સુરત સિવિલ માં એક બેભાન હાલત માં એક યુવતી ને લાવવામાં આવી છે જેની ઉપર બળાત્કાર થવાની શક્યતાની તપાસ કરાઈ રહી છે,આ યુવતી ના હાથ અને પગમાં ફ્રેક્ચર, જાંગ અને હોઠ પર ગંભીર ઈજા તેમજ એક કરતાં વધુ દાંત તૂટેલા હોવા સાથે યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા છે અને ખુબજ લોહી વહેતું હોય ફરજ પર હાજર તબીબો ચોંકી ઉઠ્યા છે. આ અજાણી યુવતી ગંગાધરા રેલવે સ્ટેશન નજીક આવેલા ગાંગપુર ફાટક પાસે ગંભીર હાલતમાં પડી હોવાની જાણ સ્ટેશન માસ્ટરને થતાં તેમણે આરપીએફ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ યુવતીને 108 મારફતે સારવાર અર્થે સુરત સિવિલમાં…
કવિ: Halima shaikh
દેશ માં બળાત્કાર ની ઘટનાઓ વધતા હવે વિશ્વ માં ભારત ની છબી ખરડાઈ રહી છે, હાથરસ ની ઘટના બાદ દેશ ના જુદાજુદા વિસ્તારમાં બળાત્કારની સેંકડો ઘટના બની છે આ બધા વચ્ચે ઝારખંડના ગુમલામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી છોકરી ને સરાજાહેર જાણે કાયદા નો કોઈ જ ડર ન હોય તેમ ઉચકી જઇ પાંચ છોકરાઓ એ આખી રાત ગેંગરેપ કરતા દેશભરમાં ભારે સનસનાટી મચી ગઇ છે. આરોપીઓ છોકરીને તેના જ ઘરેથી બંધક બનાવીને લઈ જઇ ઘટના ને અંજામ આપ્યો હતો. આ મામલાને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત બાળકી ના માતા-પિતાએ ક્રોધ માં આવી જઇ પોતાની…
દેશ માં ભ્રષ્ટાચાર ખુબજ વધ્યો છે અને અસલી લાભાર્થી રહી જાય છે અને નકલી લાભ ઉઠાવી જાયછે આવો જ મામલો યુપીના બારાબંકી જિલ્લામાં સામે આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિમાં નકલી ખેડૂતો ને બખ્ખા થઈ પડ્યા છે. અને અઢી લાખ ગેરલાયક લોકોને પૈસા મળ્યા હોવાની વાત સામે આવતા હવે પ્રશાસને પૈસા પાછા વસૂલવાનું હાસ્યાસ્પદ અભિયાન હાથ ધર્યુ છે. સપ્ટેમ્બરમાં ગાજીપુરમાં આ મામલામાં 1.50 લાખ નકલી ખેડૂતોના નામ ડિલીટ કરવામાં આવ્યા છે. તમિલનાડુમાં આ ગડબડીને લઈને મોટી કામગીરી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર 96 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવાઓને સમાપ્ત કરી દેવામાં આવી છે. 34 અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 13…
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયુ છે અને કપરાડા બેઠક ઉપર જીતુ ચૌધરી એ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા બાદ આજે ભાજપના અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે. વી. કાકડિયા અને કરજણના ઉમેદવાર અક્ષય પટેલ ઉમેદવારીપત્ર ભરનાર હોવાનું જાણવા મળ્યું છે. અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ફોર્મ ભરવા જતાં પહેલાં વિશ્વ વિશ્વાસ સંમેલન યોજી સમર્થકો નો ઉત્સાહ વધારશે. ભાજપ દ્વારા પદ્ધતિસર ચૂંટણી નું કાઉન્ટ ડાઉન ખેલાઈ રહ્યું છે અને પ્રચાર થાય તે રીતે આયોજનો સાથે ફોર્મ ભરવાની કવાયત ચાલુ છે, બીજી તરફ લીમડી બેઠક નું કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે જેમાં ક્ષત્રિય ઉમેદવાર કે કોળી…
ગુજરાત માં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાય તેવી શક્યઓ જણાઈ રહી છે. ગુજરાત માં ભાજપ, કોંગ્રેસની સાથે હવે NCP પણ પોતાના ઉમેદવારો ને મેદાનમાં ઉતરવા માટે કવાયત હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ આજે બપોરે પેટાચૂંટણી, કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્ચાનમાં રાખીને NCP દ્વારા પ્રેસ- કોન્ફરન્સ કરવામાં આવશે, જેમાં તે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી શકે છે.આમ ગુજરાત માં ચુંટણીઓ નો માહોલ ગરમાયો છે અને ધીરેધીરે ગુજરાતમાં ચુંટણીઓ ને લઈ રાજકીય ગતિવિધિ શરૂ થઈ છે.
રાજ્ય માં વિધાનસભા ની પેટા ચૂંટણીઓ નો માહોલ છે ત્યારે મતદારો માં જાગૃતિ આવે તે હેતુસર કપરાડા બેઠકની પેટાચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય એ માટે કપરાડામાં આજે મતદાન જાગૃતિના સંકલ્પ સાથે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરાયું છે. અહીં આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવશે કે જેમાં મતદાનના દિવસે હું અચૂક મતદાન કરીશના સંકલ્પ સાથે મતદારો સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લેશે. આમ અહીં ચુંટણીઓ નો માહોલ જામ્યો છે અને બન્ને પક્ષ ના અગ્રણીઓ બરાબર ના કામે લાગ્યા છે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અગાઉ પણ નેતાઓ માં ખરીદ વેચાણ ની પ્રક્રિયા ચાલુ રહી છે અને આજ બાબત માં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડયા ની વાત સામે આવી રહી છે,જેમાં ગુજરાત કોંગ્રેસના કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલ છે. ગુજરાત કોંગ્રેસના નેતા અને પ્રવક્તા કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપીને કોંગ્રેસ ના નેતાઓ ને આડે હાથ લીધા હતા, કૈલાશ ગઢવીએ પાર્ટીમાં પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેઓ નારાજ હોવાનુ જણાવી પક્ષમાંથી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું…
વલસાડ માં વિધાનસભા ની પેટા ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને હાલ તો જીતુભાઇ ચૌધરી નું પલ્લું ભારે જણાઈ રહ્યું છે પરંતુ બીજી તરફ ગત ઇલેક્શન માં જીતુભાઇ ખુબજ ઓછી સરસાઈ થી જીત્યા હોવાથી કેટલાક લોકો જીતુભાઇ ના જીતવા સામે સવાલો પણ કરી રહ્યા છે બીજી તરફ વારલી સમાજ ના પ્રમુખ વરથા પણ જીતુભાઇ સામે ઊભા રહેવાની વાતો વચ્ચે કહી શકાય કે જંગ રસાકસી વાળો બની રહેશે. જોકે, 181 કપરાડા વિધાનસભાની નવેમ્બરમાં યોજાનાર પેટા ચૂંટણીમાં પારડી અને વાપી તાલુકાના 32 ગામોના 72 હજાર મતદારો કોની તરફ ઢળે છે તેતો સમયજ કહેશે પણ આ મતદારો જ ઉમેદવાર ની ભાવિ…
ગુજરાત માં ઇલેક્શન અને તહેવારો નો એક્સાથે માહોલ ક્રિયેટ થયો છે અને આજ અરસા માં નઠારા તત્વો દ્વારા આતંકી હુમલા ના ઇનપુટ અપાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તમામ સ્થળે સીસીટીવી ગોઠવવા સાથે પોલીસ નજર રાખી રહી છે. અમદાવાદમાં આગામી દિવસમાં નવરાત્રી-દિવાળીના તહેવારોને લઈ પોલીસ કમિશનર દ્વારા જનતા ની સલામતી માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તહેવાર સમયમાં ગુપ્તચર એજન્સી દ્વારા અન્ય રાજ્ય સહિત ગુજરાતમાં આતંકી સંગઠનો ની ખતરાની શકયતા વ્યક્ત કરી બહાર પાડવામાં આવેલા જાહેરનામા માં શહેરના મોટા કોમ્પ્લેક્સ, જવેલર્સ, સહિત ચાર રસ્તા પર સીસીટીવી અને સિક્યુરિટી રાખવા માટે નિર્દેશ અપાયા છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર…
વલસાડ શહેરમાં સારા અધિકારીઓ ની ટીમ સતત વલસાડ ના ડેવલપ માટે રાત દિવસ મહેનત માં લાગી છે અને પ્રથમવાર કલ્યાણબાગ સામેના રિઝર્વ પાર્કિંગ પ્લોટ ખુલ્લો કરી કડક કાર્યવાહી ની ચેતવણી આપી દીધી છે ત્યારે હવે મુખ્ય રસ્તાના રોડ માર્જિનના દબાણો દૂર કરવા માંગ ઉઠી છે. નગરપાલિકા ના સભ્યોએ આ મુદ્દે સ્થળ તપાસ કરવાની માગ કરી હતી. વિપક્ષના સભ્યો ગીરીશ દેસાઇ, ઝાકીર પઠાણ, રાજૂભાઇ મરચાં, સોનલ પટેલ, નિતેશવશી વિગેરે એ ગતરોજ સોમવારે કલેકટર આર.આર.રાવલને રોડ માર્જિનના દબાણો હટાવવાના મુદ્દે રજુઆત કરી હતી. આ સિવાય વલસાડના ધરમપુર રોડ અને બેચર રોડ 18.5 મીટરની પહોળાઇનો છે.અહીં દબાણો વધતા ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનો ભય…