દેશ માં કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે કારણ કે સૌથી મોટો વિરોધ પક્ષ હોવાછતાં પણ ભાજપ અને સાથી પક્ષો સામે રાજ્કીય દાવપેચ માં ફાવી શક્યું નથી તેવે સમયે હમણાં હમણાં બિહાર વિધાનસભાની ચૂંટણી માં કોંગ્રેસ ના બુરા હાલ થતા હવે કોંગ્રેસના જ કેટલાક વરિષ્ઠ નેતાઓ એ પાર્ટી હાઈકમાન્ડ ઉપર સવાલો ઉઠાવી રાહુલ ગાંધી વિરૂદ્ધ અવાજ ઉઠાવતા રાહુલ ગાંધી વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પીઢ કૉંગ્રેસીઓ ને ઠેકાણે પાડવા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવનારા પૂર્વ સાંસદ ફુરકાન અંસારી ને કારણદર્શક નોટિસ જાહેર કરી જવાબ માંગવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડ ફુરકાન અંસારીને નોટિસ મોકલીને…
કવિ: Halima shaikh
કોરોના ની સ્થિતિ વિકટ બનતા અમદાવાદ બાદ હવે સરકારે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ને પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના ની સ્થિતિ ધ્યાને લઇ મંદિર આજે સાંજે સાત વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે. તા.21 થી 23 નવેમ્બર સુધી ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં કોરોના ની સ્થિતિ વધુ ગંભીર બનતા હાલ અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે તેવે સમયે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી એસટી બસ સેવા પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને રાત્રે નવ વાગ્યા શહેરમાં પછી એસટી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.પરિણામે બહાર થી આવતી બસ અમદાવાદ માં પ્રવેશી નહિ શકે અને તે તમામ બસો બાયપાસ થઈને જશે અને અમદાવાદ માંથી રાતે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય એસટી વિભાગે લેતા હવે બસો ઉપડી નહિ શકે. સોમવારથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે…
ગુજરાત માં કોરોના નો ત્રીજો તબકકો શરૂ થતાં હાલ માં જ 23 મી શરૂ થનારી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હવે બીજા એક નિર્ણય માં રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9, 10, 11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9, 10 11 (વિજ્ઞાન પ્રવાહ અને…
ગુજરાત માં કોરોના સ્પ્રેડ થતા જ અમદાવાદમાં મીની કરફ્યૂ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્ય ના અન્ય મહાનગર પણ એલર્ટ થઈ ગયા છે જેમાં રાજકોટમાં તંત્ર કડક એકશન લેનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરી તે દર્દીને અઠવાડિયામાં સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે, આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે ફરીથી પોલીસ આકરી કાર્યવાહી કરશે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલ કોરોના ના અમદાવાદ જેટલા કેસ હજુ આવ્યા નથી તેથી રાત્રી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવાશે નહીં,પણ કોરોના વકરે નહિ તે માટે…
કાશ્મીર માં આતંકીઓ મોકલી ને અહીં અંધાધૂંધી ફેલાવી રહેલા પાકિસ્તાન ને આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યું કે, લાઇન ઓફ કંટ્રોલ પાર કરવાનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ જીવતા છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અને તેના આતંકવાદીઓને આ સ્પષ્ટ મેસેજ છે કે જે કોઈ ભારતમાં ઘૂસણખોરી માટે નિયંત્રણ રેખાને પાર કરશે તેઓ ને સીધાજ ફૂંકી મારવામાં આવશે અને તેઓ પાછા જઇ શકશે નહીં. આર્મી ચીફ જનરલ નરવણેએ ચોખાની બોરીઓથી ભરેલી ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓ ની ટ્રક ફૂંકી મારી હાથ ધરેલા ઓપરેશન બદલ સલામતી દળોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આર્મી, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળો ના…
રાજ્ય માં અમદાવાદમાં સૌથી વધુ કોરોના ના કેસ નોંધાઇ રહ્યા હોય સરકારે ગઈકાલે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરતા હાલ તેનો અમલ કરાઈ રહ્યો છે બીજી તરફ અગામી 23 મી નવે.થી સ્કૂલ ચાલુ થવાની હતી તે પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કોરોના ને કારણે હાલ માં લેવાનારી CAના પરીક્ષાર્થીઓ માં પણ ચિંતા વધી છે. કારણ કે 400 સેન્ટર પર 4 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ CAની પરીક્ષા આપવાના હતાં. પરંતુ હવે કર્ફ્યૂની સ્થિતિને જોતા પરીક્ષા મોકૂક રાખવા અંગે નિર્ણય લેવાઇ શકે છે. આમ કોરોના ને લઈ વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય ને લઈ નિર્ણયો…
દુનિયા માં કોરોના નું સંક્રમણ વધ્યુ છે અને અમેરિકામાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે પરિણામે અહીંની હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. અહીં મૃતકો નો આંકડો 2.56 લાખ ને પાર થઈ ચૂક્યો છે. કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે ન્યુયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના ને લઈ દુનિયા માં વારંવાર સ્કુલ બંધ કરવાના નિર્ણયના પગલે વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક કારકિર્દી જોખમ માં મુકાઇ છે. આ અંગે ચાન્સેલર રિચાર્ડ કારેનાઝે જણાવ્યું કે ન્યુયોર્ક શહેરમાં સંક્રમણ વધવાના કારણે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહી નેવાદા અને મિશિગન જેવા રાજ્યોમાં તો કોરોના ની સ્થિતિ અત્યંત ખરાબ છે. નેવાદાના રેનો શહેરની હોસ્પિટલમાં…
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અત્યંત ઘાતક બનતા લોકો ના જીવ સામે જોખમ ઉભું થયું છે તેવા સમયે જ સરકારે રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય કરતા લોકો માં રોષ ફેલાઈ જતા અને મીડિયા માં ટીકા ચાલુ થતા આખરે સરકારે 23 મી નવેમ્બરે સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઠરાવ ગુજરાતના શિક્ષણ વિભાગે બુધવારે બહાર પાડ્યો હતો. ગુરુવારે શિક્ષણ મંત્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. હાલના ઠરાવ પ્રમાણે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થશે તે મુજબની જાહેરાત કરી દીધી હતી. જો કે ગુરુવારે સાંજે કોરોનાની સ્થિતિની…
પાકિસ્તાન ના કબ્જા હેઠળ રહેલા કાશ્મીર ના વિસ્તાર એવા PoKમાં ભારતે એરસ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ છે,ભારતીય સેનાએ PoKમાં આંતકવાદીઓના લોન્ચ પેડ નષ્ટ કર્યા હોવા અંગે સમાચાર એજન્સી PTI એ અહેવાલ આપ્યા છે.જોકે ભારતીય સેનાએ ખુલાસો કરતા કહ્યું છે કે LoC પર આજે ફાયરિંગ થઈ નથી. PTI દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ 13 નવેમ્બરનો હોવાનું સેનાએ કહ્યું છે. પાકિસ્તાન અને ચીન સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ હતા. ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું હોવાની ખબર જૂની છે.અને આજે પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી નથી તેવીભારતીય સેનાએ આ વિશે સત્તાવાર રીતે…