બિહાર માટે રાજ્કીય દ્રષ્ટિએ આજનો દિવસ મહત્વ નો બની રહેશે આજે સવારે બિહાર ના પટના માં 10.30 ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક ઉપરાંત 12 :30 વાગ્યે પણ બીજી બેઠક છે આ બેઠકમાં રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ બેઠકમાં એ પણ નક્કી થશે કે ડેપ્યુટી સીએમ કોણ બનશે. અહીં પાર્ટીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ સુશીલ મોદી સાથે પણ ચર્ચા ચાલી રહી છે.ભાજપના ધારાસભ્યોની બેઠક પછી તરત જ બપોરે 12.30 વાગ્યે એનડીએના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક છે. જેમાં ભાજપ, જેડીયુ, વીઆઇપી અને હમના ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં એનડીએના તમામ 125 ધારાસભ્યોને બોલાવાયા છે. 13 નવેમ્બરના રોજ, સરકારની રચના અંગે…
કવિ: Halima shaikh
હાલ હવામાન વિભાગ દ્વારા કકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી હોય લોકો સ્વેટર ખરીદવા કે કબાટ માંથી કાઢવા વિચારી રહ્યા હતા ત્યાંજ નવસારી માં અચાનક વરસાદ ચાલુ થઈ જતા રેઇન કોટ પહેરી બહાર જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી વિગતો મુજબ નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને ઝરમર વરસાદ ચાલુ થયો હતો વરસાદી માહોલ વચ્ચે દિવાળીના દિવસે બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર બેસીને ફટાકડા કે દિવાળી ની ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ માં દોડધામ મચી હતી અને વસ્તુઓ વરસાદ માં પલળી જાય તો નકામી થઈ જવાનો ડર ઉભો થયો…
એક તરફ કોરોના નું જોર વધ્યું છે તો બીજી તરફ દિવાળી બાદ હવે હાડ થીજવતી ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીમાં વધારો થવાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં હવે આગામી સમયથી ઠંડીમાં વધારો થશે. 18 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ખાસ કરીને નલિયા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 5…
ગુજરાત માં કોરોના ના દર્દીઓ સતત વધી રહ્યા છે અને ગતરોજ માત્ર એકજ રાત માં અમદાવાદમાં એકસાથે 98 કોરોના ના દર્દીઓ ના ઇમરજન્સી કોલ આવતા તંત્ર દોડતું થઈ ગયુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 517 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1882 દર્દીઓ ના કોરોના માં મોત થઈ ચૂક્યા છે. દિવાળી ના તહેવારો દરમિયાન લોકો એ આડેધડ માર્કેટ માં ફરી ખરીદી શરૂ કરી દેતા કોરોના નું સંક્રમણ વધી ગયું છે ત્યારે વહીવટ વિભાગ સતત જણાવી રહ્યું છે કે સામેની વ્યક્તિ કોરોના સંક્રમિત જ છે, તેમ સમજીને સાવચેતી રાખી માસ્ક અને સોસિયલ ડિસ્ટનિંગ રાખવા સલાહ અપાઇ રહી છે. અમદાવાદ…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાંસદ અહેમદ પટેલને કોરોના વકરતા તેઓ ને એકાએક દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હોવાની વિગતો સાંપડી છે. અહમદ પટેલ ની તબિયત વધુ લથડતાં ગુજરાતમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગૌરવ પંડયા અને શકિતસિંહ ગોહિલ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમનાં પત્ની ને પણ કોરોના પોઝિટિવ આવતાં તેઓ ને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. અગાઉ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં…
છેલ્લા કેટલાક વખત થી આ જીઓ વાળા એ ઉપાડો લીધો છે પહેલા આવું નહોતા કરતા પણ હવે તેમની નવરી બજાર જેવા મેનેજમેન્ટ ને જાણે કે લોકો ના મગજ ની કઢી કરવાનું ચાલુ કરી દીધું છે અને હજુતો પાંચ દિવસ બાકી હોય ત્યાંજ તેમની કેસેટ વાગવાનું શરૂ થઈ જાય છે અને ‘તમારા પ્લાન ની અવિધિ ફલાણી તારીખે સમાપ્ત થઈ જાય છે એમ કહી તેમની ગાથા શરૂ કરી દે છે’ અને લોકો જીઓ ની આ હરકત થી કંટાળી ગયા છે આ લોકો ને ખબર નથી કે હાલ કોરોના નો માહોલ છે કોઈ એમ્બ્યુલન્સ ને બોલાવતા હોય તો કોઈ શબ વાહીની બુક કરાવવામાં…
દિવાળી નું પર્વ હોય દીકરી સાથે દિવાળી મનાવવા પિતા સુરત દીકરી ના સાસરે જાય છે અને તેડીને પરત મહારાષ્ટ્ર વતન જઇ રહેલા પિતાની કારને ધુલિયા-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોંડાઈબારી ઘાટીમાં અકસ્માત નડતા પિતા,દીકરી અને સાથે આવેલા જમાઈ નું કરૂણ મોત થઈ જવાનો કરુણ કિસ્સો બન્યો છે. ટ્રક ચાલકે કારને અડફેટમાં લેતા કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર 4 પૈકી 3 ના મોત નીપજ્યા હતાં. ઘટનામાં દીકરી -પિતા જમાઈ નું મોત નીપજ્યું હતું. મરણ જનાર દીકરીને 7 માસની ગર્ભવતી હોવાની વિગતો સામે આવી છે સુરત શહેરના ઉધના વિસ્તારમાં પરણાવેલી દીકરી 7 માસની ગર્ભવતી હોય જેને દિવાળી કરવા માટે…
પાકિસ્તાન દ્વારા દિવાળી ના તહેવાર નો મોકો જોઈ ગદ્દારી કરી ઓચિંતુ કાયરિંગ કરતા ચાર ભારતીય જવાનો શહિદ થયા હતા તેના વળતા જવાબ માં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં 11 જેટલા પાકિસ્તાની સૈનિકને ઠાર માર્યા હતા. ભારતના 4 જવાન શહીદ થયા છે અને 6 નાગરિકનાં પણ મોત થયાં છે. ભારતીય સેનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના ઠાર મરાયેલા જવાનોમાં બે-ત્રણ તેની એસએસજી સેવાના કમાન્ડો પણ છે, જ્યારે 10થી 12 પાક. સૈનિકોને ઇજા થઈ હોવાના અહેવાલ છે. પાકિસ્તાની આર્મીનાં બંકર અને ચોકીઓને પણ મોટા પ્રમાણમાં તબાહ કરી દેવાયાં છે. આ પહેલાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એને રોકવા માટેના પ્રયાસમાં ઉરી સેક્ટરમાં…
આજે દેશભરમાં 14 નવેમ્બરે દિવાળી મનાવવામાં આવી રહી છે તો ક્યાંક કાળી ચૌદસ પણ મનાવાઈ રહી છે, દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના પાવન પર્વ નિમિત્તે દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ, ‘બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક મંગળ કામનાઓ. બધાને હેપ્પી દિવાળી. આ તહેવાર તમારી જિંદગીમાં વધુ રોશની અને પ્રસન્નતા આપે. બધા લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે.’ શુક્રવારે પીએમ મોદીએ નાની દિવાળી પર પણ એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે આ દિવાળી પર આપણે સૌએ એક દીવો દેશના સૈનિકો માટે પ્રગટાવવો જોઈએ. સૂત્રો મુજબ પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી મનાવી શકે છે.…
ભારત ની મુલાકાત દરમ્યાન અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ રાહુલ ગાંધી વિશે પોતાના પુસ્તક માં નોંધ કરી છે અને રાહુલ ગાંધી વિશે ઘણી વાતો લખી છે. ઓબામાએ તેમની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. ઓબામાએ પોતાની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નર્વસ ગણાવ્યા છે અને અવ્યવહારુ હોવા અંગે નો મત પ્રગટ કર્યો છે. બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી એવા વિદ્યાર્થી છે કે તેઓ શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક છે, પરંતુ આતુરતા નથી અથવા આ વિષયમાં નિપુણતાનો અભાવ છે. તેમણે રાહુલ ગાંધીને ‘નર્વસ અને અનસેમ્પેટીક’ ગણાવ્યા…