અમદાવાદના પિરાણા ની ફેક્ટરી માં થયેલા બ્લાસ્ટ નો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે આ બધા વચ્ચે પાંચ પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી તેઓ હવે વધુ સહાય ની માંગણી કરી રહ્યા છે તેઓ ની માગ છે કે મૃતક પરિવાર ને 20 લાખની સહાય અને સરકારી નોકરી આપવામાં આવે. અમદાવાદ ની વી.એસ.હોસ્પિટલની બહાર 2 દિવસથી પરિવારજનો એ આ માંગ ચાલુ કરી એકત્ર થઇ રહ્યા છે. નોંધનીય છે કે 7 પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી લીધો છે આ અગ્નિકાંડમાં 12 નિર્દોષ લોકોના થયા મૃત્યુ થયા છે. અમદાવાદના પીરાણામાં બોઈલર બ્લાસ્ટથી લાગેલી આગ મામલે પાંચ પરિવારે હજી સુધી મૃતદેહ સ્વીકાર્યા નથી. તો બીજી…
કવિ: Halima shaikh
કોરોના એ મોટી સંખ્યા માં લોકો ને બેકાર બનાવી દીધા છે અને પ્રાઇવેટ સેકટર માં પગાર ઓછા થઈ ગયા છે અને બેરોજગાર નો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે યુવાનો માટે ખુશી ના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૩, મદદનીશ રાજ્યવેરા કમિશ્નરની કુલ ૩૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (વિધાનસભા) ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૬૪, જિલ્લા નિરીક્ષક…
આજે CM, ગૃહમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશેઆમ રાજ્યમાં ફટાકડા ફોડવા મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં રાજ્ય સરકાર ફટાકડા મુદ્દે મોટો નિર્ણય લે તેવી શક્યતા છે જોકે વાત એમ પણ છે કે સરકાર ફટાકડા ફોડવાના મૂડ માં જણાઈ રહી છે છતાં પણ બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. વિગતો મુજબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકાર પાસેથી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવા અંગે નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જો કે સૂત્રો નું માનીએ તો ગુજરાત સરકાર ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવાના મૂડમાં નથી. ગુજરાત સરકાર…
સમાજ માં ભોળા ભક્તો ની શ્રદ્ધા નો ફાયદો ઉઠાવી પોતાની જાત ને સંત કહેડાવતા હવસખોર ઈસમો પોતાના જ ભક્તો ની જ નાની ઉંમર ની નાદાન પુત્રીઓ બાળાઓ અને યુવતીઓ ને શિકાર બનાવી સેક્સ માણતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે કઈક આવાજ પ્રકરણમાં ગાજેલા વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે 5 વર્ષ સુધી કિશોરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત બહાર આવ્યા બાદ પ્રશાંત ની સેવિકા દિશા એ પણ ચોંકાવનારી કબૂલાત કરી છે અને પોતે પણ સંત નો શિકાર બની હોવાનું જણાવતા હાહાકાર મચ્યો છે. પોલીસ રિમાન્ડ દરમિયાન સેવિકા દિશા અનેક ખુલાસાઓ કરી રહી છે. જેમાં ધો.10 ની માસૂમ પીડિતાને…
આપણા દેશ ની ખાસિયત છે કે જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે જ ખબર પડે કે આતો ગેરકાયદે ચાલતું હતું તે પહેલાં કોઈ ને ખબર જ ન પડે કે જે ધંધો ચાલી રહ્યો છે તેં કાયદેસર છે કે ગેરકાયદેસર ? અમદાવાદ ના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ થયો અને 12 ના મોત થયા ત્યારે ખબર પડી કે ભાઈ આતો ગેરકાયદે ફેક્ટરી ચાલતી હતી અને તે પણ કેમિકલ ની…..આ પહેલા જીપીસીબી સહિત ના સબંધિત વિભાગ ના ખાતાઓ ના સાહેબો શુ ઊંઘતા હતા ? હવે દુર્ઘટના થઈ એટલે આ મામલે આજે FSLની ટીમ દ્વારા…
અમેરિકા માં રાષ્ટ્રપતિ ની ચૂંટણી ભારે કટોકટ અને ઉત્સુકતા સભર બની છે ત્યારે આજે સવારે બાઇડન સતત આગળ ચાલી રહ્યા છે અને બરાક ઓબામા નો રેકર્ડ તોડતા આ વાત વિશ્વસ્તરે નોંધપાત્ર બની ગઈ છે. અમેરિકા ના પાંચ રાજ્ય નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે પરંતુ મતદારો નો મિજાજ જોતા હાલ તો બાજી બાઈડનના હાથમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, તે 253 ઈલેક્ટોરલ વોટ જીતી ચુક્યા છે. ટ્રમ્પના ખાતામાં 214 વોટ છે. બાઈડને તેમની પાર્ટીના બરાક ઓબામાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ગુરુવાર સવાર સુધી બાઈડન 7 કરોડ 10 લાખ વોટ મેળવી…
આરટીઓ ને લગતા કામો માં જેઓ ના ડ્રાઈવિંગ લાઈસન્સ બાકી છે તેવા લોકો માટે ખુશ ખબર છે કે કાચા ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ માટે હવે વેઈટિંગ નહીં કરવું પડે અને હવે નજીક માં જ આવેલી આઇ.ટી.આઇ. કચેરીએ સવારથી ટેસ્ટ લેવાનું શરૂ થયું છે. અગાઉ બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી ટેસ્ટ લેવાતો હતો. પરંતુ હવે આઇ.ટી.આઇ.માં સવારે 9 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી અરજદારો ટેસ્ટ આપી શકશે. આર.ટી.ઓ.એ 43,200 નવી એપોઈન્ટમેન્ટ ખુલ્લી મૂકી છે. આઇ.ટી.આઇ. કચેરીઓમાં હવે સવારે 9 વાગ્યાથી કાચા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોમ્પ્યુટરની ટેસ્ટ લેવાશે. અત્યાર સુધી આઇ.ટી.આઇ. કચેરીમાં બપોરે 2.30 કલાક બાદ ટેસ્ટ લેવામાં આવતી હતી. પરંતુ…
અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં હાલ ટ્રમ્પ પાછળ ચાલી રહયા છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં બાઈડનથી ખુબજ પાતળી સરસાઈ થીઆગળ છે, જ્યારે બીજી તરફ, તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન નેવાડા, મિશિગન અને વિન્સકોન્સિનમાં જીત મેળવી ચૂક્યા છે. જોકે અમેરિકાનાં પાંચ રાજ્ય નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે.આમાં હાલની સ્થિતિ જોતાં બાઈડન ની જીત થાય તેવી શકયતા છે. બાઈડન 253 ઈલેક્ટોરલ મત મેળવી ચૂક્યા છે, જ્યારે ટ્રમ્પ 214 મત મેળવી શક્યા છે. બાઈડન હવે 270થી ફક્ત છ મતથી દૂર છે. રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો આવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. મતોની…
સુરત માં પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ ના વ્રત દરમ્યાન આગ લાગતા એક પરિવાર ને સામી દિવાળી એ રૂ.2 લાખ નું નુકશાન થયું હતું. સુરત ના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારના ઘરમાં બુધવારે રાત્રે કડવા ચોથની ઉજવણી દરમિયાન આગ લાગી હતી,પતિના લાંબા આયુષ્ય માટે મહિલા દ્વારા કડવા ચોથનું વ્રત કરી રાત્રે પૂજા માટે સજાવેલી થાળીમાં દિવડો કરી આરતી ઉતારવામાં આવે છે. બાદમાં પરિવારના સભ્યો સળગતા દિવા સાથેની થાળી ટેબલ પર મૂકીને નીચે આવેલા રૂમ માં જમવા ગયા તેવે સમયે દિવાની જ્યોતથી ઉપર ના માળે લાગેલી આગ સમગ્ર ઘરમાં જોતામાં પ્રસરી જતા ભારે દોડધામ મચી હતી રાત્રે લગભગ 11 વાગે…
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 172માં પાટોત્સવનું આયોજન તા.5ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. ભક્તો ઓનલાઇન મંદિરની વેબસાઇટ પરથી દર્શનનો લાભ લઇ શકશે. તેમ મંદિરના કોઠારીસ્વામીએ જણાવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 172માં વાર્ષિક પાટોત્સવનું આયોજન ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં મારૂતિ યજ્ઞ, પુજન, અભિષેક, દાદાનો ભવ્ય અન્નકૂટ વિગેરેના વિશિષ્ટ દર્શનનો લાભ હરિભક્તોને થશે. આ પ્રસંગે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહેશે. તેમજ ધામેધામથી સંતો પણ પધારશે. આ પ્રસંગે મંગળા આરતી સવારે 5-30, શણગાર આરતી સવારે 7-00, અભિષેક પુજા સવારે 8 કલાકે, અન્નકૂટ આરતી 11 કલાકે તેમજ પુર્ણાહૂતી બપોરે 11-30 કલાકે આયોજન કરવામાં આવ્યું…