મેચ રસિયાઓ દિવાળી માં પણ મેચની મજા લઈ રહ્યા છે હાલમાં ચાલી રહેલી IPLની 13મી સીઝનની ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 5 વિકેટે હાર આપી હતી. વિગતો મુજબ મુંબઈએ IPLનું સતત બીજીવાર અને ઓવરઓલ 5મી વાર ટાઈટલ જીત્યું છે. મુંબઈ છ વાર ફાઈનલમાં રમ્યું છે, એમાંથી બે મેચમાં ટાર્ગેટ ચેઝ કર્યો. આ પહેલાં 2010માં ચેન્નઈ સામે ટાર્ગેટ ચેઝ કરી શક્યું ન હતું.157 રનના ટાર્ગેટને મુંબઈએ 18.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને ચેઝ કર્યો હતો. રોહિત શર્માએ 51 બોલમાં 68 રન બનાવ્યા હતા અને કિશને 19 બોલમાં 33 રન બનાવ્યા હોવાના અહેવાલો હતા. મેચ રસિયાઓ માં સવાર માં…
કવિ: Halima shaikh
ગુજરાતમાં ચુંટણીઓ,મતદાન,પ્રચાર, તેમજ બજારો માં દિવાળી અને નાતાલ ના તહેવારો ને લઈ ભીડ વધતા નિયમો ના ધજીયા ઉડતા હવે જાણે કોરોના નો સેકન્ડ રાઉન્ડ શરૂ થયો હોય તેમ ફરી નવા કેસ નોંધાતા તંત્ર માં ચિંતા પ્રસરી છે અને શરદી,ખાંસી,તાવ ના દર્દીઓ નો પણ ચિંતા જનક વધારો થયો છે. 24 કલાકમાં રાજ્યમાં થયેલા લગભગ 52,960 ટેસ્ટ દરમ્યાન 1049ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની હકીકત સામે આવી છે આ પૈકી 5 દર્દીના મોત થઇ ગયા છે અને 879 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.11 ટકા થયો છે. જે 9 નવેમ્બરે 91.15 ટકા હતો. તેમજ એક્ટિવ કેસમાં વધારો…
ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં એકપણ બેઠક કોંગ્રેસને નહિ મળતા હાર્દિક પટેલ,અમિત ચાવડા અને ધનાણી રાજકારણ ના શતરંજ માં ફેઈલ થઈ જતા હવે તેઓ ની કેપીસીટી મપાઈ જતા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ હારની જવાબદારી સ્વીકાર્યા બાદ મોડી સાંજે હાઇકમાન્ડ સાથે વાત કરી નિષ્ફળતા મામલે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે રાજ્યના 8 વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના નિશાન પર 8 ધારાસભ્ય 2017માં ચૂંટાયા હતા. આ પેટાચૂંટણીમાં ખાલી પડેલી 8 બેઠક વર્ષ 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસની હતી. હવે આ પેટાચૂંટણીમાં 8 બેઠક જાળવવાની જવાબદારી કોંગ્રેસ પ્રદેશના નેતાઓની હતી,…
સુરત થી ભાવનગર જવા માટે મોટા ઉપાડે ચાલુ કરેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ત્રીજાજ દિવસે બગડી જઇ બંધ પડી જતા લોકો દિવાળી માં વતન જવા આવવા માટે ફસાઈ ગયા હતા અને કેટલાક તો એવું કહેતા નજરે પડ્યા હતા કે આના કરતાં બસ માં બુકીંગ કર્યું હોત તો સારું અને થોથિયું સાબિત થયેલી ફેરી સામે આક્રોસ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ કેવડિયા નું જૂનું થાથિયું પ્લેન પણ બન્ધ અને હવે જૂનું શીપ પણ બંધ પડતા લોકો એ મન ભરીને આક્રોશ ઠાલવ્યો હતો. ફેરી સર્વિસના પ્રારંભના ત્રીજા દિવસે શીપમાં ખામી સર્જાતા આ શિપ કે જે આજે બપોરે 12 વાગે ઘોઘાથી હજીરા તરફ જવાનું…
ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ચાલુ કરવા સામે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને જો સ્કૂલો ચાલુ થશે તો મોટાપાયે બાળકો અને શિક્ષકો માં કોરોના નું સંક્રમણ ફેલાવા અંગે નો ગંભીર મત વ્યક્ત કરતા વાલીઓ અને શાળા સંચાલકો માં ચિંતા ની લાગણી ફેલાઇ ગઇ છે. તેઓ એ કહ્યું કે બાળકો ઉપર ખતરો છે જાનનું જોખમ રહેશે એટલે જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ જ એકમાત્ર માર્ગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશ ના આંધ્રપ્રદેશમાં શાળાઓ ચાલુ થયા બાદ પાંચ જ દિવસમાં ૬૦૦ વિદ્યાર્થી, ૮૩૦ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થયા હતા અને…
દેશ માં ગઈકાલ નો દિવસ ભારે ઉત્સુકતા સભર રહ્યો અને લગભગ 18 કલાકની મત ગણતરી બાદ બિહારમાં પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે અને એનડીએ 125 સીટો સાથે સત્તા બચાવવામાં સફળ થયું હતું. બિહાર વિધાનસભાની તમામ 243 સીટોનાં પરિણામો આવી ગયા છે. એનડીએએ 125 સીટો જીતીને પૂર્ણ બહુમતી માટે જરૂરી 122 સીટના આંકડાને પાર કરી લીધો હતો. મહાગઠબંધનને 110, એઆઈએમઆઈએમને 5 અને અન્યને 3 સીટો પર જીત મળી છે. અગાઉ, ટ્રેન્ડ્સમાં એનડીએએ સવારે સાડા દસ વાગ્યે જ બહુમતીનો આંકડો પ્રાપ્ત કર્યો હતો પણ લગભગ આઠ કલાક બાદ સાંજે સાડા છ વાગ્યે ચિત્ર બદલાયું હતું અને એનડીએ 134થી ઘટીને 120 પર આવી…
આખરે ગુજરાતમાં કોંગ્રેસ ના સુપડા સાફ થઈ ગયા છે અને હાર્દિક પટેલ નો જાદુ ન ચાલ્યો અને અમિત ચાવડા ના વળતા પાણી થઈ ચૂક્યા છે.ભાજપે આઠેય બેઠકો કબ્જે કરી કોંગ્રેસ ના સુપડા સાફ કરી નાખ્યા છે. જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નું ગદ્દારવાળું કેમ્પેઇન નિષ્ફળ રહ્યું છે,માત્ર ટ્વિટ કરવાથી પ્રજા મત નથી આપી દેતી અને લોકોએ ભાજપ ના વિકાસ જોઇને મત આપ્યો છે. કોંગ્રેસે EVM પર ખોટા આરોપ લગાવ્યા છે. તેઓ એ કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ જીતી ત્યારે EVMમાં કોઈ ને કેમ ખામી ન દેખાઈ હતી. કોંગ્રેસ જ્યાં હારે છે…
હાલ દેશ માં ભારે ઉત્સુકતા વચ્ચે લોકો માં મત ગણતરી તરફ ધ્યાન આપી રહ્યા છે અને દિવાળી અગાઉ રાજકીય જંગ માં કોણ જીતશે તે તરફ લોકો ની નજર છે ત્યારે મધ્યપ્રદેશ માં 19 જિલ્લાની 28 બેઠકો ઉપર શરૂઆત ના રાઉન્ડ માં 18 બેઠકો પર ભાજપ અને 9 બેઠકો પર કોંગ્રેસ આગળ છે, જ્યારે 1 બેઠક (મુરૈના)પર બસપા આગળ છે. અત્યાર સુધી આવેલા રુઝાનમાં ભાજપનું કમળ ખિલતું જોવા મળી રહ્યું છે. શિવરાજ સરકારના 8 મંત્રી આગળ ચાલી રહ્યાં છે. તો આ તરફ સુમાવલીમાં મંત્રી એન્દલ સિંહ કંસાના અને મેંહગાવથી ભાજપ ઉમેદવાર અને મંત્રી ઓપીએસ ભદૌરિયા પાછળ છે. ગ્વાલિયરની ત્રણ બેઠકો પર…
ગુજરાત માં મતગણતરી ચાલુ છે ત્યારે હાલ માં જ મળતા અહેવાલો મુજબ લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે જ્યારે મોરબી બેઠક પર કોંગ્રેસ 3372 મત સાથે આગળ હોવાના અહેવાલ છે. આ વખતે ઇવીએમની સંખ્યા પણ વધી છે, જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ ચિત્ર સ્પષ્ટ થતાં બપોરે 12થી 2 વાગે એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
બિહાર ચૂંટણી ના આશ્ચર્ય જનક પરિણામો જોવા મળી રહયા છે અને સવારે 9 વાગે મહાગઠબંધનનેન120 સીટો મળી ચૂકી હતી અને NDA 90+ સીટ પર હતી પણ 10 વાગતા સુધી માં જાણે જાદુ થયો હોય તેમ ચિત્ર બદલાઈ ગયુ અને NDA વધીને 119 પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને 116 પર આવી ગયુ છે. ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે લાલુ યાદવના બંને દીકરા તેજસ્વી અને તેજ પ્રતાપ બંન્ને આગળ ચાલી રહ્યા છે. મધેપુરાથી ઉમેદવાર પપ્પૂ યાદવ ત્રીજા…