કવિ: Halima shaikh

ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા ની પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ છે અને ભાજપ દ્વારા સાત ઉમેદવારો ના નામ જાહેર કરવા સામે કોંગ્રેસ દ્વારા પણ પાંચ નામો બહાર આવ્યા છે જેમાં ગઢડા માટે મોહન સોલંકી, અબડાસા બેઠક માટે શાંતિલાલ સેંઘાણી ,ધારી બેઠક માટેસુરેશ કોટડીયા,મોરબી માટેજેન્તી પટેલ અને કરજણ બેઠક માટે ધર્મેશ પટેલ ના નામ આવતા અહીં ખુલીને સમર્થકો ચૂંટણી મેદાન માં આવી રહ્યા છે અને કાર્યાલય માં ધમધમાટ જોવા મળી રહ્યો છે.

Read More

બિહાર ની વાત કઈક અલગ છે અહીં સારા નેતાઓ ને કોઈ પૂછતું પણ નથી પણ ગુંડાઓ ને લોકો પસંદ કરે છે. અહીં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ તથા બિહાર ઇલેક્શન વૉચના રિપોર્ટમાં ખુલાસો થયો છે તે મુજબ સાફ છબિવાળા ઉમેદવારોની તુલનાએ ગુનાઇત છબિવાળા નેતાઓની જીતનો આંકડો ત્રણ ગણો વધુ છે. બિહારમાં સાફ છબિ સાથે ચૂંટણી જીતવાની શક્યતા માત્ર 5 ટકા જ્યારે ગુનાઇત કેસો સાથે ચૂંટણી જીતવાની શક્યતા 15 ટકા સુધીની હોવાની વાસ્તવિકતા બહાર આવી છે. એડીઆર,ઇલેક્શન વૉચે લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓમાં સાંસદો, ધારાસભ્યો તથા ઉમેદવારોના નાણાકીય તથા ગુનાઇત કેસોનું વિશ્લેષણ કર્યા બાદ આ માહિતી સામે આવી છે. જે રીપોર્ટ છે તેમાં…

Read More

રાજ્ય માં કોરોનાને કારણે શૈક્ષણિક કાર્ય ને વ્યાપક અસર પહોંચી છે ત્યારે મોટા સમાચાર આવી રહયા છે કે યુનિવર્સિટીની ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષા ન આપી શકનારા 1500થી વધુ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ખાસ પરીક્ષા લેવાનાર છે આ માટે આગામી તા. 26 ઓક્ટોબરે પરીક્ષાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા માટે 16 ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈ પર http://studexam.gujaratuniversity.ac.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન નહીં કરાવનાર પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષા વિભાગે સપ્ટેમ્બરમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની યુજી અને પીજી લેવલની ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા અંદાજે 70 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. 1500થી વધુ વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ કોરોના…

Read More

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિખવાદ વચ્ચે આજે ફેંસલો થવાની શક્યતાઓ વ્યકત કરાઈ રહી છે. હાલ માં લદાખમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે સોમવારે બંને દેશની સેનાની કમાન્ડર સ્તરની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ભારત સરકાર વિવાદિત વિસ્તારોમાં ચીનની સેનાની હાજરી સંપૂર્ણ વાપસીની માંગ કરશે. આ બેઠક ભારતીય સરહદમાં આવેલા ચુશુલમં સોમવારે બપોરે 12 વાગ્યે શરૂ થનાર હોવાનું સૂત્રો એ જણાવ્યુ હતુ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાના વડાઓની સંયુક્ત ભાગીદારી ધરાવતા ચાઈના સ્ટડી ગ્રૂપે શુક્રવારે આ બેઠકનો વ્યૂહ ઘડ્યો…

Read More

વિધાનસભા ની પેટા ચુંટણીઓ આવી રહી છે ત્યારે ચુંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા કાર્યકારી પ્રમુખ ને પ્રમુખ બનાવી ચુંટણીઓ માં લાગી જવા રણનીતિ તૈયાર કરાઇ છે. રાજ્ય ના રાજકોટ,ભાવનગર,ગીર સોમનાથ અને મહેસાણા શહેર માં કોંગ્રેસ દ્વારા ગતિવિધિઓ તેજ કરાઈ છે. ભાવનગર શહેર અને રાજકોટ શહેરમાં કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા અનુક્રમ પ્રકાશ વાઘાણી અને અશોક ડાંગરને જવાબદારી સોંપાઇ છે. ગીર સોમનાથમાં અત્યાર સુધી પ્રમુખ તરીકે કાર્યરત ધારાસભ્ય ભગા બારડની જગ્યાએ મનસુખ બી.ગોહેલને જવાબદારી સોંપાય છે. ઉપરાંત મહેસાણામાં રાજેન્દ્ર દરબારને શહેર પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. કોંગ્રેસે પેટાચૂંટણી માટે પોતાના તરફ થી રણનીતિ બદલી છે છેલ્લા બેથી વધુ વર્ષથી કાર્યકારી પ્રમુખોથી સંગઠન…

Read More

દેશ માં ચૂંટણીઓ ની મૌસમ શરૂ થઈ ગઈ છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આજથી 12 અને 13 ઓક્ટોબરના રોજ પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના અભિયાન ના મંડાણ કરશે,નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલી દ્વારા 35 વિધાનસભા બેઠક પર લોકો સાથે જનસંપર્ક કરશે. આજે તા. 12 તારીખે સાંજે નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલી કરશે તેમાં છ જિલ્લાની 11 બેઠક પર મતદાતાઓનો સંપર્ક કરશે. બાદ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર ની પણ સંયુક્ત રેલીઓ ના આયોજન કરાયા છે પણ હજુ તારીખ નક્કી કરાઇ નથી પણ ત્રણ તબક્કા માં પીએમ નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર કુલ 12 રેલીઓને સંબોધન કરે તેવી શકયતા છે. આ…

Read More

દેશ માં કોરોના ની હાડમારી હજુ ચાલુ છે અને કોરોના ને એક વર્ષ પૂરું થવા આવી રહ્યુ છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું કે તહેવારો અને ઠંડીની સિઝનમાં કોરોના સંક્રમણના કેસમાં તીવ્ર વધારો થઈ શકે છે. આ સંજોગોમાં સૌએ સાવધાની દાખવવાની રહેશે.તેમણે કોરોના વેક્સિન અંગે અપડેટ પણ આપી હતી. તેમણે કહ્યું- વિવિધ વેક્સિનના ટ્રાયલ પણ અત્યારે ફેઝ-1, ફેઝ-2,ફેઝ-3માં ચાલી રહી છે. તેના પરિણામો આવવાના બાકી છે. આ માટે કેન્દ્ર સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી, જે અંતર્ગત વેક્સીનનો ઈમર્જન્સી યુઝ શરૂ કરી શકાય. ડો.હર્ષવર્ધને સોશિયલ મીડિયા મારફતે પોતાના 5માં સન્ડે સંવાદ કાર્યક્રમમાં લોકો સાથે સીધી વાત કરી. તેમણે કહ્યું-SARS…

Read More

રાજ્ય માં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં આગામી 14મીથી 16મી ઓક્ટોબર સુધીમાં હળવો વરસાદ પડવાની આગાહી કરતા હવે ફરી વરસાદ પડે તેવા સંજોગો છે અને ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની શકયતા છે. સુરત શહેરના લઘુતમ તાપમાનમાં અડધો ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં પહેલી વખત રાત્રીનું તાપમાન 25 ડિગ્રીથી નીચે 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાત્રીનું તાપમાન ઘટતાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારમાં રાત્રીના…

Read More

જ્યાર થી આ કોરોના નામની બલા આવી ત્યાર થી દેશ ના વડાપ્રધાન મોદીજી ‘દો ગજની દૂરી’ ની શિખામણ આપી રહ્યા છે પણ તેને અનુસરે કોણ? ખુદ ભાજપ વાળા ને જ પાલન કરવું ગમતું નથી અગાઉ પણ સીઆર પાટીલે જાહેર માં વરઘોડા,રેલીઓ કરી મોદીજી ની આ શિખામણ નો ભંગ કરી લોકો ને બતાવ્યું હતું કે અમે કોરોના માં માનતા નથી ત્યારે અમદાવાદ ના મેયર બીજલ પટેલ શુકામ પાછળ રહે. રવિવારે પાલડી વોર્ડમાં અલગ અલગ પાંચ જગ્યાએ યોજાયેલા ચૂંટણીલક્ષી પેવર બ્લોકના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ટોળાં ભેગા કરી 5 વખત સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી તેઓ પણ કાંઈ કમ નથી તે વાત સાબિત કરી દીધી…

Read More

અમદાવાદમાં ઘર પાસે રમી રહેલી બે નાની બાળાઓ ને ઢીંગલી આપવાનું જણાવી અજાણ્યો બળાત્કાર કરી ભાગી છૂટ્યો હતો. વિગતો મુજબ દાણીલીમડા વિસ્તારમાં છ વર્ષની બે બાળકીઓ આંગણામાં રમી રહેલી હતી ત્યારે અજાણ્યો યુવક આવ્યો હતો અને તેણે ઢીંગલીની લાલચ આપતા બાળકીઓ તેની સાથે ચાલવા માંડી હતી. ત્યાર પછી તે બાળકીઓને ઘરની પાસે આવેલા અવાવરું બાથરૂમમાં લઈ ગયો હતો. જ્યાં એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું જ્યારે બીજી બાળકી સાથે અડપલાં કરી પોતાની હવસ સંતોસી ભાગી છૂટ્યો હતો, ત્યાર બાદ બન્ને બાળકી ઘરે પાછી ફરી તેની સાથે બનેલી ઘટના અંગે માતાને જણાવતા માતા ચોંકી ઉઠી હતી, અને માતા તેને તુરંત જ…

Read More