ગુજરાત માં આગામી 23 મી નવેમ્બરે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર મક્કમ છે ત્યારે શાળા સંચાલકો અને તબીબો ના મતે શાળા ખુલવાથી કોરોના વકરવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે એટલું જ નહી પણ 90 ટકા વાલીઓ પોતાના બાળક ના જીવ માટે કોઈપણ રિસ્ક લેવા તૈયાર નથી,કારણ કે જ્યારે કોરોના થોડો કાબુ હેઠળ હતો ત્યાં સુધી બધું બરાબર હતું પણ હાલ રાજ્ય માં સરેરાશ એક હજાર કેસ નોંધાઇ રહ્યા છે,દિવાળી અને ચુંટણીઓ પુરી થતાંજ કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે ત્યારે શાળા ખુલે તો સંક્રમણ વધતા બાળકો ના જીવ ને જોખમ ઉભું થઈ શકે છે અને કોરોના થી સંક્રમિત બાળકો ને…
કવિ: Halima shaikh
ગુજરાત માં હવે સવાર ના સમયે ઠંડી નો ચમકારો અનુભવાઇ રહ્યો છે લોકો વહેલી સવારે જોગિંગ કરવા નીકળી રહ્યા છે , બજાર માં શિયાળા માં હેલ્ધી થવા માટે આરોગવામાં આવતા વસાણા આવી ગયા છે, મેથીના લાડુ, ગુંદર કાજુ-બદામ ના અળળીયા વગરે ઘરો માં બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે આ બધા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ડિસેમ્બર સુધીમાં હાડ થીજવતી ઠંડી પડશે 4 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી સુધી પારો ગગડી શકવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનો પારો ગગડ્યો છે અને તેની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. જેના કારણે હવામાને આગાહી કરી…
અમદાવાદ માં એક સમય ના કુખ્યાત લતીફ ના સાવરીત રહી ચૂકેલો મોહમ્મદ ફાઇટર પેરોલ ઉપર છૂટ્યા બાદ ભાગી છૂટતા પાછો પોલીસે તેને પકડી જેલ માં પુરી દીધો છે, મોહમદ ફાઇટર લતીફ ગેંગ દ્વારા કરાયેલા રાધિકા જીમખાના હત્યાકાંડ સહિત પૂર્વ સાંસદ રાઉફ વલી ઉલ્લાહની હત્યામાં પણ સામેલ હોવાનું બહાર આવતા તેને આ કેસ માં આજીવન કારાવાસની સજા થઈ છે. આ ઇસમે વિવાદાસ્પદ ઢાંચા તૂટવાની ઘટના બાદ ફાટી નીકળેલા તોફાનો વખતે પણ અમદાવાદમાં રમખાણો માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી. દરમિયાન ફાઇટરને જેલમાંથી પેરોલ રજા મળી હતી, પરંતુ તે પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હોય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો.…
ગુજરાત માં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને અમદાવાદ સહિત ના મોટા શહેરો માં કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોરોના પહોંચી ગયો છે. જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ જજ નો રીપોર્ટ કોરોના પોઝીટિવ આવ્યો છે. જેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ, જસ્ટિસ જી.આર.ઉધવાણીનો સમાવેશ થાય છે, આ ત્રણ જજ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર પણ ફરી વિચારણા થઇ રહી છે. નોંધનીય છે કે અગાઉ પણ હાઇકોર્ટમાં સ્ટાફ સંક્રમિત થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1281 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે…
વડોદરા શહેરમાં આવેલી SSG હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલના સુરક્ષાકર્મીઓ ગરીબો ઉપર દાદાગીરી કરતા હોવાની વાત સામે આવી છે જેમાં સુરક્ષાકર્મીઓ દર્દીના સંબંધીને જાહેર માં ફટકારતા હોવાની વાત સામે આવતા લોકો માં ભારે રોષ ફેલાયો છે પોતાના આપ્તજન ને સુરક્ષાકર્મી ના માર થી બચાવવા એક મહિલા તેને છોડી મુકવા હેવાન બનેલા સુરક્ષા કર્મી ને આજીજી કરી રહી હતી છતાં તેણે મારવાનું ચાલુ રાખ્યું હતું.એક અસહાય ગરીબ ઉપર મર્દાનગી દેખડનાર આ ગાર્ડ ને લોકો બાયલો કહી ગાળો દઈ રહયા હોવાની વાત ચર્ચાઈ રહી છે. બીજી તરફ મહિલા સુરક્ષાકર્મીઓને સામે આજીજી કરતી રહી. જો કે તેમ છતાં સુરક્ષાકર્મીઓએ…
આજે લાભ પાંચમ ના શુભ દીને ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ વિધાનસભા સંકુલના ચોથા માળે યોજાશે. આ કાર્યક્રમ માં વિજેતા ધારાસભ્યો સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેનાર છે. ગુજરાતની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપ ના 8 નવા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. ભાજપના સૂત્રો એ જણાવ્યું કે કોરોના ની વકરેલી સ્થિતિ ને કારણે શપથ ગ્રહણ સમારોહમાં મર્યાદિત સભ્ય જ ઉપસ્થિત રહેશે. આજે ભાજપ છાવણી માં ઉત્સાહ જણાઈ રહ્યો છે.
રાજ્યભર માં કોરોના નું સંક્રમણ વધ્યું છે અને સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે અમદાવાદ ના વસ્ત્રાપુર વિસ્તાર માં આવેલી સોસાયટીઓમાં સૌથી વધુ કોરોના ના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હાલ માં અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓ ના જ આંકડા બહાર આવી રહ્યા છે પણ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે અહીં ખાનગી હોસ્પિટલમાં જ 90થી 95 ટકા દર્દી સારવાર લઈ રહ્યા છે. ગુજરાત માં હાલ કોરોનાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને ઈલેક્શન તેમજ દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદમાં કોરોના ના કેસો માં ઉછાળો નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો…
જમ્મુ અને કાશ્મીર માં ગત સાંજે આતંકવાદી હુમલો થયા બાદ સુરક્ષા દળો અને પોલીસ ઍલર્ટ થઈ ગઈ હતી અને એકશન મોડ ઉપર હતી. દરમિયાન આજે અહીં નાનગરોટા વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે સર્જાયેલી અથડામણ માં બે આતંકવાદીઓ ને ઠાર કરાયા હતા. એન્કાઉન્ટર સવારે 5 વાગ્યે થયું હતું ,જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નગરોટાના બાન વિસ્તારમાં ટોલ પ્લાઝા નજીક આતંકીઓ અને સૂરક્ષાકર્મીઓ વચ્ચે સવારે 5 વાગે સામસામે ફાયરિંગ થયું હતું. જમ્મુ જિલ્લા પોલીસ પ્રમુખ એસએસપી શ્રીધર પાટિલે જણાવ્યું કે લગભગ 5 વાગે કેટલાક આતંકવાદીઓએ નગરોટા વિસ્તારમાં બાન ટોલ પ્લાઝાની પાસે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તે…
ચીન ની સરહદો ગળી જવાની મેલી મુરાદ ને ભારતે નાકામ બનાવી છે અને સરહદ ઉપર સતત ચીનીઓ ને તેમની ઔકાત બતાવી દેતા ચીના ઢીલા પડ્યા છે અને બોર્ડર ઉપર હવે તો ભારતીય સેનાએ લદ્દાખમાં આધુનિક આવાસ તૈયાર કરી અહીં જ અડીંગો જમાવતાં ચીન હવે શાન માં સમજી ગયું છે કે આ જૂનું ભારત નથી પણ ટક્કર આપી શકે તેવું ભારત છે,અને ભારત ના સૈનીકો ને ભગાડી દેવાના ગપ્પા સામે ભારતીય જવાનો હસી રહ્યા છે અને ચીનાઓ ને પડકાર ફેંકી રહયા છે. અહીં ભારતીય સૈનિકો બનાવાયેલા નવા આવાસ વધુ સારી સુવિધાથી સજ્જ છે. તમામ નવી ટેકનીકથી બનાવેલા ઘરોમાં જવાન રહી શકશે.…
સમગ્ર વિશ્વ માં ત્રીજા તબક્કા માં ફેલાયેલા કોરોના ના વાવાઝોડા માં ભારત ની રાજધાની દિલ્હી પણ બાકાત નથી અને કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને અહીં છેલ્લા 24 કલાકમાં નવા 7486 નવા કેસ સામે આવ્યા છે, અને 131 લોકો ના કોરોના માં મોત થઈ જતા ભારે ગભરાટ નો માહોલ છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 7943 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 42458 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 5 લાખને પાર થઈ ગયો છે. રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 503084 થઈ ગઈ છે. અગાઉ મંગળવારે દિલ્હીમાં 6396 નવા કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે 99 લોકોના મોત થઈ ગયા છે. દિલ્હીમાં…