રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ને વધુ એક ભેટ મળી છે અને તે છે જામનગર ની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળવો. PM મોદી એ આજે ધન તેરસ ના શુભ દીને જામનગર ની આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું, જેથી હવે જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળવાની આશા બંધાઈ છે. લોકાર્પણ બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં WHOની કામગીરી મહત્વની છે. આજે WHOએ ભારતને મોટી જવાબદારી સોંપી છે. જેથી ગ્લોબર સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ભારતમાં બનશે. આયુર્વેદના વિસ્તારમાં માનવજાતની ભલાઈ છૂપાયેલી છે. આયુર્વેદ ભારતનો વારસો છે. કોરોના કાળમાં આયુર્વેદ ઉત્પાદનોની માગ વધી છે. જેથી દેશમાં 1.5 લાખ વેલનેસ સેન્ટર…
કવિ: Halima shaikh
ભારત માં શિયાળા ની શરૂઆત સાથે જ કોરોના વકર્યો છે ત્યારે દુનિયાભર માં આ સ્થિતિ હોવાનું સામે આવ્યું છે અને અમેરિકામાં માં તો કોરોના એ બીજા રાઉન્ડ માં પ્રવેશ કરતા 10 લાખ થી વધુ કોરોના ના દર્દીઓ નોંધાયા છે અને ન્યૂયોર્ક માં તો સંક્રમણ આગળ વધતું અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે. દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 5.24 કરોડને પાર થઈ ગયો છે અને અત્યારસુધીમાં 12 લાખ 88 હજારથી વધારે લોકો મોત ને ભેટયા છે. અમેરિકામાં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. બુધવારે અહીં નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. એક દિવસમાં 1 લાખ 36 હજાર કેસ સામે આવ્યા…
ગુજરાત માં કોરોના ની હાડમારી માં ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ ને પરીક્ષા દરમ્યાન ઘણી મુશ્કેલીઓ પડી અને એક -બે વિષયમાં ફેઈલ થનાર વિધાર્થીઓ નું ભવિષ્ય ન બગડે તે માટે આવા વિદ્યાર્થીઓ ને જસ્ટ પાસ કરવા ઘણી માંગ કરવા છતાં તેની અવગણના થતા મોટાભાગ ના વિદ્યાર્થીઓ બીજી વખત પણ નાપાસ થતા તેઓ પૈકી ઘણા હિંમત હારી જઇ ભણવાનું છોડી દીધું છે અને કામ શોધવા મંડ્યા છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા જતા કેસને જોતા મોટો નિર્ણય કર્યો છે. આગામી વર્ષે એટલે કે 2021માં 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વગર પાસ કરી દેવામાં આવશે.…
શિયાળો બેસતા જ દેશ માં કોરોના નો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને દિવાળી અગાઉ જ કોરોના ના કેસો વધવા મંડ્યા છે ત્યારે હીમાચલ પ્રદેશમાં પણ કોરોના વકરતા રાજ્યમાં 12 લોકોનાં મોત થઇ ગયા છે. જેમાં બોલિવૂડ માં ફિલ બજરંગી ભાઈજાન થી જાણીતા બનેલા અને પાકિસ્તાન ના પોલીસ અધિકારી ની ભૂમિકા ભજવનાર અને હિમાચલનું નામ રોશન કરનારા હરીશ બાંચતા નું પણ કોરોના માં કરૂણ મોત થઈ ગયું છે, અને દુઃખ ની વાત તો એ છે કે અભિનેતા હરીશ બાંચતા ના મૃત્યુ ના એક દિવસ પહેલા જ તેઓના માતા નું મોત થઈ ગયું હતું. સ્વ. હરીશ લગભગ 18 વર્ષથી બોલિવૂડમાં…
કોરોના ની એન્ટ્રી અને લોક ડાઉન બાદ પણ નાના બાળકો ની સલામતી ને લઈ સ્કૂલ ચાલુ કરવા મુદ્દે અસમંજ નો માહોલ છે ત્યારે રાજ્ય સરકારે તા.23 નવેમ્બરથી સ્કૂલોમાં ધો. 9થી 12ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરતા વાલીઓ માં વિરોધ ચાલુ થયો છે કારણ કે સરકારે વિદ્યાર્થીઓ ને સ્કૂલ માં વાલીઓની જવાબદારી ઉપર બાળકો ને મોકલવા જણાવી દઈ પોતાના હાથ અઘ્ધર કરી લીધા છે. આવામાં જો બાળકો ને કઈ થાય તો સરકાર કે શાળા સંચાલકો જવાબદાર નથી તે અગાઉ થી જણાવી દેતા હવે વાલીઓ પોતાના બાળકો ના જીવ નું જોખમ ઉઠાવવા તૈયાર નથી અને કોઈ વેકશીન આવે કે કોરોના નું કોઈ…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા છે. તેઓ ભુજ તાલુકાના ધોરડો ખાતે ગુરુવારે સવારે 10 વાગ્યે ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદ કરશે. બોર્ડર એરિયા ડેવલમેન્ટ પ્રોગ્રામ હેઠળ તેઓ સરહદી એવા 1500 સરપંચ અને આગેવાનો સાથે શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના વિકાસશીલ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત ને લઈ ધોરડો ગામ અને ટેન્ટસિટી સહિત ના વિસ્તાર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. કાર્યક્રમ દરમિયાન હોમ મિનિસ્ટર્સ સ્પેશિયલ ઓપરેશન મેડલ એનાયત કરાશે. સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ 2020માં સરપંચો ઉપરાંત સરહદી વિસ્તારના આગેવાનોને તેઓ માર્ગદર્શન આપશે. કચ્છના 106,…
આજકાલ વેબ ચેનલ અને વેબ પોર્ટલ ની ભરમાર વધી છે ત્યારે હવે તેની ઉપર પણ લગામ નાંખવા ગતિવિધિઓ તેજ થઈ છે અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ‘ફેંક ન્યૂઝ’ને લઈને પત્રકારોની માન્યતા રદ કરવાના આદેશ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે આ માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે જે મુજબ હવે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઇડર માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. કેન્દ્ર સરકારે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં દલીલ કરી હતી કે ઓનલાઈન માધ્યમોનું રેગ્યુલેશન ટીવી કરતાં પણ વધુ છે. હવે સરકારે…
કોરોના નો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો હોય તેમ હવે અમદાવાદ માં સરકારી ઓફિસોમાં કોરોના પ્રસરી રહ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. AMC મુખ્ય ઓફિસમાં આવેલા વિવિધ વિભાગોમાં કામ કરતા કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે, જ્યારે પોલીસ વિભાગ માં કોરોનાનું સંક્રમણ વધતા અનેક પોલીસ અધિકારી અને પોલીસ જવાનો હાલ ક્વોરન્ટીન થઈ ગયા છે. IPS સહિત કુલ 51 કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવે સરકારી ઓફિસોમાં કોરોના વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસમાં…
ગુજરાતના પૂર્વ ખાણખનીજ મંત્રી એવા રોહિતભાઇ પટેલનું નિધન થયું છે. તેઓ ને હદયરોગ નો હુમલો આવતા અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે . રોહિત પટેલ 2014માં આણંદથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ રાજ્ય સરકારમાં ખાણ-ખનીજ વિભાગના મંત્રી બનાવામાં આવ્યાં હતા. રોહિતભાઇ ત્રણ વર્ષ સુધી મંત્રીપદ રહ્યા રહ્યાં હતા. રોહિતભાઇ પટેલના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોક વ્યકત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલના અવસાનથી ખુબજ દુઃખ થયું છે, તેઓનું સામાજિક તથા ઔદ્યોગિક ક્ષેત્રે યોગદાન સરાહનીય રહ્યું છે. સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…
ગુજરાત માં કોંગ્રેસ પાસે રહેલી 8 બેઠકો ભાજપે પોતાના હસ્તક કરી રાજકારણ ના સોગઠાબાજી માં કોંગ્રેસ ને મહાત કર્યા બાદ હાલ ખુશી નો માહોલ છે અને આગામી તાલુકા-જિલ્લા પંચાયત ની ચુંટણીઓ જાન્યુઆરી સુધી માં યોજાઈ શકે છે તેવે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આગામી 30 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યઓ છે. સૂત્રો ના જણાવ્યા મુજબ તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ની પેટા ચુંટણીઓ અગાઉ 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક…