કવિ: Halima shaikh

ગુજરાત માં વિધાનસભાની 8 બેઠકો માટે ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા ચાલી રહેલા પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ છે અને આજે સાંજ 5 વાગ્યા બાદ આચારસંહિતા લાગુ પડી જતા જાહેર માં પ્રચાર થઈ શકશે નહી પણ મતદારોને રીઝવવા ડોર ટુ ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ ચાલુ રહેશે ઉલ્લેખનીય છે કે, મતદાનના કેટલાક કલાક પહેલા આચારસંહિતાના ભાગ રૂપે પ્રચાર કાર્ય જોરશોરથી કરી શકાતું નથી તેથી રાજકીય પાર્ટી અને ઉમેદવારો આ સમય દરમિયાન જાહેરસભા, રેલી વગેરે કરી શકશે નહી. લાઉટ સ્પીકર પર પ્રચાર કરી શકશે નહી તેથી શાંતિ થી પોતાના વિસ્તારમાં જઈ ખાટલા મિટિંગો ચાલુ રહેશે. આમ આજથી પ્રચાર શાંત થશે.

Read More

કચ્છના ભચાઉમાં સવારે 8 કલાક અને 18 મિનિટે અનુભવાયો આંચકો, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1ની નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં ઉપરા ઉપરી ભુકંપ ના આંચકાઓ આવી રહ્યા છે ત્યારે તે ચિંતા નો વિષય છે. સવારે 8.18 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ, ભચાઉથી 12 કિમી ઉત્તર ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સબંધીતો જણાવી રહ્યા છે આ ઘટના ને લઈ ફરી એકવાર લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ગભરાટ ફેલાયો હતો.

Read More

કોરોના ની હાડમારી આખી દુનિયા માં હાહાકાર મચાવી રહી છે અને કોરોના થોડો મંદ પડ્યા બાદ ફરી એકવાર ઉથલો મારતા દુનિયાભર માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના ની વેકશીન હજુ આવી નથી ત્યાંજ ફરી કોરોના એ ઉથલો માર્યો છે અને બ્રિટન માં ફરી એકવાર કોરોના ની બીજી લહેર શરૂ થતાંની સાથે જ બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોનસને 2 ડિસેમ્બર સુધી લોકડાઉન લગાડવાની જાહેરાત કરી છે. જોનસનનો આ નિર્ણય પોતાના મંત્રીમંડળના સીનિયર સભ્યોની સાથે બેઠક કર્યાં બાદ લીધો છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ 89 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લાં એક સપ્તાહથી દરરોજ 24-30 હજાર…

Read More

વડોદરા સહિત ગુજરાત માં ઠગાઈ અને બળાત્કાર કેસ માં ગુનામાં હાલ જેલની હવા ખાઈ રહેલા બગલામુખી મંદિરના કહેવાતા સંત એવા પ્રશાંત ઉપાધ્યાયે 2013થી 2017 ના સમયગાળા દરમિયાન દસમા ધોરણના વેકેશનમાં ગુરુ ની સેવા માં રહેલી કિશોરીને તારા શરીરમાં દૈવી શક્તિ નો પ્રવેશ કરાવવા નું જણાવી તેની સાથે 12 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીએ પોલીસમાં નોંધાવતા ભારે સનસનાટી મચી ગઇ છે. ભારે હિંમત બાદ કિશોરી એ આખરે પોતાના ઉપર થયેલા અત્યાચાર ને મનમાં સહન નહિ થતા પાપીને સજા મળે તે માટે ફરિયાદ આપી છે. કિશોરી ના જણાવ્યા મુજબ મોટી ઉંમર ના આ સંત પ્રશાંત ઉપાધ્યાયે તેને એમ કહ્યું કે તારા…

Read More

કોરોના માં ભલે મંદી નો માહોલ હોય પણ સુરત માં કરોડો રૂપિયા ની ઘારી ની ખરીદી થઈ છે. સુરત માં તહેવારો આવતા જ તેજી આવી જાય છે. સુરત માં અઠવાડિયા અગાઉ થી જ ઘારીની ખરીદી શરૂ થઈ ગઈ હતી અને એકમાત્ર સુમુલડેરી ની જ 70 ટન ઘારી સૂરતીઓ લઈ ગયા છે આ સિવાય ચોર્યાસી ડેરી સહિતના વિવિધ મોટા ઉત્પાદકો દ્વારા 2થી 3 ટન ઘારી બનાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આજે રવિવારે ચંદી પડવાના દિવસે અંદાજે રૂ.6 થી 8 કરોડ ની કિંમત ની 80,000 કિલોથી વધુ ઘારી સુરતીઓ માં ખરીદી નીકળી છે. વધુમાં રૂ.180થી 240 કિલોએ મળી રહેલા ભૂસુ-ચવાણુ…

Read More

હાલ ગુજરાત માં ચુંટણી પ્રચાર ચરમસીમા એ છે ત્યારે મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મોટી જાહેરાત કરી છે તેઓ એ કહ્યું કે હું ધારાસભ્ય બનીશ તો પગાર નહીં લઉં એક મોટા બ્રેકીંગ ન્યૂઝ સામે આવ્યા છે જેમાં એક રાજકીય નેતા એ પ્રથમવાર સરકારી પગાર નહિ લેવાની જાહેરાત કરી છે સત્યડે દ્વારા આ ન્યૂઝ થોડીવાર પહેલા જ પબ્લિસ થયા હતા અને મોટી ઉંમરે પણ નેતાઓ ને તગડો પગાર અને યુવાનો બેકાર મુદ્દે પબ્લિશ થયેલા ન્યૂઝ બાદ યોગાનુયોગ આ વાત સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 3 નવેમ્બરે રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેવે સમયે મોરબીના કોંગ્રેસના ઉમેદવાર…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત માં કેવડિયા ની મુલાકાત અને બે દિવસ ના નિર્ધારિત કાર્યક્રમો બાદ દિલ્હી જવા રવાના થયા હતા. 11:55એ સી-પ્લેન પ્રોજેકટ નું ઉદઘાટન કરી તેઓ પ્રથમ પેસેન્જર બન્યા હતા અને માત્ર 50 મિનિટ માં સીધા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા સાથેજ અમદાવાદ- કેવડીયા વચ્ચેની સી-પ્લેન સેવા શરૂ થઈ ગઈ છે. મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાનાં સાધનો પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને મોર્નિંગ વોક કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો હતો અને રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ વધારી…

Read More

ભારત માં લોકશાહીમાં નેતાઓ ના એજયુકેશન,ઉંમર,ગુનાહિત સર્ટિ વગરે મુદ્દે કોઈ બંધારણીય નિયમો નહિ બનતા આ અતિ જવાબદાર ફિલ્ડ માં એટલી બધી બદીઓ ઘુસી ગઈ છે કે તેનો કોઈ પાર નથી, વાસ્તવિકતા એ છે કે બુઢિયા નેતાઓ ને એક દોઢ લાખ પગાર અને જુવાનિયા મોંઘું ભણતર પૂરું કરી નોકરી માટે ફાંફા મારે છે. અહીં ચુંટણીઓ અગાઉ કઈક ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર પણ મેદાન માં છે અને તેઓ જનતા ની સેવા કરશે. આ વાત જનતા માં હવે જાહેર માં ચર્ચાતી બાબત બની ગઈ છે ત્યારે નવા નિયમો આવે અને યુવાનો ને ચાન્સ મળે તે જરૂરી છે…

Read More

ડાકોર રણછોડરાય મંદિર ના પૂજારી વારસદાર નો પુત્ર દમણ ફરવા ગયા બાદ પરત આવતી વખતે રૂ 9 હજારની કિંમતની ચાર બોટલ દારૂ સાથે ઝડપાઇ ગયો છે. પોલીસે દારૂ સાથે 7 લાખની કાર પણ કબજે લીધી હતી વલસાડ જિલ્લા ના પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી દારૂની ટીચર્સ, પાસપોર્ટ સ્કોચ, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઈટની 4 બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ની ધરપકડ કરી હતી પાર્થ ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરનો પૂજારી પરિવાર માંથી હોવાની વિગત બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણ મોજ…

Read More

બિહારના મુંગેરમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન સર્જાયેલી હિંસક અથડામણ માં ફાયરિંગ થતા એક યુવાન નું મોત થવા સાથે અનેક લોકો અને પોલીસ જવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ અહીંના પંડિત દિનદયાલ ચોકની પાસે શંકરપુરના મૂર્તિ વિસર્જન માટે પોલીસ બંદોબસ્ત માં હતા તે દરમિયાન પોલીસ અને સ્થાનીક લોકો વચ્ચે રકઝક થતા બબાલ થઈ ત્યારે જ કોઈએ ફાયરિંગ કરતા 18 વર્ષીય અનુરાગ કુમારનુ સ્થળ પર જ મોત થયું હતુ. ફાયરિંગમાં અન્ય 5 લોકો ઘાયલ થાય હતા. મુંગેરના ડીએમ રાજેશ મીણાએ કહ્યું કે દુર્ગા પૂજા વિસર્જનમાં અસામાજિક તત્વો એ કરેલા ફાયરિંગમાં અનેક પોલીસ કર્મી ઘાયલ થયા છે અને 1નું મોત…

Read More