ધોની ની પાંચ વર્ષ ની પુત્રી ઉપર બળાત્કાર કરવાની ધમકી આપનારો કિશોર ગુજરાત માંથી ઝડપાયો હોવાના અહેવાલ છે. વિગતો મુજબ બુધવારે IPLની ચેન્નઇ સુપર કિંગ્સ કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે મેચ હારી જતાં મહેન્દ્રસિંહ ધોની અને કેદાર જાધવ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. અને આ દરમ્યાન મહેન્દ્રસિંહ ધોનીની પાંચ વર્ષીય પુત્રી જીવાને ટાર્ગેટ કરી તેની ઉપર દુષ્કર્મ કરવાની ધમકીભરી કોમેન્ટ કરાતા દેશભરમાં વિરોધ થયો હતો. ક્રિકેટર્સ અને અનેક પત્રકારોએ પણ આ પ્રકારની ધમકીઓ આપનારા સામે પગલા ભરવા સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી. તેવામાં ખબર આવી રહી છે કે સોશિયલ મીડિયા પર ધમકી આપનારો કચ્છનો વતની હોવાની વિગતો ખુલી છે…
કવિ: Halima shaikh
આજકાલ ફિલ્મો અને સિરિયલ માં આવતી નટીઓ ને જોઈને તેનું આંધળું અનુકરણ કરી કહેવાતા પ્રેમ માં પડી કાચી ઉંમર ની છોકરીઓ હાથે કરીને પોતાનું જીવન બરબાદ કરતી હોવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશથી પાડોશમાં રહેતા યુવાન ઉપર ભરોસો મૂકી પોતાના માતાપિતા,પરિવાર ને છોડી સગીરા લંપટ યુવાન સાથે ઘરે થી ભાગી ગુજરાત ના વાપી માં આવ્યા બાદ થોડાજ દિવસ માં પ્રેમ નું ભૂત ઉતરી જતા અને બેથી ત્રણ દિવસ રહ્યા બાદ કોઇ કામધંધો ન મળતા આખરે પ્રેમી યુવાને સગીરાનું ગળું દબાવીને હત્યા કરી પરત યુપી ભાગી ગયો હતો અને ત્યાં સામાન્ય જિંદગી જીવવા લાગ્યો હતો પણ યુવતી ના પરિવાર ની…
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે કઈક એવું કર્યું કે લોકો ચોંકી ગયા. પોલીસ ફરિયાદ લેવામાં વેઠ ઉતારતી હોવા અંગે મળેલી ફરિયાદો બાદ સંજય શ્રીવાસ્તવ પોલીસ પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે અને ફરિયાદ નોંધે છે કે નહિ તે તપાસવા માટે વહેલી સવારે જ કેટલાક પોલીસ સ્ટેશન માં સાદા ડ્રેસ માં પહોંચી જાતેજ રિયાલિટી ચેક કર્યું હતું.જોકે આ સમયે પોલીસ મથક માં હાજર કર્મચારીઓને ગંધ પણ ન આવી કે મોબાઇલ ચોરી ની ફરિયાદ લખાવવા આવેલા સજ્જન પોલીસ કમિશનર પોતે છે. રવિવારની વહેલી સવારે સાદા કપડામાં અને આંખો પર પહેરેલા ચશ્મા કાઢી મોઢા ઉપર માસ્ક બાંધી પોલીસ કમિશનર જાતે જ પોતાની…
જમ્મુ જાણે પોતાની માલિકી હોય અને ભારત સાથે કઈ લાગતું વળગતું જ ન હોય તેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન કર્યું છે કે તે ચીન ની મદદ થી ફરી આઝાદ કાશ્મીર ની કલમ અમલ માં લાવશે. તેણે દાવો કર્યો કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થઇ તેના કારણે હાલ વાસ્તવિક અંકુશરેખા (એલએસી) પર તણાવની સ્થિતિ છે. ચીને ક્યારેય કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનું સમર્થન નથી કર્યું અને અમને આશા છે કે ચીનની મદદથી જ કલમ 370 ફરી લાગુ કરી શકાશે. ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખના વિસ્તારોમાં સર્જાયેલી તણાવની સ્થિતિ સમયે જ તેમણે આ વિવાદિત ટિપ્પણી કરી…
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની શરૂઆત કર્યા પછી લગભગ એક લાખ લોકોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ મોબાઈલ ફોન પર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંક દ્વારા ડાઉનલોડ થઈ શકશે. પીએમ મોદી એ કહ્યું કે,હવે તમારી સંપત્તિ પર કોઈ ખરાબ નજર નહીં નાંખી શકે. આ દરમિયાન આ કાર્ડ મેળવનારા લોકોએ કહ્યું કે, સંપત્તિ કાર્ડ મળવાથી તેમને સામાજિક અને આર્થિક મજબૂતાઈ મળી છે. પીએમ સાથે વાતચીતમાં કાર્ડધારકોને કહ્યું કે, આ કાર્ડ દ્વારા તેમને બેન્કમાંથી સરળતાથી લોન મળવા લાગી છે, યોજનાથી ગામમાં રહેતા લોકોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, આજે તમારી…
ગુજરાત સરકારે રાજ્યની પાંજરાપોળ માટે ખુબજ સરાહનીય અને મોટો નિર્ણય લીધો છે જેને લઈ પાજરાપોળો સ્વાવલંબી બની શકશે. પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન પણ કરી શકે તે માટે ની યોજના પણ અમલ માં મુકાશે. વિગતો મુજબ રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય લીધો છે. પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા નિર્ણય લેવાયો છે. પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે આ યોજનાઓ છે. સરકાર હવે પાંજરાપોળોને ટ્યુબવેલ બનાવવા સરકાર સહાય આપશે ઉપરાંત સોલાર ઇલેક્ટ્રીક પેનલ , ઇરીગેશન સિસ્ટમ માટે સહાય તથા ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે 1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં…
વડોદરા ના માણેજા વિસ્તારમાં ત્રણ નાની બાળકીઓ ને ચોકલેટ આપી તેઓના કપડાં કાઢી ગંદુ કામ કરનારા ઉંમર લાયક કાકા રજનીકાંત મહાતો ની પોલીસે કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ધરપકડ કરી લીધી હતી. આધેડ અંકલ સામે બળાત્કાર અને પોસ્કો એક્ટ ની કલમ લાગતા હવે તેને સજા મળશે. આરોપી રજનીકાંત તેની પત્નિ અને બાળકની ગેરહાજરી હોય ત્યારે ફ્લેટમાં જ રહેતી 3 બાળકીઓને ચોકલેટ-આઈસ્ક્રિમ આપવાની લાલચ આપી બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. દરમ્યાન આજ ફ્લેટમાં આ બાળકીઓ ના ઘરે ટ્યુશન માટે જતી ટીચરે બાળાઓ ને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજણ આપી હતી અને તેઓ ને આવો કોઈ અનુભવ થયો છે…
હાલ કોરોના કાળ માં માસ્ક નહી પહેરનાર સામે કડક પગલાં અનેં1000 દંડ વસુલાઈ રહ્યો છે ત્યારે રાજ્ય માં પોલીસ સાથે ઘર્ષણ ના બનાવો પણ વધ્યા છે તેવે સમયે જેતપુર તાલુકા પોલીસ ટીમ પ્રોહિબિશનની ચેકીંગ માં હતાં તે દરમિયાન બોરડી સમઢીયાળા ગામે ધાર વિસ્તારમાં અરવિંદભાઈ ખીમજીભાઈ દોંગા મોટર સાયકલ પર નીકળ્યા હતા અને તેઓ એ માસ્ક પહેરેલ ન હોય માસ્ક અંગે દંડ ભરવાનું કહેતાં તેણે પોલીસ ને આઈકાર્ડ બતાવવાનુ કહી માથાકૂટ કરી હતી પરિણામે દેકારો વધતા પીએસઆઈ પી.જે. બાંટવા સ્થળ પર આવી ગયા હતા જ્યાં એક શખ્સે પીએસઆઈ સાથે ગેરવર્તન કરી ટોપી પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપી બાદમાં ત્રણેય શખ્સોએ પોલીસ…
રાજકોટ માં કોરોના નો ભોગ બનેલા સાંસદ અભયભાઇ ભારદ્વાજ ને વધુ સારવાર માટે ચેન્નઈ લઈ જવાયા બાદ તેઓ ની હાલત સ્થિર હોવાની વિગતો જાણવા મળી છે. સાંસદ અભય ભાઈ ને ફેફસાંમાં ઇન્ફેક્શન થતા તેઓ ને એક્મો મશીન પર રાખવામાં આવ્યા છે અને હાલ રાજકોટથી ચેન્નાઇની એમજીએમ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. શિફ્ટ કરાયા બાદ ત્યાં તેઓ સ્ટેબલ થઇ ગયા છે અને કોઇ મુશ્કલી આવી નથી. હવે ડોક્ટર સારવાર શરૂ કરશે. નીતિનભાઇ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અભયભાઇની તબિયત સ્થિર છે અને એક બાદ એક સારવાર શરૂ કરવામાં આવશે. ડો.બાલાકૃષ્ણ તેમની સારવાર કરી રહ્યા છે અને હાલ કોઇ તકલીફ નથી હોવાનું મીડિયા…
રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને લોકો કોરોના ની ગંભીરતા સમજી નથી રહ્યા. અહીં છેલ્લા 24 કલાકમાં બહાર આવેલા સરકારી આંકડાઓ માં 10 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 82 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ 7176 થયા છે. જેમાંથી 913 દર્દી સારવાર હેઠળ છે અને 98 વ્યક્તિ સારવાર દરમિયાન સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં કુલ 267192 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 2.65 ટકા પોઝિટિવ રેટ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના 32 પોઝિટિવ દર્દીનો વધારો થતા કુલ કેસ 3328 થયા છે. આમ રાજકોટ શહેર અને જિલ્લામાં 114 પોઝિટિવ દર્દીનો…