ડાકોર રણછોડરાય મંદિર ના પૂજારી વારસદાર નો પુત્ર દમણ ફરવા ગયા બાદ પરત આવતી વખતે રૂ 9 હજારની કિંમતની ચાર બોટલ દારૂ સાથે ઝડપાઇ ગયો છે. પોલીસે દારૂ સાથે 7 લાખની કાર પણ કબજે લીધી હતી વલસાડ જિલ્લા ના પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી દારૂની ટીચર્સ, પાસપોર્ટ સ્કોચ, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઈટની 4 બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ની ધરપકડ કરી હતી પાર્થ ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરનો પૂજારી પરિવાર માંથી હોવાની વિગત બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણ મોજ…
કવિ: Halima shaikh
બિહારના મુંગેરમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન સર્જાયેલી હિંસક અથડામણ માં ફાયરિંગ થતા એક યુવાન નું મોત થવા સાથે અનેક લોકો અને પોલીસ જવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ અહીંના પંડિત દિનદયાલ ચોકની પાસે શંકરપુરના મૂર્તિ વિસર્જન માટે પોલીસ બંદોબસ્ત માં હતા તે દરમિયાન પોલીસ અને સ્થાનીક લોકો વચ્ચે રકઝક થતા બબાલ થઈ ત્યારે જ કોઈએ ફાયરિંગ કરતા 18 વર્ષીય અનુરાગ કુમારનુ સ્થળ પર જ મોત થયું હતુ. ફાયરિંગમાં અન્ય 5 લોકો ઘાયલ થાય હતા. મુંગેરના ડીએમ રાજેશ મીણાએ કહ્યું કે દુર્ગા પૂજા વિસર્જનમાં અસામાજિક તત્વો એ કરેલા ફાયરિંગમાં અનેક પોલીસ કર્મી ઘાયલ થયા છે અને 1નું મોત…
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા નું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હત આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા એ તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી પણ આખરે નરેશ…
ગુજરાત ના જુદાજુદા વિસ્તારમાં ચાલુ રહેલા ભુકંપ ના આચકા વચ્ચે આજે ફરી એકવાર કચ્છ ની ધરા ધ્રુજી ઉઠી હતી અને કચ્છ માં વહેલી સવારે બે ભૂકંપના આંચકા આવતા લોકો માં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો અને લોકો પોતાના ઘરો માંથી બહાર દોડી આવ્યા હતા. વિગતો મુજબ કચ્છ ના દયાપરમાં 3.4 અને ખાવડા વિસ્તારમાં 3.3ની તીવ્રતા સાથે ના ભુકંપ ના ઝટકા આવ્યા હતા, આ ભુકંપ અંગે જાણવા મળતા અહેવાલો મુજબ કચ્છ ની વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થતાં આવ્યાં આંચકા આવ્યા હોવાનું કહેવાય છે.
વલસાડની શાહ કે. એમ. લો કોલેજ ની એક ઘટના એ ભારે ખળભળાટ મચાવ્યો છે અહીં બે મહિલા પ્રોફેસરે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. સંજય મણિયાર સામે જાતિય સતામણીની ફરિયાદ યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇનેે કરતા ભારે ચકચાર મચી ગઇ છે. ફરિયાદમાં આ મહિલા પ્રોફેસરો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે જેમાં અમે કોલેજમાં લેકચર લેતા હોય તે સમયે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કેમેરાથી અમારા શરીરનો પાછળનો ભાગ ફૂલ ડિસ્પેલમાં ઝૂમ કરી ખરાબ નજરે જોતા હોય છે. બીજી તરફ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે મહિલા પ્રોફેસર એબીવીપીનાં લીડર છે અને બદલો લેવા ખોટી ફરિયાદ કરી રહ્યાં છે. મહિલા પ્રોફેસરની ફરિયાદ મુજબ, લેકચર લેતા પહેલા…
અમદાવાદ થી કેવડિયા રૂટ ઉપર દોડનારું સી-પ્લેન 50 વર્ષ જૂનું હોવાની વિગતો સામે આવતા ગુજરાતીઓ માં આ મુદ્દે ભારે ચર્ચા ઉઠી હતી. આ સી-પ્લેન નો રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC છે, આ પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેન ના અત્યારસુધી માં અનેક માલિકો બદલાઈ ચુક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન)…
નવસારી સિવિલ હોસ્પિટલ ની યુવાન નર્સ મેઘા આચાર્ય ના ચકચારી આપઘાત પ્રકરણમાં દુષ્પ્રેરણા આપનાર સિવિલ સર્જન અને બે નર્સ સહિત પતિ અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસ હવે આગળ ની તપાસ કરી રહી છે , મેઘાએ લખેલી સુસાઈડ નોટ માં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે તેને મોટી ઉંમર ના કાકા એવા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરવામાં આવતી હોવાનું જણાવ્યું છે. નવસારીના સિવિલ હોસ્પિટલમાં કામ કરતી મેઘા આચાર્ય (ઉં.વ. 27)એ કોરોના વોરિયર્સની જવાબદારી વહન કરતાં કોરોનાગ્રસ્ત પણ થઈ હતી અને ત્યાર બાદ પોતાને થયેલા થાઈરોઈડ…
દક્ષિણ ગુજરાત વીજ કંપની ના કર્મચારીઓ ના પડતર પ્રશ્નો નો નિકાલ નહિ આવતા હવે પીએમ મોદી સામે આ વાત નો વિરોધ વ્યક્ત કરવા માટે તખ્તો ગોઠવાયો છે. વિગતો મુજબ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહિ આવતા સોમવારે મીટિંગમાં પણ પદાધિકારીઓ હાજર નહીં રહેતાં યુનિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 31મી ઓકટોબરની કેવડીયા કોલોની ખાતેની મુલાકાત દરમિયાન વીજકર્મીઓને કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવાનું એલાન આપ્યું છે. તેમાં એમજીવીસીએલના કર્મચારીઓ પણ જોડાશે. અગાઉ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે મેનેજમેન્ટ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓની રજૂઆતો નહીં સાંભળવી, રજૂઆત માટે તક નહીં આપવી, મીટિંગની લેખિત મિનિટ્સ આપી હોવા…
એક તરફ કોરોના ની હાડમારી વચ્ચે આવક ના સ્ત્રોત સામે મોંઘવારી આંટો લઈ ગઈ છે અને હાલ દિવાળી નજીક છે ત્યારે સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે હાલ માં જ ચીનમાં 30થી 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતા ઘર આંગણે જ ભારત ના લોકો હવે કોરોના માં પણ વધુ ભાવ આપવા મજબૂર બન્યા છે. છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.300થી 350 વધી ગયા છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબે રૂ.2500થી વધુ બોલાઈ રહ્યા છે. ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદથી…
સુરત માં વધુ એક દાદા અને ભાઈલોગ ની છાપ ધરાવતા રાજન રાજપૂત નામના વ્યક્તિ નું મર્ડર થતા ભારે ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ સુરત ના પાંડેસરા વિસ્તારમાં મોહન નગરના સ્થાનિક યુવાનોએ રાજન રાજપૂત ઉપર પાવડા અને દંડા વડે હુમલો કરી મર્ડર કરી નાખી ભાગી છૂટ્યા હતા. રાજન રાજેસિંગ રાજપૂત (ઉ.વ. 36) બમરોલીની આશિષ નગરનો રહેવાસી હતો અને જમીન કબજા અને લોચા વાળી જમીન ના ગોરખધંધા સાથે સંકળાયેલો હતો. મોહન નગરમાં કબજાને લઈ સવારે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ રાજનની નિર્મમ હત્યા કરી હત્યારાઓ ભાગી ગયા છે. જોકે, હત્યાની જાણ બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સુરત માં જમીન…