કવિ: Halima shaikh

ભારતીય સેના એ લદાખ માં ચાઈનાઓ ની ઉંઘ હરામ કરી દીધી છે અને ભારત ના જોશીલા યુવાન મિલિટરી સૈનિકો ચીનીઓ ને પડકારી રહ્યા હોય હતાશ થઇ ગયેલા ચીની સૈનિકો અને તેમના ઓફિસરો એ ગપ્પા મારવાનું ચાલુ કરી દીધું છે, ભારતીય સેના ના સૂત્રો એ જણાવ્યું કે તાજેતરમાં જ ચીની મશીનરીએ એક અફવા ફેલાવી છે કે ચીની સૈનિકો એ એક પણ ગોળી ચલાવ્યા વિના ભારતીય સૈનિકોને બે પહાડો પરથી ખદેડી મુક્યા છે, તે વાત હાસ્યાસ્પદ અને ગપ્પુ છે. ભારતીય સેનાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ દાવો એકદમ પાયાવિહોણો છે અને ખોટો છે,ચીનીઓ દ્વારા આવા કોઈ વેપન્સ નો પ્રયોગ…

Read More

જમ્મુ-કાશ્મીર માં આતંકી હુમલાઓ ચાલુ રહ્યા છે અને અહીંના કાકાપોરામાં આતંકવાદીઓએ ફરી આજે સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો જેમાં આતંકવાદીઓ પોતાનું નિશાન ચુક્યા હતા અને સુરક્ષા જવાનો ને બદલે 12 જેટલા સ્થાનિક નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા . આતંકવાદીઓ દ્વારા ફેંકાયેલ ગ્રેનેડ તેમનું લક્ષ્ય ચૂકી ગયો હતો અને તે રસ્તા પર જ ફૂટ્યો હતો. સત્તાવાર નિવેદન માં જણાવાયુ છે કે ગ્રેનેડ વિસ્ફોટમાં 12 નાગરિકોને ઈજા પહોંચી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તાર ઘેરી લીધો છે અને હુમલો કરનારાઓની સઘન શોધખોળ ચાલુ કરી દીધી છે. આમ આતંકીઓ દ્વારા કરવામાં આવતા…

Read More

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક માં શાળાઓ ખોલવા અંગે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હતી જેમાં તા.23 નવેસરથી રાજ્ય ની તમામ શાળાઓ ચાલુ થશે અને મંગળ, ગુરૂ અને શનિવારે ધો.9 અને ધો.11 ના વિદ્યાર્થીઓ તથા સોમ,બુધ અને શુક્રવારે ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ ને માસ્ક સાથે શાળામાં જવાનું રહેશે. જોકે, આ માટે વાલીઓ ની ફરજીયાત લેખિત માં પરમિશન લેવાની રહેશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ કલાસ માં જોડાવા માંગતા ન હોય તેવા ઓનલાઈન કલાસ ફરજિયાત કરવાના રહેશે. શાળા માં સંક્રમિત વિદ્યાર્થી કે કર્મચારી ન પ્રવેશે તેની જવાબદારી સત્તાધારી ની રહેશે સાથેજ જે વિસ્તાર કન્ટેઈન…

Read More

આખરે પત્રકાર અર્નબ ઉપર દબાણ લાવવાનો પ્રયાસ શરૂ થયો છે અને મુંબઇ ના વર્લી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર સુધીર જાંભવડેકરે સામાજિક સદભાવ બગાડવાનો આરોપ લગાવતાં અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે આ નોટિસમાં અર્નબને ફરીથી આ પ્રકારનો વર્તાવ ન કરવા માટે કોઈ એક સન્માનિત વ્યક્તિના જામીન આપવા માટે જણાવાયું છે. મુંબઈ પોલીસે 10 લાખ રૂપિયાનું બોન્ડ લેવા માટે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે. ગોસ્વામી પર પાલઘર સાધુ હત્યાકાંડ તેમજ બાંદ્રા સ્ટેશન પર શ્રમિકોની ભીડના સમાચાર અલગ અંદાજ માં પ્રસારિત કરવાનો આરોપ મુકાયો છે. વર્લી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર સુધીર જાંભવડેકરે સામાજિક સદભાવ બગાડવાનો આરોપ…

Read More

રાજ્ય માં કોરોના એ ફરી ઉથલો મારતા સ્થિતિ વિકટ બની છે ત્યારે કોરોના માં રેસિડન્સ ડોકટરો નું પણ અત્યારસુધી મોટું યોગદાન રહ્યું છે ત્યારે તેઓ ને પણ અન્યાય થઈ રહ્યા ની ઉઠેલી ફરીયાદો વચ્ચે ન્યાય ની માંગ સાથે અમદાવાદ ના નરોડા રોડ- અમદુપુરા વિસ્તારમાં આવેલી GCS હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્સ ડૉક્ટરો અચાનક અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા ઉપરીઓ દોડતા થઈ ગયા છે. હડતાળ ઉપર બેસી ગયેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે GCS હોસ્પિટલ દ્વારા મેડિકલમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતાં ડૉક્ટર્સ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવી રહી છે અને માસ્ટર ડીગ્રીના રેસિડેન્ટ ડૉકટર્સને તેમની સ્પેશિયાલિટી સિવાયના વધારા ના કામ કરાવવામાં આવી…

Read More

વિશ્વમાં કોરોના નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને અત્યારસુધીમાં 5.59 કરોડથી વધુ લોકો કોરોના ધી સંક્રમિત થઈ ચૂક્યા છે અને નોંધાયેલા આંકડા ની વાત કરીએ તો લગભગ 13.42 લાખ લોકોનાં કોરોના થી મોત થઈ ચૂક્યાં છે, આ પૈકી અમેરિકામાં જ કોરોના સંક્રમિતોનો આંક 1.16 કરોડ ને વટાવી ચુક્યો છે અનેઅત્યારસુધીમાં 2.54 લાખ લોકો ના મોત થઈ ગયા છે. આ આંકડા સતાવાર જાહેર કરતા www.worldometers.info/coronavirus મુજબના છે. બ્રિટન માં છેલ્લા માત્ર 24 કલાક માં જ એક દિવસમાં 598 લોકોનાં મોત થઇ જતા લોકો માં ગભરાટ જોવા મળી રહ્યો છે અને સરકાર માં દોડધામ મચી ગઇ છે. બ્રિટનમાં સ્થિતિ બગડતા…

Read More

ગુજરાત ના જવાન ના રહસ્યમય મોત ને જાણે મજાક બનાવી દેવામાં આવ્યું છે અને તંત્ર અને પોલીસ બન્ને આ બેદરકારી માં જવાબદાર છે. કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો અજિતસિંહ પરમારનો પાર્થિવદેહ અમદાવાદ પહોંચ્યો ત્યારે અમદાવાદ કરણીસેનાએ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે રવિવારે મધ્યપ્રદેશના રતલામ નજીક રેલવે સ્ટેશન પરથી અજિતસિંહ નો મૃતદેહ મળી આવ્યો હતો,તેઓ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં 13 નવેમ્બરે દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી આવવા રવાના થયા હતા અને છેલ્લે તેજ રાતે 11 વાગ્યે અજિતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે…

Read More

ગુજરાત માં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં માત્ર અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ કેસો નોંધાતા સ્થિતિ કફોડી બની છે, સિવિલ હોસ્પિટલ માં પણ દર્દીઓ વધી રહ્યા છે હવે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે પણ એમ્બ્યુલન્સ સતત દોડતી રહે છે. ગતરોજ 17 નવેમ્બરની રાત સુધીમાં સોલા સિવિલમાં 81 કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સોલા સિવિલના નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી સોલા સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ બેડ ભરાઈ ગયા છે. આઇ.સી.યુમાં હવે એક પણ બેડ ખાલી રહ્યા નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા ખાસ એક ફ્લોર…

Read More

ગુજરાત માં ચૂંટણી અને દિવાળી બાદ કોરોનાના કેસ માં ઝડપ થી વધારો થઈ ગયો છે. વિતેલા 24 કલાક માં કોરોના ના કુલ 1125 પોઝિટિવ કેસ સામે આવતા હવે કુલ કેસોની સંખ્યા વધીને 1,90,361એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓ ના મોત થતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3815એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં 47,328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં પોઝીટિવ કેસ માં વધારો જોવા મળ્યો હતો. રાજ્ય માં કોરોના ના દર્દીઓ ની સ્થિતિ આ મુજબ જણાઈ છે જેમાં અમદાવાદ 218, સુરત 158, વડોદરા 96, મહેસાણા 60, રાજકોટ કોર્પોરેશન 55, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર…

Read More

રાજ્યમાં દિવાળી અને નવા વર્ષ નો તહેવાર હોવાથી મોટી સંખ્યા માં લોકો પોતાના પ્રાઇવેટ વાહનો માં સગા સબંધીઓ ના ઘરે અને પ્રવાસ માં જઈ રહયા હોય રોડ ઉપર વાહનો ની સંખ્યા વધી છે અને અકસ્માત ના બનાવો પણ વધ્યા છે. આજે વહેલી સવારે વડોદરા પાસે અકસ્માતમાં 10 લોકોના મોત થયા ની ઘટના વચ્ચે વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામ નજીક બેફામ ગતિ થી આવતી કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યું થયા હતા. ઘટના અંગેની સ્થળ ઉપર થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરથી લખતર જવાના રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર…

Read More