કવિ: Halima shaikh

સમગ્ર ભારત માં નવરાત્રી પર્વ માં માતાજી ની પૂજા આરાધના થઈ રહી છે ત્યારે આ વર્ષે છઠ્ઠા નોરતાંથી એક જ દિવસે બે તિથિનો સંયોગ ચાલતો હોય ભાવિકો દ્વિધા અનુભવી રહ્યા છે. નવરાત્રિમાં આ વખતે છઠ્ઠા નોરતાંથી એક જ દિવસે બે તિથિનો સંયોગ શરૂ થયો છે. શનિવારે આઠમું અને નવમું નોરતું એકસાથે છે. બીજી તરફ ઉદિત તિથિ નોમ રવિવારે સવારે 7.43 વાગ્યા સુધી જ હોવાથી અને ત્યાર બાદ દશેરાની તિથિ શરૂ થતી હોવાથી રવિવારે નવમું નોરતું અને દશેરા સાથે ગણાશે. હિન્દુ પંચાંગ અનુસાર સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ માન્ય ગણવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ તિથિ 24 કલાક…

Read More

કોરોના ની હાડમારી ના કારણે સુરત ના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ પ્રસિધ્ધ માં અંબા નું ધામ અંબિકાનિકેતન મંદિર નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું જોકે, મંદિર માં પૂજા અને યજ્ઞ ચાલુ રહ્યા હતા પણ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ભક્તો ને મંદિર માં પ્રવેશ અપાયો ન હતો માટે અને મંદિર માં જ બહાર પ્રોજેક્ટર મૂકી ઓનલાઈન દર્શનનો ભક્તો લાભ લઈ રહ્યા છે. આજે આઠમ હોવાથી 56 ભોગ અને યજ્ઞ નો ભાવિકો એ ઓન લાઇન દર્શન નો લાભ લીધો હતો. પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. જોકે, નિત્યપૂજા અને ઓનલાઈન દર્શન ચાલુ રાખવામાં આવ્યા…

Read More

સુરત ની લાજપોર જેલમાં પાકા કામના કેદીઓ ફોન વાપરતા હોવાની મળેલી બાતમી આધારે તપાસ હાથ ધરવામાં આવતા જેલના બેરેકમાં ટોઇલેટ પાસેથી 1 મોબાઇલ મળી આવતા જેલતંત્ર ચોંકી ઉઠ્યું હતું અને પ્રાથમિક તપાસ માં આ મોબાઇલથી બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા પામેલ નારાયણ સાંઇ સહિત પાંચ કેદીઓ ઉપયોગ કરતા હોવાની વિગતો ખુલતા જેલર કે.જે.ઘારગે સચિન પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર ના આરોપી નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે ગુનો નોંધી ફોન ક્યાંથી કેવી રીતે જેલ માં આવ્યો તે અંગે તપાસ શરૂ કરી છે.…

Read More

ગુજરાત માં સમગ્ર એશિયા ના સૌથી રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે.મોટા ગણાતા રોપવે એવા ગિરનાર રોપવે નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઇ-લોકાર્પણ કર્યું હતું. ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી એ ગિરનાર રોપવે સાથે સાથે ઇ-લોકાર્પણ કરવા સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરી હતી. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે…

Read More

કોરોના નો બીજો તબક્કો શરૂ થવાની દહેશત વચ્ચે દેશ માં કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરવા સૂચનાઓ અપાઈ રહી છે કારણ કે યુરોપ માં બીજા તબક્કા નો કોરોના દેખાતા હવે કેટલીક જગ્યાએ ફરીથી લોકડાઉન ની સ્થિતિ ઊભી થઈ છે તેવે સમયે ભારત માં પણ લોકો ને સાવચેત રહેલા પીએમ મોદીએ અપીલ કરી છે ત્યારે વલસાડ ના તિથલ બીચ ઉપર સહેલાણીઓ માટે ખુલ્લો મુક્યા બાદ સહેલાણીઓ મોટી સંખ્યા માં તિથલ બીચ ઉપર આવી રહ્યા છે તેવે સમયે સંક્રમણ નો ભય ઉભો થતા સહેલાણીઓમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે તિથલ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા બીચ પર કોવિડના નિયમોની…

Read More

અમદાવાદ ના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ પાસે ન્યુ કોટન ચાર રસ્તા પર AMTSની બસ ના ચાલકે બેફામ બસ હંકારી એક મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટના થી લોકોના ટોળા એકઠા થયા હતા અને બસ ઉપર પથ્થરમારો કરતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ડ્રાઈવર તથા કન્ડક્ટર ની પુછતાછ કરી હતી આ ઘટના અંગે ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ તેણે બ્રેક મારી હતી પણ ત્યાં સુધીમાં મહિલા બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત…

Read More

હાલ કોરોના ની હાડમારી માં ખાનગી કંપની વાળા બોનસ ની વાત તો દૂર પગાર પણ આપવામાં ગલ્લા ટલ્લા કરી રહ્યા છે અને માત્ર પોતાનું હિત વિચારી કર્મચારીઓ ને કામ કરાવી લઈ પગાર પણ આપતા નથી તેવા સમયે સરકારી નોકરી કરતા પરિવારો ના ઘર માં નવરાત્રી અને દિવાળી ની ખરીદી નીકળી છે. હાલ માં જ રેલવેના સી અને ડી શ્રેણીના કર્મચારીઓની માંગણીને ધ્યાને લઇ રેલવે દ્વારા સુરત સહિત દેશભરના રેલવે કર્મચારીઓને પ્રોડક્ટિવિટી લિંક બોનસ આપવામાં આવનાર છે. જેમાં માત્ર સુરતના જ 1800 કર્મચારીઓને 17,950 રૂપિયા બોનસનો લાભ મળશે. સુરત અને ઉધનાના રેલવે કર્મચારીઓએ બોનસની જાહેરાત થતા એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા…

Read More

ડીઝલ-પેટ્રોલ ના ભાવો વધ્યા બાદ હવે તહેવારો ની મૌસમ માં જ સીંગતેલ સહિત ના ખાદ્ય તેલો ના ભાવ માં વધારો થયા ની કળ વળે તે પહેલાં જ હવે બટેટા અને ડુંગળીના ભાવ પણ વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, બટાટા અને ડુંગરી ના ભાવ વધારા માટે ભારે વરસાદ નું કારણ આગળ કરી પાક નિષ્ફળ ગયા ની વાત કરાઇ રહી છે . બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો હોવાની વાત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. આવક ઓછી અને ડિમાન્ડ વધુ હોવાથી હાલ ડુંગળી અને બટાટાના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેથી બટેટાના…

Read More

સુરત માં કાપોદ્રા બ્રિજ પરથી 26 વર્ષીય યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી દેતા ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગ ની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરાઈ રહી છે. નદી માં કૂદી પડનાર યુવાન કાપોદ્રા વિસ્તારમાં રહેતા ગુલાબ મધુભાઈ પાટીલ(ઉ.વ.26) તરીકે થઈ છે. જે છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતો હોવાની વાત સામે આવી છે જે આજે બાઈક લઈ બ્રીજ પાસે પહોંચ્યો હતો અને કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ દ્રશ્ય જોનારા લોકોએ ફાયર વિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તાપી નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

Read More

દેશ વિદેશ માં ખુબજ નામ છે તે રૂપાલની પલ્લીનો મેળો ચાલુ વર્ષે નહીં યોજાય તેવી તંત્ર દ્વારા અગાઉ જહેરાત થયા બાદ હવે પલ્લી નીકળશે તેવા અહેવાલ છે. વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શકયતા જોવા મળી રહી છે. રૂપાલમાં વરદાયિની માતાજી ની પલ્લી નીકળશે તેવી વાત સામે આવતા શ્રદ્ધાળુઓ માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ હજુ સુધી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે,પરંપરા ન તૂટે તે માટે ગ્રામજનોએ સીમિત શ્રદ્ધાળુઓ સાથે પલ્લી નીકળવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. કોરોના ગાઈડલાઈન્સ સાથે સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે પલ્લી ગામ લોકો સાથે…

Read More