કોરોના ની હાડમારી ને કારણે પરીક્ષા નહીં આપી શકનાર 800 વિદ્યાર્થી માટે આજે સોમવાર, 26 ઓક્ટોબરથી ત્રીજા તબક્કાની પરીક્ષા નો પ્રારંભ કરાયો છે. આ પરીક્ષા ગુ. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કે.એસ.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ખાતે લેવાનાર છે જે વિદ્યાર્થીએ જે વિષયની પરીક્ષા આપવાની છે તેમના એડમિટ કાર્ડ યુનિવર્સિટીની વેબસાઈટ પર અપલોડ કરાયા છે. પરીક્ષાને લગતી મૂંઝવણ હોય તો યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતના આવશ્યક માપદંડો સાથે 26મી ઓક્ટોબરથી નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પરીક્ષા લેવામાં આવશે તેમ સૂત્રો એ ઉમેર્યુ છે. જે પરીક્ષા લેવાવાની છે તેમાં બીએ(ન્યુ)સેમેસ્ટર-6,બીબીએ સેમેસ્ટર-6, બીસીએ સેમેસ્ટર-6,બીકોમ સેમેસ્ટર-6 બીએડ સેમેસ્ટર-4,બીએસસી સેમેસ્ટર-6, ડીએલપી, એલએલબી સેમેસ્ટર-2, એલએલબી સેમેસ્ટર-4,…
કવિ: Halima shaikh
ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ માં ચાલતા ગોરખધંધા હવે ખુલીને બહાર આવી રહ્યા છે અહીં ડ્રગ્સ,શરાબ,ગંદકી નો માહોલ છે અહીં આવતી યુવતીઓ ને ફિલ્મ માં રોલ આપવાનું કહી તેઓનું બાપ ની ઉંમર ના લંપટ ઈસમો ચુથતા રહે છે પછી અન્ય લોકો આજ ધંધો કરતા રહે છે, ઘરે થી માતાપિતા ના સપના પૂર્ણ કરવા નીકળેલી યુવતી ની હાલત કોલગર્લ થી બદતર થઈ જાય છે. તે કાસ્ટિંગ કાઉચ નો શિકાર બને છે. ગઈકાલે જ મીડિયા માં અહેવાલો આવ્યા જે મુંબઇ માં એક હોટલ માંથી સેક્સ રેકેટ પકડાયું તેમાં ફિલ્મ અને ટીવી સિરિયલ ની હિરોઇન પોતાના દેહનો વેપાર કરતી હોવાની વાત સામે આવી છે રૂ.10 લાખ…
અમદાવાદ થી કેવડિયા સી પ્લેન માંજવા માટે જ્યારે કામ ચાલતું હતું ત્યારે નાના અને મધ્યમ માણસો એવું વિચારતા હતા કે ટિકિટ ઓછી હશે તો બચત કરીને એકવાર વિમાન માં બેસવાની મજા લઈશું પણ હવે ટિકિટ ના દર નક્કી થઈ ચૂક્યા છે અને એક વ્યક્તિ ની રૂ. 4800 ટિકિટ નક્કી થતા સામાન્ય માણસ ને માત્ર નજારો જ જોવાનો વારો આવશે. નોંધનીય છે કે કેન્દ્રની ઉડાન યોજના હેઠળ રિજનલ કનેક્ટવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવા રૂટ પર ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે. ઉડાન યોજનામાં નાની…
ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને માજી સાંસદ મહેશ કુમારનું આજે 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે દુઃખદ નિધન થયું હતું. તેઓ ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કોનડિયાના મોટાભાઈ હતા. છેલ્લા ઘણાજ સમય થી તેઓ બીમાર હતા. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. બીજી તરફ નરેશ કનોડિયા પણ કોરોના પોઝિટિવ થતાં યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…
દાહોદ પંથક માં ગોઝારી ઘટના ઘટી છે અને ખુબજ મોટી સંખ્યા માં લોકો પહોંચી રહ્યા છે અહીં તાજા જન્મેલા બાળક સાથે હોસ્પિટલ થી રીક્ષા માં આવી રહેલ પ્રસૂતા ની રીક્ષા તળાવ માં ખાબકતા ત્રણ માસૂમ બાળકો ના મોત થઈ ચૂક્યા છે પરિણામે સામા તહેવારો માં ગામલોકો માં અરેરાટી ફેલાઈ ગઇ છે. વિગતો મુજબ દાહોદ નજીક આવેલા ચોસાલા ગામની 25 વર્ષીય મહિલાને પ્રસવ પરીડા ઉપડતાં તે ગામની બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે નજીકના PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા માટે ગઈ હતી. જ્યાં તેણે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ આજે રીક્ષા મારફતે ત્રણેય મહિલાઓ નવજાત અને અન્ય બે નાનાં…
કોરોના ની મહામારી ફાટી નીકળતાં સંક્રમણ અટકાવવા સરકારે લીધેલા નિર્ણય બાદ મોટા મંદિરો અને જાહેર ફરવા લાયક સ્થળો બંધ કરાયા બાદ હવે થોડી છૂટછાટ અપાઈ રહી છે ત્યારે સતત 7 મહિના બાદ ગાંધીનગર સ્થિત શ્રી અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર આજથી ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે, જેમાં સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે તેમ મંદિર ના સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે સાથેજ ભક્તોને કોરોના ની ગાઈડલાઈન ના નિયમો પાળવા પણ અપીલ કરાઈ છે.
રાજ્ય માં વિધાનસભા ચૂંટણીઓ ના ધમધમાટ વચ્ચે બેઠકો અને પ્રચાર નો દૌર ચાલુ છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ મનસુખ માંડવીયાની લીંબડી ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક મળનાર છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા લીંબડી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં બપોરે 3 વાગ્યે સાર્વજનિક સરકારી હાઈસ્કૂલ, સાયલા ખાતે જાહેરસભાને સંબોધશે, ત્યારબાદ સાંજે 5 વાગ્યે પટેલ સમાજની વાડી, સાયલા ખાતે લીંબડી વિધાનસભા ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે આ માટે આગલા દિવસ થી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મિશન 2026 હેઠળ સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો આજે વડોદરામાં શુભારંભ કરાવશે. સરદાર…
હાલ કોરોના ની મહામારી માં પરિવહન વ્યવસ્થા ને અસર પહોંચતા ધંધા ને અસર થતા રાજકોટ થી અરજન્ટ મુંબઈ જવા રસ્તો આસન થઈ ગયો છે અને આજે દશેરા થી હવાઈ સેવા માં વધુ એક સેવા નો ઉમેરો થયો છે. રાજકોટથી ઉડાન ભરતી ફ્લાઈટ પણ હવે અનલોક થઇ ગઈ હોય એમ મોટાભાગે મુંબઈની ફ્લાઈટ હાઉસફુલ ઉડાન ભરી રહી છે. અનલોકના અમલીકરણ બાદ વેપાર-ધંધા અને ઉદ્યોગો સહિત બધું અનલોક થઇ જતા ફ્લાઈટ પણ હાઉસફુલ થવા લાગી છે. એર ટ્રાફિક વધતા હવે સ્પાઈસ જેટે પણ રાજકોટથી મુંબઈની ફ્લાઈટ આજથી દરરોજ ઉડાવવાનો નિર્ણય કર્યો છે. આમ એરપોર્ટ ઉપર ઇન્કવાયરી અને બુકીંગ ચાલુ થયું હોવાનું સૂત્રો…
આજે દેશભરમાં દશેરા પર્વ મનાવાઈ રહ્યું છે અને શસ્ત્ર પૂજન સહિત ના પારંપારિક આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક નાગપુર ખાતે પણ શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંઘના વડા મોહન ભાગવતે ચીન ની દાદાગીરી સામે ભારતે જે આક્રમક વલણ ચાલુ રાખ્યું તે બદલ પીએમ મોદી ની સરાહના કરી હતી પણ સાથેસાથે ચીનના બેવડા વલણથી સાવચેત રહેવા પણ ટકોર કરી હતી. ચીન પર નિશાન સાંધતા મોહન ભાગવતે કહ્યું કે આપણે શાંત રહીએ છીએ તેનો મતલબ એ નથી કે આપણે દુર્બળ છીએ. એ વાતનો અહેસાસ તો હવે ચીનને પણ થઇ ગયો છે. પરંતુ એવું નથી…
સુરત માં કોરોના ને લઈ આ વર્ષે રાવણ દહન કરાશે નહીં પરંતુ આ વખતે ખરીદીને લઇને સુરતીઓનો ઉત્સાહ ઓછો થયો નથી જે આજે સાબિત થઈ ગયું, સુરત માં દશેરાના શુભ મૂહૂર્તમાં 400 કાર અને 800 બાઇકની ડિલિવરી લેવા સૂરતીઓ ડીલર ના ત્યાં પહોંચી ગયા હોવાના વાવડ છે, જ્યારે ગોલ્ડ અને જ્વેલરીમાં પણ 30 ટકા બુકિંગ થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે,આ સાથે ફૂલ બજારોમાં પણ તેજી જોવા મળી છે.સુરત માં આમતો શનિવારે દુર્ગાઆઠમે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડ જોવા મળી હતી અને ફૂલ, ફાફડા જલેબી સહિત જ્વેલરી અને ઓટો બજારમાં ભીડ હતી. સુરત માં ઘીમાં બનેલી જલેબી રૂ. 440 કિલો…