કવિ: Halima shaikh

અમદાવાદના પીરાણામાં કેમિકલ ફેક્ટરી માં બ્લાસ્ટ બાદ કાપડ ગોડાઉનમાં 11 વ્યક્તિઓ ના થયેલા મોત બાદ મીડિયા માં આવેલા અહેવાલો વચ્ચે દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી અગ્નિકાંડ મામલે ટ્વીટ કરતાં જ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત શાસક પક્ષોમાં દોડધામ મચી ગઈ હતી. અને અમદાવાદ મહા પાલિકા નું તંત્ર એક્શનમાં આવી ગયું હતું. આ દુર્ઘટના અંગે સ્થાનિક તંત્ર ઉંઘતું ઝડપાયું છે. પીએમ મોદીના ટ્વિટ બાદ મુખ્યમંત્રી સહિતનું તંત્ર દોડતું થયું હતું. મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપીને મૃતકોના પરિજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે મેયર બિજલ પટેલ પણ મોડા મોડા જાગ્યા હતા. પીએમના ટ્વિટ બાદ તેઓ હરકતમાં આવ્યા હતા. 11 ના મોત થઈ…

Read More

અમદાવાદ ના પીરાણા-પીપળજ રોડ પર આવેલા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા નવ લોકો ના મોત થઈ ગયા છે અને 2 ગંભીર હોવાની વિગતો જાણવા મળી છે. અહીં ફાયરબ્રિગેડની 24 ફાયર ફાયટરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. પીરાણા-પીપળજ રોડ પર આવેલા કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બનતા જ આસપાસના 9 ગોડાઉન આગ ની ઝપેટ માં આવ્યા હતા. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનોમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 9નાં મોત થઈ ગયાં છે તેમજ 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં…

Read More

મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ઘરપકડ કરી છે તેનું કારણ હવે સામે આવી ગયું છે અને પોતાના સ્ટુડિયો નું કામ કરાવી લઈ કરોડો નું બુચ મારતા ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતાએ આત્મહત્યા કરી લઇ આ માટે અર્નબ ગોસ્વામી જવાબદાર હોવાનું સુસાઇડ નોટ માં લખતા આ કેસ માં પોલીસે ધરપકડ કરી છે આ કેસ માં સીઆઈડીની ટીમ પણ તપાસ કરી રહી છે. કથિત રીતે અન્વય નાઈકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, આરોપીઓ (અર્નબ અને અન્ય બે)એ ટીવી ચેનલ ના સ્ટુડિયો નું કામ કરાવી લઈ તેના ચુકવવા પાત્ર થતા રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી. તેથી…

Read More

રાજ્યના પોલીસદળમાં કરવામાં આવતી બિનહથિયારી પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે વર્ગ-3ની જગ્યાઓ હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નહિ થાય અને આ જગ્યાઓ ભરવા હવે રાજ્ય ના ગૃહ વિભાગ નિર્ણય કરશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિ (gsssb)દ્વારા છેલ્લા કેટલાક સમયથી લેવાતી પરીક્ષાઓ, પરિણામ, નિમણૂક અને ભરતી જેવા મુદ્દાને લઈને અનેક વિવાદો અને આંદોલન થઈ રહ્યાં હતાં. એ સંજોગોમાં સામાન્ય વહીવટ વિભાગનાં સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારસુધી સંવર્ગ-3 હેઠળની ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ ભરતીપ્રક્રિયા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી હતી. ગૃહ વિભાગના હેઠળ આવતા પીએસઆઇ, ઇન્ટેલિજન્સ ઓફિસર, એએસઆઈ, હથિયારી એસઆરપીએફ સંવર્ગની ભરતી માટે અલગ…

Read More

મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરતા લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ તેમજ સરકાર વિરુદ્ધ સોસિયલ મીડિયા માં ગાળો નો વરસાદ ચાલુ થયો હતો. અર્નબે પોલીસ પર તેની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવતા લોકો માં પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો .આજે વહેલી સવારે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીના ઘરમાં જઈને તેની ધરપકડ કરી છે. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દેખાડ્યા હતા જેમાં અર્નબ અને પોલીસ વચ્ચે ઝપાઝપી દેખાતી હતી. અર્નબે મુંબઈ પોલીસ પર ગુંડાગરદીનો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમને પરિવાર સાથે વાત કરતાં પણ રોકવામાં આવ્યા છે. ત્યારપછી અર્નબને મુંબઈ…

Read More

ભારત ની વાયુસેનાની તાકાત માં વધારો થવાનો છે આજે ઈન્ડિયન એરફોર્સને આજે સાંજ સુધીમાં વધુ ત્રણ શક્તિશાળી અધુનિક રાફેલ ફાઈટર જેટ મળી જનાર છે. આ ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા બાદ 7364 કિમીની એકધારી સફર પૂરી કરી સાંજ સુધી વિમાનો ભારત પહોંચી જશે . આ ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર એરબેઝ પર લેન્ડ કરશે સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા આઠ થઈ જશે. આગામી 2 વર્ષમાં ફ્રાંસ તમામ 36 ફાઈટર જેટ ભારત ને સુપરત કરી દેશે. ભારતે ફ્રાંસ સાથે 2016માં 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઈટર જેટની ડીલ કરી હતી. 36માંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર…

Read More

ખાનગી નોકરીઓ માં કામ કરતા કર્મચારીઓ ને સમયસર પૂરો પગાર પણ મળતો નથી અને બીજી તરફ સરકારી નોકરિયાતો અને નેતાઓ પોતાનો ઊંચો પગાર જાતેજ સમયસર લઈ લે છે તો પણ કેટલાક ને આવા ઊંચા પગાર થી સંતોષ નથી અને ગોરખધંધા કરી બે નમ્બર ના કરોડો રૂપિયા બનાવી રહ્યા ની વાતો અવારનવાર સામે આવતી રહે છે ત્યારે આણંદ માં આવોજ કિસ્સો પ્રકાશ માં આવ્યો છે જેમાં વર્ગ-3ના અધિકારી પાસેથી 8.4 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ​​​​​ છે. વિગતો મુજબ આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વર્ગ-3ના ફિલ્મ આસિસ્ટન્ટ ધીરુભાઈ શર્માની 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી છે, જેમાં ત્રણ વર્ષમાં 1…

Read More

મુંબઇ પોલીસે ટીઆરપી સ્કેમ મામલે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવી રહયા છે એટલુંજ નહિ પણ અર્નબે પોલીસ પર તેની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે વહેલી સવારે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીના ઘરમાં જઈને તેની ધરપકડ કરી છે અને માર મારવાના પોલીસ ઉપર આરોપ લાગી રહ્યા છે. આ ઘટના ને લઈ ભારે હંગામો મચી ગયો છે. છેલ્લા કેટલાક સમય થી આ મામલો વિવાદ માં રહ્યા બાદ પોલીસે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે ગોસ્વામી ઉપર હાથ ઉપાડ્યો હોવાના અક્ષેપો થતા મામલો ગરમાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

Read More

આખા વિશ્વ ની નજર અમેરિકા ની રાષ્ટ્રપતિ ચૂંટણી ઉપર મંડાયેલી છે હાલ વોટિંગ ચાલુ છે તો અમુક જગ્યા એ મતદાન પૂર્ણ થતાં ગણતરી પણશરૂ થઈ ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેનમાંથી રાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે ભારે ઉત્સુકતા નો માહોલ છે.અને રુઝાન આવવાના શરૂ થઈ ગયા છે. માત્ર અમેરિકા જ નહીં પણ આખી દુનિયાની નજર અમરેકાની ચૂંટણી અને તેના પરિણામ પર છે. તાજા અપડેટ્સ મુજબ ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવાર જો બિડેન 119 ઇલેક્ટોરેલ વોટ મેળવી ચૂક્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 92 ઇલેક્ટોરેલ વોટ પર છે. આમ હવે કોણ બનશે રાષ્ટ્રપતિ તે તરફ સૌની મીટ મંડાઈ છે.

Read More

વાપી માં એક ત્રણ વર્ષ નું બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા.જોકે તેને તાત્કાલિક અહીં ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે સિક્કો કાઢી બાળક નો જીવ બચાવ્યો હતો. વિગતો મુજબ વાપીમાં મોઇયુદીન નામનો બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા સિક્કો શ્ર્વાસનળી અને અન્નનળીની વચ્ચે ફસાઇ જતા પરિવારજનો ચિંતા માં મુકાઈ ગયા હતા અને બાળકને તાત્કાલિક અહિની 21 ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા ફરજ ઉપર હાજર ડો.શશી હેરંજલે તાત્કાલિક સારવાર આપી માત્ર પાંચ જ મિનીટમાં 5 રૂપિયાનો સિક્કો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.આ બાબતે ડો.શશી હેરંજલે જણાવ્યું કે 5રૂપિયાનો સિક્કો જો…

Read More