સરકાર દ્વારા જાહેર કરાયેલ આત્મ નિર્ભર લોન નો હવે લોકો લાભ લેતા થયા છે અને રોજગાર મેળવવા માટે પ્રયાસ ચાલુ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગૃહઉદ્યોગો અને નાના નોકરિયાત વર્ગ માટે આત્મનિર્ભર લોન યોજના જાહેર કરી હતી. જે પૈકી યોજના એક હેઠળ રૂ.1 લાખની જ્યારે યોજના 2 હેઠળ રૂ.2.50 લાખની લોન 8 ટકા વ્યાજે જાહેર કરાય હતી. તે પૈકી યોજના 1માં 6 ટકા જ્યારે યોજના 2માં 4 ટકા રાજ્ય સરકારની વ્યાજ સબસિડી આપવામાં આવી રહી છે. ઉપરાંત પ્રથમ 6 માસ મોરેટોરિયમનો લાભ પણ આપવામાં આવે છે. શહેરની 17 કો.ઓપરેટીવ સેક્ટરની બેંકો, 1 ડિસ્ટ્રીક્ટ બેંક અને 50 ક્રેડિટ કો.ઓપરેટીવ…
કવિ: Halima shaikh
સુરત માં કોરોના ની સ્થિતિ હળવી થતા પાલિકા દ્વારા વધુ 117 બસ શરૂ કરી દેવામાઆવતા હવે સુરત માં 15 રૂટ પર સિટી-બીઆરટીએસ મળી કુલ 264 બસ ચાલુ કરી દેવામાં આવી છે. સુરત ના ઉધના દરવાજાથી સચિન જીઆઇડીસી, ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચરપાર્ક, પાલ આરટીઓથી કોસાડ, સોમેશ્વર જંક્શનથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, ગજેરા સર્કલથી ડિંડોલી વારી ગૃહ, પાલ આરટીઓથી કામરેજ ટર્મિનલ, રેલવે સ્ટેશનથી ઉત્રાણ આર.ઓ.બી, રેલવે સ્ટેશનથી કડોદરા, કોસાડથી ખરવરનગર, જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઇડીસી, કોસાડથી સરથાણા નેચરપાર્ક, કામરેજ ટર્મિનલથી સચિન રેલવે સ્ટેશન આ 12 બીઆરટીએસ રૂટ પર સિટી અને બીઆરટીએસ મળી 235 બસ દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે સ્ટેશનથી ખજોદગામ, રેલવે…
હાલ માં પોલ્યુશન રોકવા માટે દિલ્હી સહિત ના રાજ્યો માં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબિંધ લાગી ગયો છે ત્યારે પરિસ્થિતિ સુધરતા હવે પ્રદૂષણ નિયંત્રણ માટે તેમ જ જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર અન્ય રાજ્યો માં પણ અમલ કરવા ગતિવિધિ શરૂ થઈ છે. ફટાકડા ફોડવા ઉપર રોક લગાવવાની માગ અંગેના મામલાનો વ્યાપ દિલ્હી-એનસીઆર સુધી વધારતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) ગુજરાત સહિત 18 રાજ્યો પાસેથી પણ જવાબ માગ્યો છે. એનજીટીએ ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્ર., બિહાર, આસામ, આંધ્ર, હિમાચલ, ચંદીગઢ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ તથા પ.બંગાળને નોટિસ પાઠવીને એ જણાવવા કહ્યું કે હવાની ખરાબ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ફટાકડા…
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણમાં ઉત્તરપ્રદેશના મિરજાપુરના પથ્થરો પણ ઉપયોગમાં લેવાશે. આ પથ્થરો મંદિરનો પાયો તૈયાર કરવામાં વપરાશે. ટ્રસ્ટ ની રચના થયા બાદ પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સંતો સાથે પણ ચર્ચા કરાશે. તે માટે 10-11 નવેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક બોલાવાઇ છે. તેમાં મંદિરનિર્માણની ભાવિ યોજનાઓ અંગે વિમર્શ સાથે શ્રીરામ જન્મભૂમિ પરિસરના સ્વરૂપ અંગે ચર્ચા કરાશે. આંદોલન દરમિયાન સંતોનું માર્ગદર્શક મંડળ કેન્દ્રીય ભૂમિકામાં હતું પણ ટ્રસ્ટ બન્યા બાદ આ બેઠક એકેય વખત નથી થઇ જ્યારે ટ્રસ્ટે મંદિરનું સ્વરૂપ નક્કી કરવા સાથે નક્શા પણ પાસ કરાવી રાખ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પરિસરનો લેઆઉટ તૈયાર છે. ટ્રસ્ટના…
અમદાવાદના પીરાણામાં કેમિકલ ફેક્ટરી માં બ્લાસ્ટ બાદ કાપડ ગોડાઉનમાં 11 વ્યક્તિઓ ના થયેલા મોત બાદ મીડિયા માં આવેલા અહેવાલો વચ્ચે દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી અગ્નિકાંડ મામલે ટ્વીટ કરતાં જ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત શાસક પક્ષોમાં દોડધામ મચી ગઈ હતી. અને અમદાવાદ મહા પાલિકા નું તંત્ર એક્શનમાં આવી ગયું હતું. આ દુર્ઘટના અંગે સ્થાનિક તંત્ર ઉંઘતું ઝડપાયું છે. પીએમ મોદીના ટ્વિટ બાદ મુખ્યમંત્રી સહિતનું તંત્ર દોડતું થયું હતું. મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપીને મૃતકોના પરિજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે મેયર બિજલ પટેલ પણ મોડા મોડા જાગ્યા હતા. પીએમના ટ્વિટ બાદ તેઓ હરકતમાં આવ્યા હતા. 11 ના મોત થઈ…
અમદાવાદ ના પીરાણા-પીપળજ રોડ પર આવેલા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા નવ લોકો ના મોત થઈ ગયા છે અને 2 ગંભીર હોવાની વિગતો જાણવા મળી છે. અહીં ફાયરબ્રિગેડની 24 ફાયર ફાયટરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. પીરાણા-પીપળજ રોડ પર આવેલા કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બનતા જ આસપાસના 9 ગોડાઉન આગ ની ઝપેટ માં આવ્યા હતા. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનોમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 9નાં મોત થઈ ગયાં છે તેમજ 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં…
મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ઘરપકડ કરી છે તેનું કારણ હવે સામે આવી ગયું છે અને પોતાના સ્ટુડિયો નું કામ કરાવી લઈ કરોડો નું બુચ મારતા ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતાએ આત્મહત્યા કરી લઇ આ માટે અર્નબ ગોસ્વામી જવાબદાર હોવાનું સુસાઇડ નોટ માં લખતા આ કેસ માં પોલીસે ધરપકડ કરી છે આ કેસ માં સીઆઈડીની ટીમ પણ તપાસ કરી રહી છે. કથિત રીતે અન્વય નાઈકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, આરોપીઓ (અર્નબ અને અન્ય બે)એ ટીવી ચેનલ ના સ્ટુડિયો નું કામ કરાવી લઈ તેના ચુકવવા પાત્ર થતા રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી. તેથી…
રાજ્યના પોલીસદળમાં કરવામાં આવતી બિનહથિયારી પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે વર્ગ-3ની જગ્યાઓ હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નહિ થાય અને આ જગ્યાઓ ભરવા હવે રાજ્ય ના ગૃહ વિભાગ નિર્ણય કરશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિ (gsssb)દ્વારા છેલ્લા કેટલાક સમયથી લેવાતી પરીક્ષાઓ, પરિણામ, નિમણૂક અને ભરતી જેવા મુદ્દાને લઈને અનેક વિવાદો અને આંદોલન થઈ રહ્યાં હતાં. એ સંજોગોમાં સામાન્ય વહીવટ વિભાગનાં સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારસુધી સંવર્ગ-3 હેઠળની ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ ભરતીપ્રક્રિયા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી હતી. ગૃહ વિભાગના હેઠળ આવતા પીએસઆઇ, ઇન્ટેલિજન્સ ઓફિસર, એએસઆઈ, હથિયારી એસઆરપીએફ સંવર્ગની ભરતી માટે અલગ…
મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરતા લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ તેમજ સરકાર વિરુદ્ધ સોસિયલ મીડિયા માં ગાળો નો વરસાદ ચાલુ થયો હતો. અર્નબે પોલીસ પર તેની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવતા લોકો માં પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો .આજે વહેલી સવારે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીના ઘરમાં જઈને તેની ધરપકડ કરી છે. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દેખાડ્યા હતા જેમાં અર્નબ અને પોલીસ વચ્ચે ઝપાઝપી દેખાતી હતી. અર્નબે મુંબઈ પોલીસ પર ગુંડાગરદીનો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમને પરિવાર સાથે વાત કરતાં પણ રોકવામાં આવ્યા છે. ત્યારપછી અર્નબને મુંબઈ…
ભારત ની વાયુસેનાની તાકાત માં વધારો થવાનો છે આજે ઈન્ડિયન એરફોર્સને આજે સાંજ સુધીમાં વધુ ત્રણ શક્તિશાળી અધુનિક રાફેલ ફાઈટર જેટ મળી જનાર છે. આ ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા બાદ 7364 કિમીની એકધારી સફર પૂરી કરી સાંજ સુધી વિમાનો ભારત પહોંચી જશે . આ ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર એરબેઝ પર લેન્ડ કરશે સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા આઠ થઈ જશે. આગામી 2 વર્ષમાં ફ્રાંસ તમામ 36 ફાઈટર જેટ ભારત ને સુપરત કરી દેશે. ભારતે ફ્રાંસ સાથે 2016માં 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઈટર જેટની ડીલ કરી હતી. 36માંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર…