કવિ: Halima shaikh

મુંબઇ પોલીસે ટીઆરપી સ્કેમ મામલે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવી રહયા છે એટલુંજ નહિ પણ અર્નબે પોલીસ પર તેની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે વહેલી સવારે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીના ઘરમાં જઈને તેની ધરપકડ કરી છે અને માર મારવાના પોલીસ ઉપર આરોપ લાગી રહ્યા છે. આ ઘટના ને લઈ ભારે હંગામો મચી ગયો છે. છેલ્લા કેટલાક સમય થી આ મામલો વિવાદ માં રહ્યા બાદ પોલીસે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે ગોસ્વામી ઉપર હાથ ઉપાડ્યો હોવાના અક્ષેપો થતા મામલો ગરમાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

Read More

આખા વિશ્વ ની નજર અમેરિકા ની રાષ્ટ્રપતિ ચૂંટણી ઉપર મંડાયેલી છે હાલ વોટિંગ ચાલુ છે તો અમુક જગ્યા એ મતદાન પૂર્ણ થતાં ગણતરી પણશરૂ થઈ ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેનમાંથી રાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે ભારે ઉત્સુકતા નો માહોલ છે.અને રુઝાન આવવાના શરૂ થઈ ગયા છે. માત્ર અમેરિકા જ નહીં પણ આખી દુનિયાની નજર અમરેકાની ચૂંટણી અને તેના પરિણામ પર છે. તાજા અપડેટ્સ મુજબ ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવાર જો બિડેન 119 ઇલેક્ટોરેલ વોટ મેળવી ચૂક્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 92 ઇલેક્ટોરેલ વોટ પર છે. આમ હવે કોણ બનશે રાષ્ટ્રપતિ તે તરફ સૌની મીટ મંડાઈ છે.

Read More

વાપી માં એક ત્રણ વર્ષ નું બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા.જોકે તેને તાત્કાલિક અહીં ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે સિક્કો કાઢી બાળક નો જીવ બચાવ્યો હતો. વિગતો મુજબ વાપીમાં મોઇયુદીન નામનો બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા સિક્કો શ્ર્વાસનળી અને અન્નનળીની વચ્ચે ફસાઇ જતા પરિવારજનો ચિંતા માં મુકાઈ ગયા હતા અને બાળકને તાત્કાલિક અહિની 21 ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા ફરજ ઉપર હાજર ડો.શશી હેરંજલે તાત્કાલિક સારવાર આપી માત્ર પાંચ જ મિનીટમાં 5 રૂપિયાનો સિક્કો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.આ બાબતે ડો.શશી હેરંજલે જણાવ્યું કે 5રૂપિયાનો સિક્કો જો…

Read More

હાલ કોરોના માં સ્કૂલો બંધ છે ત્યારે વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં પૂરી ફી ભરી દેવા દબાણ કરતી રાજકોટ ની ત્રણ શાળાઓ સામે વાલીઓ ની ફરિયાદ ને આધારે દાદાગીરી કરતા સંચાલકો ને ડીઈઓએ નોટિસ ફટકારતા આવા શાળા સંચાલકો ફફડી ઉઠ્યા છે. ડીઈઓ એ સાત દિવસમાં શાળા સંચાલકો પાસે આ બાબતે ખુલાસો આપવા જણાવ્યું છે. રાજકોટ ની ઉત્કર્ષ સ્કૂલ, માસૂમ સ્કૂલે વાલીઓને 31 ઓક્ટોબર પહેલા ફી ભરશે તો જ તેમને 25 ટકા ફી માફીનો લાભ મળશે, જ્યારે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલે વાલીઓને અત્યારે પૂરી ફી ભરવા અને ત્યારબાદ ચોથો હપ્તો ભર્યા બાદ મળશે તેવું જણાવતા આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીમાં સરકારના આદેશનું ખોટું અર્થઘટન…

Read More

ગઢડા વિધાનસભાની ચૂંટણીનું મતદાન બપોર સુધી શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. પરંતુ મતદાન પૂર્ણ થવાના સમયે ગઢડા નૂતન વિઘાલયના બુથ પર બોગસ વોટિંગની બાબતે ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થતા ભારે દેકારો બોલી ગયો હતો, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરો ને શર્ટ ફાટી નાખી ઢીકા પાટુનો માર મારતા કેટલાક ને લોહી નીકળવા સાથે ઇજા થઇ હતી. જાહેર માર્ગ પર પોલીસની હાજરીમાં મારીમારી થતાં લોકો ટોળે વળ્યાં હતા બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસના બુથ એજન્ટને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના આગેવાનો દ્વારા બોગસ મતદાન કરાતું હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના આગેવાનો રોકવા જતા માર મરાયો હોવાનું પીડિતે જણાવ્યું છે. ગઢડા…

Read More

રાજ્ય માં વિધાનસભા ની 8 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે અને બપોરે 2 વાગ્યા સુધી માં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 56.78 ટકા મતદાન થયું છે. 8 વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 18.75 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં અબડાસા, ધારી, લીંબડી સહિતની 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. એમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ અને અપક્ષ મળીને 80 ઉમેદવાર…

Read More

વડોદરા ખાતેના મકરપુરા એસઆરપી કવોટર્સમાં એસઆરપી જવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે તેઓ બાથરૂમમાં સ્નાન કરવા ગયા ત્યારે લપસી જતાં થયેલી ઇજાઓનાં કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન ના આધારે પોલીસ તપાસ કરી રહી છે. મૂળ પાટણના 32 વર્ષના મહેશકુમાર ચૌધરી છેલ્લા 12 વર્ષથી વડોદરા મકરપુરા એસઆરપી ગ્રૂપ 9માં નોકરી કરતા હતા. તેઓના મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આસપાસના જવાનોએ પોલીસને જાણ કરી હતી.I પોલીસે મકાન ખોલીને જોતાં મહેશકુમાર નગ્ન અવસ્થામાં બાથરુમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. બાથરૂમમાં પડી જવાથી તેઓનું મોત નીપજ્યું હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ…

Read More

ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં 23.27 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ મતદાન ડાંગમાં 39.45 ટકા થયુ છે. લીંબડીમાં 25.77, મોરબીમાં 24.15, કરજણમાં 22.95, અબડાસામાં 22, ગઢડામાં 21.74, કપરાડામાં 17.26 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછુ મતદાન ધારીમાં 16.04 ટકા નોંધાયુ છે.આમ મતદારો આગળ આવી રહ્યા છે ક્યાંક નીરસ મતદાન જોવા મળી રહ્યુ છે જેમાં લવણપુર બુથમાં 12 વાગ્યા સુધી એક જ મત પડ્યો હોવાના અહેવાલ વચ્ચે માળીયાના જુમાવાડીમાં લોકો એ પ્રાથમિક સુવિધાના અભાવ નો મુદ્દો આગળ કરી 700 મતદારોએ મતદાન બહિષ્કાર કરતા તંત્ર દોડતું થઈ ગયું છે અને…

Read More

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આજે 3જી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન થયું છે. મળતી માહિતી અબડાસા માં 22.00 ટકા, ડાંગ 39.60 ટકા, ઘારી 16.04,ગઢડા 21.74 ,કપરાડા 17.26 અને કરજણ 22.95 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે લીમડી માં 25.77 ટકા અને મોરબી બેઠક ઉપર 24.15 ટકા મતદાન થયું છે.

Read More

ગુજરાત કોંગ્રેસ ના આગેવાન અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરાનું કોરોના માં અવસાન થયું છે , કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા એક મહિનાથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ધારસિંહ ખાનપુરા કાંકરેજ તાલુકાના વડા ગામના વતની હતા અને અનેક વખત તેઓ કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાનપુરાના નિધનથી ઠાકોર સમાજ માં શોક ની લાગણી પ્રસરી હતી.

Read More