વડોદરા ની મુલાકાત દરમ્યાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી ને સરકાર ને ગુજરાત માંથી દારૂબંધી હટાવાની માંગ દોહરવી હતી અને સાથે સાથે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવી ગરબા ઉપર નહિ પણ રાજકીય ચૂંટણીઓના ગરબા ઉપર પ્રતિબંધ ની માંગ કરી હતી તેઓ એ રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ કેમ ન મુકાયો તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. રાજ્યમાં આગામી પેટા ચૂંટણીઓ ના માહોલ વચ્ચે શંકરસિંહ વાઘેલા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ સંબોધી સરકારની નીતિઓ સામે પ્રહારો કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત દારૂબંધી હઠાવવા વાત કરી હતી અને નિવેદન…
કવિ: Halima shaikh
હાલ માં મગફળી નો મબલક પાક ઉતર્યો હોવા છતાં વેપારીઓ દ્વારા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો કરી દેવાતા પ્રજા મોંઘવારી નો માર સહન કરી રહી છે. હાલ માં સિંગતેલમાં છેલ્લા 2 દિવસમાં જ રૂ.70નો વધારો થયો છે, જ્યારે કપાસિયા તેલમાં 2 દિવસમાં રૂ. 50નો વધારો થયો છે. આમ હાલ સિંગતેલનો ભાવ રૂ.2150 પર પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલનો ભાવ રૂ.1565 પર પહોંચ્યો છે. હાલ બજારમાં તેલની માગ ન હોવા છતાં ભાવ વધવાને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. જોકે બજાર ના સૂત્રો નું માનીએ તો તેઓ ના મતે હાલ બજારમાં ભેજવાળી મગફળી આવતા કાચામાલની તંગી સર્જાઈ છે. અને…
દેશ માં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ ના જજ સામે સરકાર ઉઠલાવવાના પ્રયાસ નો આરોપ લાગતા ભારે હંગામો મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પર ગંભીર આરોપો લગાવી સનસનાટી મચાવી દીધી છે. રેડ્ડીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ એસ.એ.બોબડેને લખેલા પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન.વી.રમન્ના, પૂર્વ સીએમ ચંદ્રબાબુ સાથી મળીને સરકાર ઉઠલાવવા નો પ્રયાસ કરી રહ્યા છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સીજેઆઈ જસ્ટિસ બોબડેને એક પત્ર લખીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એનવી રમન્ના સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સીએમ જગનમોહનનો આરોપ છે કે જસ્ટિસ રમન્નાની પુત્રીઓ જમીનની ખરીદીમાં સામેલ રહ્યા છે. સીએમ જગનમોહને…
ફ્રાન્સમાં બનેલી એક વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલો જાણવા મળી રહ્યા છે. યાત્રી વિમાન અને માઈક્રોલાઈટ વિમાન એકબીજા સાથે અથડાતા આ ઘટના બની હતી. ગતરોજ સાંજે 4.30 વાગે પશ્ચિમ ફ્રાન્સમાં બનેલી આ ઘટના માં જાણવા મળતી માહિતી મુજબ માઈક્રોલાઈટ પ્લેનમાં 2 વ્યક્તિઓ સવાર હતા. તે વિમાન DA40 યાત્રી વિમાન સાથે ટકરતા આ ઘટના બની હતી. માઈક્રોલાઈટ પ્લેન એક ઘરની પાસે લેન્ડ થયું જ્યારે અન્ય યાત્રી વિમાન રહેવાસી વિસ્તારથી દૂર લેન્ડ થયું હતું. રાહતની વાત એ છે કે જે ઘરની પાસે માઈક્રોલાઈટ પ્લેન ક્રેશ થયું હતું ઘટના બાદ લગભગ 50 ફાયર ફાઈટર્સ પહોંચ્યા હતા અને વિમાનની આગને બુઝાવવાની…
સુરત માં સિંગણપોર વિસ્તારમાં પોતાના પરિવાર ને મદદરૂપ થતા 15 વર્ષના બાળકને મનપા દ્વારા રૂ.400ના દંડની સ્લિપ પકડાવી દેવાતા લોકોમાં રોષ ફેલાયો છે. જાહેર કાર્યક્રમો કરી ભીડ ભેગી કરતા રાજકારણીઓ સામે કાર્યવાહી કરવામાં જે લોકો ના ટાંટિયા ધ્રૂજે છે તેવા લોકો શાક-ફ્રૂટ્સની લારીઓ ચલાવતા સામાન્ય લોકોને થતા દંડ કરી બહાદુરી બતાવી રહ્યા હોવાનું લોકો નું કહેવું હતું. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોકોમાં રોષ ફેલાયો હોવાનું જોવા મળે છે. વીડિયો માં દેખાતો મુન્નો બે મહિનાથી પરિવારને મદદરૂપ બિહારના ગોપાલગંજના વતની અને કતારગામ સિંગણપોરમાં આવેલી સોસાયટીમાં રહેતા દિલીપ શાને સંતાનમાં 4 દીકરા અને…
અમદાવાદ માં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં થલતેજ સર્કલથી થલતેજ ગામ સુધીના લગભગ એક કિલોમીટરના રૂટ પર 350 જેટલા કાચા પાકા બાંધકામ દબાણમાં આવતા હોય આ તમામ દબાણ હટાવવા અને તેના બદલે મકાન માલિકોને વળતર ચુકવવાના મુદ્દે લગભગ 5 વર્ષથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે તંત્ર એ રૂટ બદલી મકાનો બચાવી લેતા વિવાદ નો અંત આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (જીએમઆરસી) પીવીઆર સિનેમાની બાજુમાં રોડ પર તૈયાર થઈ રહેલા થલતેજ સ્ટેશનની ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરવાની સાથે કોરિડોર (રૂટ)માં પણ બદલાવ કરી દીધો છે. નવી ડિઝાઈન મુજબ હવે મેટ્રો પિલર હાલના 12 મીટર પહોળા રોડની વચ્ચેથી પસાર થઈ થલતેજ ગામ સ્ટેશન સુધી…
ગાંધીનગરના એક અધિકારી કમલ નારાયણ રાયે દિલ્હીની યુવતીને લગ્ન ની લાલચ આપી યુવતી ને હોટલ માં બોલાવી શારીરિક સબંધ ની મજા લીધા બાદ યુવતી ને તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે યુવતીએ સેક્ટર-૭માં આ અધિકારી અને તેના પરિવારના બે સભ્યો સામે ફરિયાદ નોંધાવતા આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. યુવતીની ફરિયાદ મુજબ બંને મેટ્રોમોનિયલ સાઇટ મારફત સંપર્કમાં આવ્યા હતા અને લગ્ન કરવા સુધી વાત થતા પરિવારમાં પણ આ મામલે વાતચીત થઇ હતી. જોકે, ત્યારબાદ અધિકારીએ શારીરિક સબંધ બાંધી લગ્ન કરવા હોય તો ૫૦ લાખની માંગણી કરી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટના સંદર્ભે…
વલસાડ જિલ્લા ના વાપી નજીક એક ગામમાં રહેતી પરિણીતા પોતાની ઘરની બાજુમાં રહેતા 15 વર્ષીય સગીરને લઇ ભાગી જતા અહીં સ્થાનિક વિસ્તારમાં આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી. બીજી તરફ સગીરના પિતા દ્વારા શોધખોળ હાથ ધરાતાં બન્ને સુરતના સચીન વિસ્તારથી મળી આવતા આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરાઇ હતી. વિગતો મુજબ વાપી નજીક એક ગામમાં રહેતી મુસ્લિમ પરિણીતા 8 ઓક્ટોબરના રોજ પોતાના આઠ વર્ષના પુત્ર સાથે ગુમ થઇ ગઇ હતી. જોકે ગુમ થનાર પરિણીતા ના ઘરની સામે રહેતો 15 વર્ષનો સગીર જે ગેરેજમાં કામ કરતો હતો તે પણ અચાનકથી ગાયબ જણાતાં બન્ને ભાગી ગયા ની શંકા મજબૂત…
શાળા-કોલેજ થી છૂટ્યા બાદ બાળકો અને યુવાનો ટ્યૂશન સહિત અન્ય કંઈ કેટલાય કલાસ માં જતા હોય રાત સુધી બાળક ઘરે આવતું ન હતું અને શાળા અને કોલેજ બાદ કલાસ માં જ મોટાભાગ નો સમય પૂરો થતો હતો અને વિવિધ કલાસ માં ફિ ના જુદાજુદા ધારા ધોરણો રહેતા હતા પણ હાલ માં કોરોના ની સ્થિતિ માં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ જતા આ ધંધા સાથે સંકળાયેલા બિઝનેસ મેન એટલે કે ખાનગી ટ્યૂશન ક્લાસીસ સંચાલકો અને ખાનગી શિક્ષકો નું કામ બંધ થઈ જતા આવક બંધ થઈ ગઈ છે અને હજ્જારો ની સંખ્યા માં ટ્યૂશન સહિત ના સેંકડો ક્લાસીસ બંધ થઈ જતા આ ધંધા…
કોરોના ની મહામારી વચ્ચે ફરી એક્વાર મુંબઇ સેન્ટ્રલ , અમદાવાદ તેજસ એક્સપ્રેસ (ગુરુવાર સિવાય) સહિતની સાપ્તાહિક ટ્રેનોનું આજથી બુકિંગ શરૂ થઇ ગયું છે. સામે આવી રહેલી દિવાળી ના તહેવારો માં કામ નું ભારણ પણ વધ્યું છે ભલે કોરોના ને લઈ બજારો હજુ સુસ્ત છે પણ દિવાળી ના તહેવારો ને કારણે બજાર માં થોડી ચહલ પહલ જોવા મળી રહી છે. તેજસ ટ્રેન માટે બુકીંગ શરૂ થયું છે જે પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર નિર્ધારિત થશે.જે તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ ફક્ત આઇઆરસીટીસી વેબસાઇટ અને આઈઆરસીટીસીના વર્તમાન આરક્ષણ કાઉન્ટરો પર ઉપલબ્ધ છે. આમ હવે ઓનલાઈન…