ભાજપ ના ચાણક્ય ગણાતા દેશ ના ગૃહમંત્રી અમિત શાહ સાત મહિના બાદ ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે તેઓ નવરાત્રિના પ્રારંભે તા.૧૭ ઓક્ટોબરથી તા. ૧૯ ઓક્ટબર સુધી પોતાના પરિવાર સાથે ગુજરાતમાં જ રહેશે. અમિત શાહ અને તેમનો પરિવાર નવરાત્રિ ના બીજા નોરતે પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચરાજી માતાજીની માંડવીના દર્શને જવાની પરંપરા જાળવી રાખી છે. ૧૭ ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રિના બીજા નોરતે તેઓ પરિવાર સાથે માતાજીના દર્શન માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપમાંથી મળતી વિગતો મુજબ ૧૭મીએ મોડી રાતે અમદાવાદ આવશે અને બીજા નોરતે ૧૮મીની રાતે માણસામાં માતાજીના દર્શન કરીને ૨૦મી ઓક્ટોબરની સવારે પરત દિલ્હી જવાના હોવાથી કોઈ…
કવિ: Halima shaikh
અમદાવાદ ના દાણીલીમડામાં છ વર્ષની બે બાળકીઓ પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે એક અજાણ્યા ઇસમે બન્ને બાળા ને ઢીંગલી આપવાની લાલચ આપી બાળકીઓને બાજુમાં આવેલ બંધ મકાનના શૌચાલયમાં લઇ જઇ બાળકીઓના ગુપ્ત ભાગે અડપલાં કરી એક બાળકી સાથે દુષ્કર્મ કરવાનું ચાલુ કરતા બાળકીઓએ બૂમાબૂમ કરી મૂકતા અજાણ્યો શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો, આ ઘટના ની જાણ થતાં જ પોલીસે સીસી ટીવી ફૂટેજ ની મદદ થી બળાત્કારી ને ઝડપી લીધો હતો, ઝડપાયેલો મહમદ રફીક બળાત્કાર કેસ માં જ જેલ માં બંધ હતો અને તેના પિતા નું મૃત્યુ થતા જેલ માંથી પેરોલ ઉપર બહાર આવ્યો હતો અને બહાર આવતા જ ફરી…
હાથરસ કાંડમાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને આ કેસ ની વિગતો સાંભળી એડીજી પ્રશાંતકુમારને સવાલ કર્યો હતો કે, શું તમારી પુત્રી હોત તો તમે જોયા વિના અંતિમ સંસ્કાર થવા દેત? હાઈકોર્ટમાં સુનાવણી બાદ પીડિતાના સ્વજનોએ વકીલ સીમા કુશવાહાને આ માહિતી આપી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, એડીજી કહેતા હતા કે, એફએસએલ રિપોર્ટમાં સીમનના પુરાવા મળ્યા નથી, પરંતુ મેં તેમને લૉની ડેફિનેશન સમજવાનું સૂચન કર્યું હતું. મારી પાસે તમામ રિપોર્ટ આવી ચૂક્યા છે. જજે તેમને ક્રોસ ક્વેશ્ન કર્યા, ત્યારે પણ કોઈ અધિકારીઓ પાસે જવાબ ન હતા. આ દરમિયાન કુશવાહાએ આશા વ્યક્ત કરતા કહ્યું કે, જે રીતે બેન્ચ…
વલસાડ માં વિવિધ જીવો ને બચાવનાર અને કંઈ કેટલાય સાપ નું રેસ્ક્યુ કરનાર યુવાન નું સાપે ડંખ મારતા કરૂણ મોત થયું હતું. કલ્યાણબાગ સામે બરફ વેચતો અને તરીયાવાડમાં રહેતો 25 વર્ષીય ગૌરાંગ કાંતિભાઈ પટેલ જીવદયા પ્રેમી હતો અને અવારનવાર જીવો ને બચાવતો હોય ગુંદલાવમાં સાપ ને રેસ્ક્યુ કરવાનો મેસેજ મળતા જ પહોંચી ગયો હતો જ્યાં ગૌરંગે રસલ વાઈપર સાપને પકડી લીધો હતો અને બરણીમાં પૂરીને ધરમપુરના જંગલમાં સાપને બરણી માંથી સાપ ને બહાર કાઢતી વખતે અચાનક બહાર આવીને રસલ વાઈપર સાપે ગૌરાંગને ડંખ મારી દીધો હતો પરિણામે તેની સાથે રહેલા તેના મિત્રએ ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ ગૌરાંગને સાપનું…
ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું. તેઓ એ ગુજરાત માં કાયદાઓ વધુ કડક બનાવી અસામાજિક તત્વો-ગુંડાગર્દી કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવા અને હુલ્લડ મુકત સુખી-સમૃદ્ધ-શાંત સુખી-સમૃદ્ધ-શાંત ગાંધી-સરદારનું ગુજરાત પ્રસ્થાપિત કરવા ઉપર ભાર મુક્યો હતો. CM રૂપાણીએ ભાવનગર પોલીસ આવસનું કર્યું ઇ-લોકાર્પણ કર્યું હતું અને રૂપિયા 41.36 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કરીCM રૂપાણીએ કોરોના અંગે પણ આપી માહિતી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું છે. 41.36 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતા.આમ કોરોના…
વિધાનસભા ની પેટા ચૂંટણી માટે કપરાડા બેઠક ઉપર થી આજે સોમવારે ભાજપના ઉમેદવાર જીતુ ભાઈ ચૌધરી એ પોતાના સમર્થકો સાથ કપરાડા મામલતદાર કચેરીમાં ભાજપ ના ચિન્હ ઉપર થી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. હાલ માં ભાજપ દ્વારા અહીં ચૂંટણી માટે પ્રચાર સહિત ની રણનીતિ તૈયાર કરાઇ રહી છે અને કપરાડા સ્થિત ભાજપ કચેરી અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા જેમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મંત્રી રમનલાલ પાટકર, મંત્રી ઇશ્વર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનું દેસાઈ, વલસાડ પાલિકા માજી પ્રમુખ સોનલ બેન, ધારાસભ્ય અરવિંદ પટેલ ,જિલ્લા ભાજપ આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા અને સૌ એકજૂથ થવા હાકલ કરી હતી. જોકે, આ…
કોંગ્રેસ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ટંકારામાં 2017માં મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ થયેલા કેસમાં લલિત વસોયા અને લલિત કગથરાને મોટી રાહત મળી છે. સરકારે આ કેસ પરત ખેંચતા કોંગી નેતાઓ ને રાહત મળી છે, ટંકારા કોર્ટે કોંગ્રેસના MLA લલિત વસોયા, લલિત કગથરા જેવા અનેક નેતાઓની હાજરી પુરી જવા દીધા હતા. સરકારી વકીલ કેસ પાછો ખેંચવા માટે ટંકારા કોર્ટ પહોંચ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી કેસ પરત ખેંચી લેતા હવે આ કેસ નહીં ચાલે. મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓને મોટી રાહત કહી શકાય,ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેરસભાનો કેસમાં કોર્ટે કેસ પાછા ખેંચવાની મોખિક સૂચનાને પગલે…
રાજ્યના ડેરી ક્ષેત્ર માં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા દૂધ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં તમામ બેઠક બિનહરીફ થયા બાદ રાજકોટ ડેરીના ચેરમેનની ચૂંટણી બિનહરીફ થઈ છે. 12 ઓક્ટોબરે (આજે) સવારે 11 કલાકે ડેરીના ચેરમેનની યોજાયેલી ચૂંટણી દરમ્યાન રાજકોટ ડેરીના નવા ચેરમેન ગોરધન ધામેલિયા જાહેર કરાયા છે. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ સહકારી ક્ષેત્રના પીઠ આગેવાનો એ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા ચેરમેન બનાવવા અંગે પોતાનું સમર્થન આપ્યું હતું. રાજકોટ ડેરીના નવા ચેરમેન તરીકે ગોરધન ધામેલિયા ચૂંટાઈ આવ્યા બાદ તેઓ એ પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસો કરવા અને કિસાન સંઘને સાથે રાખી કામો કરવા ઉપર ભાર…
પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઈને રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની ગયા બાદ તેઓ ને જોઈને ખુશ થઈ ગયેલી એક મહિલા જ્યારે રાનું મંડલ પાસે જાય છે ત્યારે તેની સાથે બેહૂદુ વર્તન કરી મહિલા ને ઉતારી પાડ્યા નો વિડીયો વાયરલ થયા બાદ લોકો રાનું મંડલ માં આવી ગયેલા અભિમાન ને જોઈ નારાજ થયા હતા અને રાનું મન્ડલ આ ઘટના થી સોસિયલ મીડિયા માં ટ્રોલ થયા હતા અને ત્યાર થીજ તેઓની ફરી એકવાર પડતી શરૂ થઈ ગઈ છે. ફેમસ થયા બાદ રાનૂને માટે જીવન બદલાઈ ગયું હતું પણ તેઓએ જે પણ કર્યું, જે પણ પહેર્યું તેના કારણે તે…
દેશ માં ભારે ચર્ચા જગાવનાર હાથરસ ના 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત બળાત્કાર અને હત્યા મામલે આજે અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠમાં મહત્ત્વની સુનાવણી થવાર હોય તંત્ર માં ભારે દોડધામ નો માહોલ જોવા મળ્યો હતો. પીડિત પરિવાર સવારે ભારે સુરક્ષા વચ્ચે લખનઉ રવાના થઈ ગયો છે. 1 ઓક્ટોમ્બરે કોર્ટે મામલાને જાતે નોટિસ કર્યો હતો. કોર્ટે રાજ્યના અપર મુખ્ય સેક્રેટરી ગૃહ અવનીશ અવસ્થી, ડીજીપી એચ. સી. અવસ્થી, એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર સિવાય હાથરસના ડીએમ અને એસપીને સમન્સ પાઠવ્યું છે. પીડિત પરિવારે પણ કોર્ટમાં જુબાની માટે હાજર રહેવાનું હોય બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે ફાઈલ થયા…