દિવાળી અને નૂતન વર્ષ ના પ્રારંભે દેશ માં આતંકી હુમલા ના મળેલા ઇનપુટ વચ્ચે દિલ્હીમાં મોટા આતંકી હુમલા નું કાવતરું દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નિષ્ફળ બનાવી બે આતંકીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાની વિગતો બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે. ઝડપાયેલા આતંકીઓ દિલ્હીમાં મોટા પાયે બ્લાસ્ટ અને ફાયરિંગ કરી તબાહી મચાવવાનો મનસૂબો ધરાવતા હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસ ને જાણકારી મળી ચુકી હતી કે આતંકીઓ દિલ્હી માં કઈક મોટુ કરવાની ફિરાક માં છે અને તે ઈનપુટ મળતા આતંકીને પકડવા માટે ટ્રેપિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે રાતે 10.15 વાગે જૈશ-એ-મોહમ્મદના બંને આંતકીની…
કવિ: Halima shaikh
દિવાળી ઉપર મહિલાઓ માટે સરકારે મહત્વ નો નિર્ણય અમલ માં મુક્યો છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફલેટની કિંમત મુજબની સ્ટેમ્પ ડયૂટી ભરી જે દસ્તાવેજો થતા હતા તેને બદલે હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરીને આવા પ્રથમ મહિલાના નામની મિલકતના દસ્તાવેજો કરી આપવાનો નિર્ણય કર્યો છે રાજ્યભરમાં મનપા તથા અર્બન ડેવ. ઓથોરિટી દ્વારા હાલ ઠેરઠેર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજ્જારો આવાસો બનાવવામાં આવી રહ્યાં છે અને દરેક આવાસદીઠ રાજ્ય સરકાર 2.67 લાખની સબસિડી પણ આપે છે. હવે મહિલાના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં પણ સરકારે મોટી રાહત આપી છે હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરવા નો નિયમ અમલ માં મુક્યો છે. રાજ્ય…
રાજ્ય માં કોરોના નો જાણે બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ કોરોના કેસમાં અચાનક વધારો થતાં સરકારે આ વાત ને ગંભીરતા થી લઇ કોરોના ને કાબુમાં લેવા માટે અમદાવાદ સ્થિત અસારવા સિવિલ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ ખાતે આવી પહોંચ્યા છે. નીતિન પટેલ સિવિલની મુલાકાત લેશે અને હોસ્પિટલના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરનાર છે જેમાં કોરોના ને કાબુ માં લેવા માટે ચર્ચા અને એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવનાર છે. દિવાળીના તહેવારો શરૂ થવાની સાથે જ અમદાવાદમાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. લોકો મોટી સંખ્યામાં બજારોમાં તેમજ અન્ય સ્થળો પર ખરીદી…
દેશભરમાં દિવાળી અને નૂતનવર્ષ ની ઉજવણી નો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના ની ગાઈડલાઈન મુજબ ભાવિકો મંદિરોમાં દર્શન નો લાભ પણ લઈ રહ્યા છે ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવા વર્ષને લઇને અમદાવાદ માં શ્રી ભદ્રકાળી મંદિર ખાતે દર્શન કર્યાં હતા. સીએમ રુપાણી માં ના દરવર્ષે આર્શિવાદ મેળવે છે અને તેઓ એ માતાજી ના દર્શન કરી જનતા ની સુખાકારી અંગે માં ભદ્રકાળી માતા પાસે પ્રાર્થના કરી હતી. માતાજી પાસે રાજ્યમાં સુખ-સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના કરી છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર સહિત ના મંદિરો માં દર્શનાર્થીઓની સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે. કોરોના સંકટમાં લોકો સામાજિક અંતર જાળવી…
ભાજપના સુરત શહેર ઉપપ્રમુખ શર્માજી એ આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઇ છે. નિવૃત IT અધિકારી પીવીએસ શર્માએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. શર્મા ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પણ છે. ઉમરામાં ગઈ કાલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શર્માએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ શર્માને અઠવાગેટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શર્માની હાલત ગંભીર છે. નોંધનીય છે કે શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ અગાઉ ITએ રેડ પાડી હતી અને ત્યારબાદ તપાસ ચાલુ હતી.
બિહાર માં નીતીશ કુમાર આજે સાંજે 4.30 વાગ્યે રાજભવનમાં7મી વખત મુખ્યમંત્રીપદના શપથ લેનાર છે ત્યારે રાજકીય ઉત્સવ નો માહોલ છે. સાથેજ ભાજપ અને JDU જૂથમાંથી 9 ધારાસભ્ય સહિત 11 લોકો મંત્રીપદના શપથ લઈ શકે છે.આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. શપથ લેનારમાં બીજા નંબર પર તારકિશોરનું પ્રસાદનું નામ હોવાનું મનાઈ રહ્યું છે
આજથી નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત સાથેજ દેશ સહિત ગુજરાત માં પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી થઇ રહી છે. નવા વર્ષને લોકો એકબીજાને ફોન , રૂબરૂ ઉત્સાહભેર વિશ કરી રહ્યાં છે અને મંદિરોમાં પણ દર્શન માટે ઉમટી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની ખુબખુબ શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સૌ દેશના સૌ બહેનો-ભાઈઓને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી અને સર્વેને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય તેવી અંતરની મનોકામનાઓ વ્યક્ત કરી હતી. આમ આજનો દિવસ પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યો છે.
એક અત્યંત રહસ્યમય ઘટના માં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહેતા અને બિહાર રેજીમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમાર નું ટ્રેન મુસાફરી દરમિયાન રહસ્યમય મોત થઇ ગયું છે. મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પાસેથી અજીતસિંહ નો મૃતદેહ મળી આવ્યો છે. નોંધનીય છે કે અજીતસિંહ ઘરે આવવા નીકળ્યા હતા અને ટ્રેન માં મુસાફરી જ છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા. આથી આ અંગે તેમના પરિવારજન યશપાલસિંહ બારડે રેલવે મંત્રી પિયુષ ગોયલને ટ્વીટ કર્યું હતું કે અજીતસિંહ પરમાર દિલ્હી-બરોડા રાજધાની ટ્રેન નં, 02952માંથી ગુમ થઈ ગયા છે. અજીતસિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા. અજીતસિંહનું મૃત્યુ કંઈ…
આખરે આજે બિહારમાં નવા મુખ્યમંત્રી નક્કી થઈ ગયા હોવાના અહેવાલ છે. આજે ચાલેલી બેઠકો ના દૌર માં NDAની બેઠકમાં નીતિશ કુમારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. દરમ્યાન સોમવારે તે રાજભવનમાં સાંજે 4 વાગ્યે 7મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. NDAની બેઠક પહેલા JDUની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં સુપરવાઈઝર તરીકે રાજનાથ સિંહ, બિહારના ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યાં.ડેપ્યુટી સીએમ અંગે હાલ દાવપેચ ફસાયેલો છે. તો આ તરફ નીતિશે બેઠક પછી રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે.નીતિશ કુમાર મુખ્યમંત્રી, સુશીલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રી…
સુરત ના પાંડેસરા વિસ્તારમાં દિવાળી ની રાત્રે મિત્રો સાથે ડીજે ઉપર ડાન્સ કરી રહેલા યુવકે મિત્રો ને ઈંપ્રેસ કરવા પોતાના મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. પરિણામે તે બેભાન થઈ જતા મહોલ્લામાં ભારે હોબાળો મચી ગયો હતો અને બેભાન થઇ ગયેલા યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારનો પિન્ટુ નરેશભાઈ જાદવ(ઉ.વ.28) નામનો યુવાન પોતાના ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દરમ્યાન દિવાળી હોવાથી તેનો સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર મહોલ્લા વાસીઓ પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ…