ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અત્યંત ઘાતક બનતા લોકો ના જીવ સામે જોખમ ઉભું થયું છે તેવા સમયે જ સરકારે રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય કરતા લોકો માં રોષ ફેલાઈ જતા અને મીડિયા માં ટીકા ચાલુ થતા આખરે સરકારે 23 મી નવેમ્બરે સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઠરાવ ગુજરાતના શિક્ષણ વિભાગે બુધવારે બહાર પાડ્યો હતો. ગુરુવારે શિક્ષણ મંત્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. હાલના ઠરાવ પ્રમાણે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થશે તે મુજબની જાહેરાત કરી દીધી હતી. જો કે ગુરુવારે સાંજે કોરોનાની સ્થિતિની…
કવિ: Halima shaikh
પાકિસ્તાન ના કબ્જા હેઠળ રહેલા કાશ્મીર ના વિસ્તાર એવા PoKમાં ભારતે એરસ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ છે,ભારતીય સેનાએ PoKમાં આંતકવાદીઓના લોન્ચ પેડ નષ્ટ કર્યા હોવા અંગે સમાચાર એજન્સી PTI એ અહેવાલ આપ્યા છે.જોકે ભારતીય સેનાએ ખુલાસો કરતા કહ્યું છે કે LoC પર આજે ફાયરિંગ થઈ નથી. PTI દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ 13 નવેમ્બરનો હોવાનું સેનાએ કહ્યું છે. પાકિસ્તાન અને ચીન સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ હતા. ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું હોવાની ખબર જૂની છે.અને આજે પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી નથી તેવીભારતીય સેનાએ આ વિશે સત્તાવાર રીતે…
દેશ માં બળાત્કાર ની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે અને કડક કાયદા ના અભાવે બળાત્કારીઓ બિન્દાસ બન્યા છે હવે તો નાની બાળાઓ થી લઈ વૃદ્ધ મહિલાઓ ને પણ હવસખોરો છોડતા નથી અને દાદીમા ની ઉંમર ની વૃદ્ધાઓ ઉપર રેપ ના કિસ્સા નોંધાઈ રહ્યા છે,મધ્યપ્રદેશના વિદિશામાં એક 70 વર્ષની એક વૃદ્ધા ઉપર રેપ કરી બાદમાં વૃધ્ધા ની હત્યા કરી દેવામાં આવી હતી. મહિલા ખેતરે એકલી હતી ત્યારે હવસખોરો એ આ ઘટના ને અંજામ આપ્યો હતો. વિદિશા જિલ્લાના ગ્યારસપુર નજીક 18 નવેમ્બરની રાત્રે ઓલીજા ગામની સીમમાં આવેલા ખેતરમાં 70 વર્ષિય વૃદ્ધાનો રેપ કરી તેની હત્યા કરી દેવાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા…
ગુજરાત માં કોરોના બરાબર નો વકર્યો છે ત્યારે જ સરકાર ને સ્કૂલ અને કોલેજ ચાલુ કરવાનું મૂરત આવતા હવે વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને રાજ્ય માં વિરોધ નો વંટોળ ઉઠતા હવે શાળા-કોલેજ ખોલવા મુદ્દે સરકાર ફેરવિચારણા કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં શિક્ષણ મંત્રી પર એક ફોન પણ આવ્યો હતો જોકે આ ફોન કોનો હતો તેને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે અને આ ફોન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવ્યાની ચર્ચા પણ ચાલી હતી પણ કહેવાય છે કે 23 મીથી શાળા કોલેજ કદાચ શરૂ ન પણ થાય તેવી શકયતા જણાઈ રહી છે, અને રાજ્ય સરકાર…
23 મી નવેમ્બરે સરકારે શાળાઓ ખોલવાનું એલાન કર્યું છે ત્યારે શિક્ષણ મંત્રી એ ડીઈઓ સાથે બેઠક કરી કોલેજ અને શાળા ખોલવાનો નિર્ણય કરી અંતિમ નિર્ણય વાલીઓ ઉપર ઢોળ્યો હતો. દરેક શાળા પોતાની અલગ SOP બનાવશે અને શિક્ષણ મંત્રી એ કહ્યું કે વિદ્યાર્થીઓ નું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા રહેશે
એક તરફ કોરોના બેકાબુ બન્યો છે અને રાજ્ય માં હાલ સરેરાશ માત્ર સરકારી આંકડા મુજબ રોજ ના 1000 થી ઉપર કોરોના ના કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રહણ ટાણે જ સાપ કાઢવાનું શૂરાતન ચડતા વાલીઓ મેદાન માં આવ્યા છે અને સરકારે નિર્ણય લેતી વખતે વાલીઓ ના પ્રતિનિધી મંડળ ને સાથે કેમ ન રાખ્યા તે મુદ્દો ઉઠાવી બાળકો ને શાળાએ નહિ મોકલવા મુદ્દે હોબાળો કરતા સરકારે ક્યાંક કાચુ કપાઈ ગયા નું મહેસુસ કરી રહી છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરુ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે ઓલ ગુજરાત વાલી…
ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ ફરીથી કોરોના કાબુ બહાર થઈ ગયો છે, અને હવે રાજ્યમાં દૈનિક 1200 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે દિલ્હી ની જેમ ગુજરાત માં પણ કોરોના ઝડપ થી સ્પ્રેડ થવાના ચાન્સ વધતા કેન્દ્ર સરકાર ચિંતીત બની છે અને તેની ગંભીર નોંધ લઈ કોરોના ને તરત જ કાબુ માં લેવા માટે એકશન પ્લાન માટે કેન્દ્ર થી એક ટીમ ગુજરાત આવી રહી છે. કેન્દ્ર સરકારની NCDCના ડાયરેક્ટર સહિતની ટીમ ગુજરાત આવશે. અને આ માટેની જવાબદારી ડો. એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. આ ટીમ ગુજરાત આવીને ગુજરાત સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી આગામી પગલાંઓ અંગે વાટાઘાટો કરશે. આમ…
ગુજરાત માં આગામી 23 મી નવેમ્બરે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર મક્કમ છે ત્યારે શાળા સંચાલકો અને તબીબો ના મતે શાળા ખુલવાથી કોરોના વકરવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે એટલું જ નહી પણ 90 ટકા વાલીઓ પોતાના બાળક ના જીવ માટે કોઈપણ રિસ્ક લેવા તૈયાર નથી,કારણ કે જ્યારે કોરોના થોડો કાબુ હેઠળ હતો ત્યાં સુધી બધું બરાબર હતું પણ હાલ રાજ્ય માં સરેરાશ એક હજાર કેસ નોંધાઇ રહ્યા છે,દિવાળી અને ચુંટણીઓ પુરી થતાંજ કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે ત્યારે શાળા ખુલે તો સંક્રમણ વધતા બાળકો ના જીવ ને જોખમ ઉભું થઈ શકે છે અને કોરોના થી સંક્રમિત બાળકો ને…
ગુજરાત માં હવે સવાર ના સમયે ઠંડી નો ચમકારો અનુભવાઇ રહ્યો છે લોકો વહેલી સવારે જોગિંગ કરવા નીકળી રહ્યા છે , બજાર માં શિયાળા માં હેલ્ધી થવા માટે આરોગવામાં આવતા વસાણા આવી ગયા છે, મેથીના લાડુ, ગુંદર કાજુ-બદામ ના અળળીયા વગરે ઘરો માં બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે આ બધા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ડિસેમ્બર સુધીમાં હાડ થીજવતી ઠંડી પડશે 4 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી સુધી પારો ગગડી શકવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનો પારો ગગડ્યો છે અને તેની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. જેના કારણે હવામાને આગાહી કરી…
અમદાવાદ માં એક સમય ના કુખ્યાત લતીફ ના સાવરીત રહી ચૂકેલો મોહમ્મદ ફાઇટર પેરોલ ઉપર છૂટ્યા બાદ ભાગી છૂટતા પાછો પોલીસે તેને પકડી જેલ માં પુરી દીધો છે, મોહમદ ફાઇટર લતીફ ગેંગ દ્વારા કરાયેલા રાધિકા જીમખાના હત્યાકાંડ સહિત પૂર્વ સાંસદ રાઉફ વલી ઉલ્લાહની હત્યામાં પણ સામેલ હોવાનું બહાર આવતા તેને આ કેસ માં આજીવન કારાવાસની સજા થઈ છે. આ ઇસમે વિવાદાસ્પદ ઢાંચા તૂટવાની ઘટના બાદ ફાટી નીકળેલા તોફાનો વખતે પણ અમદાવાદમાં રમખાણો માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી. દરમિયાન ફાઇટરને જેલમાંથી પેરોલ રજા મળી હતી, પરંતુ તે પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હોય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો.…