જનતા માટે વધુ એક મોટો આર્થિક ઝટકો મળે તેમ હોવાનું મનાય રહ્યું છે કેમકે કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ- ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારે તેવી શક્યતાઓ છે. મીડિયા રિપોટ્સ માં જણાવાયુ છે કે સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 6 – 6 નો વધારો કરી શકે છે. અગાઉ સરકારે મે દરમિયાન પેટ્રોલ પર પ્રતિ લિટર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી માં વધારો કરવાની જાહેરાત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2014 માં, પેટ્રોલ પર કુલ લિટર દીઠ રૂ .9.48 અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર હતો. તે પછી આજદિન સુધી પેટ્રોલ પરનો ટેક્સ વધીને 32.98…
કવિ: Halima shaikh
ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીઓ ના પ્રચાર ના ભાગરૂપે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કપરાડા તાલુકાના નાનાપોંઢામાં એક જંગી જાહેરસભા સંબોધી ને ભાજપ ના ઉમેદવાર ને મત આપવા અપીલ કરી હતી ત્યારે આ જાહેર સભામાં હાજર રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે બોલવામાં બાફી મારતા હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ હતી, રમણ પાટકરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં જ પોતાના ભાષણ માં જણાવ્યું કે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા તે વખતે જીતુભાઈને ઓછી ગ્રાન્ટ મળતી હતી પરિણામે આ વિસ્તારમાં વિકાસ ઓછો થતો હતો પણ હવે તેઓ ભાજપમાં આવી જતા ગ્રાન્ટ વધુ મળવાથી હવે કપરાડા વિસ્તારનો વિકાસ થશે. આમ રાજ્યના વન અને…
વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી એવા પ્રદિપ સિંહ જાડેજા વિરુદ્ધ આચાર સંહિતા ના ભંગ બદલ 2007માં મેટ્રોપોલિટન કોર્ટે તેમની સામે ફરિયાદ દાખલ કરવા થયેલા આદેશ ને પ્રદીપસિંહે હાઈકોર્ટમાં પડકારતા આજે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરતા જાડેજા ને રાહત મળી છે. અગાઉ વર્ષ 2007માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીપસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ હતી તેવે સમયે નવરાત્રિ દરમિયાન 10 ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહ દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવવામાં આવ્યું હતું, જેને કારણે તત્કાલીન શહેર કોંગ્રેસપ્રમુખ…
આગાઉ ફારૂક અબ્દુલા એ કાશ્મીરમાં લાગેલી 370 કલમ હઠાવવા માટે ચીન ની મદદ લેવાની વાત ના પ્રત્યાઘાત શમે તે પહેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના તિરંગા વાળા નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો છે અને મહેબૂબા નું કહેવું છે કે કાશ્મીર અલગ પ્રદેશ છે અને તેનો ઝંડો નહિ ફરકે ત્યાં સુધી તિરંગા ને સ્થાન નથી મહેબૂબાના આ નિવેદન નો બીજેપી દ્વારા વિરોધ કરતા હવે મામલો ગરમ બન્યો છે ભાજપ શ્રીનગરના કુપવાડા સુધી તિરંગા યાત્રા અને આજે સોમવારે કુપવાડાના ભાજપના કાર્યકર્તા શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક પહોંચ્યા અને તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભાજપના ચાર કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.ઉલ્લેખનિય છે કે અગાઉ…
હાલ પાકિસ્તાન માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને નવાઝ શરીફે કહ્યું કે કારગિલ યુદ્ધ નો નિર્ણય ખોટો હતો ,પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ 11 પક્ષના વિપક્ષી ગઠબંધન પીડીએમની બલુચિસ્તાનના ક્વેટામાં યોજાયેલી રેલી માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે વિડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતાં જણાવ્યું કે કારગિલ યુદ્ધ માં પાકિસ્તાની સેના પાસે પૂરતુ ખાવાનું કે હથિયારો પણ નહોતાં તે સમયે કેટલાક જનરલો ને યુદ્ધ નું ચાનક ચડ્યું હતું અને પાકિસ્તાન ના નિર્દોષ જવાનો ને શહીદ કરવા છોડી દીધા હતા. નવાઝે કહ્યું હતું કે કારગિલ યુદ્ધમાં સૈનિકો પાસે પૂરતાં હથિયારો નહોતાં, પણ અમુક જનરલોએ જવાનોને યુદ્ધ મેદાને ઉતારી દીધા. કારગિલ યુદ્ધ દરમિયાન…
રાજ્ય માં કોરોના ની સ્થિતિ યથાવત છે અને સંક્રમણ વધતું હોવાનું જણાતાં હવે લોકો પોતે જ જાગૃત થઈ રહ્યા છે અને કોરોના સાથે જીવવા માટે ટેવાઈ રહ્યા છે મળી રહેલા અહેવાલો મુજબ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વાત એમ બની કે એક જ અઠવાડિયમાં આ વિસ્તારમાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા સ્થાનિક લોકો સાવધાન થઈ ગયા અને કોરોના નું સંક્રમણ અહીં આગળ વધે નહીં તે માટે જાતે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે જે કોરોના ને લઈ લોકો માં આવેલી જાગૃતિ નો પુરાવો છે અને અહીંના લોકો ના નિર્ણય ની…
સુરત ના બેગમપુરા ખાતે આવેલા દ્વારકા હાઉસ નામના તૈયાર સાડીના જથ્થો રાખવાના ગોડાઉન માં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવ ની જાણ થતાંજ ફાયર ફાયટર ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ માળ સુધી પ્રસરી ગયેલી ભયાનક આગને પાંચ કલાક બાદ ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જોકે આગમાં લાખો ની નુકશાની નો અંદાજ લાગવાઈ રહ્યો છે, આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લેતાં પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલો એક ટેમ્પો પણ આગ માં સ્વાહા થઈ…
આજકાલ દેશ માં મહિલાઓ ની સલામતી ચિંતા નો વિષય બન્યો છે અને છેડતી,બળાત્કાર જેવા બનાવો વધ્યા છે ત્યારે એક્સપ્રેસ ટ્રેનોમાં એકલી મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે રેલવે દ્વારા ‘મેરી સહેલી’ યોજના હેઠળ હવે આવી એકલી મહિલા મુસાફરો માટે સુરક્ષા પુરી પાડવામાં આવશે, પ્રાયોગિક ધોરણે સુરત થઈ જતી મુંબઇ સેન્ટ્રલ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને બાંદ્રા-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસમાં એકલી મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે પાંચ આરપીએફ મહિલાકર્મી તૈનાત કરવામાં આવશે જેઓ એકલી મહિલા ને સુરક્ષા આપશે.આ પાંચ મહિલા સુરક્ષાકર્મીઓ માં એક ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર અને 3 લેડીઝ કોન્સ્ટેબલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષાની ડ્યુટી કરશે. ટીમ ટ્રેનના પ્રારંભિક રેલવે સ્ટેશનથી જ ટ્રેનમાં મુસાફરી કરી…
તહેવારો આવી રહ્યા છે રાજકોટ ના બજાર માં તેજી નો માહોલ છે ખેડૂતો નો પાક પણ તૈયાર થઈ ગયો છે ત્યારે હાલ મગફળી લઈને ખેડૂતો રાજકોટ તરફ જઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આજથી 22 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ જતા ધમધમાટ જોવા મળ્યો હતો. એક ખરીદી કેન્દ્ર પર સાત કર્મચારી મૂકવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 97 હજાર ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ તબક્કે 20-20 ખેડૂતને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરળતા રહે એ માટે દરેક ખેડૂતને એસએમએસથી જાણ કરવામાં આવશે. આમ અગાઉ થી જે ખેડૂતો ને જાણ કરાઈ છે તેવા વારા પ્રમાણે ખેડૂતો રાજકોટ આવી રહ્યા હોવાનું…
ગાંધીનગર નજીક રૂપાલ ખાતે ખુજબ જુના સમય થી નવરાત્રિ પર્વ દરમિયાન માં વરદાયીની માતાની પલ્લી યોજાય છે પણ ચાલુ વર્ષે કોરોના ને લઈ સરકારે અને તંત્રએ પરમિશન આપી નહોતી પરંતુ રૂપાલ ગામ ખાતે 5000 વર્ષથી ચાલી આવતી ઐતિહાસિક પલ્લી ની પરંપરા જળવાઈ રહે તે માટે માત્ર ઔપચારિકતા ખાતર થોડા માણસો સાથે પલ્લી નું આયોજન થયું હતું . પાંડવોના સમયથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે આસો સુદ નોમના દિવસે પલ્લી ભરાય છે. દર વર્ષે પલ્લીમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને લઈને રાજ્ય સરકાર પરમિશન આપી નહોતી. પરંતુ રૂપાલ ગામના ગ્રામજની લાગણી…