કોરોના જવાનું નામ લેતો નથી અને બાળકો ના ભવિષ્ય ઉપર સવાલો ઉઠ્યા છે ત્યારે બાળકો ના ભવિષ્ય ની સાથેસાથે બાળકો ના જીવન ની પણ સરકાર ને ચિંતા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરાયા બાદ પણ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે, મુખ્યમંત્રી ની ઉપસ્થિતી માં મળેલી બેઠકમાં આ અંગેની ચર્ચા થઈ છે, જેમાં કોરોના ની ગંભીરતા જોતા બાળકો ના સ્વાસ્થ્ય અને તેમની જિંદગી સામે ઉઠેલા સવાલો ને લઈ પ્રાથમિક શાળાઓ ચાલુ કરવા સરકાર તૈયાર નથી. ગુજરાત સરકારે જ કોરોનાને કારણે…
કવિ: Halima shaikh
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આમતો નામો લગભગ નક્કી છે પરંતુ સત્તાવાર રીતે પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક બાદ નિર્ણય અને ચર્ચા બાદ લેવાનાર હોય ભાજપના ઉમેદવારોની યાદી લઇને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દિલ્હી પહોંચ્યા છે,પણ નવાઈ ની વાત તો એછે કે કેટલાક ઉમેદવારો એ જાતેજ પ્રેસ સમક્ષ નામો જાહેર કરી દીધા છે. ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાત ની 8 બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવનાર છે. જોકે બીજી તરફ દિલ્હીમાં ગતરોજ સાંજે વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારોના નામો નક્કી કરવા રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.…
કોરોના ની મહામારી માં ડીસાના ડેડોલ ગામે એક કાર્યક્રમ માં ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને સિંગર કિંજલ દવેએ ઘોડે બેસી સરઘસ કાઢવાની ઘટના એ ભારે વિવાદ ઉભો કર્યા બાદ આ ઘટના અંગે એક સામાજિક કાર્યકરે બન્ને સામે ફરિયાદ કરી પગલાં ભરવાની માંગ કરતા આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હોય તેઓ સામે માનવ અધિકાર પંચમાં ઈમેઈલથી ફરિયાદ કરી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 3 જી ઓક્ટોબરે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરીને ભાજપના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે એ ગીત…
રાજ્ય માં કોરોના ની મહામારી માં ભાંગી પડેલા વાલીઓ પાસે થી વધુ ફી લેવા માટે શાળા સંચાલકો મેદાને પડ્યા છે ત્યારે બીજી તરફ એવા પણ શાળા સંચાલકો છે જેઓ સ્વૈચ્છિક રીતે ફી માફ કરીને માનવતા નું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. વાપી ઉદ્યોગ નગર સ્થિત લાયન કલબ ઓફ વાપી ઉદ્યોગનગર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમની ઉપાસના લાયન્સ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના સંચાલક મંડળે શાળાના 2200 ઉપરાંત વિદ્યાર્થીઓને વધુ રૂ. 650ની રાહત આપવાનો નિર્ણય કરતા શાળા ની વાહવાહી થઈ રહી છે. અહીં સંચાલક મંડળે જૂન મહિનાના અંતમાં 6 મહિનાની ટર્મ અને 3 મહિના એક્ટિવિટી ફી પેટે વિદ્યાર્થી દીઠ રૂ. 1550ની રાહત આપી…
સમગ્ર વિશ્વ માં કોરોના માં ભારત હવે બીજા નંબરે છે ત્યારે કોરોના રસી મામલે સારા સમાચાર સામે આવી રહયા છે. ભારત અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહેલી કોરોનાની ટેસ્ટિંગ કિટ હવે એક મિનિટથી પણ ઓછા સમયમાં પરિણામ આપશે અને સૌથી મહત્વ ની વાત તો એ છે કે કોરોનાના સંક્રમણની જાણકારી મેળવવા માટે ટેસ્ટ ટ્યૂબમાં વ્યક્તિ એ માત્ર એક ફૂંક જ મારવાની રહેશે અને ફૂંક મારતા જ માત્ર 30 સેકંડમાં જ પરિણામ આવી જશે કે કોરોના છે કે નહીં ! ભારત અને ઈઝરાયલની નવી શોધ કોરોનાની નવી ટેસ્ટિંગ કિટ જલ્દી જ માર્કેટ માં આવી જશે ભારત અને ઈઝરાયલનું…
ગુજરાત ના કચ્છ માં આવેલા કંડલા અને દિલ્હી વચ્ચે વિમાની સેવા આજથી શરૂ થઇ જશે. આજે શનિવારે બપોરે 2:55 કલાકે સ્પાઈસ જેટનું ઍરક્રાફ્ટ કંડલા એરપોર્ટ પર આવી પહોંચશે અને બપોરે 3:25 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ ફ્લાઈટમાં મહત્તમ 78 બેઠક ક્ષમતા હશે. જિલ્લામાંથી સીધી દિલ્હીને જોડતી આ પ્રથમ સક્રિય અને દૈનિક ફ્લાઇટ હશે. કંડલા ઔદ્યોગિક એકમ અને બંદર હોવાથી અહીં અધિકારીઓ અને વેપારીઓ ની સતત આવન જાવન રહે છે અને દિલ્હી સાથે સંપર્ક રહેતા હોવાથી ફ્લાઇટ ખુબજ જરૂરી હતી. હાલ આ બંદર ખુબજ અગત્ય નું હોવાથી પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.
વલસાડ પંથક માં રાત્રી દરમિયાન પશુચોર ટોળકી સક્રિય થઈ છે અને જુદાજુદા વિસ્તાર માંથી રખડતા પશુઓ ઉઠાવી જતા હોવાની વાત નો ચોકવનારો મામલો પ્રકાશ માં આવ્યો છે . વાપીના ચલા મુક્તાનંદ માર્ગ સ્થિત ગુરૂકૃપા બંગલોની સામેથી 27 સપ્ટેમ્બર 2020ની મોડી રાત્રે એક સફેદ કલરની કારમાં આવેલા પાંચ લોકો રસ્તાની બાજુમાં બેસેલી ગાયને બળજબરીથી કારના પાછળના ભાગે નાખીને જવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. આ બાબતે ગૌપ્રેમીઓ એ સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. ગત બુધવારે પણ રાત્રે ફરીવાર આ ગેંગ ચલા વિસ્તારમાં દેખાઇ હતી. સફેદ કલરની તાવેરા જેવી કારમાં આવેલા ઇસમો ફરીથી એક ગાયને દોરડાથી બાંધીને…
વલસાડ કલેકટરે ફરજિયાત માસ્ક, ડિસ્ટેન્સસેનિટરાઇઝિંગની ગાઇડલાઇન તેમજ કડક શરતો સાથે આજથી તિથિલ બીચ ને ખુલ્લો મુકવા પરવાનગી આપી છે. બાદ માં ગતરોજ શુક્રવારે મોડી સાંજે લારીગલ્લાના કેબિનધારકો સાથે બેઠક બોલાવી સરપંચે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા ધંધાર્થીઓ ને પણ સૂચના આપી હતી. દેશમાં કોરોના સંક્રમણ રોકવા માટે સરકારે માર્ચમાં લોકડાઉન જાહેર સ્થળોપર્યટકધામો અને હરવાફરવાના સ્થળો બંધ કરવા જાહેરનામુ બહાર પાડતા વલસાડ નો તિથલ બીચ 22 માર્ચ પહેલાથી બંધ કરી દેવામાં આવ્યો હતો.લોકડાઉનમાં બીચ ભેંકાર બની ગયું હતું.પોલિસે બીચ ઉપર જતાં રોકવા માટે પોલિસ બંદોબસ્ત તૈનાત કરી દેતાં સહેલાણીઓ છેલ્લા સાડા છ માસથી વલસાડના તિથલ સમુદ્રી બીચ ઉપર જઇ શક્યા ન હતા.છેવટે…
અમદાવાદ માં સ્કૂલ સંચાલકો ફફડી ઉઠ્યા છે જયારે DPS- ઇસ્ટ મુદ્દે ગુજરાત શિક્ષણ વિભાગે સ્કૂલની માન્યતા રદ કરી નાખી કડક સંદેશ આપ્યો છે તેમજ અમાન્ય વર્ગો ચલાવવા બદલ 50 લાખનો દંડ પણ કર્યો છે. હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલ સંચાલકોને સાંભળીને તેમના દસ્તાવેજોની ચકાસણી કરીને પ્રાથમિક નિયામકની કચેરી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવતા હવે એપ્રિલ-2021થી સ્કૂલ બંધ કરી દેવાનો વારો આવશે , સરકાર ધારે તો કંઈક ખોટું ચાલી ન શકે તે આ વાત નો પુરાવો છે. હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલની માન્યતા રદ થવાની પ્રક્રિયા ફરી કરવા જણાવ્યું હતું. જેને લઇને સ્કૂલ સંચાલકોને એક મોકો પણ મળ્યો હતો કે, સ્કૂલના તમામ દસ્તાવેજો…
ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણીઓ સામે છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાત માં આવી ગુજરાત ભાજપ ના ઠંડા પડેલા માહોલ ને ગરમ બનાવી દેશે તેમ મનાઈ રહ્યું છે ભાજપ માં હાલ પક્ષપલટુઓ ને ટિકિટ આપવા મુદ્દે કેટલાક ભાજપીઓ નારાજ છે ત્યારે પક્ષ માં જોવા મળેલી સુસ્તી હવે મોદીજી ના આગમન સાથે દૂર થશે તેમ મનાઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતી નિમિત્તે રાજ્યની મુલાકાત લેનાર હોવાનું કહેવાય છે. મોદી 31મીએ સી પ્લેન મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે. સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. બીજી…