અમદાવાદ મ્યુનિસિલપલ તંત્ર તેની બેદરકારી ને કારણે સતત ચર્ચામાં રહે છે ત્યારે ફરી એકવાર મનપા ની મૂર્ખામી સામે આવી છે અને અન્ય રાજ્યોમાંથી રોજની આવી રહેલી 14થી 15 ટ્રેનો કાલુપુર રેલવે સ્ટેશને આવે છે તેના મુસાફરો નું કોરોના ટેસ્ટિંગ નહિ કરાતું હોવાની બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી છે. મ્યુનિ.ની હેલ્થ ટીમ માત્ર ચાર જ ટ્રેન જેવીકે રાજધાની એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ, મુજફ્ફરપુર – અમદાવાદ એક્સપ્રેસ અને ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસના પેસેન્જરોની જ તપાસ કરેે છે. જ્યારે બાકી ની ટ્રેન આવે તો તેમને ચેક કર્યા વગર સીધા બહાર જવા દેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું હેલ્થ વિભાગને…
કવિ: Halima shaikh
મહારાષ્ટ્ર માં મુંબઈ સહિત કેટલાંય જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઇના હિંદમાતા, પરેલ, ભાયખલા રોડ સહિત કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાઇ જતા ભારે મુશ્કેલી ઉભી થઇ છે.ભારે વરસાદ ને કારણે મુંબઇ, થાણે ,પાલઘર માં યલો એલર્ટ અપાયું છે અને મુંબઈ ના સિંદુદુર્ગ, રત્નાગિરી વિસ્તારમાં માં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.મહારાષ્ટ્ર માં સતત વરસાદ પડી રહ્યો છે.વરસાદે ફરી મુંબઈની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કોલાબામાં અત્યાર સુધીમાં 85 મીમી, સાંતા ક્રૂઝમાં 66 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે એલર્ટ જારી કર્યું છે. લગભગ 12 કલાક વરસાદ બાદ પુણેના ઈન્દાપુર, નીમગાંવ, કેતકી અને બિગવનમાં સ્થિતિ…
ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટેના પોતાના તમામ આઠ ઉમેદવારો જાહેર કરી દીધાં છે. છેલ્લે લીંબડી બેઠક ઉપર પણ કિરીટસિંહ રાણાનું નામ ડિકલેર કરી પોતાનું સ્ટેન્ડ નક્કી કરી લીધું છે. કિરીટ સિંહ રાણા સિવાયના તમામ ઉમેદવારોના ફોર્મ પણ ભરાઇ ગયા છે અને જ્યારે આજે રાણા ગુરુવારે પોતાનું ફોર્મ ભરશે. આમ હવે ભાજપમાં ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે,તો બીજી તરફ કોંગ્રેસ માંથી ધડાધડ પડેલા રાજીનામાં ની કળ અને આઘાત ને લઈ કોંગ્રેસ માં હજુપણ આઘાત ના આફ્ટર શોક લાગી રહ્યા હોય તેવો નીરસ માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપે પોતાના વિસ્તારોમાં લોકસંપર્ક શરૂ કરી દીધો છે અને તેઓ ગામેગામ સંપર્ક પ્રચાર કરી…
વલસાડ માં કોરોના આવતા બેકાર થઈ ગયેલો જિમ ટ્રેનર ચોરીના રવાડે ચડી ગયા નો ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે વલસાડ ના ગુંદલાવથી કૈલાસ રોડ તરફ ચોરીની એક મોપેડ લઈને બે ઈસમો જઈ રહ્યા હોવાની બાતમી મળતા સીટી પીઆઇ એચજે ભટ્ટ, પો.કો.રાજકુમાર કરુણાશંકર તથા પોલીસ જવાનો કૈલાસ રોડ પર થી પસાર થઈ રહેલા બાતમી મુજબ ના મોપેડને અટકાવી મોપેડ ચાલક જશવંત રાકેશસિંહ રાજપૂત ની પુછતાછ કરતા વાહન ના પેપર મળ્યા ન હતા અને બહાના બતાવવા તેઓની સઘન પૂછપરછ બાદ ત્રીજા ઈસમ ધવલ નું નામ ખુલતા તેને સીટી પોલીસ મથકે બોલાવતા તે પણ નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યો હતો તેના…
કોરોના ના લાંબા અંતરાયલ બાદ ગુજરાત સહિત અમદાવાદમાં આજથી મલ્ટિપ્લેક્સ શરૂ થઈ રહ્યાં છે. જો કે તમામ મલ્ટિપ્લેક્સ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે અને મોટા ભાગના મલ્ટિપ્લેક્સ ગુજરાતી ફિલ્મો દર્શાવશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું જોકે, બીજી તરફ કેટલાકે મુંબઈથી ડીસ્ટ્રીબ્યુટર દ્વારા આજે કઈ ફિલ્મ દર્શાવવી તે નક્કી થઈ જાય પછી નિર્ણય લેશે તેમ જણાવી રહ્યા છે. અમદાવાદમાં ડ્રાઈવ ઈન સિનેમા શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. તેમાં પણ 330 ગાડીઓને જ પ્રવેશ અપાશે. મોટા ભાગના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો દર્શાવવાને લઈને અંતિમ તૈયારીઓ ચાલે છેજો કે દર્શકોનો રિસ્પોન્સ કેવો છે તેના આધારે જ બધુ નક્કી થશે. આજુ બાજુ એક સીટ છોડીને…
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ના ધમધમાટ વચ્ચે મજબૂત સુકાની વગર પક્ષ કોંગ્રેસે બુધવારે રાતે કપરાડા અને ડાંગ બેઠક પરના નામો જાહેર કર્યા છે, કપરાડા બેઠક પર બાબુભાઈ વરઠા અને ડાંગ બેઠક પર સૂર્યકાંત ગામિતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.ભાજપ ની રણનીતિ સામે વામણા સાબિત થઈ રહેલા કોંગ્રેસ માં નિર્ણય શક્તિ નો અભાવ સ્પષ્ટ થઈ રહ્યો છે. ભાજપ દ્વારા કિરીટસિંહ રાણા ને ટિકિટ અપાયા બાદ લીંબડી બેઠક માટે કોંગ્રેસ હજુપણ વિચાર કરી રહી છે, જેના કારણે નામ જાહેર કરી શકાયું નથી. કોંગ્રેસે અગાઉ પાંચ બેઠક પર નામો જાહેર કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો ૧૫મી ઓક્ટોબરના ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવા જશે. કોંગ્રેસ લીંબડી…
વિશ્વ હિન્દુ પ્રદેશ ના વિરોધ અને 24 કલાક માં જ નિર્ણય બદલવા અપાયેલા અલ્ટી મેટમ બાદ પા રાજ્ય સરકારે નવરાત્રી પર્વ માં પ્રસાદ વિતરણ કરવા ઉપર મુકેલો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. રાજ્ય સરકારે કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જોકે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તો , વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા અસંતોષની લાગણી જોવા મળી હતી અને સરકાર ને ફેર વિચારણા કરવા માંગ કરી હતી જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ…
ગુજરાતમાં વિધાનસભા ની પેટાચૂંટણીઓ અગાઉ જ કોંગ્રેસ ના ગઢ માં મોટા મોટા ગાબડાં પડ્યા બાદ હમણાં જ કોંગી નેતા કૈલાશ ભાઈ ગઢવી એ કોંગ્રેસ ને બાય બાય કરી દેવાની ઘટના ની હજુ શાહી સુકાઈ નથી ત્યાંજ આજે સંઘપ્રદેશમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે જેમાં ઓબીસી પ્રમુખ હરિશ પટેલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા જિગીષાબેન પટેલ પોતાના 200 સમર્થકો સાથે ભાજપ માં જોડાઈ જતા કોંગ્રેસ ને સતત મોટો ફટકો પડયો છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી રહી છે. સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સાથે ગ્રામ પંચાયતની પણ ચૂંટણીઓ યોજાઈ રહી છે.…
યોગ ગુરુ બાબા રામદેવ હાથી ઉપર બેસી ને યોગા કરવા જતાં બેલેન્સ ગુમાવતા હાથી ઉપર થી નીચે પટકાયા હતા જોકે તેઓ સ્ફૂર્તિ થી જમીન ઉપર થી ઉભા થઇ ગયા હતા પણ લોકો માં મજાક નું કેન્દ્ર બની ગયા હતા. બાબા રામદેવ હાથી ઉપર યોગ કરતી હતા ત્યારે જ હાથી ચાલવા લાગે છે પરિણામે બાબા તેમનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે.જોકે આ ઘટનામાં બાબાને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી ન હતી. તેઓ જેવા નીચે પડ્યા તે સાથે જ ઉભા થઈ ગયા અને સાથીઓ સાથે હસવા લાગ્યા હતા. આ ઘટના સોમવારે મથુરામાં મહાવન સ્થિત આશ્રમ માં બની હતી.…
ભારત -ચીન વચ્ચે પૂર્વ લદાખમાં એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે સોમવારે ભારત-ચીન વચ્ચે સાતમી વાર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. ભારતના ચુશુલમાં આયોજિત આ બેઠક આશરે 12 કલાક ચાલી હતી. ત્યાર પછી બંને દેશે સંયુક્ત નિવેદનમાં વાતચીતને સકારાત્મક અને રચનાત્મક ગણાવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય સેનાએ છઠ્ઠી બેઠકમાં પાછળ હટવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મુદ્દે ખેંચતાણ પછી ચીને જૂના મુદ્દા રદ કરીને 10 સૂત્રીય પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં પાંચ મુદ્દા જૂના છે, જ્યારે પાંચ નવી માંગ છે. આ નવા મુદ્દા વિશે બેમાંથી કોઈ દેશે માહિતી આપી ન હતી. આ બેઠકમાં ભારત તરફથી 14 કોરના ચીફ લેફ્ટનન્ટ જનરલ…