કોરોના ની સ્થિતિ યથાવત છે ત્યારે લોકડાઉન બાદ દેશ માં અનલોક ની ગાઈડલાઈન વચ્ચે ધીરેધીરે ધંધા,રોજગાર શરૂ કરવા તબક્કાવાર છૂટછાટ અપાઈ રહી છે ત્યારે હવે આજથી અનલોક -6 લાગુ થતા વધુ છુટછાટ અપાઈ છે જેમાં દેશ ની રાજધાની દિલ્હી માં પુરી ક્ષમતા સાથે બસો દોડશે,જ્યારે મુંબઈમાં વધુ 610 લોકલ ટ્રેન શરૂ થશે ઉપરાંત વૈષ્ણોદેવી માં 15 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે એટલુંજ નહિ હવે ગોવા માં કેસીનો માણી શકાશે, પર્યટકો માટે નેશનલ પાર્ક ખુલવા મંજૂરી મળી છે જેમાં કાજીરંગા નેશનલ પાર્ક ની એલિફ્રન્ટ સવારી ખોલવામાં આવી છે. ઉત્તર પ્રદેશ નો ટાઇગર રિઝર્વ પર્યટકો માટે ખોલવા સાથે 314 અને 296 વેસ્ટર્ન…
કવિ: Halima shaikh
ગુજરાત માં તા. ત્રીજી એ પેટા ચુંટણીઓ થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે આખરી દાવ ખેલી ભાજપે 10 કરોડ આપી કોંગ્રેસ ના ધારાસભ્યો ની સોદાબાજી કરી હોવાનો સીધો આક્ષેપ કરી અમિત ચાવડા અને સી આર પાટીલ સામે પગલાં ભરવાની માંગ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે અને મુખ્યંમંત્રી સહિત સીઆર પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવા માગ કરી છે. રાજ્ય માં 3 નવેમ્બરે 8 બેઠકો પર મતદાન થવાનું છે અને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જવાના…
ગુજરાત માં વિધાનસભાની 8 બેઠકો માટે ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા ચાલી રહેલા પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ છે અને આજે સાંજ 5 વાગ્યા બાદ આચારસંહિતા લાગુ પડી જતા જાહેર માં પ્રચાર થઈ શકશે નહી પણ મતદારોને રીઝવવા ડોર ટુ ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ ચાલુ રહેશે ઉલ્લેખનીય છે કે, મતદાનના કેટલાક કલાક પહેલા આચારસંહિતાના ભાગ રૂપે પ્રચાર કાર્ય જોરશોરથી કરી શકાતું નથી તેથી રાજકીય પાર્ટી અને ઉમેદવારો આ સમય દરમિયાન જાહેરસભા, રેલી વગેરે કરી શકશે નહી. લાઉટ સ્પીકર પર પ્રચાર કરી શકશે નહી તેથી શાંતિ થી પોતાના વિસ્તારમાં જઈ ખાટલા મિટિંગો ચાલુ રહેશે. આમ આજથી પ્રચાર શાંત થશે.
કચ્છના ભચાઉમાં સવારે 8 કલાક અને 18 મિનિટે અનુભવાયો આંચકો, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1ની નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં ઉપરા ઉપરી ભુકંપ ના આંચકાઓ આવી રહ્યા છે ત્યારે તે ચિંતા નો વિષય છે. સવારે 8.18 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ, ભચાઉથી 12 કિમી ઉત્તર ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સબંધીતો જણાવી રહ્યા છે આ ઘટના ને લઈ ફરી એકવાર લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ગભરાટ ફેલાયો હતો.
કોરોના ની હાડમારી આખી દુનિયા માં હાહાકાર મચાવી રહી છે અને કોરોના થોડો મંદ પડ્યા બાદ ફરી એકવાર ઉથલો મારતા દુનિયાભર માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના ની વેકશીન હજુ આવી નથી ત્યાંજ ફરી કોરોના એ ઉથલો માર્યો છે અને બ્રિટન માં ફરી એકવાર કોરોના ની બીજી લહેર શરૂ થતાંની સાથે જ બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોનસને 2 ડિસેમ્બર સુધી લોકડાઉન લગાડવાની જાહેરાત કરી છે. જોનસનનો આ નિર્ણય પોતાના મંત્રીમંડળના સીનિયર સભ્યોની સાથે બેઠક કર્યાં બાદ લીધો છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ 89 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લાં એક સપ્તાહથી દરરોજ 24-30 હજાર…
વડોદરા સહિત ગુજરાત માં ઠગાઈ અને બળાત્કાર કેસ માં ગુનામાં હાલ જેલની હવા ખાઈ રહેલા બગલામુખી મંદિરના કહેવાતા સંત એવા પ્રશાંત ઉપાધ્યાયે 2013થી 2017 ના સમયગાળા દરમિયાન દસમા ધોરણના વેકેશનમાં ગુરુ ની સેવા માં રહેલી કિશોરીને તારા શરીરમાં દૈવી શક્તિ નો પ્રવેશ કરાવવા નું જણાવી તેની સાથે 12 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીએ પોલીસમાં નોંધાવતા ભારે સનસનાટી મચી ગઇ છે. ભારે હિંમત બાદ કિશોરી એ આખરે પોતાના ઉપર થયેલા અત્યાચાર ને મનમાં સહન નહિ થતા પાપીને સજા મળે તે માટે ફરિયાદ આપી છે. કિશોરી ના જણાવ્યા મુજબ મોટી ઉંમર ના આ સંત પ્રશાંત ઉપાધ્યાયે તેને એમ કહ્યું કે તારા…
કોરોના માં ભલે મંદી નો માહોલ હોય પણ સુરત માં કરોડો રૂપિયા ની ઘારી ની ખરીદી થઈ છે. સુરત માં તહેવારો આવતા જ તેજી આવી જાય છે. સુરત માં અઠવાડિયા અગાઉ થી જ ઘારીની ખરીદી શરૂ થઈ ગઈ હતી અને એકમાત્ર સુમુલડેરી ની જ 70 ટન ઘારી સૂરતીઓ લઈ ગયા છે આ સિવાય ચોર્યાસી ડેરી સહિતના વિવિધ મોટા ઉત્પાદકો દ્વારા 2થી 3 ટન ઘારી બનાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આજે રવિવારે ચંદી પડવાના દિવસે અંદાજે રૂ.6 થી 8 કરોડ ની કિંમત ની 80,000 કિલોથી વધુ ઘારી સુરતીઓ માં ખરીદી નીકળી છે. વધુમાં રૂ.180થી 240 કિલોએ મળી રહેલા ભૂસુ-ચવાણુ…
હાલ ગુજરાત માં ચુંટણી પ્રચાર ચરમસીમા એ છે ત્યારે મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મોટી જાહેરાત કરી છે તેઓ એ કહ્યું કે હું ધારાસભ્ય બનીશ તો પગાર નહીં લઉં એક મોટા બ્રેકીંગ ન્યૂઝ સામે આવ્યા છે જેમાં એક રાજકીય નેતા એ પ્રથમવાર સરકારી પગાર નહિ લેવાની જાહેરાત કરી છે સત્યડે દ્વારા આ ન્યૂઝ થોડીવાર પહેલા જ પબ્લિસ થયા હતા અને મોટી ઉંમરે પણ નેતાઓ ને તગડો પગાર અને યુવાનો બેકાર મુદ્દે પબ્લિશ થયેલા ન્યૂઝ બાદ યોગાનુયોગ આ વાત સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 3 નવેમ્બરે રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેવે સમયે મોરબીના કોંગ્રેસના ઉમેદવાર…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત માં કેવડિયા ની મુલાકાત અને બે દિવસ ના નિર્ધારિત કાર્યક્રમો બાદ દિલ્હી જવા રવાના થયા હતા. 11:55એ સી-પ્લેન પ્રોજેકટ નું ઉદઘાટન કરી તેઓ પ્રથમ પેસેન્જર બન્યા હતા અને માત્ર 50 મિનિટ માં સીધા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા સાથેજ અમદાવાદ- કેવડીયા વચ્ચેની સી-પ્લેન સેવા શરૂ થઈ ગઈ છે. મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાનાં સાધનો પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને મોર્નિંગ વોક કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો હતો અને રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ વધારી…
ભારત માં લોકશાહીમાં નેતાઓ ના એજયુકેશન,ઉંમર,ગુનાહિત સર્ટિ વગરે મુદ્દે કોઈ બંધારણીય નિયમો નહિ બનતા આ અતિ જવાબદાર ફિલ્ડ માં એટલી બધી બદીઓ ઘુસી ગઈ છે કે તેનો કોઈ પાર નથી, વાસ્તવિકતા એ છે કે બુઢિયા નેતાઓ ને એક દોઢ લાખ પગાર અને જુવાનિયા મોંઘું ભણતર પૂરું કરી નોકરી માટે ફાંફા મારે છે. અહીં ચુંટણીઓ અગાઉ કઈક ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર પણ મેદાન માં છે અને તેઓ જનતા ની સેવા કરશે. આ વાત જનતા માં હવે જાહેર માં ચર્ચાતી બાબત બની ગઈ છે ત્યારે નવા નિયમો આવે અને યુવાનો ને ચાન્સ મળે તે જરૂરી છે…