દુનિયા સહિત ભારત માં કોરોના ના કેસો વધી રહ્યા છે અને પ્રાથમિક તબક્કા માં માસ્ક એકજ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે અને હજુસુધી કોરોના માટે કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી ત્યારે ભારત સતત સસ્તી રસી તૈયાર કરવાના પ્રયાસ માં લાગેલું છે તેવે સમયે ગુજરાત માં પણ કોરોના ના દર્દીઓ ઉપર ત્રીજા તબક્કા માં રસી નો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની સિવિલ અને સોલા હોસ્પિટલમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે ,ભારત દુનિયાની સૌથી સસ્તી રસી તૈયાર કરવા રાતદિવસ મહેનત કરી રહ્યું છે અને આ માટે ભારતની 22 હોસ્પિટલમાં કોરોનાની રસીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. હૈદરાબાદની ભારત…
કવિ: Halima shaikh
ગુજરાત માં દિવાળી ના આગલા દિવસ થી બે ત્રણ દિવસ ઠંડી પડ્યા બાદ એકાએક ફરી ગરમી જેવો બે ઋતુ નો અનુભવ થયા બાદ હવે જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા શરુ થઈ જતા હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં હવે કકડતી ઠંડી પડશે તેમ હવામાન વિભાગ નું કહેવું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થવાની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં…
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી હવે દિવાળી વેકેશન બાદ હવે પછી ના તબક્કામાં 60થી વધુ અધિકારીઓની સામૂહિક બદલીઓ નો દૌર શરૂ થનાર છે. જેમાં જુદાજુદા વિભાગોના વડા, જિલ્લા કલેક્ટરો, DDO, મ્યુનિસિપલ કમિશનરો અને બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ની બદલીઓ માટે નો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે. આ બદલીઓ સાથે નવ IAS ઓફિસરોની બઢતીની ફાઇલ પણ ક્લિયર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિગતો મુજબ નવ જેટલા IAS ઓફિસરોના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી તરફથી પ્રમોશનને લગતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ ઓફિસરો 2005ની બેચના ગુજરાત કેડરના IAS હોવાની વાત છે. આ નવ ઓફિસરો પૈકી બે ઓફિસરો ગુજરાત વહીવટી…
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનાં ભાજપ ના સાંસદ રીટા બહુગુણા જોશીની છ વર્ષીય પૌત્રીનું દિવાળી ની રાત્રે ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સારવાર દરમ્યાન આજે વહેલી સવારે મૃત્યુ થયું હતુ. ફટાકડા ફોડતી વખતે કપડાં માં આગ લગતા માસૂમ કિયા એ બુમાબુમ કરી મૂકી હતી પણ ઘરના સદસ્યો ને એમ હતું કે બાળકો મસ્તી કરતા હશે પણ જ્યારે ઘર ના સદસ્ય ની નજર પડી ત્યાં સુધી કિયા આખા શરીરે ગંભીર પૂર્વક દાઝી ચુકી હતી. જેને અહીં ની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ પ્રયાગરાજમાં કિયાની હાલત વધુ ખરાબ થતા તેને વધુ સારવાર માટે દિલ્હી ની એઇમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીંના ડોકટરોએ તેને બચાવવા…
આજકાલ માનવી નું ક્યારે નિધન થઈ જાય તે નક્કી હોતું નથી અગાઉ વૃધ્ધા વસ્થા આવ્યા બાદ માનવી લાંબા સમય સુધી પથારી વશ રહ્યા બાદ મૃત્યુ થતું હતું પણ હવે એવા કિસ્સા ખુબજ ઓછા જોવા મળે છે અને ગમેત્યારે નિધન થઈ જાય છે એવી જ એક ઘટના માં બૈતુલના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ કોષાઅધ્યક્ષ વિનોદ ડાગા અહીંના જૈન દાદાવાડીસ્થિત મંદિરમાં પૂજા કરવા ગયા અને નિત્યક્રમ મુજબ ભગવાન પાર્શ્વનાથની પૂજા અને પરિક્રમા કરી પણજેવી પૂજા સમાપ્ત થઈ અને તેમણે દાદા ગુરુદેવનાં ચરણોમાં માથું ટેકવ્યું અને તેજ સમયે ગણતરીની સેકન્ડોમાં જ તેમનું નિધન થયુ ગયું હતું આ આખી ઘટના મંદિર માં…
દિવાળી અને નૂતન વર્ષ ના પ્રારંભે દેશ માં આતંકી હુમલા ના મળેલા ઇનપુટ વચ્ચે દિલ્હીમાં મોટા આતંકી હુમલા નું કાવતરું દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નિષ્ફળ બનાવી બે આતંકીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાની વિગતો બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે. ઝડપાયેલા આતંકીઓ દિલ્હીમાં મોટા પાયે બ્લાસ્ટ અને ફાયરિંગ કરી તબાહી મચાવવાનો મનસૂબો ધરાવતા હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસ ને જાણકારી મળી ચુકી હતી કે આતંકીઓ દિલ્હી માં કઈક મોટુ કરવાની ફિરાક માં છે અને તે ઈનપુટ મળતા આતંકીને પકડવા માટે ટ્રેપિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે રાતે 10.15 વાગે જૈશ-એ-મોહમ્મદના બંને આંતકીની…
દિવાળી ઉપર મહિલાઓ માટે સરકારે મહત્વ નો નિર્ણય અમલ માં મુક્યો છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફલેટની કિંમત મુજબની સ્ટેમ્પ ડયૂટી ભરી જે દસ્તાવેજો થતા હતા તેને બદલે હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરીને આવા પ્રથમ મહિલાના નામની મિલકતના દસ્તાવેજો કરી આપવાનો નિર્ણય કર્યો છે રાજ્યભરમાં મનપા તથા અર્બન ડેવ. ઓથોરિટી દ્વારા હાલ ઠેરઠેર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજ્જારો આવાસો બનાવવામાં આવી રહ્યાં છે અને દરેક આવાસદીઠ રાજ્ય સરકાર 2.67 લાખની સબસિડી પણ આપે છે. હવે મહિલાના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં પણ સરકારે મોટી રાહત આપી છે હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરવા નો નિયમ અમલ માં મુક્યો છે. રાજ્ય…
રાજ્ય માં કોરોના નો જાણે બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ કોરોના કેસમાં અચાનક વધારો થતાં સરકારે આ વાત ને ગંભીરતા થી લઇ કોરોના ને કાબુમાં લેવા માટે અમદાવાદ સ્થિત અસારવા સિવિલ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ ખાતે આવી પહોંચ્યા છે. નીતિન પટેલ સિવિલની મુલાકાત લેશે અને હોસ્પિટલના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરનાર છે જેમાં કોરોના ને કાબુ માં લેવા માટે ચર્ચા અને એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવનાર છે. દિવાળીના તહેવારો શરૂ થવાની સાથે જ અમદાવાદમાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. લોકો મોટી સંખ્યામાં બજારોમાં તેમજ અન્ય સ્થળો પર ખરીદી…
દેશભરમાં દિવાળી અને નૂતનવર્ષ ની ઉજવણી નો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના ની ગાઈડલાઈન મુજબ ભાવિકો મંદિરોમાં દર્શન નો લાભ પણ લઈ રહ્યા છે ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવા વર્ષને લઇને અમદાવાદ માં શ્રી ભદ્રકાળી મંદિર ખાતે દર્શન કર્યાં હતા. સીએમ રુપાણી માં ના દરવર્ષે આર્શિવાદ મેળવે છે અને તેઓ એ માતાજી ના દર્શન કરી જનતા ની સુખાકારી અંગે માં ભદ્રકાળી માતા પાસે પ્રાર્થના કરી હતી. માતાજી પાસે રાજ્યમાં સુખ-સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના કરી છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર સહિત ના મંદિરો માં દર્શનાર્થીઓની સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે. કોરોના સંકટમાં લોકો સામાજિક અંતર જાળવી…
ભાજપના સુરત શહેર ઉપપ્રમુખ શર્માજી એ આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઇ છે. નિવૃત IT અધિકારી પીવીએસ શર્માએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. શર્મા ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પણ છે. ઉમરામાં ગઈ કાલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શર્માએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ શર્માને અઠવાગેટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શર્માની હાલત ગંભીર છે. નોંધનીય છે કે શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ અગાઉ ITએ રેડ પાડી હતી અને ત્યારબાદ તપાસ ચાલુ હતી.