ગુજરાત માં કોરોના બરાબર નો વકર્યો છે ત્યારે જ સરકાર ને સ્કૂલ અને કોલેજ ચાલુ કરવાનું મૂરત આવતા હવે વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને રાજ્ય માં વિરોધ નો વંટોળ ઉઠતા હવે શાળા-કોલેજ ખોલવા મુદ્દે સરકાર ફેરવિચારણા કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં શિક્ષણ મંત્રી પર એક ફોન પણ આવ્યો હતો જોકે આ ફોન કોનો હતો તેને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે અને આ ફોન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવ્યાની ચર્ચા પણ ચાલી હતી પણ કહેવાય છે કે 23 મીથી શાળા કોલેજ કદાચ શરૂ ન પણ થાય તેવી શકયતા જણાઈ રહી છે, અને રાજ્ય સરકાર…
કવિ: Halima shaikh
23 મી નવેમ્બરે સરકારે શાળાઓ ખોલવાનું એલાન કર્યું છે ત્યારે શિક્ષણ મંત્રી એ ડીઈઓ સાથે બેઠક કરી કોલેજ અને શાળા ખોલવાનો નિર્ણય કરી અંતિમ નિર્ણય વાલીઓ ઉપર ઢોળ્યો હતો. દરેક શાળા પોતાની અલગ SOP બનાવશે અને શિક્ષણ મંત્રી એ કહ્યું કે વિદ્યાર્થીઓ નું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા રહેશે
એક તરફ કોરોના બેકાબુ બન્યો છે અને રાજ્ય માં હાલ સરેરાશ માત્ર સરકારી આંકડા મુજબ રોજ ના 1000 થી ઉપર કોરોના ના કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રહણ ટાણે જ સાપ કાઢવાનું શૂરાતન ચડતા વાલીઓ મેદાન માં આવ્યા છે અને સરકારે નિર્ણય લેતી વખતે વાલીઓ ના પ્રતિનિધી મંડળ ને સાથે કેમ ન રાખ્યા તે મુદ્દો ઉઠાવી બાળકો ને શાળાએ નહિ મોકલવા મુદ્દે હોબાળો કરતા સરકારે ક્યાંક કાચુ કપાઈ ગયા નું મહેસુસ કરી રહી છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરુ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે ઓલ ગુજરાત વાલી…
ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ ફરીથી કોરોના કાબુ બહાર થઈ ગયો છે, અને હવે રાજ્યમાં દૈનિક 1200 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે દિલ્હી ની જેમ ગુજરાત માં પણ કોરોના ઝડપ થી સ્પ્રેડ થવાના ચાન્સ વધતા કેન્દ્ર સરકાર ચિંતીત બની છે અને તેની ગંભીર નોંધ લઈ કોરોના ને તરત જ કાબુ માં લેવા માટે એકશન પ્લાન માટે કેન્દ્ર થી એક ટીમ ગુજરાત આવી રહી છે. કેન્દ્ર સરકારની NCDCના ડાયરેક્ટર સહિતની ટીમ ગુજરાત આવશે. અને આ માટેની જવાબદારી ડો. એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. આ ટીમ ગુજરાત આવીને ગુજરાત સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી આગામી પગલાંઓ અંગે વાટાઘાટો કરશે. આમ…
ગુજરાત માં આગામી 23 મી નવેમ્બરે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર મક્કમ છે ત્યારે શાળા સંચાલકો અને તબીબો ના મતે શાળા ખુલવાથી કોરોના વકરવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે એટલું જ નહી પણ 90 ટકા વાલીઓ પોતાના બાળક ના જીવ માટે કોઈપણ રિસ્ક લેવા તૈયાર નથી,કારણ કે જ્યારે કોરોના થોડો કાબુ હેઠળ હતો ત્યાં સુધી બધું બરાબર હતું પણ હાલ રાજ્ય માં સરેરાશ એક હજાર કેસ નોંધાઇ રહ્યા છે,દિવાળી અને ચુંટણીઓ પુરી થતાંજ કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે ત્યારે શાળા ખુલે તો સંક્રમણ વધતા બાળકો ના જીવ ને જોખમ ઉભું થઈ શકે છે અને કોરોના થી સંક્રમિત બાળકો ને…
ગુજરાત માં હવે સવાર ના સમયે ઠંડી નો ચમકારો અનુભવાઇ રહ્યો છે લોકો વહેલી સવારે જોગિંગ કરવા નીકળી રહ્યા છે , બજાર માં શિયાળા માં હેલ્ધી થવા માટે આરોગવામાં આવતા વસાણા આવી ગયા છે, મેથીના લાડુ, ગુંદર કાજુ-બદામ ના અળળીયા વગરે ઘરો માં બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે આ બધા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ડિસેમ્બર સુધીમાં હાડ થીજવતી ઠંડી પડશે 4 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી સુધી પારો ગગડી શકવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનો પારો ગગડ્યો છે અને તેની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. જેના કારણે હવામાને આગાહી કરી…
અમદાવાદ માં એક સમય ના કુખ્યાત લતીફ ના સાવરીત રહી ચૂકેલો મોહમ્મદ ફાઇટર પેરોલ ઉપર છૂટ્યા બાદ ભાગી છૂટતા પાછો પોલીસે તેને પકડી જેલ માં પુરી દીધો છે, મોહમદ ફાઇટર લતીફ ગેંગ દ્વારા કરાયેલા રાધિકા જીમખાના હત્યાકાંડ સહિત પૂર્વ સાંસદ રાઉફ વલી ઉલ્લાહની હત્યામાં પણ સામેલ હોવાનું બહાર આવતા તેને આ કેસ માં આજીવન કારાવાસની સજા થઈ છે. આ ઇસમે વિવાદાસ્પદ ઢાંચા તૂટવાની ઘટના બાદ ફાટી નીકળેલા તોફાનો વખતે પણ અમદાવાદમાં રમખાણો માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી. દરમિયાન ફાઇટરને જેલમાંથી પેરોલ રજા મળી હતી, પરંતુ તે પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હોય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો.…
ગુજરાત માં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને અમદાવાદ સહિત ના મોટા શહેરો માં કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોરોના પહોંચી ગયો છે. જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ જજ નો રીપોર્ટ કોરોના પોઝીટિવ આવ્યો છે. જેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ, જસ્ટિસ જી.આર.ઉધવાણીનો સમાવેશ થાય છે, આ ત્રણ જજ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર પણ ફરી વિચારણા થઇ રહી છે. નોંધનીય છે કે અગાઉ પણ હાઇકોર્ટમાં સ્ટાફ સંક્રમિત થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1281 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે…
વડોદરા શહેરમાં આવેલી SSG હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલના સુરક્ષાકર્મીઓ ગરીબો ઉપર દાદાગીરી કરતા હોવાની વાત સામે આવી છે જેમાં સુરક્ષાકર્મીઓ દર્દીના સંબંધીને જાહેર માં ફટકારતા હોવાની વાત સામે આવતા લોકો માં ભારે રોષ ફેલાયો છે પોતાના આપ્તજન ને સુરક્ષાકર્મી ના માર થી બચાવવા એક મહિલા તેને છોડી મુકવા હેવાન બનેલા સુરક્ષા કર્મી ને આજીજી કરી રહી હતી છતાં તેણે મારવાનું ચાલુ રાખ્યું હતું.એક અસહાય ગરીબ ઉપર મર્દાનગી દેખડનાર આ ગાર્ડ ને લોકો બાયલો કહી ગાળો દઈ રહયા હોવાની વાત ચર્ચાઈ રહી છે. બીજી તરફ મહિલા સુરક્ષાકર્મીઓને સામે આજીજી કરતી રહી. જો કે તેમ છતાં સુરક્ષાકર્મીઓએ…
આજે લાભ પાંચમ ના શુભ દીને ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ વિધાનસભા સંકુલના ચોથા માળે યોજાશે. આ કાર્યક્રમ માં વિજેતા ધારાસભ્યો સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેનાર છે. ગુજરાતની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપ ના 8 નવા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. ભાજપના સૂત્રો એ જણાવ્યું કે કોરોના ની વકરેલી સ્થિતિ ને કારણે શપથ ગ્રહણ સમારોહમાં મર્યાદિત સભ્ય જ ઉપસ્થિત રહેશે. આજે ભાજપ છાવણી માં ઉત્સાહ જણાઈ રહ્યો છે.