કોરોના ના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ રાજ્યમાં નવરાત્રિ, દશેરા, દિવાળી પર્વ ને લઈને કેટલીક ગાઈડલાઈન નક્કી કરી છે. જેમાં ગુજરાતમાં હવે કોઈ પણ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન નહીં કરવા આદેશ કરાયો છે ,જોકે શેરી,પોળ,ગામડામાં પરંપરાગત ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા – આરતી કરી શકાશે. કોરોના ને કારણે કોઈ પણ ફોટો, મૂર્તિ ચરણ સ્પર્શ, પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. આ માટે સ્થાનિક તંત્રની મંજૂરી જરૂરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ ગુજરાત રાજ્ય સરકારે પણ આજે આગામી તહેવારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એક કલાકના કાર્યક્રમમાં 200થી…
કવિ: Halima shaikh
ગુજરાત માં વિધાનસભા પેટાચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા સ્ટાર પ્રચારકોની સંખ્યા ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને 40ને બદલે 30 અને બિનમાન્ય રાજકીય પક્ષો 20ને બદલે 15 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવા સ્પષ્ટતા કરી છે. ગુજરાત માં આવી રહેલી વિધાનસભાની અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, ડાંગ, કરજણ, કપરાડા એમ 8 બેઠકની ચૂંટણીમાં કોરોનાની સ્થિતિને કારણે ચૂંટણી પંચે પ્રચારકોની સંખ્યા ઉપર મર્યાદાઓ નકકી કરી છે. ગુજરાતની પેટાચૂંટણી ત્રિપાખીયો જંગ ખેલાશે અને કેટલીક જગ્યાએ અસંતોષ પણ હોય આ ચૂંટણી માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. એવામાં સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા માટે આવે તેના 48…
સમગ્ર દેશમાં સૌ પ્રથમ સી પ્લેન માટે ગુજરાત ના અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બની રહ્યું છે જેણે સમગ્ર દેશના પ્રવાસીઓ નું ધ્યાન ખેંચ્યું છે. અહીં તૈયાર થઈ રહેલા વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર થિકનેશ ધરાવતી જેટી તૈયાર કરાય રહી છે. હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોઈ જેટી 24 મીટરની રહેશે. કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન (ઈપીએસ) ભરવામાં આવેલ છે જેથી જેટી લીજેક થાય ત્યારે પણ તેમાં પાણી ભરાશે નહિ અને તરતી જ રહે તે રીતે તૈયાર કરાઈ છે. જેટી માટે…
ગુજરાતમાં પ્રવાસીઓ ને અકર્ષવા માટે આગામી ૩૧મીના રોજ કેવડીયાથી સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધી નર્મદા નદીમાં ક્રૂઝ બોટ મુકવામાં આવનાર છે જેમાં રાત્રી દરમ્યાન મોહક નઝારો ઉભો કરવામાં આવશે, મ્યુઝિક,ડાન્સ અને લાઇટિંગ થી વાતાવરણ ને રંગીન બનાવવાશે જેમાં ૨૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કી.મી. સુધી ની સફર કરાવાશે જેનું ભાડું અંદાજે રૂ. ૨૫૦ થી રૂ.૩૦૦ જેટલું નક્કી કરાશે. જેમાં મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રુઝ બોટ સેવા હવે આગામી ૩૧મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ સુખદ પળો નો અનુભવ કરાવતી બોટ માં હાલ કોરોનાને કારણે ૫૦ જેટલા પ્રવાસીઓની…
દેશમાં ભારે ચકચાર જગાવનાર સીબીઆઈ ડાયરેક્ટર અને મણિપુર અને નાગાલેડના પૂર્વ રાજ્યપાલ અશ્ચિની કુમાર ની લાશ ગળેફાંસો ખાધેલી હાલત માં મળી આવ્યા બાદ તેઓના મોત અંગેનું રહસ્ય અકબંધ રહ્યું છે, અશ્ચિની કુમાર શિમલા ખાતેના પોતાના ઘરમાં ફાંસીએ લટકતા મળી આવ્યા બાદ તેઓના આ શંકાસ્પદ મોત મામલે ભેદી રહસ્ય ઉભું થયું છે. અશ્ચિની કુમારના આ મોત અંગેના આ સમાચાર દેશભરમાં અને પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા માં રહ્યા છે. અશ્ચિની કુમારે આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ કારણ છે તે મામલે હજી સુધી કઈ સ્પષ્ટ થયુ નથી. હિમાચલ સિરમોર નિવાસી અશ્ચિની કુમાર 1973ની બેચના આઈપીએસ અધિકારી હતાં. હિમાચલ પ્રદેશના ડીજીપી, સીબીઆઈ…
ભારતીય વાયુસેના દ્વારા આજે 8 ઓક્ટોબર ના રોજ ગુરુવારે 88મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. દેશ ના ગાઝિયાબાદના હિંડન એરબેઝ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ દેશને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન રાફેલ ફાઇટર એરક્રાફ્ટે કરતબો બતાવી હતી, રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉપરાંત સુખોઈ, મિગ, ગ્લોબમાસ્ટર, અપાચે, ચિનૂક હેલિકોપ્ટરએ પણ આકાશમાં પોતાની તાકાત બતાવી હતી. આ વખતે ફ્લાય પાસ્ટમાં કુલ 56 વિમાનો આકાશ માં છવાયાહતા, જેમાં લડાકુ અને અન્ય વિમાન-હેલિકોપ્ટર સામેલ રહ્યા. આ સિવાય સૂર્યકિરણ અને સારંગ ટીમે પણ પોતાની તાકાત બતાવી હતી. આ પ્રસંગે એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ દેશ ને સુરક્ષાની ખાતરી આપવા સાથે દેશ હર મોરચે દુશ્મનો…
ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ પોતાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે તે હવે સરકારને નજર માં આવી ગયું છે અને આંદોલનકારીઓ ની ધરપકડ કરી લેવામાં આવતા મામલો ગરમાયો છે.આ વાત એટલે વધારે પડતી લાગે કે ભાજપ ના નેતાઓ નિયમો નો ભંગ કરે તો ચાલે પણ બીજા માટે ગાઈડલાઈન આવી જાય. વિગતો મુજબ ગાંધીનગર ખાતે હાલ માં GPSC, SRPના ઉમેદવારોનું આંદોલન ઉગ્ર બન્યુ છે. આંદોલન કરી રહેલા 99 ઉમેદવારો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જાહેરનામા ભંગ અને એપેડમિક ડિસિઝ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ઉમેદવારો આંદોલન કરી રહ્યાં હતા. 5 દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યાની વાત વચ્ચે…
દિવાળી પહેલા આઇટી ની રેડ ચાલુ થતા બે નંબર ના પૈસા દબાવી ને બેઠેલા તત્વો માં ભારે દોડધામ મચી છે. વિગતો મુજબ અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપની 25 જગ્યાએ IT વિભાગની રેડ પડી છે બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને સવારથી ITનું સર્ચ ચાલુ હોવાના અહેવાલો છે. કરોડોની કરચોરી સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપ ઉપર વહેલી સવારથી ઈન્કમટેક્ષના દરોડા શરૂ થઈ ગયા છે. દશરથ પટેલ છગન પટેલ સહિત તેમના તમામ પાર્ટનર અને તેમની સાથે સંકળાયેલા તમામ લોકોને ત્યાં મોટી સંખ્યામાં અધિકારીઓ સર્ચ કરી રહ્યા ના અહેવાલો છે. પોપ્યુલર બિલ્ડરના ત્યાં ITના દરોડા પાડવામાં આવ્યા છે.…
સમગ્ર વિશ્વ માં કોરોનાગ્રસ્ત દર્દીઓ માં ભારત હાલ બીજા ક્રમ ઉપર આવી જતા ચિંતા વધી છે,ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ આજે ગુરૂવારે દેશ ની જનતા ને ટ્વીટ કરી કોવિડ-19 મહામારીની વિરૂદ્ધ એકજૂથ લડાઇ લડવા જાહેર અપીલ કરી ને હેશટેગ #Unite2FightAgainstCorona ની સાથે ટ્વીટ કર્યું છે તેઓ એ કહ્યુ કે કોવિડ વોરિયર્સથી મોટી શક્તિ મળી રહી છે. સૌનાએકજૂથ પ્રયાસે ઘણા બધા જીવ બચી શકયા છે. સૌએ લડાઇની પોતાની ગતિ બનાવી રાખવી પડશે અને વાયરસથી બચવું પડશે. તેઓએ કોરોના ગાઇડલાઇન્સ ઉપર પણ ભાર મૂકી લખ્યું,કે આવો કોરોનાથી લડવા માટે એકજૂથ થઇએ! માસ્કર જરૂર પહેરો. હાથ સાફ કરતા રહો. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો. ‘બે…
કોરોના માં જાહેર જનતાને ઘરે જ ટેસ્ટ થઈ શકે અને સારવાર મળી રહે તે માટે હવે થી રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-19 માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે સતા આપવામાં આવી છે, એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ELISA ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 550નો ખર્ચ થશે. જોકે જેતે લેબોરેટરીએ આ માટે આરોગ્ય અધિકારી પાસે મંજૂરી લેવાની રહેશે. યાદીમાં જણાવાયા મુજબ,…