ગુજરાત ના જવાન ના રહસ્યમય મોત ને જાણે મજાક બનાવી દેવામાં આવ્યું છે અને તંત્ર અને પોલીસ બન્ને આ બેદરકારી માં જવાબદાર છે. કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો અજિતસિંહ પરમારનો પાર્થિવદેહ અમદાવાદ પહોંચ્યો ત્યારે અમદાવાદ કરણીસેનાએ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે રવિવારે મધ્યપ્રદેશના રતલામ નજીક રેલવે સ્ટેશન પરથી અજિતસિંહ નો મૃતદેહ મળી આવ્યો હતો,તેઓ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં 13 નવેમ્બરે દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી આવવા રવાના થયા હતા અને છેલ્લે તેજ રાતે 11 વાગ્યે અજિતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે…
કવિ: Halima shaikh
ગુજરાત માં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં માત્ર અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ કેસો નોંધાતા સ્થિતિ કફોડી બની છે, સિવિલ હોસ્પિટલ માં પણ દર્દીઓ વધી રહ્યા છે હવે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે પણ એમ્બ્યુલન્સ સતત દોડતી રહે છે. ગતરોજ 17 નવેમ્બરની રાત સુધીમાં સોલા સિવિલમાં 81 કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સોલા સિવિલના નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી સોલા સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ બેડ ભરાઈ ગયા છે. આઇ.સી.યુમાં હવે એક પણ બેડ ખાલી રહ્યા નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા ખાસ એક ફ્લોર…
ગુજરાત માં ચૂંટણી અને દિવાળી બાદ કોરોનાના કેસ માં ઝડપ થી વધારો થઈ ગયો છે. વિતેલા 24 કલાક માં કોરોના ના કુલ 1125 પોઝિટિવ કેસ સામે આવતા હવે કુલ કેસોની સંખ્યા વધીને 1,90,361એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓ ના મોત થતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3815એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં 47,328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં પોઝીટિવ કેસ માં વધારો જોવા મળ્યો હતો. રાજ્ય માં કોરોના ના દર્દીઓ ની સ્થિતિ આ મુજબ જણાઈ છે જેમાં અમદાવાદ 218, સુરત 158, વડોદરા 96, મહેસાણા 60, રાજકોટ કોર્પોરેશન 55, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર…
રાજ્યમાં દિવાળી અને નવા વર્ષ નો તહેવાર હોવાથી મોટી સંખ્યા માં લોકો પોતાના પ્રાઇવેટ વાહનો માં સગા સબંધીઓ ના ઘરે અને પ્રવાસ માં જઈ રહયા હોય રોડ ઉપર વાહનો ની સંખ્યા વધી છે અને અકસ્માત ના બનાવો પણ વધ્યા છે. આજે વહેલી સવારે વડોદરા પાસે અકસ્માતમાં 10 લોકોના મોત થયા ની ઘટના વચ્ચે વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામ નજીક બેફામ ગતિ થી આવતી કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યું થયા હતા. ઘટના અંગેની સ્થળ ઉપર થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરથી લખતર જવાના રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર…
વડોદરા નેશનલ હાઇવે ઉપર સર્જાયેલી અકસ્માત ની ઘટના માં 10 વ્યક્તિઓ ના કરૂણ મોત થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ટ્વીટ કરી મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. વડોદરા હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં શરૂઆત માં.9 વ્યક્તિઓ ના મોત થયા બાદ એક વધુ નું મોત થતા મૃત્યુઆંક 10 ઉપર પહોંચ્યો છે. આ ઘટનામાં 15 લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 10…
કોરોના ના કેસ સર્વત્ર વધી રહ્યા છે ત્યારે દિવાળી બાદ ઉત્તર ગુજરાતમાં પણ કોરોના પોઝીટિવ કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે આવા દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા તજવીજ શરૂ થઈ છે. ગાંધીનગર સિવિલના સત્તાધિશોએ ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે ખાલી બેડ ફાળવવા સંમતિ આપી છે. વિગતો મુજબ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 90 કરતાં વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. વાત કરીએ તો હાલ મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 45, સાબરકાંઠામાં 19, બનાસકાંઠામાં 16, ગાંધીનગરમાં 17 અને અરવલ્લી જિલ્લામાં 04 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં દિવાળી પહેલાં કોરોના સંક્રમણમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં નવા વોર્ડ શરુ કરવામાં આવ્યાં હતાં.…
દિલ્હીમાં કોરોના કાળ બનીને ત્રાટકતા માત્ર 24 કલાક માજ 99 લોકો ના મોત થતા ભારે દોડધામ મચી છે અને કોરોના ને કાબુ માં લેવા માટે એકશન પ્લાન ઘડી ત્વરિત પગલાં ભરવામાં આવ્યા છે, દિલ્હી માં કોરોના ની ગંભીર સ્થિતિ ને ધ્યાને લઇ પેરામિલિટ્રી ફોર્સના 75 ડોકટર્સ અને 250 પેરામેડિકલ સ્ટાફ ની જાયન્ટ ટીમ કામે લાગી છે. તે તમામ CAPF, RAF તેમજ અન્ય પેરામિલિટ્રી ફોર્સની અનુભવી ટીમ છે. તેમને ગૃહમંત્રી અમિત શાહે વિશેષ રીતે દિલ્હીમાં કોરોના દર્દીઓના ઈલાજ માટે તેઓ ને તાત્કાલીક રવાના કર્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. આ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ આસામ, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના…
દિવાળી અને નવા વર્ષ ના દિવસો માં સર્વત્ર ખુશીનો માહોલ છે ત્યારે વડોદરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થતા નવ જિંદગી હોમાઈ ગઈ છે, આ ઘટના ને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. વિગતો મુજબ વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઈથી અમદાવાદ તરફ જતાં વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર વહેલી સવારે 4 વાગે ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત 15 લોકો ને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારી ઘટના માં 9 લોકોના મોત થયા છે. અકસ્માત નો બનાવ વહેલી સવારે 4 વાગે બનતા સમગ્ર હાઈવે પર ટ્રાફિમ જામની સ્થિતિ ઉભી થઈ હતી.…
ભારત અને ચાઈના બોર્ડર ઉપર બંને પક્ષે હાલ વાતાવરણ તંગ છે ત્યારે ચીન દ્વારા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ને જણાવાયુ છે કે લદાખ સરહદે ભારતીય સેના દ્વારા બે ટેકરીઓ ઉપર કબ્જો કરવામાં આવ્યો હતો પણ ચીની સેના એ માઇક્રોવેવ હથિયારો નો ઉપર કરી ભારતીય સેના ના જવાનો ને તે ટેકરીઓ ઉપર થી હઠાવી દીધા હતા અને ચીને ફરી તે ટેકરીઓ ઉપર કબ્જો કરી લીધો છે. માઈક્રોવેવ ઈલેક્ટ્રો મેગ્નેટિક રેડિએશનનું એક સ્વરૂપ છે. તેનો ઉપયોગ ભોજન બનાવવા અને રડાર સિસ્ટમમાં કરવામાં આવે છે. માનવામાં આવે છે કે માઈક્રોવેવ શરીરના ભાગોને ગરમ કરી શકે છે. કાન મારફતે માથામાં એક શોકવેવનું સર્જન કરે છે. આ…
રાજ્ય માં ઇલેક્શન અને દિવાળી બાદ કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને અમદાવાદ ,રાજકોટ બાદ વડોદરા માં પણ કોરોના ના દર્દીઓ વધી જતાં કોરોના સંક્રમણ અહીં પણ ફેલાયું હોવાનું જણાય રહ્યુ છે. વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 97 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક 16, 645 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. વડોદરામાં હાલ 1198 એક્ટિવ કેસ પૈકી 164 દર્દી ઓક્સિજન પર અને 62 દર્દી વેન્ટિલેટર પર છે અને 972 દર્દીની હાલત સ્થિર જણાવાઈ રહી છે. વડોદરા જિલ્લામાંમાં સૌથી વધુ 4907 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં…