બિહાર માં નીતીશ કુમાર આજે સાંજે 4.30 વાગ્યે રાજભવનમાં7મી વખત મુખ્યમંત્રીપદના શપથ લેનાર છે ત્યારે રાજકીય ઉત્સવ નો માહોલ છે. સાથેજ ભાજપ અને JDU જૂથમાંથી 9 ધારાસભ્ય સહિત 11 લોકો મંત્રીપદના શપથ લઈ શકે છે.આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. શપથ લેનારમાં બીજા નંબર પર તારકિશોરનું પ્રસાદનું નામ હોવાનું મનાઈ રહ્યું છે
કવિ: Halima shaikh
આજથી નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત સાથેજ દેશ સહિત ગુજરાત માં પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી થઇ રહી છે. નવા વર્ષને લોકો એકબીજાને ફોન , રૂબરૂ ઉત્સાહભેર વિશ કરી રહ્યાં છે અને મંદિરોમાં પણ દર્શન માટે ઉમટી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની ખુબખુબ શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સૌ દેશના સૌ બહેનો-ભાઈઓને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી અને સર્વેને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય તેવી અંતરની મનોકામનાઓ વ્યક્ત કરી હતી. આમ આજનો દિવસ પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યો છે.
એક અત્યંત રહસ્યમય ઘટના માં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહેતા અને બિહાર રેજીમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમાર નું ટ્રેન મુસાફરી દરમિયાન રહસ્યમય મોત થઇ ગયું છે. મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પાસેથી અજીતસિંહ નો મૃતદેહ મળી આવ્યો છે. નોંધનીય છે કે અજીતસિંહ ઘરે આવવા નીકળ્યા હતા અને ટ્રેન માં મુસાફરી જ છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા. આથી આ અંગે તેમના પરિવારજન યશપાલસિંહ બારડે રેલવે મંત્રી પિયુષ ગોયલને ટ્વીટ કર્યું હતું કે અજીતસિંહ પરમાર દિલ્હી-બરોડા રાજધાની ટ્રેન નં, 02952માંથી ગુમ થઈ ગયા છે. અજીતસિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા. અજીતસિંહનું મૃત્યુ કંઈ…
આખરે આજે બિહારમાં નવા મુખ્યમંત્રી નક્કી થઈ ગયા હોવાના અહેવાલ છે. આજે ચાલેલી બેઠકો ના દૌર માં NDAની બેઠકમાં નીતિશ કુમારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. દરમ્યાન સોમવારે તે રાજભવનમાં સાંજે 4 વાગ્યે 7મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. NDAની બેઠક પહેલા JDUની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં સુપરવાઈઝર તરીકે રાજનાથ સિંહ, બિહારના ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યાં.ડેપ્યુટી સીએમ અંગે હાલ દાવપેચ ફસાયેલો છે. તો આ તરફ નીતિશે બેઠક પછી રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે.નીતિશ કુમાર મુખ્યમંત્રી, સુશીલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રી…
સુરત ના પાંડેસરા વિસ્તારમાં દિવાળી ની રાત્રે મિત્રો સાથે ડીજે ઉપર ડાન્સ કરી રહેલા યુવકે મિત્રો ને ઈંપ્રેસ કરવા પોતાના મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. પરિણામે તે બેભાન થઈ જતા મહોલ્લામાં ભારે હોબાળો મચી ગયો હતો અને બેભાન થઇ ગયેલા યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારનો પિન્ટુ નરેશભાઈ જાદવ(ઉ.વ.28) નામનો યુવાન પોતાના ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દરમ્યાન દિવાળી હોવાથી તેનો સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર મહોલ્લા વાસીઓ પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ…
બિહાર માટે રાજ્કીય દ્રષ્ટિએ આજનો દિવસ મહત્વ નો બની રહેશે આજે સવારે બિહાર ના પટના માં 10.30 ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક ઉપરાંત 12 :30 વાગ્યે પણ બીજી બેઠક છે આ બેઠકમાં રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ બેઠકમાં એ પણ નક્કી થશે કે ડેપ્યુટી સીએમ કોણ બનશે. અહીં પાર્ટીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ સુશીલ મોદી સાથે પણ ચર્ચા ચાલી રહી છે.ભાજપના ધારાસભ્યોની બેઠક પછી તરત જ બપોરે 12.30 વાગ્યે એનડીએના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક છે. જેમાં ભાજપ, જેડીયુ, વીઆઇપી અને હમના ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં એનડીએના તમામ 125 ધારાસભ્યોને બોલાવાયા છે. 13 નવેમ્બરના રોજ, સરકારની રચના અંગે…
હાલ હવામાન વિભાગ દ્વારા કકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી હોય લોકો સ્વેટર ખરીદવા કે કબાટ માંથી કાઢવા વિચારી રહ્યા હતા ત્યાંજ નવસારી માં અચાનક વરસાદ ચાલુ થઈ જતા રેઇન કોટ પહેરી બહાર જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી વિગતો મુજબ નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને ઝરમર વરસાદ ચાલુ થયો હતો વરસાદી માહોલ વચ્ચે દિવાળીના દિવસે બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર બેસીને ફટાકડા કે દિવાળી ની ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ માં દોડધામ મચી હતી અને વસ્તુઓ વરસાદ માં પલળી જાય તો નકામી થઈ જવાનો ડર ઉભો થયો…
એક તરફ કોરોના નું જોર વધ્યું છે તો બીજી તરફ દિવાળી બાદ હવે હાડ થીજવતી ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીમાં વધારો થવાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં હવે આગામી સમયથી ઠંડીમાં વધારો થશે. 18 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ખાસ કરીને નલિયા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 5…
ગુજરાત માં કોરોના ના દર્દીઓ સતત વધી રહ્યા છે અને ગતરોજ માત્ર એકજ રાત માં અમદાવાદમાં એકસાથે 98 કોરોના ના દર્દીઓ ના ઇમરજન્સી કોલ આવતા તંત્ર દોડતું થઈ ગયુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 517 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1882 દર્દીઓ ના કોરોના માં મોત થઈ ચૂક્યા છે. દિવાળી ના તહેવારો દરમિયાન લોકો એ આડેધડ માર્કેટ માં ફરી ખરીદી શરૂ કરી દેતા કોરોના નું સંક્રમણ વધી ગયું છે ત્યારે વહીવટ વિભાગ સતત જણાવી રહ્યું છે કે સામેની વ્યક્તિ કોરોના સંક્રમિત જ છે, તેમ સમજીને સાવચેતી રાખી માસ્ક અને સોસિયલ ડિસ્ટનિંગ રાખવા સલાહ અપાઇ રહી છે. અમદાવાદ…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાંસદ અહેમદ પટેલને કોરોના વકરતા તેઓ ને એકાએક દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હોવાની વિગતો સાંપડી છે. અહમદ પટેલ ની તબિયત વધુ લથડતાં ગુજરાતમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગૌરવ પંડયા અને શકિતસિંહ ગોહિલ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમનાં પત્ની ને પણ કોરોના પોઝિટિવ આવતાં તેઓ ને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. અગાઉ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં…