રાજ્ય માં સવાર ના સમયે હવે ફુલગુલાબી ઠંડી નો આહલાદક અનુભવ થઈ રહ્યો છે લોકો વહેલી સવારે ઉઠીને માસ્ક લગાવી જોગિંગ અને વોકિંગ માટે નીકળી પડે છે અને ખુશનુમા સવાર ના કુદરતી આહલાદક વાતાવરણ ને માણી રહ્યા છે. વિતેલા 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇશાની પવન ફૂંકાવાના કારણે હવે ઠંડીની અસર વરતાવા માંડી છે અને આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના છે. સવારે આકરી ગરમી બાદ સમી સાંજથી ધીરેધીરે ઠંડીનું પ્રમાણ વધતાં લોકોને ગરમીથી રાહત મળી છે. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું…
કવિ: Halima shaikh
ભારત એ પ્રાચીન તહેવારો નો દેશ છે અને પરંપરાગત તહેવારો ની ઉજવણી નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે આજે સવાર થી જ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે લોકો પોતાની શક્તિ મુજબ ફાફડા,જલેબી અને નવા વાહનો ની ખરીદી માં જોતરાયા છે, ફૂલો ના હાર પોતાના વાહનો ઉપર ચડાવી રહ્યા છે ત્યારે દશેરાના દિવસે ધાતુની વસ્તુઓ ખરીદવાની અને શસ્ત્ર પૂજની પણ પરંપરા છે. શસ્ત્ર પૂજા માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 9.28 થી 11.02 વાગ્યા સુધી છે. તેમજ ખરીદી માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 12.39થી 11 વાગ્યા સુધીનું છે. આજના શુભ મુહૂર્તમાં વાહન, શસ્ત્ર, કોઇપણ ધાતુની ભગવાનની મૂર્તિ કે પછી ધાર્મિક પુસ્તકો ખરીદવાથી…
સરકારે સરિતા ગાયકવાડ ને DYSP નિમણૂક કરતા જ્યાં હોય ત્યાં આજ ચર્ચા થઈ રહી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી એથ્લિટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે ડીવાયએસપી તરીકે નિમણૂક આપી છે. આ અગાઉ શૂટર લજ્જા ગોસ્વામીને પણ ગુજરાત સરકારે પોલીસમાં નોકરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી હતી. આ સાથે સરિતા રમત પર પૂરતું ધ્યાન આપી શકશે અને ગુજરાત પોલીસના જવાનોને એથ્લિટિક્સની તાલીમ આપશે. ગાયકવાડને કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે રજા પણ મળશે. તેમને દર મહિને 56,100 રૂપિયાનો પગાર મળશે.થોડા સમય પહેલા સરિતાનો એક ફોટો ખૂબ ચર્ચામાં આવ્યો હતો જેમાં તે…
રાજ્યભરમાં દશેરા નું પહેલું એવું પર્વ છે જ્યાં ફાફડા-જલેબી માટે સવારથી જોવા મળતી લોકો ની ભીડ ગાયબ હતી અને કેટલાક વિસ્તારો બાદ કરતાં જાણીતા સ્થળો અને સ્ટોલ ઉપર છૂટી છવાઈ ઘરાકી જોવા મળી હતી. કોરોનાના કારણે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં રાવણદહનનો કાર્યક્રમ કરવામાં આવશે નહીં.આજે સવારે નોમ અને બપોરે દશેરા નો સંયોગ છે , આગલા દિવસે આઠમ-નોમ નો સંયુક્ત યોગ વચ્ચે દર વર્ષે દશેરા ના દિવસે ફાફડા માં ખાસ ખરીદી જોવા મળી ન હતી લોકો માત્ર ફોરમાલિટી ખાતર થોડી ખરીદી કરી હતી લોકો માં ઉધરસ થવાનો ભય જણાતો હતો વેપારીઓ ના જણાવ્યા મુજબ અગાઉ ના વર્ષો માં દશેરા…
વલસાડના અબ્રામાં ખાતે આવેલી માર્બલ ફેક્ટરી પાસે રહેતા મહેશભાઈ સોંલકીનો એકનો એક 25 વર્ષીય ભાર્ગવ છેલ્લા 4 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં ગ્લેનહંટલી વિસ્તારમાં મિત્રો સાથે રહેતો હતો. વિગતો મુજબ ભાર્ગવ મોનાસ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરી પીઆર માટે અરજી કરવાનો હતો. ભાર્ગવ રાત્રે તેની નિશાન કારમાં સવાર થઈને ઘરે જઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન મેલબોર્નના એલવૂડ વિસ્તારમાં હોલ્ડન યુટે કારમાં સવાર ચાલકે બેફામ ઝડપે ધસી આવી ભાર્ગવની કારને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ભાર્ગવનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ વિકટોરિયા પોલીસે અકસ્માત સર્જનાર હોલ્ડન યુટે કારમાં…
તુર્કી એ જેટ તોડી પાડી અમેરિકા ને લલકાર કર્યો છે આ મામલે અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડી તુર્કી દ્વારા કરાયેલા S-400 એર ડિફેંસ સિસ્ટમ ના પરિક્ષણ સામે વિરોધ કર્યો હતો. તુર્કીએ ખુલ્લેઆમ સ્વિકાર્યું હતું કે, તેને અમેરિકાના F-16 ફાઈટર જેટ વિરૂદ્ધ રશિયાની S-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમનો ટેસ્ટ કર્યો હતો. તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈય્ય્યબ એર્દોગને આ ટેસ્ટની પુષ્ટી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના દેશે અમેરિકાના વાંધા છતાંયે રશિયન બનાવટની S-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમનું પરિક્ષણ કર્યું છે રશિયા ની S-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમ ને લઈને અમેરિકા અને તુર્કી વચ્ચે ઉભો થયેલો વિવાદ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ…
ભાવનગર જિલ્લાના ઘાંઘળી નજીક મીની બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં બાઇક ઉપર જઇ રહેલ દંપતી નું મોત નીપજ્યુ હતું. મૃતક દંપતી મહુવા તાલુકાના કરમદીયા ગામે રહેતાં એભલભાઈ ગેમાંભાઈ ડાભી (ઉં.વ. 35) અને શોભાબેન એભલભાઈ ડાભી (ઉં.વ.30) હોવાનું ખુલ્યું હતું. તેઓ નવરાત્રિ નિમિત્તે બાઈક પર સવાર થઈને ઉમરાળાના ચોગઠ ગામે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યાં હતાં. ત્યારે શિહોરના ઘાંઘળી નજીક આવેલી કેબી ઇસ્પાત ફેકટરી પાસેથી પસાર થતી વખતે આ ઘટના બની હતી મૃતક એભલભાઈ ગેમાંભાઈ ડાભી અને શોભાબેન એભલભાઈ ડાભીને સંતાનમાં બે દીકરી અને એક દિકરો હોવાનું અને મુળ ચોગઠ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બંનેના મોત…
કેન્દ્ર સરકાર દ્વારા દેશની 4 હજાર આર્મી કેન્ટીન્સને હવે થી વિદેશી સામાન આયાત ન કરવાનો આદેશ આપતા મોંઘોદાટ વિદેશી દારૂ સ્કોચ વ્હીસ્કી પણ નહીં મળે તેથી સ્વદેશી દારૂ મળશે. સરકારે આ નિર્ણય આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી લીધો છે. નિર્ણય પહેલાં ત્રણેય સેનાઓ પાસેથી સલાહ લેવામાં આવી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. દેશમાં લગભગ 4 હજાર આર્મી કેન્ટીન છે, જેમાં ડિસ્કાઉન્ટ ભાવે સામાન મળે છે, જેનો ફાયદો વર્તમાન અને પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારોને મળે છે. સામાન્ય રીતે વિદેશી દારૂ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનની માગ વધુ રહે છે. સરકારના નિર્ણય પછી હવે આર્મી કેન્ટીનમાં વિદેશી સામાન નહીં…
કોરોના માં શૈક્ષણિક કાર્ય ને ખુબજ અસર થઈ છે ત્યારે આજે ગુજરાતમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 43.37% ટકા જાહેર થયું છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં લેવાયેલી આ પરીક્ષામાં 122245 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાથી 103649 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 44948 પરીક્ષાર્થીઓ પ્રમાણ પત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વર્ષ પરીક્ષાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
સમગ્ર ભારત માં નવરાત્રી પર્વ માં માતાજી ની પૂજા આરાધના થઈ રહી છે ત્યારે આ વર્ષે છઠ્ઠા નોરતાંથી એક જ દિવસે બે તિથિનો સંયોગ ચાલતો હોય ભાવિકો દ્વિધા અનુભવી રહ્યા છે. નવરાત્રિમાં આ વખતે છઠ્ઠા નોરતાંથી એક જ દિવસે બે તિથિનો સંયોગ શરૂ થયો છે. શનિવારે આઠમું અને નવમું નોરતું એકસાથે છે. બીજી તરફ ઉદિત તિથિ નોમ રવિવારે સવારે 7.43 વાગ્યા સુધી જ હોવાથી અને ત્યાર બાદ દશેરાની તિથિ શરૂ થતી હોવાથી રવિવારે નવમું નોરતું અને દશેરા સાથે ગણાશે. હિન્દુ પંચાંગ અનુસાર સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ માન્ય ગણવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ તિથિ 24 કલાક…