ભાવનગર ના ઉમરાળા નજીક ચોગઠ ગામે નદીમાં છ યુવકો ડૂબ્યા એક નો મૃતદેહ મળ્યો,બે બચાવી લેવાયા બાકીના ત્રણ લાપતા થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ભાવનગરના ઉમરાળામાં છ યુવકો નદીમાં ડૂબી જતા ભારે દેકારો મચી ગયો છે અને ડૂબેલાઓ ની શોધખોળ કરવામાં આવી રહી છે જેમાં બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક ની લાશ મળી આવી છે હજુ 3 યુવકોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાનાં પગલે નદિ કિનારે મોટી સંખ્યા માં લોકો એકત્ર થઇ ગયા છે.વિગતો મુજબ ભાવનગર નજીક આવેલ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ નજીક પસાર થતી કાલુભાર નદીના પટમા ન્હાવા પડેલા 6 યુવક ડૂબ્યા…
કવિ: Halima shaikh
વડાપ્રધાન મોદી દ્વારા VVIP માટે રૂ. 8 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 2 અધ્યતન વિમાનોની ખરીદી કરવા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો તો કરી દીધા પણ પાછળ થી ખબર પડી કે અલ્યા આતો આપણી કોંગ્રેસ ની યુપીએ સરકારે જ વિમાનો લાવવાની યોજના બનાવી હતી આતો ગાંધી પરિવાર નું સપનું મોદીજી એ પૂરું કર્યું છે. રાહુલ ગાંધીએ આ મામલે કાચુ કાપતા પીઢ રાજકારણીઓ મન માં મલકાતાં હતા ,સરકારી સૂત્રોએ જણાવ્યું કે 2 VVIP વિમાનોની ખરીદ પ્રક્રિયા યુપીએ સરકારના સમયમાં જ શરૂ કરવામાં આવી હતી. મોદી સરકારે તો બસ આ યોજનાને પુરી કરી છે.કેન્દ્ર સરકારે કહ્યું કે આ વિમાન…
હવે ગામડા ના માણસ ને નજીક ના તાલુકા મથકે જવું ન પડે તેવી સગવડ સરકારે કરી છે અને ડિજિટલ સેવા સેતુને ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 ઓક્ટોબરે 2 હજાર ગ્રામ પંચાયતમાં ડિજિટલ સેવા સેતુ યોજવાની જાહેરાત કરતા ગામલોકો માં આનન્દ છવાયો છે. ગામડાંના નાગરિકોને વિવિધ 20 સરકારી સેવા માટે તાલુકા મથક સુધી જવું ન પડે તે માટે તાલુકા મેજિસ્ટ્રેટને બદલે તલાટી પણ એફિડેવિટ આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રેશનિંગ કાર્ડથી લઇને જાતિનો દાખલો સહિતની વિવિધ 20 જેટલી સેવાઓ ગામ ની પંચાયત ઓફીસ થીજ મળી રહેશે. પ્રથમ તબક્કામાં 2 હજાર…
કોરોના ની સ્થિતિ વકરતા સંઘપ્રદેશ દમણ અને દાનહના તમામ બિયર બાર 25 માર્ચે બંધ કરી દેવાયા હતા અને હવે છ મહિના પછી ગાઇડ લાઇન ની મર્યાદા માં રહી બાર ખોલવાની પરવાનગી આપતા દારૂ અને ખાવા પીવા ના શીખીનો માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. બુધવાર તા. 7 ઓક્ટોબરથી સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી બાર ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે. સંઘપ્રદેશના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના સેક્રેટરી એમ. મુથમ્માએ એક નિવેદન માં જણાવ્યું છેકે, એસઓપીની ગાઇડ લાઇન મુજબ બુધવારથી દમણ અને સેલવાસના તમામ બાર સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને લઇને ગત…
ગુજરાત માં આવી રહેલી પેટા ચૂંટણીઓ ને લઈ રાજ્કીય માહોલ ગરમાયો છે ત્યારે ત્રણ બેઠકો ઉપર ઉમેદવારી મુદ્દે હજુ કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી તેવે સમયે કચ્છ જીલ્લાની અબડાસા બેઠક પણ મહત્વની ગણાય છે અહીં પણ ભાજપ-કોગ્રેસ પક્ષ તરફથી કોઈ ઉમેદવાર ના નામ ની જાહેરાત થઈ નથી, આ બેઠક આમતો છેલ્લી 3 ટર્મથી કોગ્રેસ નો ગઢ ગણાય છે. પાછલા વર્ષો ઉપર નજર નાખવામાં આવે તો 2012માં છબીલ પટેલ, 2014માં શકિતસિંહ ગોહીલ, 2017માં પ્રદ્યુમનસિંહ ની કોંગ્રેસ માંથી જીત થઈ છે.જોકે એક વાર જીતેલો ઉમેદવાર ફરી ઉભો રહેવાની હિંમત કરતો નથી કારણ કે તે હારી જ જાય તે વાત સો ટકા સાચી…
કોરોના માં મોત થયા બાદ મૃતક નો મૃતદેહ વતન માં લઇ જઇ અંતિમવિધિ કરી નાખતા આ બનાવ માં ગુનો નોંધાયો હોવાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. વિગતો મુજબ અમદાવાદ માં રહેતા રાજસ્થાન બાંસવાડાના ૬૫ વર્ષીય વૃધનુ કોવીડ-૧૯ના કારણે સોમવારે મોત નિપજ્યું હતુ. સોમવારે સાંજે મૃતક નો મૃતદેહ વીએસ સ્મશાનગૃહ ખાતે લવાયા બાદ સ્થળ ઉપર આવેલ મૃતક નો પુત્ર પોતાના પિતા નો મૃતદેહ લઈ જતો રહ્યો હતો જેથી તંત્ર દોડતુ થઈ ગયું હતું. સ્મશાન ઉપર આવેલ મૃતક નો પુત્ર અને સંબંધીઓ મૃતદેહ લઇ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં રાજસ્થાન ભાગી જઈ ત્યાં અંતિમવિધિ કરી નાખતા તેની સામે અમદાવાદ એલિસબ્રીજ પોલીસમાં ગુનો નોધાયો છે. વિગતો…
છેલ્લા કેટલાક દિવસો થી દેશ સહિત ગુજરાત માં પણ બળાત્કાર ની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે જામજોધપુર તાલુકાના વરવાળા ગામે સગીરા પર કુતિયાણા પંથકના એક ઇસમે છ માસમાં બે વખત બળાત્કાર ગુજારતા ભોગ બનનાર ના પિતાને ખબર પડતા તેઓ એ આઘાતમાં આવી જઈ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલ માં લઇ જવાઈ હોવાની વિગતો જાણવા મળી છે. વિગતો મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામે રહેતી સગીરા ઉપર છરીની અણીએ ધમકી આપી કુતિયાણા ના અશ્વિન ભીમશીભાઈ વાઢિયા નામના શખસે બે વખત બળાત્કાર ગુજાર્યો હતો અને બનાવ અંગે જાણ…
દેશ માં ભારે ચકચાર જગાવનાર હાથરસ ગેંગરેપ કેસ માં SITને વધુ 10 દિવસનો સમય અપાયો છે, અગાઉ SITને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની અવધિ આજે પૂરી થઈ જતા SITએ વધુ તપાસ માટે 10 દિવસ ના સમય ની માંગ કરતા ઉત્તર પ્રદેશ સરકારે મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ગૃહ સચિવ ભગવાન સ્વરુપની આગેવાનીમાં બનાવેલી SIT ની ટીમ તપાસ કરી રહી છે. છેલ્લા સાત દિવસોથી ઉત્તરપ્રદેશના ઉચ્ચ અધિકારીઓ ની બનેલી SIT સતત હાથરસનું સત્ય સામે લાવવા માટે તપાસ કરી રહી છે. SITએ પીડિત પરિવારના સભ્યોના નિવેદન પણ નોંધ્યા છે. હાથરસ કેસમાં દરરોજ નવી જાણકારીઓ અને નવા…
કોરોના વાયરસ ને લઈ હાલમાં દેશમાં ગત માર્ચ મહિના થી જ રેગ્યુલર ટ્રેનો બંધ કરી દેવાઈ છે પરંતુ લોકડાઉન બાદ જૂનથી અનલૉક જાહેર થયા પછી રેલવે દ્વારા કેટલાક વિશેષ રૂટ પર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાય છે અને વતન ગયેલા શ્રમિકો પરત આવતા રિટર્ન ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ હતી ત્યારે હવે દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા જ અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી તમામ ટ્રેનો હાઉસફૂલ થઈ જતા પશ્ચિમ રેલવે અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી વધુ 36 ટ્રેનો શરૂ કરવાની રેલવે બોર્ડને ભલામણ કરવામાં આવી છે. આ ટ્રેનો માં અમદાવાદથી ઉપડતી તેમજ પસાર થતી 18 ટ્રેનો અને વડોદરા સુરતથી પસાર…
બોલિવૂડ અભિનેતા સુશાંત રાજપૂત કેસ માં મહારાષ્ટ્ર સરકાર ને બદનામ કરવા કેટલાક લોકો મેદાને પડ્યા હોવાનું રાજ્ય ના ગૃહમંત્રી એ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંતસિંહ રાજપૂતના કેસ બાબતે મહારાષ્ટ્રને બદનામ કરવા માટે કાવતરું રચાયું હોવાનો મંગળવારે આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ અંગે તપાસ ના પણ આદેશ અપાયા છે. મુંબઈ પોલીસના સાઇબર યુનિટના એક રિપોર્ટમાં પણ જણાવાયું છે કે, સુશાંતના કેસમાં મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવા માટે નવ દેશોમાં ૮૦,૦૦૦ જેટલા બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવી ટાર્ગેટ કરાયો છે. મુંબઈ પોલીસના સાઇબર સેલે મુંબઈ શહેરના પોલીસ કમિશનર અને મુંબઈ પોલીસનો અપપ્રચાર કરવા બદલ અજાણી વ્યક્તિઓની વિરુદ્ધ બે એફઆઈઆર…