દુનિયામાં કોરોના નો બીજો અને ત્રીજો તબક્કો શરૂ થતાં વિકસિત દેશો પણ કોરોના સામે લાચાર થઈ ગયા છે અને કોઈ રસી કામ લાગતી નથી અને માત્ર માસ્ક એકજ વેકશીન હોવાનું જણાય રહ્યું છે ત્યારે ભારત ની રાજધાની દિલ્હી પણ કોરોના ના ચક્કર માં ફરી એકવાર ફસાઈ ગયુ છે અને કોરોના નું કાળ ચક્ર ફરી વળ્યુ છે અહીં છેલ્લા 24 કલાકમાં કોરોના ના ચેપગ્રસ્ત 99 લોકો ના મોત થઇ જતા ભારે ગભરાટ ફેલાઈ ગયો છે, જે મહારાષ્ટ્રથી પણ આગળ નીકળી જતા સરકાર માં દોડધામ મચી છે. દિલ્હીમાં દર એક કલાકે ચાર લોકોનું મોત થઈ રહયા છે. નવેમ્બરમાં જ કોરોનાથી દિલ્હીમાં અત્યાર…
કવિ: Halima shaikh
મધ્યપ્રદેશ સહિત દેશમાં વધી ગયેલી લવ-જેહાદ ની ઘટનાઓ ઉપર અંકુશ લગાવવા માટે સરકાર હવે આ માટે કાયદો બનાવશે, આ માટે સરકાર હવે ધર્મ સ્વતંત્ર કાયદો બનાવશે. આગામી વિધાનસભા સત્રમાં આ કાયદો લાવવામાં આવશે. કાયદો લાવ્યા બાદ બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે અને 5 વર્ષની કડક સજા આપવામાં આવશે. લવ-જેહાદ માટે બની રહેલા આ કાયદા હેઠળ બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરી શકાશે અને 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવશે. લવ-જેહાદ જેવા મામલે સાથ આપનારી વ્યક્તિને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેને ગુનેગાર ગણાવતા મુખ્ય આરોપીની જેમ જ સજા આપવામાં આવશે. લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવનારને સજા આપવાની…
વડોદરા જિલ્લા માં કહેવાતા પ્રેમ માં અંધ બનેલી સગીરા સાથે વારંવાર શરીર સબંધ બાંધી પ્રેમી ફરી જતા સગીરા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.વિગતો મુજબ વડોદરા જિલ્લા માં ડભોઇ રેલવે સ્ટેશન સામે આવેલા દેસાઇ યાર્ડ રહેતો સોહિલ લતિફખાન પઠાણે હિન્દુ પરિવારની સગીરા ને પ્રેમજાળ માં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો. સોહિલ પઠાણ સગીરાને લગ્નની લાલચ આપીને નશાબંધી વિભાગના ખંડેર થઇ ગયેલા મકાનમાં બોલાવતો હતો. અને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતો હતો તેમ સગીરા એ જણાવ્યું હતુ. સગીરાએ બાદ માં આ અંગે પરિવારને જાણ કરતા સગીરા ના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં જઇ સોહિલ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ…
દુનિયા હાઈટેક યુગ માં પ્રવેશી ચુકી હોવાછતાં ભારત માં હજુપણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે ઉત્તરપ્રદેશના કાનપુરમાં બનેલી એક અત્યંત ખૌફનાખ ઘટના માં સંતાન સુખ મેળવવા તાંત્રિક વિધિ કરવા બે નર પિચશો એ રાત્રે માત્ર છ વર્ષ ની માસૂમ બાળકી ઉપર વારાફરતી પાશવી બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી અને નર પિચશો એ અત્યંત ઘાતકી રીતે બાળકી ના મૃતદેહ માંથી કાળજું અને ફેફસા પણ કાઢી લઈ પોતાના કાકા અને કાકી ને આપતા તેઓ બાળકી નું કાળજું ખાઈ ગયા હતા. પોલીસે આ ઘટના માં કાળજું ખાનારા દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. બાળકીની હત્યા કાળા…
દેશ અને ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસો ને લઈ લઇને આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ટાઉન અને શહેરો માં તમામ સોસાયટીના પ્રમુખોને સોસાયટી માં સ્વૈચ્છીક લોકડાઉન નો અમલ કરાવવા અંગે અપીલ કરી છે અને સરકાર ગાઇડ લાઇન નો અમલ કરાવવા અનુરોધ કર્યો છે.રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ તમામ સોસાયટી પ્રમુખોને સ્વૈચ્છીક લોકડાઉન પાળવા જણાવ્યું છે. કાનાણીએ સોસાયટી પ્રમુખોને સરકારી આદેશોનું પાલન કરવા પણ કહ્યું છે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરતાં સોસાયટી ચેરમેન અને સેક્રેટરી-મંત્રીને અપીલ કરી કે બહારથી આવતા સગાસંબંધી, મિત્રોને કામ વગર આવવાની ના પાડવા સહિત વિદેશથી સોસાયટીમાં કોઇ આવ્યું હોય તો…
દુનિયા સહિત ભારત માં કોરોના ના કેસો વધી રહ્યા છે અને પ્રાથમિક તબક્કા માં માસ્ક એકજ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે અને હજુસુધી કોરોના માટે કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી ત્યારે ભારત સતત સસ્તી રસી તૈયાર કરવાના પ્રયાસ માં લાગેલું છે તેવે સમયે ગુજરાત માં પણ કોરોના ના દર્દીઓ ઉપર ત્રીજા તબક્કા માં રસી નો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની સિવિલ અને સોલા હોસ્પિટલમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે ,ભારત દુનિયાની સૌથી સસ્તી રસી તૈયાર કરવા રાતદિવસ મહેનત કરી રહ્યું છે અને આ માટે ભારતની 22 હોસ્પિટલમાં કોરોનાની રસીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. હૈદરાબાદની ભારત…
ગુજરાત માં દિવાળી ના આગલા દિવસ થી બે ત્રણ દિવસ ઠંડી પડ્યા બાદ એકાએક ફરી ગરમી જેવો બે ઋતુ નો અનુભવ થયા બાદ હવે જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા શરુ થઈ જતા હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં હવે કકડતી ઠંડી પડશે તેમ હવામાન વિભાગ નું કહેવું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થવાની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં…
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી હવે દિવાળી વેકેશન બાદ હવે પછી ના તબક્કામાં 60થી વધુ અધિકારીઓની સામૂહિક બદલીઓ નો દૌર શરૂ થનાર છે. જેમાં જુદાજુદા વિભાગોના વડા, જિલ્લા કલેક્ટરો, DDO, મ્યુનિસિપલ કમિશનરો અને બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ની બદલીઓ માટે નો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે. આ બદલીઓ સાથે નવ IAS ઓફિસરોની બઢતીની ફાઇલ પણ ક્લિયર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિગતો મુજબ નવ જેટલા IAS ઓફિસરોના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી તરફથી પ્રમોશનને લગતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ ઓફિસરો 2005ની બેચના ગુજરાત કેડરના IAS હોવાની વાત છે. આ નવ ઓફિસરો પૈકી બે ઓફિસરો ગુજરાત વહીવટી…
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનાં ભાજપ ના સાંસદ રીટા બહુગુણા જોશીની છ વર્ષીય પૌત્રીનું દિવાળી ની રાત્રે ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સારવાર દરમ્યાન આજે વહેલી સવારે મૃત્યુ થયું હતુ. ફટાકડા ફોડતી વખતે કપડાં માં આગ લગતા માસૂમ કિયા એ બુમાબુમ કરી મૂકી હતી પણ ઘરના સદસ્યો ને એમ હતું કે બાળકો મસ્તી કરતા હશે પણ જ્યારે ઘર ના સદસ્ય ની નજર પડી ત્યાં સુધી કિયા આખા શરીરે ગંભીર પૂર્વક દાઝી ચુકી હતી. જેને અહીં ની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ પ્રયાગરાજમાં કિયાની હાલત વધુ ખરાબ થતા તેને વધુ સારવાર માટે દિલ્હી ની એઇમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીંના ડોકટરોએ તેને બચાવવા…
આજકાલ માનવી નું ક્યારે નિધન થઈ જાય તે નક્કી હોતું નથી અગાઉ વૃધ્ધા વસ્થા આવ્યા બાદ માનવી લાંબા સમય સુધી પથારી વશ રહ્યા બાદ મૃત્યુ થતું હતું પણ હવે એવા કિસ્સા ખુબજ ઓછા જોવા મળે છે અને ગમેત્યારે નિધન થઈ જાય છે એવી જ એક ઘટના માં બૈતુલના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ કોષાઅધ્યક્ષ વિનોદ ડાગા અહીંના જૈન દાદાવાડીસ્થિત મંદિરમાં પૂજા કરવા ગયા અને નિત્યક્રમ મુજબ ભગવાન પાર્શ્વનાથની પૂજા અને પરિક્રમા કરી પણજેવી પૂજા સમાપ્ત થઈ અને તેમણે દાદા ગુરુદેવનાં ચરણોમાં માથું ટેકવ્યું અને તેજ સમયે ગણતરીની સેકન્ડોમાં જ તેમનું નિધન થયુ ગયું હતું આ આખી ઘટના મંદિર માં…