ગુજરાત વિધાનસભાની આજે ચુંટણી ના દીને કરજણ બેઠકનાં ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ આપવા નું જણાવી મતદારો ને ખુલ્લેઆમ રૂ.100 ની નોટ વહેંચવામાં આવતા હોવાનો વિડિયો વાઇરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે. વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે ભાજપે રૂપિયા વહેંચ્યા હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે, જે આદર્શ આચારસંહિતાનો…
કવિ: Halima shaikh
બેલ્જિયમમાં કોરોના નો બીજો તબકકો શરૂ થતાં કોરોના.ના કેસ વધતાં તા.13મી ડિસેમ્બર સુધી ફરી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે પરિણામે સુરત ના હીરા ઉદ્યોગમાં ચિંતા પ્રસરી છે. હાલ સુરત માં 50 ટકાથી વધુ રફ ડાયમંડ બેલ્જિયમથી આવે છે, ત્યારે નાના હીરા ઉદ્યોગકારોને રફ ડાયમંડનો સ્ટોક મેળવવામાં તકલીફ ઉભી થતા ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. વિદેશ માં ઘણાં દેશો અને શહેરોમાં કોરોના નો બીજો રાઉન્ડ શરૂ થતાં લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાંનુ એક બેલ્જિયમમાં પણ છે. બેલ્જિયમ મોટાભાગે રફ ડાયમંડ માટેનું સેન્ટર ગણવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે 50 ટકાથી વધુ રફ ડાયમંડનો સ્ટોક બેલ્જિયમથી આવતો હોઈ છે.…
ગુજરાત માં વિધાનસભા ની પેટા ચૂંટણી નો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ઠેરઠેર EVM મશીનો ખોટકાઈ પડ્યા ના અહેવાલ સામે આવી રહ્યા છે જાણવા મળતી વિગતો મુજબ કરજણના સાપા ગામમાં EVM ખોટકાઇ જતા મતદાન અટકી પડ્યું હતું. જ્યારે સાપા ગામના બુથ નંબર 3નું EVM ખોટકાઇ ગયું હતું એક મોટી ઘટના માં મોરબીમાં એક સાથે 20 જગ્યાએ EVM ખોટવાઇ જતા મતદારો મૂંઝાયા હતા જોકે તમામ જગ્યાએ EVM રિપ્લેસ કરાયા હતા. ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલમાં પણ EVM ખોટકાયું હતું અને ત્યાં પણ EVM રિપ્લેસ બાદ ફરીથી મતદાન શરૂ થયું હતું. કરજણના વેમારડીમાં EVM ખોટકાતા મતદારો માં કચવાટ જોવા મળ્યો હતો અને EVM ખોટકાતાં મતદાન…
અમેરિકા માં આજે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન છે ,જેથી માહોલ ભારે ઉત્સુકતા સભર બન્યો છે. અમેરિકાના દરેક રાજ્યમાં મતદાનનો સમય જુદો જુદો હશે. ભારતીય સમય મુજબ બુધવાર સવાર સુધી મતદાન કરી શકાશે. આ ચૂંટણી પહેલાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેને તાજા પ્રી-પોલમાં ટ્રમ્પ પર 10 અંકની સરસાઈ મેળવી લીધી છે. એનબીસી અને વૉલસ્ટ્રીટ જર્નલના પોલ પ્રમાણે બાઈડેનને 52% અને ટ્રમ્પને 42% સપોર્ટ છે. આ ફાઈનલ પ્રી-પોલમાં 12 સંયુક્ત બેટલ ગ્રાઉન્ડમાં બાઈડેન ટ્રમ્પથી 6% આગળ છે, જેમાં એરિઝોના, ફ્લોરિડા, જ્યોર્જિયા, લોવા, મેન, મિશિગન, મિનેસોટા, નોર્થ કેરોલિના, ન્યુ હેમ્પશાયર, નેવાડા, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન સામેલ છે. અમેરિકાના અનેક રાજ્યોમાં ચૂંટણી દરમિયાન હિંસક દેખાવોની આશંકાને…
ગુજરાત વિધાનસભાની આઠ બેઠક ઉપર આજે 3જી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન નો ધીમી ગતિ એ પ્રારંભ થયો છે. રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ વહેલી સવાર થી જ ફરજ ઉપર હાજર થઈ ગયો હતો, આજે 8 વિધાનસભા બેઠકમાં સમાવિષ્ઠ 18.75 લાખ મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરીને 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. રાજ્યમાં અબડાસા, ધારી, લીંબડી સહિતની 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ અને અપક્ષ મળીને 80 ઉમેદવારો વચ્ચે જંગ ના મંડાણ થયા છે. રાજ્યના ચીફ ઈલેક્શન કમિશનર ડો.એસ.મુરલીકૃષ્ણને ગતરોજ પત્રકારો ને…
ઉત્તરપ્રદેશ ના મથુરા જિલ્લામાં બ્રજ ચોરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હી ના રહેવાસી બે મુસ્લિમ મિત્રો એ નંદગાંવ ના નંદનબાબા મંદિર માં ભગવાન ના દર્શન કર્યા બાદ પ્રાંગણ માં નમાજ પઢીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતા અહીં મામલો ચર્ચામાં આવ્યો હતો જોકે,આ ઘટના માં ચાર લોકોની વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આ અંગે યુપીના મંત્રી શ્રીકાંત શર્માએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું કે આ કોઈ અસામાજિક તત્વોનું કામ છે જેની સામે તપાસ કરી કડક કાર્યવાહી થશે. આ ઘટના અંગે બરસાના પોલીસ મથકના પ્રભારી આઝાદ પાલસિંહ ના જણાવ્યા મુજબ નંદભવનના સેવકોએ પોલીસ ને ઈંફોર્મ કર્યું કે ગુરુવારે બપોરે ત્રણ…
છેલ્લા કેટલાય સમય થી દેશ માં બળાત્કારી સંતો ઝડપાઇ રહ્યા છે અને આવા સંતો પોતાના જ ભક્તો ની નાની કુમળી વય ની છોકરીઓ ને ટાર્ગેટ કરી સેક્સ માણતા હોવાના કિસ્સા પ્રકાશ માં આવી રહ્યા છે જે ખુબજ ચિંતા જનક છે.જે સ્થળે ઈશ્વર પામવા જતા ભોળા ભક્તો સાથે જતી બાળાઓ અને યુવતીઓ આવા સેક્સી સંતો ના મન માં આગ લગાવી દે છે અને આ સંતો શિકાર ને તાબે કરવા ખાસ મહિલાઓ એટલે કે શિષ્યાઓ રાખતા હોવાની વાત સામે આવી રહી છે. વડોદરાના બગલામુખી મંદિરના સંત પ્રશાંત ઉપાધ્યાયે તેની સેવામાં રહેલી ધો.10 ની કિશોરી પર વેકેશન વખતે ઘેન ની ગોળીઓ આપી બળાત્કાર…
આ વખત ની દિવાળી ખાસ રહેવાની છે અને 499 વર્ષ બાદ અતિ દુર્લભ યોગ બની રહેવાનો છે. જ્યોતિષ ની દ્રષ્ટિએ આ યોગ ઉત્તમ મનાય છે. આગામી 14 નવેમ્બરે શનિવારે દિવાળી નો તહેવાર હોવાથી તે તંત્રપૂજા માટે ખાસ બની રહેશે. આ દિવાળીએ ગુરુ ગ્રહ પોતાની જ રાશિ ધન અને શનિ પોતાની રાશિ મકરમાં રહેશે. શુક્ર ગ્રહ કન્યા રાશિમાં નીચનો રહેશે. શાસ્ત્રી દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, દિવાળીએ ત્રણ મોટા ગ્રહોનો આ દુર્લભ યોગ 499 વર્ષ પછી બની રહ્યો છે. 2020 પહેલાં 1521માં ગુરુ, શુક્ર અને શનિનો આ યોગ બન્યો હતો. ત્યારે 9 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ અને શનિ…
ભાજપે 10 કરોડ આપી ધારાસભ્યો ખરીદ્યા હોવા મુદ્દે ભારે ઘમાસાણ મચ્યું છે અને કોંગ્રેસે જાહેર કરેલા કહેવાતા સ્ટિંગ ઓપરેશન મુદ્દે સોમાભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા માં સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી અને વીડિયો માં દેખાતી વ્યક્તિ પોતે નહિ હોવાની વાત કરી આ વીડિયો ની ખરાઈ કરવા માંગ કરી છે ,સોમા પટેલે કહ્યું કે, આ મારુ નહી પરંતુ કોળી સમાજનુ અપમાન છે. મારા નામે જુઠ્ઠાણુ ફેલાવવાનુ કોંગ્રેસ બંધ કરે. હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને દાવો માંડીશ. તો બીજી તરફમોઢવાડીયાએ કહ્યું કે, કોળી સમાજનું અપમાન કોંગ્રેસે નહિ ભાજપે કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વિડિયો…
વલસાડ નજીક ખાનગી બસ ને અકસ્માત વહેલી સવારે અકસ્માત નડતા અફરાતફરી મચી હતી આ ઘટના માં 20 ને ઇજા થઇ છે જેમાં બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ નજીક હાઇવે અમદાવાદથી બેંગ્લોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી ટ્રક અને બસ અને ટ્રક ના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિગતો મુજબ વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગ્લોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આવેલી રહેલા આઈસર ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા…