કવિ: Halima shaikh

ગુજરાતમાં હાલ વિધાનસભા ની આઠ બેઠકો પર પેટાચૂંટણીઓ નો માહોલ છે ત્યારે બીજી તરફ પોલીસ વિભાગમાં પણ આજ સમયે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પણ અમદાવાદના પીઆઈની બદલીઓ અંગે આદેશ થયા છે તો બીજી તરફ રાજ્યમાં પણ 12 પીઆઈ કક્ષા ના અધિકારીઓ ની અન્ય જિલ્લાઓમાં બદલીના આદેશ અપાયા છે.અમદાવાદ શહેર પોલીસમાં આઠ પીઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સરખેજ પીઆઇની મણીનગર બદલી કરવામાં આવી છે. મણીનગર પીઆઈ એસ.એમ પટેલને ક્રાઇમબ્રાંચમાં મુકાયા છે.જ્યારે એસ.જી દેસાઇ ટ્રાફિક પીઆઇને સરખેજ પીઆઇ તરીકે બદલી થઇ છે. જે.કે ભરવાડને વેજલપુર સેકેન્ડ પીઆઇ બનાવાયા છે. કે.ડી…

Read More

એક તરફ સરકાર પાસે રૂપિયા ની કમી છે અને બીજી તરફ મોટા મોટા ઉદ્યોગો પાસે ટેક્સ વસુલાત થતી નથી ત્યારે દાનહના માંજ આવેલા લગભગ 19 પેટ્રોલ પંપ સંચાલકો ટેક્સ ભરવામાં અડોળાઈ કરતા હોવાથી હવે તંત્ર આકરા પાણીએ જોવા મળ્યુ છે અને દસ વર્ષનું વ્યાજ અને પેનલ્ટી સાથે બાકી નીકળતી અંદાજીત 105 કરોડની વેટની બાકી રક્મ ભરવા પ્રશાસનના વેલ્યુએડેડ ટેક્સ વિભાગે આવા પેટ્રોલ પંપ સંચાલકો ને નોટિસ પાઠવતા સબંધીતો દોડતા થઈ ગયા છે. દાનહ પ્રસાશનના વેલ્યુ એડેડ વિભાગે પટ્રોલ-ડીઝલનો જથ્થો સપ્લાય કરતી રિફાઇનરીઓના હિસાબ સાથે પ્રદેશના વિવિધ પેટ્રોલપંપોના પુરવઠાના આવક જાવકના હિસાબની સરખામણી કરતા 32.56કરોડની ઘટ દેખાઈ હતી.જેમાં વ્યાજ અને પેનલ્ટીની…

Read More

વલસાડ જિલ્લા માં છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે અને વરસાદ પડતાં ખેડૂતો ચિંતા માં પડી ગયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે. ઉમરગામ તાલુકામાં ગત મોડી સાંજે ગાજવીજ સાથે અડધો કલાક વરસાદ પડતા ડાંગર ના પાક સહિત કાઠાંના ગામોમાં દરિયા કિનારે સુકવવા મુકેલા બૂમલા વરસાદી પાણી માં પલળી જતા ખેડૂતો અને માછીમારો માં ચિંતા પ્રસરી હતી તેમજ બુમલા પલળી જતા હવે પછીના તબબકા માં દુર્ગંધ ફેલાવાની શક્યતા વધી ગઈ છે. નવરાત્રિ પહેલા પાછોતરા વરસાદની આગાહીથી ખેડૂતો ની ચિંતા વધી છે. હવામાન વિભાગે 15 થી…

Read More

ભારત માં કોરોના ની હાડમારી ચાલુ રહેતા અનેક લોકો ના મોત થઈ ગયા છે અને આર્થિક પાયમાલ થઈ ગયા છે અને કોરોના નો કહેર હજુપણ યથાવત છે ત્યારે કોરોના ની રસી ભારત માં તૈયાર થઈ છે અને તેનું પરિક્ષણ ચાલુ થતા કોરોના સામે રક્ષણ મળવાની આશા બંધાઈ છે.વિગતો મુજબ બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ, હૈદરાબાદ ખાતે હાલ કોરોના સામે લડત આપે તેવી રસી કોવેક્સિન-TM નામની રસી તૈયાર થઈ ગઈ છે અને હાલમાં તેનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તેમાં આ કંપનીએ વિવિધ રાજ્યોમાં તેનું બહોળા પ્રમાણમાં પરીક્ષણ થઇ શકે તેથી જે-તે રાજ્યોની સરકારો પાસે ટ્રાયલ ની પરમિશન માંગી હતી. ગુજરાત…

Read More

મુંબઈ ના બોલિવુડ એકટર વિવેક ઓબેરોય ના નિવાસસ્થાને બેંગલુરૂ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે દરોડા પાડ્યા હોવાના અહેવાલ છે, વિવેકની પત્નીના ભાઇ આદિત્ય અલ્વા બેંગલુરૂ ડ્રગ્સ કેસમાં આરોપી છે. પોલીસે તેની તપાસમાં વિવેકના મુંબઇ ના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા છે. વિવેકનો સાળો આદિત્યની વિરૂદ્ધ કેસ નોંધાયા બાદથી તે ફરાર છે. સીસીબી એ કોર્ટ વોરંટ લઇ વિવેદના ઘરે શોધખોળ હાથ ધરી છે. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે કૉટનપેટ કેસમાં આદિત્ય અલવા ફરાર છે. વિવેક ઓબેરોય તેનો સંબંધી છે જેને લઈ અલ્વા ત્યાં હોવાની શક્યતા ને લઈ સીસીબીની ટીમ મુંબઇમાં તેમના ઘરે પહોંચી હતી. સેંડલવુડ ડ્રગ્સ કેસમાં કેટલાંય મોટા નામ બહાર આવી રહ્યા…

Read More

વલસાડ ની કપરાડા વિધાનસભા બેઠક પર આખરે કોંગ્રેસ દ્વારા સ્થાનિક અગ્રણી બાબુભાઇ વરઠાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે,વારલી સમાજ ના અગ્રણી બાબુ વરથા એ સત્યડે ને જણાવ્યું કે કોંગ્રેસ નાના માણસો ની ચિંતા કરે છે અને પોતે 25 હજાર વોટ થી જીતી જશે તેવો મજબૂત દાવો કર્યો હતો. બીજી તરફ કપરાડા વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણી માટે અગાઉ ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને અપક્ષ તરીકે પ્રકાશ પટેલ ફોર્મ ભરી ચુક્યા છે ત્યારે અહીં રસાકસી નો માહોલ ઉભો થવાની શકયતા છે. નોંધનીય છે કે બાબુ વરઠા અગાઉ ભાજપમાં હતા અને સરપંચ તરીકે પણ ચૂંટાયા હતાં. પણ જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી ભાજપમાં જતા તેઓ…

Read More

ઘોર કળિયુગ ના કિસ્સા હચમચાવી દે તેવા જોવા મળી રહયા છે,વડીલો માં ભગવાન નું રૂપ હોય છે પણ હવે ના લોકો આ બધી વાતો માં વિશ્વાસ કરતા નથી અવાજ એક કિસ્સા ની વાત અહીં પ્રસ્તુત છે. તામિલનાડુના સલેમમાં બનેલી હૃદયદ્રાવક ઘટના માં આવ્યો છે. અહીં ગંભીર બીમારીથી પીડાતા 74 વર્ષના એક વૃદ્ધને મારી નાખવા માટે પરિવારજનોએ તેમને ફ્રીઝરમાં પૂરી દીધા હતા શ્વાસ લેવા માટે તરફડતા આ વૃદ્ધને મંગળવારે બચાવી લેવામાં આવ્યા હતા. પરિવારજનોએ એક દિવસ પહેલાં જ તેમને બીમાર હાલતમાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવી લઈ જીવતા હોવાછતાં ભાડા નું ફ્રીજર મંગાવી રાતભર તેમને ડેડબોડી રાખવા માટે વપરાતા ફ્રીઝર બોક્સમાં પુરી…

Read More

ગુજરાતમાં કેવડિયા ની પીએમ મુલાકાત લે તે પહેલાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, PM મોદીના આગમન પૂર્વે કેવડિયાને કોરોના ફ્રી બનાવવા માટે અભિયાન શરૂ થયું છે અને મોટાપાયે ટેસ્ટ કરવામાં આવી રહયા છે. કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. પીએમ સી-પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે આવશે. હાલ કેવડિયાના 10 કિમી વિસ્તારમાં સ્ટેચ્યુના કર્મચારી, સુરક્ષા જવાનો તેમજ આસપાસના 6 ગામોના લોકો મળી કુલ 18 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે સી-પ્લેનની જેટી અને ટર્મિનલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કરાયું છે. નર્મદા જિલ્લા…

Read More

ગુજરાત કોંગ્રેસ માં અંદરોઅંદર એટલા બધા ડખ્ખા છે કે મજબૂત સુકાની વગર નુ આ વહાણ કઈ દિશા માં જઇ રહ્યું છે તે કહેવું મુશ્કેલ છે તાજેતરમાં કોંગ્રેસ ના મોટા ગજાના નેતાઓ ભાજપ માં જતા રહ્યા બાદ હમણાં હમણાં છેલ્લે તો કૈલાશ ગઢવી પણ જતા રહ્યા અને હવે લીંમડી નું કોકડું સલવાતા કોંગ્રેસ ની હાલત ખરાબ થઈ ગઈ છે, વિગતો મુજબ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની ઓડિઓ કલીપ વાયરલ થઈ છે. લીંબડી બેઠકની ટિકિટને લઇ ઓડીઓ કલીપ વાયરલ થઈ છે. સ્થાનિક કાર્યકર-ઋત્વિક મકવાણા વચ્ચે ટિકિટને લઇ ભારે માથાકૂટ થતા કોંગ્રેસ ની આંતરિક બબાલ ની લોકો મજા લઈ રહયા છે. સામાજિક સમીકરણ કોંગ્રેસ ને…

Read More

ગુજરાત માં હાલ વિધાનસભા ની પેટા ચુંટણીઓ નો માહોલ છે ત્યારે સામે ચુંટણીઓ એ રાજ્ય માં 36 જેટલા મામલતદારની બદલી કરવામાં આવી છે. રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ આપવામાં આવ્યા હોવાની માહિતી છે.ગુજરાતમાં મામલતદારોની સાગમટે બદલીઓ થતા વહીવટી વિભાગ માં ભારે ચર્ચાઓ ઉઠી છે. રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ કરાયા છે. રાજ્યના રેવન્યૂ વિભાગે રાજ્યના 36 મામલતદારની સામૂહિક બદલીના આદેશ જાહેર કર્યા છે. મોટી સંખ્યામાં બદલીઓના કારણે તાલુકા કક્ષાના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

Read More