કોરોના ના કેસ સર્વત્ર વધી રહ્યા છે ત્યારે દિવાળી બાદ ઉત્તર ગુજરાતમાં પણ કોરોના પોઝીટિવ કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે આવા દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા તજવીજ શરૂ થઈ છે. ગાંધીનગર સિવિલના સત્તાધિશોએ ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે ખાલી બેડ ફાળવવા સંમતિ આપી છે. વિગતો મુજબ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 90 કરતાં વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. વાત કરીએ તો હાલ મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 45, સાબરકાંઠામાં 19, બનાસકાંઠામાં 16, ગાંધીનગરમાં 17 અને અરવલ્લી જિલ્લામાં 04 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં દિવાળી પહેલાં કોરોના સંક્રમણમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં નવા વોર્ડ શરુ કરવામાં આવ્યાં હતાં.…
કવિ: Halima shaikh
દિલ્હીમાં કોરોના કાળ બનીને ત્રાટકતા માત્ર 24 કલાક માજ 99 લોકો ના મોત થતા ભારે દોડધામ મચી છે અને કોરોના ને કાબુ માં લેવા માટે એકશન પ્લાન ઘડી ત્વરિત પગલાં ભરવામાં આવ્યા છે, દિલ્હી માં કોરોના ની ગંભીર સ્થિતિ ને ધ્યાને લઇ પેરામિલિટ્રી ફોર્સના 75 ડોકટર્સ અને 250 પેરામેડિકલ સ્ટાફ ની જાયન્ટ ટીમ કામે લાગી છે. તે તમામ CAPF, RAF તેમજ અન્ય પેરામિલિટ્રી ફોર્સની અનુભવી ટીમ છે. તેમને ગૃહમંત્રી અમિત શાહે વિશેષ રીતે દિલ્હીમાં કોરોના દર્દીઓના ઈલાજ માટે તેઓ ને તાત્કાલીક રવાના કર્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. આ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ આસામ, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના…
દિવાળી અને નવા વર્ષ ના દિવસો માં સર્વત્ર ખુશીનો માહોલ છે ત્યારે વડોદરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થતા નવ જિંદગી હોમાઈ ગઈ છે, આ ઘટના ને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. વિગતો મુજબ વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઈથી અમદાવાદ તરફ જતાં વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર વહેલી સવારે 4 વાગે ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત 15 લોકો ને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારી ઘટના માં 9 લોકોના મોત થયા છે. અકસ્માત નો બનાવ વહેલી સવારે 4 વાગે બનતા સમગ્ર હાઈવે પર ટ્રાફિમ જામની સ્થિતિ ઉભી થઈ હતી.…
ભારત અને ચાઈના બોર્ડર ઉપર બંને પક્ષે હાલ વાતાવરણ તંગ છે ત્યારે ચીન દ્વારા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ને જણાવાયુ છે કે લદાખ સરહદે ભારતીય સેના દ્વારા બે ટેકરીઓ ઉપર કબ્જો કરવામાં આવ્યો હતો પણ ચીની સેના એ માઇક્રોવેવ હથિયારો નો ઉપર કરી ભારતીય સેના ના જવાનો ને તે ટેકરીઓ ઉપર થી હઠાવી દીધા હતા અને ચીને ફરી તે ટેકરીઓ ઉપર કબ્જો કરી લીધો છે. માઈક્રોવેવ ઈલેક્ટ્રો મેગ્નેટિક રેડિએશનનું એક સ્વરૂપ છે. તેનો ઉપયોગ ભોજન બનાવવા અને રડાર સિસ્ટમમાં કરવામાં આવે છે. માનવામાં આવે છે કે માઈક્રોવેવ શરીરના ભાગોને ગરમ કરી શકે છે. કાન મારફતે માથામાં એક શોકવેવનું સર્જન કરે છે. આ…
રાજ્ય માં ઇલેક્શન અને દિવાળી બાદ કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને અમદાવાદ ,રાજકોટ બાદ વડોદરા માં પણ કોરોના ના દર્દીઓ વધી જતાં કોરોના સંક્રમણ અહીં પણ ફેલાયું હોવાનું જણાય રહ્યુ છે. વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 97 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક 16, 645 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. વડોદરામાં હાલ 1198 એક્ટિવ કેસ પૈકી 164 દર્દી ઓક્સિજન પર અને 62 દર્દી વેન્ટિલેટર પર છે અને 972 દર્દીની હાલત સ્થિર જણાવાઈ રહી છે. વડોદરા જિલ્લામાંમાં સૌથી વધુ 4907 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં…
ગુજરાત રાજ્ય ની ખાલી પડેલી વિધાનસભા ની 8 બેઠકોની પેટાચૂંટણી માં ભાજપે તમામ 8 બેઠક પર જીતી લીધા બાદ તમામ વિજેતા ધારાસભ્યો લાભ પાંચમ એટલે કે 19 નવેમ્બરના રોજ ધારાસભ્યપદના શપથ લેશે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 બેઠક પર પહોંચી જશે આ પેટા ચૂંટણી દરમિયાન આઠ બેઠકો ઉપર ભાજપને 55 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા જ મત મળ્યા હતા. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મત નોટામાં પડ્યા હતા આ 8 ધારાસભ્યોએ શપથ લીધા બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપના 111, કૉંગ્રેસના 65, બીટીપીના 2, એનસીપીના 1, અપક્ષ…
આખરે દેશ ની પ્રાઇવેટ ટ્રેન ને મંદી નું ગ્રહણ લાગ્યુ છે અને અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન 24 નવેમ્બરથી બંધ થઇ જશે. દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ તેજસને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. દિલ્હીથી લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન 23 નવેમ્બરથી બંધ થશે અને અમદાવાદ-મુંબઇ વચ્ચેની તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બરથી બંધ થશે. આ બંને રૂટ પર દોડતી રેલવેની અન્ય ટ્રેનોમાં યાત્રીની સંખ્યાની સમીક્ષા કર્યા બાદ IRCTC તેજસને ફરીથી ચલાવવા અંગે નિર્ણય લેશે. આ ટ્રેનમાં કુલ 736 સીટ…
વડોદરા માં કોરોના ની સ્થિતિ વકરી છે ત્યારે ગોત્રી કોવિડ હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર સ્ટાફે દર્દીઓ સાથે જ દિવાળી અને નવું વર્ષ મનાવ્યું હતું. ગોત્રી હોસ્પિટલમાં તો કોરોના વોર્ડને બલૂન તેમજ લાઇટિંગ કરીને સજાવાયો હતો અને દર્દીઓ ને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સામાન્ય રીતે દિવાળી દરમિયાન મેડિકલ સ્ટાફને 15 દિવસનું વેકેશન આપવામાં આવતું હોય છે, પરંતુ, વેકેશન રદ્દ થતા ગોત્રી હોસ્પિટલમાં 142 જેટલા કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ તેમજ 80 રેસિડેન્ટ ડૉક્ટર્સ ફરજ પર હાજર રહીને કોરોના દર્દીઓની સેવા કરી કોરોના વોરિયર્સ તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ કોરોના કાળ…
કાશ્મીર માં સક્રિય થયેલા નવુ ગ્રુપ તિરંગા ને માનતું નથી અને તિરંગો ફરકાવવા ની વિરુદ્ધ માં છે અને તેઓ દેશ વિરોધી વાણી વિલાસ કરી રહ્યા છે ત્યારે અમિત શાહે એક પછી એક ટ્વિટ કરીને આ જૂથના નેતાઓ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું, ગુપકાર ગેંગ ગ્લોબલ બની રહી છે, તેઓ ઇચ્છે છે કે વિદેશી તાકાત જમ્મુ-કાશ્મીરમાં દખલ કરે, ગુપકાર ગેંગ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે, શું સોનિયાજી અને રાહુલજી આ જૂથના આવા પગલાંને આવકારે છે? તેઓએ પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવું જોઈએ. અમિત શાહે કહ્યું કે જમ્મૂ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા અભિન્ન અંગ રહેશે.…
દિલ્હી માં ફરી એકવાર લોકડાઉન જેવા જ નિયમો આવી ગયા છે અને છૂટછાટો પાછી ખેંચવામાં આવી છે ત્યારે હવે ગુજરાત માં પણ મોટા શહેરો માં આ પ્રકારની સ્થિતિ ની સંભાવના જણાઈ રહી છે,હાલ દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ની સંખ્યા 50 ટકાથી વધી છે, તેમાંય હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓ એટલે કે સીરીયસ દર્દીઓ ની સંખ્યામાં વધારો થયો છે. હાલ દિવાળી ના બીજા દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા સાથેજ નવા 226 નવા કેસ આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું છે પરિણામે કોરોના નો વ્યાપ વધતા ફરી એકવાર કોરોના સામે સામૂહિક જંગ…