કવિ: Halima shaikh

ગુજરાતમાં વિધાનસભા ની પેટા ચૂંટણી ના નગારાં વાગવા મંડ્યા છે અને અબડાસા, મોરબી, લિંમડી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધો છે. પણ ગતરોજ શુક્રવારે ફોર્મ ભરવાના પહેલા દિવસે આઠેય બેઠકો ઉપર એક પણ ઉમેદવારે ફોર્મ નહિ ભરતા ભારે આશ્ચર્ય ફેલાયુ છે આ આઠેય બેઠકો માટે ઉમેદવારી પત્ર ૧૭મી સપ્ટેમ્બરે પરત ખેંચી શકાશે. આઠેય બેઠકો ઉપર કુલ ૧૮,૭૪,૯૫૧ને મતધારો નોંધાયા છે. જેમાં ૯.૬૮ લાખ મહિલા મતદારો છે. કોરોના ની ગાઈડલાઈન મુજબ એક મતદાન મથક ઉપર ૧૦૦૦ મતદારો જ મતદાન કરી શકે તેવી રીતે ચૂંટણી સંચાલન થશે. જેના…

Read More

ભારતમાં ફરી શિયાળો આવી ગયો છે ત્યારે કોરોના જવાનું નામ લેતો નથી અને લેટેસ્ટ સરકારી આંકડા મુજબ કેસ 70 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,243 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના કાબૂમાં નથી આવી રહ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. રાજ્ય માં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51,662 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,243 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને…

Read More

અમદાવાદ માં જાણીતા પોપ્યુલર ગ્રુપ પર ઇન્કમટેક્સ ની ટીમે પીપીટી કીટ પહેરીને મારેલા છાપા દરમ્યાન બીજા દિવસે રૂ.100 કરોડથી વધુના બિનહિસાબી રોકાણ થયા ના પુરાવા મળતા બે નમ્બર ની મોટી રકમ હાથ લાગવાની શકયતા છે સાથેજ ઇન્કમટેક્સ ની ટીમે રૂ. 69 લાખ રોકડા તેમજ 82 લાખના દાગીના અને 18 લોકર જપ્ત કર્યા છે. બીજા દિવસે ગ્રુપના પરિવારના સભ્યો ઉપરાંત કર્મચારીઓ, એકાઉન્ટન્ટના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હતા. ગ્રુપની કંપનીઓ પાસેથી એટલો ઇ ડેટા મળ્યો હતો. તપાસ માં આ ગ્રુપે મોટા પ્રમાણમાં કોઓપરેટિવ સોસાયટીના નામે જમીનો રાખી બેનામી મિલકત ઊભી કરી હોવાનું મનાય છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલના વિશ્વાસુ ભરત પટેલના ફ્લેટ…

Read More

મહારાષ્ટ્ર માં TV ચેનલો દ્વારા TRP કૌભાંડ મામલા ના આ કેસમાં નવી વાત બહાર આવી છે અને મુંબઈ પોલીસે દ્વારા TRP કેસમાં રિપબ્લિક ટીવી ના રટણ બાદ હવે આ કેસમાં રિપબ્લિક તો ખરું જ પણ આજ તક એટલે કે ઈન્ડિયા ટુડેનું નામ જણાવતા મીડિયા માં ભારે સનસની મચી છે. મુંબઈમાં TRPની જવાબદારી સંભાળતી કંપની હંસા રિસર્ચ ગ્રુપ પ્રાઈવેટ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર નીતિન દેવકરે FIR દાખલ કરાવી છે. આ એફઆઈઆરની જે કોપી સામે આવી છે જેમાં ‘રિપબ્લિક’ નહીં પણ ‘ઈન્ડિયા ટુડે’નું નામનો ઉલ્લેખ છે. આ FIRની કોપી સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી છે. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર મિલિંદ…

Read More

કચ્છના ઈતિહાસમાં પ્રથમવાર માતા ના મઢ માં ભક્તો વગર નવરાત્રી પર્વ ઉજવાશે, કોરોના ને કારણે અહીં ભક્તો ને આવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ગ્રામ પંચાયત તેમજ માતાનામઢ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દર વર્ષે નવરાત્રી પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો કચ્છમાં માતાનામઢ ખાતે દર્શન કરવા ઉમટી પડતા હોય છે પણ ચાલુ વર્ષે કોરોના ની મહામારી ના કારણે કચ્છ સ્થિત મા આશાપુરા મંદિર ઇતિહાસમાં પ્રથમ વાર બંધ કરવામાં આવ્યું છે અને મંદિર માં પ્રસાદી ક્ષેત્ર,અતિથીગ્રહ પણ બંધ રાખવામાં આવ્યા છે. દર વર્ષે નવરાત્રિ દરમ્યાન મુંબઈ સહિત દુરદુર થી કચ્છમાં માતાનામઢ તરફ ભક્તોનો પ્રવાહ ચાલુ રહેતો હોય છે લાખોની…

Read More

કોરોના માં ઘણા નેતાઓ સપડાઈ ચુક્યા છે અને ઘણા રાજકીય નેતાઓ હોસ્પિટલમાં છે ત્યારે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક હોવાની વાત સામે આવી રહી છે. તેઓ ને એર એમ્બ્યૂલન્સ મારફતે ચેન્નાઈ માં લઈ ગયા બાદ સારવાર થશે જ્યાં ફેફસાંના નિષ્ણાંત તબીબ સારવાર કરનાર હોવાનું તેઓ ના નજીકના સૂત્રો એ જણાવ્યું હતું રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ ની સારવાર ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ કરશે. કોરોના સંક્રમિત થયા બાદ અભય ભારદ્વાજની હાલત નાજુક છે. અભય ભારદ્વાજની ECMOને ટ્રીટમેન્ટ શરૂ કરાઇ હતી. અગાઉ 15 સપ્ટેમ્બરના રોજ ચાર્ટર્ડ ફ્લાઈટમાં અમદાવાદથી ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા હતા. કોરોના એક્સપર્ટ ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી…

Read More

કપરાડાના સિલધા ગામે એક કાર્યક્રમ દરમ્યાન ચાલુ ભાષણે જ મંત્રી રમણલાલ પાટકર ની તબિયત લથડતા દોડધામ મચી ગઇ હતી નોંધનીય છે કે તેઓ અગાઉ કોરોના પોઝીટીવ આવી ચુક્યા હતા અને માંડ સાજા થયા છે ત્યારે ફરીએકવાર ચક્કર આવતા તેઓની તબિયત સામે સવાલો ઉઠ્યા છે. હાલ માં સામે આવી રહેલી ચુંટણીઓ દરમ્યાન રાજકારણ ગરમાયુ છે અને પ્રચાર ચાલુ થઈ ગયો છે ત્યારે કપરાડા બેઠકની પેટા ચૂંટણીને લઇ ગુરૂવારે કપરાડાના અંતરિયાળ સિલધા ગામે વારલી સમાજનું સ્નેહમિલન અને ચૂંટણી પ્રચારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકર,માજી ધારાસભ્ય જીતુ ચૌધરી, વલસાડ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય કનુભાઇ દેસાઈ સહિતના નેતાઓ હાજર હતાં.…

Read More

વાપી માં વીઆઇએ પ્રમુખપદ અંગે નો વિવાદ જામી રહ્યો છે ત્યારે મહેશ પંડયાના લવાદ આર. આર. દેસાઇએ રાજીનામુ આપ્યા બાદ સૂચવેલા નામોમાં હજુ સુધી કોઇ આગળ નહિ આવતા મળેલી બેઠકમાં લવાદ કમિટિએ ફાઇનલ નિર્ણય લેવાની મુદ્તમાં વધારી દીધી છે અને હવે આગામી તા. 12 ઓકટોમ્બર સુધીમાં ફાઇનલ નિર્ણય લઇ સુપ્રિમકોર્ટને જાણ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે. વાપી વીઆઇએ પ્રમુખપદ નો છેલ્લા 18 માસ થી વિવાદ ઉભો થયો છે જેનું નિરાકરણ આવતું નથી અને બંને જુથો એક-બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.દરમ્યાન ચૂંટાયેલા પ્રમુખ મહેશ પંડયાના લવાદ આર.આર.દેસાઇના રાજીનામા બાદ તેમણે માજી વીઆઇએ પ્રમુખ સતિષ ઝવેરીનુ નામ લવાદ…

Read More

વલસાડ હદ માંથી બુલેટ ચોરી કરી જનારા ઈસમો ભરૂચ SOG હાથે ઝડપાયા બાદ વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારમાંથી ચોરાયેલી 3 બુલેટ મળી આવતા આ તમામ ને વલસાડ પોલીસ ને સોંપી દેવાયા હતા. ભરૂચ SOGએ 3 બુલેટ સાથે પકડી લીધેલા આરોપીઓ મોહમદ સોહીલ સત્તારભાઈ શેખ, રહે. સોદાગરવાડ, જૈન મંદિર પાછળ, વેજલપુર, ભરૂચ, ઐયાઝ અબ્દુલ હક્ક શેખ, રહે. આમેના પાર્ક, શેરપુરા, ભરૂચ અને મોહસીન શબ્બીર શેખ, છીપવાડ, ભરૂચનાઓ પાસેથી વલસાડથી ચોરાયેલી 3 બુલેટ મળી હતી જે માં કુલ રૂ. 2.05 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓએ બુલેટ વલસાડ જિલ્લામાંથી ચોરી થઇ હોવાની કબૂલાત કરી હતી. ભરૂચ…

Read More

યુપીમાં હાથરસ ઘટના ને આગળ કરીને મોટાપાયે જાતિ હિંસા ફેલાવવાના કૌભાંડ નો મામલો સામે આવી રહ્યો છે અને આ માટે વિદેશથી રૂ. 100 કરોડ ની રકમ પણ ફંડરૂપે આપવામાં આવી હોવાની વાત બહાર આવતા ભારે ખળભળાટ મચ્યો છે. પોલીસને આ આખા મામલા માં ભીમા આર્મી સામેલ હોવાના પુરાવાઓ મળી રહ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમ્યાન એવા સંકેત મળી રહ્યા છે કે ભીમ આર્મી દ્વારા હાથરસ પીડિતના કેસમાં વિવાદ ઉભો કરાયો હતો. આરોપ છે કે ભીમ આર્મીના કેટલાક કાર્યકરો તેમના ઘરના સભ્યો તરીકે પીડિત પરિવારમાં રહેતા હતા અને પોલીસ, વહીવટ અને મીડિયા સાથે સતત વાતચીત કરતા હતા. 14 સપ્ટેમ્બરના રોજ…

Read More