ગુજરાત રાજ્ય ની ખાલી પડેલી વિધાનસભા ની 8 બેઠકોની પેટાચૂંટણી માં ભાજપે તમામ 8 બેઠક પર જીતી લીધા બાદ તમામ વિજેતા ધારાસભ્યો લાભ પાંચમ એટલે કે 19 નવેમ્બરના રોજ ધારાસભ્યપદના શપથ લેશે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 બેઠક પર પહોંચી જશે આ પેટા ચૂંટણી દરમિયાન આઠ બેઠકો ઉપર ભાજપને 55 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા જ મત મળ્યા હતા. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મત નોટામાં પડ્યા હતા આ 8 ધારાસભ્યોએ શપથ લીધા બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપના 111, કૉંગ્રેસના 65, બીટીપીના 2, એનસીપીના 1, અપક્ષ…
કવિ: Halima shaikh
આખરે દેશ ની પ્રાઇવેટ ટ્રેન ને મંદી નું ગ્રહણ લાગ્યુ છે અને અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન 24 નવેમ્બરથી બંધ થઇ જશે. દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ તેજસને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. દિલ્હીથી લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન 23 નવેમ્બરથી બંધ થશે અને અમદાવાદ-મુંબઇ વચ્ચેની તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બરથી બંધ થશે. આ બંને રૂટ પર દોડતી રેલવેની અન્ય ટ્રેનોમાં યાત્રીની સંખ્યાની સમીક્ષા કર્યા બાદ IRCTC તેજસને ફરીથી ચલાવવા અંગે નિર્ણય લેશે. આ ટ્રેનમાં કુલ 736 સીટ…
વડોદરા માં કોરોના ની સ્થિતિ વકરી છે ત્યારે ગોત્રી કોવિડ હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર સ્ટાફે દર્દીઓ સાથે જ દિવાળી અને નવું વર્ષ મનાવ્યું હતું. ગોત્રી હોસ્પિટલમાં તો કોરોના વોર્ડને બલૂન તેમજ લાઇટિંગ કરીને સજાવાયો હતો અને દર્દીઓ ને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સામાન્ય રીતે દિવાળી દરમિયાન મેડિકલ સ્ટાફને 15 દિવસનું વેકેશન આપવામાં આવતું હોય છે, પરંતુ, વેકેશન રદ્દ થતા ગોત્રી હોસ્પિટલમાં 142 જેટલા કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ તેમજ 80 રેસિડેન્ટ ડૉક્ટર્સ ફરજ પર હાજર રહીને કોરોના દર્દીઓની સેવા કરી કોરોના વોરિયર્સ તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ કોરોના કાળ…
કાશ્મીર માં સક્રિય થયેલા નવુ ગ્રુપ તિરંગા ને માનતું નથી અને તિરંગો ફરકાવવા ની વિરુદ્ધ માં છે અને તેઓ દેશ વિરોધી વાણી વિલાસ કરી રહ્યા છે ત્યારે અમિત શાહે એક પછી એક ટ્વિટ કરીને આ જૂથના નેતાઓ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું, ગુપકાર ગેંગ ગ્લોબલ બની રહી છે, તેઓ ઇચ્છે છે કે વિદેશી તાકાત જમ્મુ-કાશ્મીરમાં દખલ કરે, ગુપકાર ગેંગ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે, શું સોનિયાજી અને રાહુલજી આ જૂથના આવા પગલાંને આવકારે છે? તેઓએ પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવું જોઈએ. અમિત શાહે કહ્યું કે જમ્મૂ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા અભિન્ન અંગ રહેશે.…
દિલ્હી માં ફરી એકવાર લોકડાઉન જેવા જ નિયમો આવી ગયા છે અને છૂટછાટો પાછી ખેંચવામાં આવી છે ત્યારે હવે ગુજરાત માં પણ મોટા શહેરો માં આ પ્રકારની સ્થિતિ ની સંભાવના જણાઈ રહી છે,હાલ દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ની સંખ્યા 50 ટકાથી વધી છે, તેમાંય હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓ એટલે કે સીરીયસ દર્દીઓ ની સંખ્યામાં વધારો થયો છે. હાલ દિવાળી ના બીજા દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા સાથેજ નવા 226 નવા કેસ આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું છે પરિણામે કોરોના નો વ્યાપ વધતા ફરી એકવાર કોરોના સામે સામૂહિક જંગ…
દુનિયામાં કોરોના નો બીજો અને ત્રીજો તબક્કો શરૂ થતાં વિકસિત દેશો પણ કોરોના સામે લાચાર થઈ ગયા છે અને કોઈ રસી કામ લાગતી નથી અને માત્ર માસ્ક એકજ વેકશીન હોવાનું જણાય રહ્યું છે ત્યારે ભારત ની રાજધાની દિલ્હી પણ કોરોના ના ચક્કર માં ફરી એકવાર ફસાઈ ગયુ છે અને કોરોના નું કાળ ચક્ર ફરી વળ્યુ છે અહીં છેલ્લા 24 કલાકમાં કોરોના ના ચેપગ્રસ્ત 99 લોકો ના મોત થઇ જતા ભારે ગભરાટ ફેલાઈ ગયો છે, જે મહારાષ્ટ્રથી પણ આગળ નીકળી જતા સરકાર માં દોડધામ મચી છે. દિલ્હીમાં દર એક કલાકે ચાર લોકોનું મોત થઈ રહયા છે. નવેમ્બરમાં જ કોરોનાથી દિલ્હીમાં અત્યાર…
મધ્યપ્રદેશ સહિત દેશમાં વધી ગયેલી લવ-જેહાદ ની ઘટનાઓ ઉપર અંકુશ લગાવવા માટે સરકાર હવે આ માટે કાયદો બનાવશે, આ માટે સરકાર હવે ધર્મ સ્વતંત્ર કાયદો બનાવશે. આગામી વિધાનસભા સત્રમાં આ કાયદો લાવવામાં આવશે. કાયદો લાવ્યા બાદ બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે અને 5 વર્ષની કડક સજા આપવામાં આવશે. લવ-જેહાદ માટે બની રહેલા આ કાયદા હેઠળ બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરી શકાશે અને 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવશે. લવ-જેહાદ જેવા મામલે સાથ આપનારી વ્યક્તિને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેને ગુનેગાર ગણાવતા મુખ્ય આરોપીની જેમ જ સજા આપવામાં આવશે. લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવનારને સજા આપવાની…
વડોદરા જિલ્લા માં કહેવાતા પ્રેમ માં અંધ બનેલી સગીરા સાથે વારંવાર શરીર સબંધ બાંધી પ્રેમી ફરી જતા સગીરા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.વિગતો મુજબ વડોદરા જિલ્લા માં ડભોઇ રેલવે સ્ટેશન સામે આવેલા દેસાઇ યાર્ડ રહેતો સોહિલ લતિફખાન પઠાણે હિન્દુ પરિવારની સગીરા ને પ્રેમજાળ માં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો. સોહિલ પઠાણ સગીરાને લગ્નની લાલચ આપીને નશાબંધી વિભાગના ખંડેર થઇ ગયેલા મકાનમાં બોલાવતો હતો. અને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતો હતો તેમ સગીરા એ જણાવ્યું હતુ. સગીરાએ બાદ માં આ અંગે પરિવારને જાણ કરતા સગીરા ના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં જઇ સોહિલ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ…
દુનિયા હાઈટેક યુગ માં પ્રવેશી ચુકી હોવાછતાં ભારત માં હજુપણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે ઉત્તરપ્રદેશના કાનપુરમાં બનેલી એક અત્યંત ખૌફનાખ ઘટના માં સંતાન સુખ મેળવવા તાંત્રિક વિધિ કરવા બે નર પિચશો એ રાત્રે માત્ર છ વર્ષ ની માસૂમ બાળકી ઉપર વારાફરતી પાશવી બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી અને નર પિચશો એ અત્યંત ઘાતકી રીતે બાળકી ના મૃતદેહ માંથી કાળજું અને ફેફસા પણ કાઢી લઈ પોતાના કાકા અને કાકી ને આપતા તેઓ બાળકી નું કાળજું ખાઈ ગયા હતા. પોલીસે આ ઘટના માં કાળજું ખાનારા દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. બાળકીની હત્યા કાળા…
દેશ અને ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસો ને લઈ લઇને આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ટાઉન અને શહેરો માં તમામ સોસાયટીના પ્રમુખોને સોસાયટી માં સ્વૈચ્છીક લોકડાઉન નો અમલ કરાવવા અંગે અપીલ કરી છે અને સરકાર ગાઇડ લાઇન નો અમલ કરાવવા અનુરોધ કર્યો છે.રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ તમામ સોસાયટી પ્રમુખોને સ્વૈચ્છીક લોકડાઉન પાળવા જણાવ્યું છે. કાનાણીએ સોસાયટી પ્રમુખોને સરકારી આદેશોનું પાલન કરવા પણ કહ્યું છે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરતાં સોસાયટી ચેરમેન અને સેક્રેટરી-મંત્રીને અપીલ કરી કે બહારથી આવતા સગાસંબંધી, મિત્રોને કામ વગર આવવાની ના પાડવા સહિત વિદેશથી સોસાયટીમાં કોઇ આવ્યું હોય તો…