ઉમરગામ તાલુકાના જંબુરી ચેકપોસ્ટ ઉપર પોલીસે ઓડી કાર માં દારૂ ની બોટલો સાથે જઇ રહેલા સીને જગત સાથે સંકળાયેલા દંપતી ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતો મુજબ ભીલાડ પોલીસ મથક હસ્તકની જંબુરી ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપર ફરજ ઉપર હાજર પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ બળદેવભાઈ વાઘેલા એ દમણ તરફથી આવી રહેલી સિલ્વર કલરની ઓડી કાર નંબર MH-02-EK-2223 ઉપર અટકાવી કાર માં તપાસ કરતા એક બેગમાંથી 8 જેટલી ભારતીય બનાવટનો મોંઘા ભાવ નો ઇંગલિશ દારૂની બોટલો મળી આવતા તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન કાર ચાલક નું નામ 48 વર્ષીય વિક્રમ વાસુદેવ રજાની, ધંધો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ…
કવિ: Halima shaikh
દેશ માં મોટા અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં હૈદરાબાદ માં ભારે વરસાદ ને કારણે હોનારત જેવી સ્થિતિ ઉભી થઇ છે. સતત ભારે વરસાદને લઈ અત્યાર સુધી 11 લોકોનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં 9 લોકોનાં મોત બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે થયા છે. અહીં નીંચાણવાળા વિસ્તારો સંપૂર્ણ રીતે પાણી માં ડૂબી ચુક્યા છે. હૈદરાબાદ ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારે વરસાદને કારણે બંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. બાઉન્ડ્રી વોલ પડતાં 9 લોકોનાં મોત નિપજ્યા તો 2 લોકોને ઈજા પહોંચી છે. અલગ ઘટનામાં, એક 40 વર્ષીય મહિલા અને તેની 15…
વાપી અને ચલા વિસ્તારમાં પશુઓ ની બિન્દાસ ચોરી કરી જતા પશુચોર સીસીટીવી માં કેદ થયા મામલે મીડિયા માં આવેલા અહેવાલો બાદ લોકો માં ભારે રોષ ફેલાયો હતો અને આવા નીચ લોકો ને પકડી લેવા માટે વોચ ચાલુ થઈ હતી તે દરમ્યાન વાપી ટાઉન હનુમાન મંદિર પાસે ત્રણ ગાયોને ઇંજેક્શન મારી બેભાન કર્યા બાદ આ પશુઓ ને લઈ જવાની પેરવી કરી રહેલા ઈસમો ને સ્થાનિકો લોકો એ જોઇ લેતા તેઓ ને પડકારતાં આ ઈસમો ફરાર થઇ ગયા હતા.બીજી તરફ વાપી ટાઉન પોલીસે નાઇટ પેટ્રોલીંગ વધારી મુકતા સોમવારે રાત્રે પેટ્રોલીંગમાં ચલા મુક્તાનંદ માર્ગ ઉપર એક સફેદ ટવેરા કાર અને એસેન્ટ કારમાં બેસેલા…
નવરાત્રી પર્વ અને દિવાળી , નાતાલ પર્વ આવી રહ્યા છે અને કોરોના નું સંક્રમણ પણ ચાલુ હોય ગુજરાત સરકારે વિદેશોમાંથી આવતા ગુજરાતીઓ હવે એરપોર્ટથી સીધા જ પોતાના ઘરે ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં જઈ શકે તેની નવી ગાઈડલાઈન જાહેર કરતા હવે જો તમારું સંબંધી ઈન્ડિયા આવવા નું હશે તો સરકાર ની આ ગાઈડલાઈન નો અમલ કરવો પડશે. અત્યાર સુધી વિદેશથી આવતા ગુજરાતીઓને સરકારી વ્યવસ્થા અથવા તો હોટલોમાં ૭ દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવતા હતા. હવેથી ગર્ભાવસ્થા, પરીવારમાં મત્યુ, માનસિક તકલીફ, ગંભીર બિમારી ધરાવતા અને ૧૦ વર્ષથી નાના બાળકો સાથે આવતા પ્રવાસીઓએ બોર્ડિંગના ૭૨ કલાક પહેલા મુક્તિ મેળવી હશે તો તેમને સીધા જ…
હાથરસ ની ચકચારી ઘટના અંગે દેશભરમાં ભારે પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે ત્યારે રાજ્ય માંઆજે એક સાથે ગુજરાતના 14 જિલ્લાના 450થી વધુ ગામોમાં પ્રેરણા સભા યોજી મહિલાઓ હાથરસની મુતક યુવતીના પ્રતિકાત્મક ફોટાને ચપટી હળદરથી ચાંદલો કરશે. મૃતક દલિત યુવતીના કપાળે હળદર લગાવીને તેની માતાની ઇચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે. બીજી ચપટી હળદર ત્યાં પડેલા ડબ્બામાં નાંખશે. દેશભરમાંથી તમામ ડબ્બાંઓ સાણંદ સ્થિત દલિત શક્તિ કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે. ત્યાં પ્રતિકૃતિ તૈયાર થયા બાદ તે યુ.પી.ના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે.આમ ગુજરાત માં આ પ્રકાર નું મોટું આયોજન કરવામાં આવતા દેશભર ના મીડિયા ની નજર ગુજરાત ઉપર ખેંચાઈ છે.
રાજ્ય માં કોરોના નું સંક્રમણ વધવાના ભયે નવરાત્રિ પર્વ દરમિયાન માતાજી ના દર્શન કરવા જ્યાં મોટી સંખ્યા માં ભાવિકો દર્શનાર્થે આવે છે તેવા પ્રખ્યાત માતાજીનાં મંદિરો બંધ રહેશે. રાજ્ય માં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી માતાજી નું મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. ઋષિ વિશ્વામિત્રના સમયનું મહાકાળી માતાનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે. નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાવાની શક્યતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું ટૂંક સમયમાં જ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. તાજેતરમાં જ પાવાગઢ ખાતે 1 લાખ લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.…
દેશ માં રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સામેના કેસ ઝડપભેર ચલાવવા સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલા હુકમ બાદ નેતાઓ ના કેસો નું ઝડપથી નિરાકરણ આવી રહ્યું છે ત્યારે આજે ગુજરાત ના ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુકશાનીના કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય સહિત પાંચ ને છ માસની જેલ અને રૂ.૧૦ હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો.વિગતો મુજબ ધ્રોલમાં આરોગ્યની કથળેલી સેવા મામલે તા.૧૬-૭-ર૦૦૭ના રોજં જોડીયા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય અને હાલમાં જામનગર ગ્રામ્યના ભાજપા ના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિતના કેટલાક લોકો ધ્રોલ સરકારી દવાખાનામાં આવેદનપત્ર આપવા અને તે અંગે રજુઆત માટે ગયા…
ગુજરાતમાં હજુ ચોમાસા ની સત્તાવાર વિદાય થઈ નથી અને વરસાદ હજુપણ પડી શકે છે માટે વરસાદ માટે તૈયાર રહેશો. રાજ્ય માં બે દિવસ ભારે વરસાદની શકયતા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા થયેલી આગાહી મુજબ આગામી તા.16 અને 17 ઑક્ટોબરે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની યોજાયેલી બેઠક માં રાહત કમિશનર હર્ષદ પટેલે આ માહિતી આપી હતી જેમાં જણાવાયા પ્રમાણે આગામી તા.15 થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. તા. 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં…
આખરે લીંબડી બેઠક ઉપર જ્ઞાતિવાદને અવગણીને ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપતા તમામ અટકળો નો અહીં અંત આવ્યો છે. કોળી મતદારોની બહુમતી ધરાવતી લીંબડી બેઠક ઉપર છેલ્લા કેટલાય સમયથી ભાજપના કોળી આગેવાનો જ આ બેઠક પર કોળી ઉમેદવારની માગ કરી રહ્યા હતા અને કોંગ્રેસ પણ અહીં કોળી ઉમેદવારને જ ટિકિટ આપવાની હોવાથી અહીં સીધો જંગ ક્ષત્રિય અને કોળી ઉમેદવાર વચ્ચે થશે જેથી લીંમડી બેઠક ઉપર સૌની નજર રહેશે. કિરીટસિંહ રાણા રાજ્યકક્ષાના મંત્રી અને સંસદીય સચિવ રહી ચૂક્યા છે. 2012 અને 2017માં રાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ કોળીપટેલ સામે અને 2002માં ભવાન ભરવાડ સામે હાર્યા હતા. જોકે 2014ની લોકસભા ચૂંટણીમાં…
ગુજરાત માં વિધાનસભા ની પેટા ચુંટણીઓ માં ભાજપ નું પલ્લુ ભારે જણાઈ રહ્યું છે અને કોંગ્રેસ માં કેપ્ટન ની કમી વર્તાઈ રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યુ છે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ સામે કોંગ્રેસ ના સંગઠન પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની હાજરીમાં શહેર જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખો સાથે ભલે બેઠકો કરી રહ્યા પણબીજી તરફ એક અગ્રણી નામે કૈલાશ ગઢવી એ સામી ચૂંટણી એ રાજીનામુ આપી સાબિત કર્યું કે કોંગ્રેસ માં કઈ ઠેકાણા નથી કોંગ્રેસ દ્વારા ઉપર હાઇ કમાન્ડ ને દેખાડવા ખાતર વર્ચ્યુઅલ સભાઓ અને પ્રચાર માટેની કામગીરી નો દેખાડો કરી રહી…