિદિશા જિલ્લાના ગ્યારસપુર નજીક 18 નવેમ્બરની રાત્રે ઓલીજા ગામની સીમમાં આવેલા ખેતરમાં 70 વર્ષિય વૃદ્ધાનો રેપ કરી તેની હત્યા કરી દેવાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા…

Read More

ગુજરાત માં કોરોના બરાબર નો વકર્યો છે ત્યારે જ સરકાર ને સ્કૂલ અને કોલેજ ચાલુ કરવાનું મૂરત આવતા હવે વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને રાજ્ય માં વિરોધ નો વંટોળ ઉઠતા હવે શાળા-કોલેજ ખોલવા મુદ્દે સરકાર ફેરવિચારણા કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં શિક્ષણ મંત્રી પર એક ફોન પણ આવ્યો હતો જોકે આ ફોન કોનો હતો તેને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે અને આ ફોન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવ્યાની ચર્ચા પણ ચાલી હતી પણ કહેવાય છે કે 23 મીથી શાળા કોલેજ કદાચ શરૂ ન પણ થાય તેવી શકયતા જણાઈ રહી છે, અને રાજ્ય સરકાર…

Read More

23 મી નવેમ્બરે સરકારે શાળાઓ ખોલવાનું એલાન કર્યું છે ત્યારે શિક્ષણ મંત્રી એ ડીઈઓ સાથે બેઠક કરી કોલેજ અને શાળા ખોલવાનો નિર્ણય કરી અંતિમ નિર્ણય વાલીઓ ઉપર ઢોળ્યો હતો. દરેક શાળા પોતાની અલગ SOP બનાવશે અને શિક્ષણ મંત્રી એ કહ્યું કે વિદ્યાર્થીઓ નું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા રહેશે

Read More

એક તરફ કોરોના બેકાબુ બન્યો છે અને રાજ્ય માં હાલ સરેરાશ માત્ર સરકારી આંકડા મુજબ રોજ ના 1000 થી ઉપર કોરોના ના કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રહણ ટાણે જ સાપ કાઢવાનું શૂરાતન ચડતા વાલીઓ મેદાન માં આવ્યા છે અને સરકારે નિર્ણય લેતી વખતે વાલીઓ ના પ્રતિનિધી મંડળ ને સાથે કેમ ન રાખ્યા તે મુદ્દો ઉઠાવી બાળકો ને શાળાએ નહિ મોકલવા મુદ્દે હોબાળો કરતા સરકારે ક્યાંક કાચુ કપાઈ ગયા નું મહેસુસ કરી રહી છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરુ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે ઓલ ગુજરાત વાલી…

Read More

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ ફરીથી કોરોના કાબુ બહાર થઈ ગયો છે, અને હવે રાજ્યમાં દૈનિક 1200 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે દિલ્હી ની જેમ ગુજરાત માં પણ કોરોના ઝડપ થી સ્પ્રેડ થવાના ચાન્સ વધતા કેન્દ્ર સરકાર ચિંતીત બની છે અને તેની ગંભીર નોંધ લઈ કોરોના ને તરત જ કાબુ માં લેવા માટે એકશન પ્લાન માટે કેન્દ્ર થી એક ટીમ ગુજરાત આવી રહી છે. કેન્દ્ર સરકારની NCDCના ડાયરેક્ટર સહિતની ટીમ ગુજરાત આવશે. અને આ માટેની જવાબદારી ડો. એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. આ ટીમ ગુજરાત આવીને ગુજરાત સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી આગામી પગલાંઓ અંગે વાટાઘાટો કરશે. આમ…

Read More