કવિ: Halima shaikh

એક તરફ કોરોના નો કહેર અને બીજી તરફ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થતા હવે જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ના ભાવો માં ભડકો થવાની શકયતા ઉભી થઇ છે, કોરોના કાળ દરમિયાન ક્રૂડ ના ભાવો નીચા હોવા છતાં સરકારે પેટ્રોલ અને ડીઝલ માં ભાવો માં વધારો ચાલુ રાખ્યો હતો અને કોરોના માં મોંઘવારી આંટો લઈ ગઈ છે ત્યારે હવે લીટર ના ભાવ 90 સુધી પહોંચતા આગામી દિવસો માં કઠોળ,શાકભાજી વધુ મોંઘા બનશે અને કોરોના માં બધું બંધ છે અને કમાવાના ઠેકાણા નથી ત્યાંજ હવે મોંઘવારી માં લોકો નું શુ થશે તે મોટો પ્રશ્ન છે. આજે ડીઝલના ભાવમાં…

Read More

ફિલ્મ ઇન્ડરસ્ટ્રીઝ માં સુશાંત રાજપૂત ના મોત બાદ બોલિવૂડમાં ચાલતા ડ્રગ્સ કનેક્શનની મોટી લિંક મળતા હાલ તપાસ ચાલી રહી છે ત્યારે આ તપાસને લીડ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની પાંચ સભ્યની ટીમ ને નિશાન બનાવી ડ્રગ્સ માફિયાઓ એ હુમલો કરતા NCBના 3 સભ્યને ઇજા પહોંચી હતી. સમીર વાનખેડેની આગેવાની હેઠળ NCBની ટીમ મુંબઈના ગોરેગાંવના જવાહરનગર વિસ્તારમાં જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે ડ્રગ-પેડલર્સ ના 60 જેટલા સાથીઓ એકત્ર થઈ ગયા હતાઅને પથ્થર-લાકડીઓથી NCBની ટીમ પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં NCBના બે અધિકારી વિશ્વવિજય સિંહ અને શિવા રેડ્ડીને ઇજા પહોંચી હતી. જોકે બંને…

Read More

રાજ્ય માં વકરેલી કોરોના ની સ્થિતિ વચ્ચે હવે ચાર મહાનગરો માં માત્ર રાત્રી કરફ્યૂ લાગુ રહ્યો છે અને અમદાવાદ માં દિવસ નો કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે ત્યારે આજે લોકો ખરીદી માટે નીકળ્યા હતા. અમદાવાદ શહેરમાં કુલ 111 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન પૈકી આજે ૬ માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનને મુક્ત કરાયા હતા. જ્યારે નવા 22 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો હતો. તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનીગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે . વિગતો મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં જ 50 ટકા કેસ પોઝિટીવ હોવાની વાત સામે આવી છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસર 1માં 42…

Read More

કોરોના ની મહામારી આખા દેશ માં ફેલાઈ ગઈ છે અને રાજધાની દિલ્હીમાં જ કોરોના પ્રભાવિત 121 લોકોનાં મોત થયાં છે, આ દેશમાં સૌથી મોટો મૃત્યુ આંક છે જ્યારે કોરોના માં 50 લોકોનાં મોતની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું છે. મહારાષ્ટ્રમાં આ આંકડો 15 મે પછી સૌથી ઓછો છે. ત્યારે અહીં 49 લોકોનાં મોત થયાં હતાં. દિલ્હીમાં આ પહેલાં 18 નવેમ્બરે સૌથી વધુ 131 દર્દીનાં મોત થયાં હતાં. દેશમાં ગતરોજ રવિવારે 44 હજાર 404 કેસ નોંધાયા છે અને 41 હજાર 405 દર્દી સાજા પણ થયા છે અને 510 લોકોનાં મોત થયા હોવાનું સરકારી ચોપડે નોધાયું છે. દેશમાં અત્યારસુધીમાં 91.40 લાખ કેસ…

Read More

દેશ માં ગુજરાત સહિત દિલ્હી,મહારાષ્ટ્ર અને આસામ માં કોરોના કેસ વધવા છતાં સરકારે લગ્નો અને સભાઓને મંજૂરી આપતા ઝાટકણી કાઢી હતી અનેદિલ્લી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે. આ મામલે સરકારને રિપોર્ટ સોંપવા કર્યો આદેશ કર્યો છે.દેશમાં અમુક રાજ્યોમાં વધતા કોરોનાના કેસનો મુદ્દો સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધો છે. આજે સોમવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામને બે દિવસમાં એફિડેવિટ દાખલ કરીને એ જણાવવા કહ્યું છે કે કોરોનાની હાલની સ્થિતિ સામે લડવા માટે તેમણે શું પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના કેસ વધ્યા છતાં લગ્ન અને સમારોહ કરવાની મંજૂરી આપવા મામલે આ ચાર રાજ્ય…

Read More

ભારત માં કાતિલ ઠંડી નો ચમકારો શરૂ થઈ ગયો છે અને હિમાલયમાંથી ફૂંકાઇ રહેલા તીવ્ર ઠંડા પવનો ને લઈ દેશની રાજધાની દિલ્હીમાં લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ જતા જન જીવન પ્રભાવીત બન્યું હતું. દિલ્હીની સફદરજંગ ઓબ્ઝર્વેટરી ખાતે લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી નોંધાયું છે. પાલમ વેધર સ્ટેશન ખાતે ઠંડીનો પારો ૬.૧ ડિગ્રી નોંધાયો હતો. જ્યારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલપ્રદેશ, અરુણાચલપ્રદેશ, પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી રહ્યું છે. હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પૂર્વ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૩ થી પાંચ ડિગ્રી ઘટયું હતું. કાશ્મીર ખીણમાં મોટાભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટથી નીચે…

Read More

એક તરફ કોરોના એ ઉપાડો લીધો છે ને બીજી તરફ ભાજપ ના નેતાઓ ને પણ રેલીઓ યોજવાનું ચાનક ઉપડતા હવે આવા માથા ફરેલા નેતાઓ ને શાંતિ રાખવા ખૂદ સીઆર પાટીલે જ શાન માં સમજાવી દેતા હવે આવા નેતાઓ હેઠા બેઠા છે, સીઆર પાટીલે કોઈપણ પ્રકારના સંમેલનનો ન યોજવા કાર્યકરોને સૂચના આપી દેતા હવે ભાજપે તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી ને કોઈપણ પ્રકારના સંમેલનનો ન યોજવા કાર્યકરોને સૂચના આપવામાં આવી છે. વિગતો મુજબ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે હાલ કોરોના ની વકરેલી સ્થિતિ ને લઈ ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, નવી સૂચના ન મળે…

Read More

કોરોના એ અમદાવાદ માં હાહાકાર મચાવી દીધો છે અને એક અગ્રણી મીડિયા જૂથ દ્વારા દાવો કરાયો છે કે માત્ર તા. 11 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી અમદાવાદમાં કોરોનાથી કુલ 102 દર્દીનાં મૃત્યુ થઇ ચુક્યા છે પણ સરકારી આંકડા ખોટા દર્શાવી માત્ર 42 ના જ મોત થયા હોવાની નોંધ કરાતા અનેક સવાલ ઉભા થયા છે અને શામાટે આ લોકો જનતા ને ખોટી માહિતી આપી રહ્યા છે તે સમજાતું નથી. સરકારી ચોપડે અને શબવાહિનીમાં લઈ જવામાં આવેલા મૃતદેહના આંકડા ના ભેદભાવ ને લઈ આ પોલ ખુલ્લી પડી ગઈ છે. સરકારી ચોપડે 12 દિવસમાં કોરોનાથી માત્ર 42 મોત દર્શાવવામાં આવ્યા છે. 14 અને 20…

Read More

વલસાડ નજીક બગવાડા ટોલનાકા ઉપર રાજ્ય ના આવક વિભાગની ટીમેં ચેકીંગ હાથ ધરી લાખો રૂપિયા ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરો ની એવી મોડ્સ ઓપરેન્ડી ખૂલ્લી પાડી કે જે આજદીન સુધી પોલીસ પણ શોધી શકી ન હતી અને તે જાણીને ખુદ વલસાડ પોલીસ પણ ચોંકી ઉઠી છે. વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પર ભીલાડની આવકવેરા વિભાગની ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહક વાહનોને રોકી e-way બિલની તપાસ ચાલુ હતી તે દરમ્યાન મુંબઈ તરફથી આવી રહેલી વી-ટ્રાન્સ કંપનીની એક કન્ટેનર આવતા રોકયું હતું અને તેમાં ભરેલા સામાન અંગના બિલ માંગતા કન્ટેનર ચાલકે ટીમને તેની પાસે રહેલા જરૂરી…

Read More

સૌરાષ્ટ્રમાં બનેલા અકસ્માત ના વિચિત્ર બનાવ માં ગોંડલ નજીક સાંઢીયાપુલ પાસે ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારતા કારનો ભૂક્કો બોલી ગયો હતો અને કાર માં સવાર કારચાલક સંજયભાઈ ટીલાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ થતા દોડી આવી હતી ફાટકમેનને પોતાની ભૂલ કબુલી હતી. ગોંડલના સાંઢિયા પુલ પાસેથી પસાર થતી સોમનાથ-જબલપુર ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

Read More